SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ કાગનો કાવ્યપ્રકાર ફાગ રમી તે ફરિ ફરિ, નેમિ જિસેસર બારિ. (પકૃત નેમિનાથ ફાગ) એ ફાગુ ઉછરંગ રમાઈ જે માસ વસંતે. (કીર્તિસૂરિ ફાગ) ફાગુ જે રમાતા અને ખેલાતા તેમાં વિવિધ પ્રકારનાં સમૂહનૃત્યો હશે. આવા કેટલાંક ફાગુઓ ફક્ત રમનારા પૂરતા જ મર્યાદિત રહેતાં, અથવા એમાં કોઈક માત્ર પ્રેક્ષક તરીકે પણ રહેતા. પરંતુ સમય જતાં આ કાવ્યસ્વરૂપે એક જાહેર મનોરંજક કાર્યક્રમનું રૂપ ધારણ કર્યું હશે. વિવિધ રાગરાગિણીમાં, વાજિંત્રો સાથે ફાગુ પ્રેક્ષક-સમુદાય સમક્ષ ગવાતાં-ખેલાતાં હશે, એટલું જ નહિ, એવા કાર્યક્રમો એક કરતાં વધુ દિવસ સુધી ચાલતા રહેતા હશે ! નીચેના કેટલાક ઉલ્લેખો પરથી એ જોઈ શકાશે : વેણા વંસ વજાવઈ એ, ભાવઈ પંચમ રાગ, રંગ ભરિ ઇક ખેલ ગેલિઈ જિણવર ફાગ. (રાણપુરમંડન ચતુર્મુખ આદિનાથ ફાગ) વેણા યંત્ર કરઈ આલિ વિણિ, કરઈ ગાનિ તે સવિ સુરમણી; મૃદંગ સરમંડલ વાજંત, ભરત ભાવ કરી રમાઈ વસંત. (અજ્ઞાત કવિકૃત યુપઈ ફાગ) વાજે ઝાંઝ પખાજ ને, સાહેલી રમે ફાગ. તાલી દઈ તારુણી, ગાય નવલા રે રાગ. (પ્રેમાનંદ કૃત “ભાસ') X X X Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002055
Book TitleSamprat Sahchintan Part 11
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1999
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy