Book Title: Arpan Kshamashraman
Author(s): Sushil
Publisher: Shrutgyan Prasarak Sabha
Catalog link: https://jainqq.org/explore/002060/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ અર્પણ – ક્ષમાશ્રમણ - -લે. સુશીલ પ્રકાશક : શ્રી શ્રુતજ્ઞાન પ્રસારક સભા Page #2 -------------------------------------------------------------------------- ________________ અર્પણ લેખક : સુશીલ પ્રકાશક: શ્રી શ્રુતજ્ઞાન પ્રસારક સભા, અમદાવાદ - ૧૪ સં. ૨૦૧૪ ઇ.સ.૨૦૦૮ Page #3 -------------------------------------------------------------------------- ________________ અર્પણ + ક્ષમાશ્રમણ લેખક : સુશીલ પ્રતિ .: ૧૨૫૦ મૂલ્ય : ૧૦ રૂા અર્પણ – પૃષ્ઠ સંખ્યા : ૧૮ + ૬૦ = ૧૦૮ ક્ષમાશ્રમણ – પૃષ્ઠ સંખ્યા : ૯ + ૧૨૨ = ૧૨૮ પુનર્મુદ્રણ : સં. ૨૦૧૪ (ઇ.સ.૨૦૦૮) : પ્રાપ્તિસ્થાન : જિતેન્દ્રભાઈ કાપડિયા cl૦. અજંતા પ્રિન્ટર્સ ૩૧૪ બી, સત્તર તાલુકા સોસાયટી, પોષ્ટ : નવજીવન, અમદાવાદ -૧૪. ફોન : (ઓ) ૨૭૫૪૫૫૫૭ (રહે.) ૨૦૦૦0૯૨૭ શરદભાઈ શાહ ૧૦૨, વી. ટી. એપાર્ટમેન્ટ, દાદાસાહેબ પાસે, કાળાનાળા, ભાવનગર-૩૬૪૦૦૧. ફોન : ૨૪૨૬૭૯૭ વિજયભાઈ બી. દોશી (મહુવાવાળા) સી-૬૦૨, દત્તાણીનગર, બિલ્ડીંગ નં.-૩, એસ.વી. રોડ, બોરીવલી (વેસ્ટ) મુંબઈ-૯૨ મોબાઈલ : ૯૮૨૦૪ ૭૮૮૦૪ મુદ્રકઃ કિરીટ ગ્રાફીકસ ૨૦૯, આનંદ શોપીંગ સેન્ટર, રતનપોળ, અમદાવાદ-૧. ફોન : ૦૭૯-૨૫૩૫૨૦૦૨ Page #4 -------------------------------------------------------------------------- ________________ : શ્રુતલાભ : શ્રી મુકેશકુમાર મગનલાલ દોશી | (જેસરવાળા) ધર્મપત્ની - હર્ષાબહેન, પુત્ર : કૌશલ || પુત્રી : ધ્વનિના જ્ઞાનની વૃદ્ધિ માટે. | હાલ: ઘાટકોપર - મુંબઈ Page #5 -------------------------------------------------------------------------- ________________ પહેલી આવૃત્તિનું નિવેદન કોઇ પણ રાષ્ટ્ર કે સમાજની ચેતનાશક્તિને નવપલ્લવિત રાખવામાં આદર્શ કથાનકો અમૃતરસ સિંચી શકે છે તે સિદ્ધાંત લક્ષમાં રાખીને ‘જૈન' પત્રની ભેટ માટે બનતાં સુધી પ્રાભાવિક પુરુષોના જીવનપ્રસંગોને સંસ્કારી નવલકથાના આકારમાં સમાજને ચરણે ધરવાનું ધ્યેય રાખ્યું છે. આવાં પ્રાભાવિક જીવનપ્રસંગો ઉકેલતાં કાળજૂની વાતો જવા દઈને પ્રભુશ્રી મહાવીરના સમયથી છેલ્લાં પચ્ચીસસો વર્ષમાં જગત ઉપર અનન્ય ઉપકાર કરી ગયેલા અનેક રાજર્ષિઓ, મહર્ષિઓ, જ્યોતિર્ધરો, રાષ્ટ્રસેવકો, દાનવીસે અને રાજદ્વારી મુત્સદ્દીઓનું અગણિત તારામંડળ જૈન જગતના વિશાળ વ્યોમમાં છેક છેલ્લા સૈકા સુધી તરવરી રહેલું હું જોઈ શક્યો છું, અને જેનો પરિચય-પ્રસાદ જનસમાજને પીરસતાં જૈનશાસનની વ્યાપકતા માટે અજબ પ્રકાશ પાડી શકાય તેમ છે. જે સમાજ આટલાં અને આવાં વિપુલ આદર્શ રત્નો નીપજાવી શકેલ છે, તે સમાજ સદાને માટે નિષ્પ્રાણ ન રહે, એટલું જ નહિ પણ જનતામાં તેનું ગૌરવવંતું સ્થાન જળવાઈ રહેવું જોઈએ. એ ઉદ્દેશથી આવા પ્રાભાવિક તારલાઓનું નિદર્શન સૌમ્ય શૈલીએ થાય, અને તેમ કરતાં આવા પ્રકાશરત્નોનાં વિપુલ તેજ આડે અવરાયેલી સમયના રંગની વાદળીઓ વિખેરી નાખીને શાશ્વત પ્રકાશની પ્રભા પ્રગટાવવામાં આવે તે માટે કુશળ ખગોળવેત્તાની શોધમાં હતો. Page #6 -------------------------------------------------------------------------- ________________ મારી આ ઈચ્છા અમારા સહતંત્રી ભાઈ ભીમજી હરજીવન (સુશીલ)ના જાણવામાં આવતાં તેમણે એ કોડ પૂરવાની હામ ભીડવાથી આજે આવાં પ્રકાશરત્નો પૈકી થોડાના પરિચયની પ્રસાદીરૂપે “અર્પણ”નો પ્રથમ પ્રસાદ જનસમાજની સેવામાં પીરસી શક્યો છું તે માટે ભાઈ સુશીલને માન ઘટે છે. વધારે આનંદનો પ્રસંગ એ છે કે, ગુર્જર સાહિત્યમાં લોકકથા અને લોકગીતના જીવનદાતા ભાઈ ઝવેરચંદ મેઘાણીએ આ ગ્રંથનું અવલોકન કરવા પછી ‘વિવેકદષ્ટિને વંદના” કરતાં અર્પણના હૃદયને સ્પષ્ટ કરવાનો પ્રેમપૂર્વક શ્રમ સેવીને પાત્રપરિચયનો મારો ભાર ઉતાર્યો છે તે માટે હું તેમનો પણ ઋણી છું. - કુંદનની કસોટી કાઢતાં તેને તાવવા, ટીપાવવા અને કસવાની પરીક્ષામાંથી પસાર થવું પડે છે, તેમ ભાઈ મેઘાણીએ કથાહૃદય અવલોકતાં બે પાત્ર-પ્રસંગને વિચારભેદની કસોટીએ ચડાવેલ છે. જે પુણ્યરત્નોના પ્રકાશકાળ આડે સમયના થર જામી ગયા હોય તેના . મૂળ સ્વરૂપને નિહાળવા જતાં આવા મંતવ્યભેદ પડે તે સ્વાભાવિક હોઈને તેના વિવાદમાં ઊતરવું તે મને પોતાને મિથ્યા શ્રમ જેવું લાગે છે. વાંચનારાઓની વિવેકબુદ્ધિ ઉપર જ હું મૂકી દઉં છું. હું તો એટલું જ ઈચ્છું કે, જનસમાજ આવા પુણ્યપ્રસાદ આરોગી પ્રભાવશાળી બને, ભાવી પ્રજા તેના મનમાંથી ઓજસ પ્રગટાવે, જાહેર જનતા ધર્મના ભેદ ભૂલીને તત્ત્વચિંતન સાથે જગતમૈત્રી સાથે અને તેના પરિણામે અર્પણના અધિક પ્રસાદો પીરસવાનો મને ત્વરિત પ્રસંગ પ્રાપ્ત થાય. તિરમ્. ફાલ્ગન શુક્લ પંચમી તા. ૨૫-૨-૧૯૨૮ દેવચંદ દામજી શેઠ જૈન ઓફીસ-ભાવનગર તંત્રી “જૈન” Page #7 -------------------------------------------------------------------------- ________________ નિવેદન : પુનર્મુદ્રણ પ્રસંગે વિ. સં. ૨૦૧૮/૧૯ની વાત છે. મારી વય નાની શિખવાચનનો શોખ. શ્રી સુશીલની અર્પણ-ક્ષમાશ્રમણ અને વેરનો વિપાક હાથમાં આવી. ગમી. વારંવાર વાંચવાનો નાદ લાગ્યો. સંસ્કૃત વ્યાકરણના અભ્યાસની શરૂઆત. “અર્પણ” ચોપડીની ગુજરાતી વાર્તાને સંસ્કૃત ભાષામાં ઢાળવાનું મન થયું પ્રેરણા મળી. કામ શરૂ કર્યું બે-ત્રણ વાર્તા એ રીતે લખી. ઉત્તમતાનો આગ્રહ. તેથી સુશીલની લખાવટ જચી ગઈ વર્ષો વીત્યા એ ચોપડીઓ દુર્લભ થઈ કોઈ પુનઃ પ્રકાશન કરે તો સારું એવું મનમાં થયા કરે. વર્ષો પછી આજે થયું કે કોઈશું કામ! તુંજ કરને! અને આજે આ પરિણામ આવ્યું કે ચોપડી તમારા હાથમાં છે. નવી પેઢીને વાર્તાનો રસ સહજ હોય છે. આ નવી શૈલીમાં લખાયેલી વાર્તા વાચકને ગમશે તેમાં તણાશે એવો વિશ્વાસ છે. હવે જમાનો પલટાયો છે કો'ક આની અંગ્રેજી આવૃત્તિ કરે તો વધુ ઉપાદેય બને અને એવી માંગ ચારે દિશામાંથી આવે છે તેથી તેનો યોગ્ય પડઘો પડશે એવી આશા છે. આનો પણ ઉપાડ થશે અને નવી પેઢીને સુશીલની કલમનો પરિચય થશે. વિ. સં. ૨૦૬૪, મહા સુદિ દશમી મલ્લિતીર્થ પ્રતિષ્ઠા દિવસે શ્રી નેમિ-અમૃત-દેવ-હેમચંદ્રસૂરિ શિષ્ય બોરિવલી પૂર્વ પ્રદ્યુમ્નસૂરિ દોલતનગર Page #8 -------------------------------------------------------------------------- ________________ અહ નિવેદન વિવેકદૃષ્ટિને વંદના / ઝવેરચંદ મેઘાણી ૧ ગૌતમસ્વામીનો શિષ્ય ર નિઃશંકા શ્રદ્ધા ૩ કદરૂપો નંદીષેણ ... ૪ સદાલપુત્રનો નિયતિવાદ ૫ હરિબળ માછી ૬ આર્દ્રકુમાર ૭ વાત્સલ્યઘેલી માતા ૮ હરિકેશીબળ ... ૯ કાલકકુમાર ૧૦ મિથિલાપતિ નમિરાજ ૬૦ મ - પૃષ્ઠ ....... G ૧૯ ૨૩ ૨૭ ૩૨ ૩૬ ૪૨ ૫૩ ૬૭ ૮૧ ૯૪ Page #9 -------------------------------------------------------------------------- ________________ વિવેકદૃષ્ટિને વંદના ઝવેરચંદ મેઘાણી ઠાવકી, ઠરેલી, મર્માળી અને લોકભોગ્ય સાદાઈની સાથોસાથ ગિર્વાણ સંસ્કારોનો સુંદર મેળ નીપજાવતી મીઠી લેખન-શૈલીનો એક જાણીતો સંપ્રદાય ગુજરાતમાં પ્રવર્તે છે. અને કાકા કાલેલકર જેવું ઊજળું નામ એ સંપ્રદાયના નેતૃપદે બોલાય છે. આ પુસ્તિકાના લેખક બંધુ શ્રી ભીમજી હરજીવન - સુશીલ પણ એ શૈલીના જૂના ને જાણીતા આરાધક છે. અથવા કદાચ જેટલા જૂના છે તેટલા જાણીતા નથી. પૂર્વે સૌરાષ્ટ્ર'ના અને અત્યારે “જૈન” સાપ્તાહિકના અગ્રલેખો લખનારી એ ભાઈની લેખિની, આજે પણ એ લેખોની જૂની ફાઈલ ઉથલાવનાર સર્વ કોઈને પોતાની એ અસંયુબ્ધ મધુરતા, મર્મપ્રિયતા અને સંસ્કારિતાની, શબ્દ શબ્દ સાક્ષી કરાવે છે. રાજકારણ કિંવા સાંપ્રદાયિક સામયિકોનાં સમયવર્તી ભાષાબંધનો તેમજ વિચારશૃંખલાઓ વચ્ચે ઝકડાઈને લખવા બેસનાર નોકરીઆતની દશાવાળો આદમી પોતાના સ્વતંત્ર વિચાર-વ્યક્તિત્વને રૂંધી રાખવાની ફરજ અનુભવતો છતાં પણ, એ સમયવર્તી લેખનને પોતાના અંતરના Page #10 -------------------------------------------------------------------------- ________________ વિવેકદૃષ્ટિને વંદના ઉંડાણમાં ઘોળાતા રંગો વડે રંગ્યા વિના રહી શકતો નથી, અને લેખનું કલેવર પારકું હોવા છતાં તેમાં પ્રાણ તો એ પોતાનો જ પૂરતો હોય છે. એ વાત સમર્થ વ્યક્તિત્વવાળા લેખ પરત્વે આપણે કબૂલ જ કરવી પડશે. ભાઈશ્રી ભીમજી સુશીલનું એ વ્યક્તિત્વ ઉક્ત લેખોમાં અચ્છી તરેહ દીપે છે. પણ એ દીપ્તિ આજસુધી છૂપી જ રહી ગઈ હતી. કારણકે એમણે જીવનમાં સદા માટે સ્વીકારેલી એકલદશાએ, એમની પ્રકૃતિગત મોજીલી મનોવૃત્તિએ, તથા મુખ્યત્વે કરીને તો ‘આપણા પામર લખાણો દુનિયા પર લાદવાના લોભ કરતાં જગતના શ્રેષ્ઠ ગ્રંથોનું નિરપેક્ષ પરિશીલન કરવા'' ના એમના આગ્રહે ભાઈ સુશીલની કલમને હંમેશાં રૂંધી જ રાખેલી છે. એટલે જ છેલ્લાં દસ-બાર વર્ષની તેમની લેખક તરીકેની કારકિર્દીનો ફાલ કેવલ ઇસ્લામના ઓલિયા” અને “મોટી બહેન'' નામના બે બંગાલી પરના અનુવાદોમાં જ સમેટાઈ જાય છે. (એમની ફરમાસુ કૃતિઓની ગણના આ ફાલમાં ઉમેરી શકાતી નથી.) G આજે એમના જીવનના એ આગ્રહી ક્રમમાં આ પુસ્તક એક અત્યંત આદરભર્યો અપવાદ નોંધાવે છે. સ્વતંત્રતા, મૌલિકતા અને ભાવ-ભાષાનો બંધનમુક્ત પ્રવાહ આજે પહેલી જ વાર આ લેખકના આત્માની નજીકની કોઈ કંદરામાંથી છલ! છલ! કરતો છૂટ્યો છે. અને પ્રમાદના પથ્થરો કે મોજીલી પ્રકૃતિરૂપી રેતીનાં રણ જો આડે નહિ નડે તો થોડા સમયમાં જ આપણે આજના એ નાના શા નિર્ઝરણને, બંને કાંઠે ભરપૂર બની ગંભીર નાદે વહેતા મહાનદનું સ્વરૂપ ધારણ કરતું નિહાળી શકીશું. અધિકારી લેખિની અને ઉન્નત લેખ-સામગ્રીનો ઉભયનો આજે સારો સંગમ થઈ ગયો છે. થોડોએક અંગત ઉલ્લેખ કરવાથી એ ઔચિત્ય વધુ સ્પષ્ટ કરી શકીશ. જૈનધર્મી કુટુંબમાં જન્મેલો હોવાને કારણે કુમારાવસ્થામાં ઉપાશ્રયોમાં હળ્યો હતો. ઇનામોની લાલચે જૈન Page #11 -------------------------------------------------------------------------- ________________ ૧૦ અર્પણ + ક્ષમાશ્રમણ પાઠશાળામાં અભ્યાસ કરતો. પાઠશાળામાં ઘણું ઘણું શીખ્યો, એનો આજે અક્ષરે ય યાદ નથી. સામાયિક સુદ્ધાંને વિસ્મૃતિના દરિયામાં પધરાવી દીધી છે. છતાં એવું કાંઈક છે કે નથી ભુલાયું ને કદાચ સાત જન્મારે પણ નહિ ભુલાય મુનિ મહારાજોએ અને આર્યાઓએ વ્યાખ્યાનો દ્વારા જે તપની, સંયમની, રાગવિરાગ વચ્ચેના આંતરસંગ્રામની, અથાગ ક્ષમાની ને અપાર કરુણાની જૂની પુરાણ ઘટનાઓ અસલના સમર્થ જૈન વીરોના જીવનમાંથી કહેલી તે નથી ભુલાઈ. સાંપ્રદાયિક હતું તે ચાલ્યું ગયું. અપરિપક્વ કાલે અણસમજુ ભેજામાં શાસ્ત્રો ને ફિલસૂફીનું ભૂસું ઠાંસીઠાંસીને ભરવામાં આવેલું તે અશ્રદ્ધાની ચીરાડમાંથી સરીને વેરાઈ ગયું. પરંતુ જે અમર હતું, સર્વદેશીય હતું, જગત આખાના વારસારૂપ હતું, તે રહી ગયું. તેમાંની એકેક ઘટના રોમાંચ ઉપજાવતી રહી. અંતરમાં થતું હતું કે આ બધી જગત-વારસાની સામગ્રી સંપ્રદાયના પટારામાં પડી પડી કાં સડી જાય ! જૈન ઈતિહાસની આ સર્વ સુગંધી જગતભરમાં ફોરવાને બદલે શાસ્ત્રોની શીશીમાં કાં સંતાડી રખાય! કેળવણીખાતાનાં પાઠ્યપુસ્તકોમાં હિન્દુ, મુસલમીન, ને ખ્રીસ્તી યહૂદીની પુરાણકથાઓ પેસે ત્યારે જૈન ધર્મવીરોનાં વૃત્તાંતો કઈ આભડછેટની બલ્ડીકે બાતલ રહે ? એ ધર્મના પરમ ઔદાર્યની અને અજોડ સમર્પણની આખ્યાયિકાઓને શિક્ષણને દ્વારે ‘દાખલ થવાની મનાઈ” કોણે કરી ? જૈન ધર્મ વિષે જનતાને જૂઠા ખ્યાલોમાં કોણે ને શા કારણે રહેવા દીધી ? રવીન્દ્ર ઠાકુર “કથી ઓ કાહિની” નામના પુસ્તકમાં બૌદ્ધ, રાજપૂત, શીખ વા મરાઠા, તમામની બલિદાન-કથાઓ આલેખે અને એ તમામને ટપી જાય તેવી જૈન કથાઓને કાં હાથ ન લગાડે ? એ વિચાર કુરબાનીની કથાઓ' નામક પુસ્તક લખ્યા પછી જોસભેર મનને વલોવવા લાગ્યો. સેકડો જૈન ઘટનાઓને એવા સ્વરૂપમાં પુસ્તક આકારે સંગ્રહવાનો મનોરથ ચાલતો હતો, પરંતુ Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧૧ વિવેકદૃષ્ટિને વંદના અન્ય રોકાણો આડે એ અભિલાષ-સિદ્ધિને અવકાશ નહોતો. ભાઈ સુશીલની ઉદાસીનતા ઉડાડવા ઘણી વાર ચીમટા લીધા. નાનેથી જ જૈન શાસ્ત્રોના અભ્યાસ અને વિદ્વાન જૈન મુનિઓના સતતુ સમાગમે એમને આ વિષયને ન્યાય આપવાનો વિશેષ અધિકાર આપ્યો છે એ વાત વારંવાર સમજાવી. આજે એ અધિકારી હાથ મારી મનોરથસૃષ્ટિના એ પ્રિય સ્વપ્નને પોતાના કોમલ કર-સ્પર્શે સત્ય સૃષ્ટિમાં અવતારવાનો આદર કરી ચૂકેલ છે, એ દેખીને સહુથી વધુ પ્રસન્ન થવાનો અધિકાર કદાચ હારો જ છે. આવા પુરાણ અથવા ઈતિહાસ સાહિત્યને સાંપ્રદાયિકતાને ખાબોચીએથી સાર્વજનિકતાની દુનિયામાં રેલાવવા જતાં એક મહા અનર્થની ધાસ્તી હોય છે. અંધશ્રદ્ધાળુ અને ધર્મઝનૂની લેખિની એ અનિષ્ટનો ભય નથી વિચારતી. જગતુને શું દેવું ને શું છોડી દેવું, એનો વિવેક અંધશ્રદ્ધાળુને હોતો નથી. એ તો પોતાના પંથમાં પરંપરાથી ચાલી આવતી તમામ વહેમભરી વાતોને સાચી જ માને છે તે મનાવવા માગે છે. સંપ્રદાયનો બાહ્ય મહિમા વધારવાના બાલીશ હેતુથી પ્રેરાઈને ઘણા ઘણા સંપ્રદાયઘેલડાઓએ ભોળી જનતાની આંખમાં ધૂળ નાખનારી અર્થહીન વાતો ઉપજાવી કાઢીને શાસ્ત્રોમાં અથવા મુખપરંપરામાં પેસાડી દીધી હોય છે. દરેક પંથના અનુયાયીઓની પાસે એવી પંથપ્રચારની સામગ્રીઓ, કહેવાતી કથાઓને રૂપે ભરેલી હોય છે. જૈનધર્મનું પણ પંથિક સ્વરૂપ જ્યારથી બંધાયું ત્યારથી એનો ઈતિહાસ એવી કથાઓથી મુક્ત નથી રહી શક્યો. અમુક પાપીના ઉપર-એટલે કે પરધર્મીના ઉપર અમુક જૈન મુનિરાજનો જરાક પ્રભાવ છંટાતાં જ એ પાપી દીક્ષા ગ્રહણ કરીને ચાલી નીકળ્યો, એવો અંત સામાન્ય રીતે ઘણી ખરી જૈન આપ્યાયિકાઓનો કહેવાતો આવે છે. અને અંધશ્રદ્ધાળુ લેખકને માટે તો એ કથાઓ એના એવા ને એવા સ્વરૂપમાં અપનાવી લેવાનો પૂરો સંભવ છે. સત્યાસત્યનો ક્ષીરનીર વિવેક એની દષ્ટિમાં ઊતરતો નથી. Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૨ અર્પણ + ક્ષમાશ્રમણ એ એક ભયસ્થાન બીજું અનિષ્ટ આ છે : પાપી કે વિપથગામી માનવીને નવી દષ્ટિ મળતાં તુર્તજ એ ભીતરમાં ઘાયલ થઈને સાધુવેશ ધારણ કરી ચાલી નીકળ્યો હોવાની ઘણી ઘણી કથાઓ સાચી હોય એમાં પણ કાંઈ સંદેહ લાવવા જેવું નથી. તીર્થંકરો સરીખા વીતરાગોની જ્ઞાનચોટ લાગતાં મોટા ભૂમિકમ્પ સરીખા માનવી-કમ્પો બની જાય તેમાં આશ્ચર્ય નથી. પરંતુ એવાં સાચાં પરિવર્તનો પણ જો સીધેસીધાં અસલ સ્વરૂપમાં રજૂ થાય તો તે બુદ્ધિવંત વાચકને અળખામણાં બની જાય તેવો મોટો ભય રહે છે. એવા તાત્કાલિક પલટાને શ્રદ્ધાની આંખે સ્વીકારી લેવા સામાન્ય અક્કલનો આદમી તૈયાર નથી હોતો. એ તો શોધે છે એ પલટો આણનારી આખી મનોવેદનાને. પાણીના પાપ-જીવન અને પુનરુદ્ધાર વચ્ચે જે એક પછી એક ઊર્મિઓના ઘોર સંગ્રામો ચાલે છે, જે આનાકાની, મહાકર્ષણો, અંત:કરણને ચીરતા પશ્ચાત્તાપો, પાપનાં છલમધુર મોહવચનો અને પુન્યની વીરહાકોની પરંપરા છૂટે છે, તે તમામના આલેખન વિના પ્રસ્તુત ઘટના જીવતી ક્યાં થાય છે ! માટે જ આજે ભાઈ સુશીલની વિવેકશીલ લેખિની એ જૂના પુરાણા સાંપ્રદાયિક મહિમા-વૃદ્ધિના કેડા છોડી દઈને સાચા કલાકારનો માર્ગ પકડી, માનવ-આત્માના ખરેખરા સૂક્ષ્મ વિગ્રહો સરજે છે. માટે જ આદ્રકુમાર” જેવી વાતોમાં એની પોતાની જ વાણીમાં બોલીએ તો કાળમીંઢ પત્થરના અસંખ્ય થરને ભેદતાં અને ઝરણ રૂપે વહેતાં નિર્મળ જળના પ્રવાહને કેટકેટલી કઠિન સાધનાઓ કરવી પડતી હશે? પાષાણનાં વજકઠોર હૈયાં વીંધતાં એ ક્ષુદ્ર જળબિન્દુઓ કેટલીવાર નિરાશ થઈ પાછાં વળ્યાં હશે ? અંતે એકનિષ્ઠ પ્રયત્નના પ્રતાપે આદ્રતાએ ચિરવાંછિત વિજય મેળવ્યો અને આસપાસની વેરાન ભૂમિને લીલીછમ બનાવી દીધી...” Page #14 -------------------------------------------------------------------------- ________________ વિવેકદ્રષ્ટિને વંદના ૧૩ એ કલાવિધાનના શાશ્વત સિદ્ધાંતનો અંગીકાર કરીને આદ્રકુમાર અને શ્રીમતી વચ્ચેના ઘટના-પ્રસંગો એણે સુરેખ રીતે સાંકળ્યા છે. આદ્રકુમાર જિનપ્રતિમાને જોતાં જ દીક્ષાને માર્ગે ઢળે છે એ હકીકત ભાઈ સુશીલે મેં કૈ સરાણે ચડાવીને ધારદાર બનાવી દીધી. પૂર્વભવનાં સ્મરણો, ભૂતકાળની આદ્ર બની તૈયાર પડેલી મનોદશા, એ જિન-પ્રતિમાનું સતત ધ્યાન, અંતરની ઝંખના, છૂપો ગૃહત્યાગ અને પછી મુનિવેષનું પરિધાન : એ વાટે ભાઈ સુશીલનું પાત્ર ગતિ કરે છે. અને તે પછી શ્રેષ્ઠીપુત્રી શ્રીમતી તથા આ યૌવનભર યુવાન મુનિ વચ્ચેના વાસના-મિલનને પણ ધીરે ધીરે સ્વાભાવિકતાને માર્ગે સાધી લે છે. એ મિલનને રોકતી કે ગતિ દેતી ૐ ૐ નવરંગ ઊર્મિઓનાં ગૂંથણ ગૂંથે છે અને છેવટે એ “વીર્યવાન આત્માના રમણીય પતન”માંથી કેવા વેગવાન ઉદ્ધારનો પુનર્જન્મ નીપજાવે છે ! માનવ-આત્માનાં દારુણ રમણીય એવાં મંથનોને આલેખનારી કલમ પર ચડ્યા વિના સાંપ્રદાયિક વસ્તુઓ સારામાં સારી હોવા છતાં પણ નિષ્ફળ નીવડે છે. તીવ્ર વૈરાગ્યમાં રંગાતા પહેલાં માનવજીવાત્માને વટાવવી પડતી અનેક ભૂમિકાઓ ભાઈ સુશીલ પોતાના જગત-નિરીક્ષણને બળે ઉચિત રંગો વડે આલેખી રહેલ છે. શ્રીમતી અને એના આસક્ત સાધુની પલટાતી મનોદશા ભભકતા રંગો વચ્ચેથી આપણને વિહાર કરાવી આપણી અનુકમાના તંતુઓ કમ્પાવી મૂકે છે અને વિકારી દશાને એવી યુક્તિથી આંકે છે કે આપણે એ વિકારોમાં રાચતા પણ નથી તેમ તેમાં ફસાયેલા જીવાત્માને તિરસ્કાર પણ દેતા નથી. આપણી તો કેવલ કરુણાધારા જ વહ્યા કરે છે. એ જ દૃષ્ટિ ‘વાત્સલ્યધેલી માતાની વાર્તામાં વહે છે. પતિત પુત્રની ગોપનતાને લીધે ગાંડી બનેલી એ જનેતાની ઘેલછા ભાઈ સુશીલની આંખો સમક્ષ હાસ્યજનક વા કંટાળો ઉપજાવનાર ઘેલછા નથી, પણ– Page #15 -------------------------------------------------------------------------- ________________ અર્પણ + ક્ષમાશ્રમણ “કોઈ પણ પથ્થર કે વૃક્ષ એ ગાંડી બાઈને મન જડ વસ્તુ નથી. પુત્ર માની તે દરેક જડ વસ્તુને પણ પ્રેમથી-મમતાથી આગ્રહપૂર્વક આલિંગે છે, અને પાછું ભાન થતાં તેને રહેવા દઈ બીજે દોડી જાય છે.” ભદ્રા આજે ગાંડી બની છે. શેરીએ શેરીએ ભમી પોતાના પુત્રને ઝંખે છે. પુત્રની ભાવનાથી તે વસ્તુમાત્રને પ્રેમથી ચૂમે છે. ખરેખર જ જો એ ગાંડપણ કહેવાતું હોય તો પણ એ કેટલું સ્નેહનિર્મળ છે ? આવા અમૂલ્ય ધનને જગતની નકામી વસ્તુ શા સારુ ગણવામાં આવતી હશે?” “એ ગાંડપણ નથી. માતાની મમતા જ મૂર્તિનો આકાર પામી છે.” “દરેક ગાંડપણને પોતાનો હાનો સરખો ઇતિહાસ હોય છે. સ્નેહની ગરમી પામતાં માતાનું રક્ત જેમ શ્વેત અમીબિન્દુમાં પલટાઈ જાય છે તેમ સ્નેહની સદા સળગતી ભટ્ટીએ જ ભદ્રામાં ગાંડપણ પરિણમાવ્યું હતું.” ગાંડપણની આવી ગંભીર અને તત્ત્વભરી વિવેચના આખા પાત્રાલેખન પર છવરાવતા છવરાવતા આ લેખક ગાંડપણ પર જાણે કે કાવ્ય જ રચી રહેલ છે, અને એ કાવ્યની અવધિ લાવવાની પણ ભાઈ સુશીલની છટા અનેરી છે – “અર્પણતાએ ઉપજાવેલું ગાંડપણ એ શું દેવવાંછિત નથી? એવો કયો પુત્ર છે કે જે માતાના આવા ગાઢ સ્નેહની અદેખાઈ ન કરે?” એ આ રંગ છે કે જે હરકોઈ સંપ્રદાયની મુઠ્ઠીમાં પડેલી વસ્તુને વિશ્વભેટ બનાવી દુનિયાને ચરણે ધરી શકે છે, ને સાર્વજનિક સાહિત્યમાં એનું સ્થાન સ્વીકારાવે છે, કેમકે એમાં સર્વસ્પર્શી જીવન જાગૃત થઈ જાય છે. Page #16 -------------------------------------------------------------------------- ________________ વિવેકદૃષ્ટિને વંદના ૧૫ ધર્માલયોની નિત્ય પ્રભાત-સંધ્યાની માનવ-મેદનીમાં હરકોઈના કાન પર નિરર્થક અફલાતી અને ઉપદેશક મુનિ મહારાજોની જીભનાં થાકેલાં-કંટાળેલાં ટેરવાં પરથી ગબડતી જતી આવી જૂની જૈન આખ્યાયિકાઓને-ચવાઈ ચવાઈને કૂચા વળી ગયેલી આ ઘટનાઓને વિવેકપૂર્વક વીણી લઈ નવાં, માનવતાનાં સ્વાભાવિક સ્વાંગ પહેરાવવાથી આ કથાઓ ફરીવાર અનુયાયીઓને નવલ રસમાં ઝબોળશે, શુષ્ક બનેલી આપણી વ્યાખ્યાન પ્રણાલીને કવિતાના અમૃતમાં પલાળશે, ઓચિંતા અસ્વાભાવિક દીક્ષાગ્રહણની અસંબદ્ધ વાતોથી નિજ ધર્મના અહંભાવ વા વહેમ વધારવાને બદલે જૈન ઇતિહાસમાં છલોછલ ભરેલી માનવતા અને દયાદ્રતા ખુલ્લી કરી બતાવી ધર્મનું મુખ ઉજવલ બનાવશે. પરંતુ મારે હિસાબે તો આ પ્રવૃત્તિનું ભાવી ઔર ઉજ્જવલ અને વિસ્તારવાળું બની રહેશે. પાઠશાળાનાં ભણનારાં કુમાર-કુમારિકાઓ જ્યારે પોતાના પૂર્વગામી ધર્મવીરોની વાતો આવે સ્વરૂપે ઉકેલશે ત્યારે શાસ્ત્રોક્ત ધર્મ કરતાં એક અધિક મહિમાવંત માનવધર્મનું તેમને દર્શન થશે. અને એટલેથી પણ આ પ્રવાહ નહિ અટકે. સાર્વજનિક શાળાઓના દ્વાર પર જઈને જેનો આવી આખ્યાયિકાઓની પ્રસાદી ધરી, સરસ્વતી દેવીના સંચાલકોને વિનવી શકશે કે આ રહ્યું અમારા વીતરાગ-ધર્મનું નવનીતઃ આ રહ્યું, અમારું અહિંસા માર્ગનું પરમ ગૌરવ. આપ આ જૈન ગૌરવને અપનાવો: જૈનત્વને એકલા જૈનોનું જ બની જતું મિટાવી જગત સમગનું થવા દો. માર્ગ ખુલ્લા કરો ! અને હું માનું છું કે ભાઈશ્રી સુશીલ આટલાથી જ સંતોષ નથી પકડવાના. આ સંગ્રહ તો કાંઈ બિસાતમાં નથી એવી આખ્યાયિકાઓની રત્નખાણ હજુ તો અણઊઘડી, અણઅડકી પડેલી છે. એમાંથી વીણી વીણીને પસંદગી કરવાની જે શુદ્ધ રીતિ ભાઈ સુશીલે અખત્યાર કરેલી છે. એમાંથી કચરો હોય તે કાઢી નાંખી, ઝાળાં હોય તેને ઝાપટી, * ૨ ૬૮ * Page #17 -------------------------------------------------------------------------- ________________ અર્પણ + ક્ષમાશ્રમણ ૧૬ સાચા મોતીના દાણા વીણવાની જે રીતિનો હજુ તો એણે માત્ર આદર કરેલો છે, તેને જો જૈન પ્રજા સાંપ્રદાયિકતાનાં ચશ્માં ઉતારી નાખી રસદૃષ્ટિએ, વિશ્વદૃષ્ટિએ સત્કારી શકે, જો આ નવા સ્વરૂપ પર ભ્રૂકુટિ ન ચડાવે, તો જ ભાઈ સુશીલ અવશ્ય એ ખાણ ઉખેડી શકશે. અને એ નવું સ્વરૂપ કયું ? એ વિશ્વદૃષ્ટિ કઈ ? એનો ઉત્તર આપણને ‘હરિબળ માછી' આપે છે. અને ‘હિરકેશી બળ' આપે છે. એક માછલાંમાર, ને બીજો ચાંડાલઃ બન્નેની હીન જાતિ. સમાજને હાથે દૂર ફેંકાયેલા બન્ને ઉકરડાના જંતુઓ. જેના લલાટ પરથી જગતે ‘ઉદ્ધાર' શબ્દ જ ભૂંસી નાખેલો. એ બન્નેને આ આખ્યાયિકાઓ માંહેલો ઇતિહાસ કયી ભૂમિકા પર ચડાવે છે? રાજશાસનના મુખ્ય અધિકારપદે અને આખરે દીક્ષિત-પદે. સમાન હક્કના પાયા પર ચણાએલા એ ધર્મશાસનની વિશાલ મનોદશા આજે ક્યાં છે ? ક્યારે ચાલી ગઈ ? એની પુનઃપ્રતિષ્ઠા ક્યારે કરીશું ? એ પ્રશ્નો જૈનધર્મને રૂદ્ધદ્વારે આજે અફળાય છે. ને બીજી વિશ્વદૃષ્ટિ તે પેટા-સંપ્રદાયના વૈર-શમનની. આખ્યાયિકાઓ પર ક્યાંયે નથી છાપ મારી કે એ કોની માલિકીની છે. દેરાવાસીની કે સ્થાનકવાસીની ? શ્વેતામ્બરની કે દિગમ્બરની? સહુ કોઈનું તૈયારું એ પરમધન છે. સંપ્રદાયોનાં બાલ-હૃદયો આવા એક જ આરા પર નમીને સાચી ધાર્મિકતાનાં સ્વચ્છ શીતલ નીરના ખોબા ભરી પીશે. કહેવાતા સિદ્ધાંત-ભેદોના કલહે જ આજે જે ધર્મદૃષ્ટિને આવરી લીધેલી છે, તે દૃષ્ટિ આવરણમુક્ત બનીને તપ, સંયમ, અહિંસા અને ત્યાગના પરમ ઉપસાધક ધર્મ-સૂર્યનું દર્શન લેશે. બે વચ્ચે એ પસંદગી કરશે. એ પૂછશે કે શા માટે હું વેરઝેર પસંદ કરું? મારે માયાવી તત્ત્વભેદોથી શી નિસ્બત છે? મારે ખરાખોટાનો ફેંસલો ક્યાં જઈ લેવો? બહેતર છે કે હું આ સ્વીકારું - જેમાં ભેદ નથી, સંશયને સ્થાન નથી, Page #18 -------------------------------------------------------------------------- ________________ વિવેકદૃષ્ટિને વંદના જે હથેળીના ચંદ્ર સરખું સ્પષ્ટ છે, ને જે એક જે મારું જ્યોતિ બને તેવું છે. હું એને વરું છું. અન્યને તિરસ્કારું છું. એ યુગદષ્ટિ આવી આખ્યાયિકાઓ જ આપી શકશે. ભાઈ સુશીલને કહીએ કે “લાવો. હજુ લાવો !” આ પ્રવેશક સમાપ્ત કરતાં પહેલાં મારો એક નમ્ર અસંતોષ પ્રગટ કરી લઉં. આમાંની બે કથાઓ મને કંઈક ખટકે છે. ૧ નિઃશંક શ્રદ્ધા : બે ધર્મભ્રષ્ટોના દાખલા પરથી શ્રેણિક રાજાએ આખા સંપ્રદાય પરની પોતાની આસ્થાને ડગવા ન દીધી. એનો સાર એમ ન નીકળવો જોઈએ કે જૈન પંથનો સમગ્ર સાધુસંપ્રદાય તો સદાય પવિત્ર જ છે અને એની પવિત્રતા પર કદી આશંકા લાવવી જ નહિ ! આ બોધ છેક જ વિપથગામી છે. એને હું “અશ્રદ્ધાનું નામ આપું. કદાચ આ તારતમ્યનો દુરુપયોગ થવા સંભવ છે. ૨. હરિબળ માછી : માછલું ન ઝાલવાના વતના કડક પ્રતિપાલનના પારિતોષિક તરીકે આ ગરીબ મચ્છીમારને અંધારામાં ભૂલથી કોઈ એક ધનવાન પણ ચોર યુવતીની પ્રાપ્તિ થાય છે. એ સાર પણ ત્યાજય જ છે. એ યુવતી કાંઈ એના વ્રત પર મોહીને નહોતી આવી. પણ અન્ય કોઈ આશકની સાથે નાસી આવેલી ને ભ્રમણાએ કરીને જ માછીમારને લઈ ચાલી ગયેલી. બેશક, વ્રતનો સાંસારિક બદલો મળવાની વાંછના સહજ છે. વ્રતધારીને સ્થૂલ સુખ સાંપડે એવી જાતનો વ્રતવિધિમાં રહેલો વ્યાજબી સંકેત છે. પણ તે સુખપ્રાપ્તિ આકસ્માતિક અથવા અશુદ્ધ ન હોય. Page #19 -------------------------------------------------------------------------- ________________ અર્પણ + ક્ષમાશ્રમણ અર્પણ Page #20 -------------------------------------------------------------------------- ________________ ગૌતમસ્વામીનો શિષ્ય - [૧] કેટલાક ચહેરા જ એવા ભવ્ય અને મનોહર હોય છે કે અપરિચિત છતાં જાણે ઘણા જૂના કાળના આપ્તજન હોય એવા પ્રેમના અંકુર પ્રકટે. એથી ઊલટું કેટલીકવાર એવા ચહેરા પણ નજરે પડે કે જેમને જોઈને આપણને કોઈપણ પ્રકારનો સદ્ભાવ ન ફુર-જાણે કે જૂના કાળના વિરોધી હોય એવી બેચેની અનુભવીએ. આમ શા સારું બનતું હશે તેનું સમાધાન તત્કાળ મળી શકતું નથી. પણ આત્મા જે અનંતકાળથી વિવિધ પ્રકારના રાગ-દ્વેષ પ્રકટાવતો અને અવનવા સંબંધ બાંધતો ભ્રમણ કરી રહ્યો છે તેનો ઇતિહાસ તત્ત્વદષ્ટિએ તપાસવામાં આવે તો ઘણા કઠિન પ્રશ્નો સહેલાઈથી ઉકેલી શકાય. ભગવાન શ્રી મહાવીર સ્વામીના જીવનમાં પણ આવો જ એક પ્રસંગ બન્યો હતો. એકવાર જંગમ કલ્પવૃક્ષ સરખા શ્રી મહાવીરસ્વામી અને તેમના પ્રિય શિષ્ય ગૌતમસ્વામી વિહાર કરતાં એક ગામથી બીજે ગામ જતા હતા. સૂર્ય માથે પહોંચ્યો હતો. કિરણોના તાપથી ધરતી ઊની વાળાઓ ફેંકતી હતી. માર્ગની એક બાજુએ એક ખેડૂત હળ હાંકતો પરસેવાથી રેબઝેબ થઈ ગયો હતો. તાપના પ્રકોપને લીધે તેનો ચહેરો તપાવેલા Page #21 -------------------------------------------------------------------------- ________________ ૨૦ અર્પણ + ક્ષમાશ્રમણ ત્રાંબાની જેમ લાલચોળ દેખાતો હતો. પ્રભુએ તેની તરફ દૃષ્ટિ કરી ગૌતમસ્વામીને સંબોધીને કહ્યું – “ગૌતમ ! આને પ્રતિબોધ કરવા જેવું છે. તને મોટો લાભ થશે.” ગૌતમસ્વામીને માટે આટલો ઈશારો બસ હતો. તે એકદમ પેલા ખેડૂત પાસે ગયા. મહાવીર પોતાને માર્ગે આગળ ચાલ્યા. ખેડૂતને શ્રી ગૌતમસ્વામીની ભવ્ય અને પુણ્યપ્રભાવી આકૃતિમાં કોઈ અદ્ભુત પ્રશમરસની પ્રતીતિ થઈ. જાણે કે ઘણા જૂના કાળના કોઈ આમજન અનાયાસે મળ્યા હોય એટલો પ્રથમદર્શને જ સંતોષ થયો. ગૌતમસ્વામીએ વૈરાગ્યનાં જે બે-ચાર વાક્યો ઉચ્ચાર્યા તે પણ તેના અંતરમાં આરપાર ઊતરી ગયાં. તે પોતાનું જે કંઈ હતું તે બધું ત્યાં પડતું મૂકી શ્રી ગૌતમસ્વામી સાથે ચાલી નીકળ્યો. “આવી શાંત મુદ્રા મેં જીવનભરમાં નિહાળી નથી, અને આવી હિતકર વાણી પણ હું આજે જ સાંભળું છું.” ખેડૂત બોલ્યો. ગૌતમસ્વામીએ તેને મહાવીર પરમાત્માનો વેષ આપ્યો અને ખેડૂતે અંતરના ઉમળકા સાથે અંગીકાર કર્યો. બને પાછા આગળ ચાલ્યા. હવે આપણે ક્યાં જઈશું” થોડે દૂર ગયા પછી ખેડૂતે પૂછવું. મારા ગુરુદેવ પાસે.” તમારે પણ ગુરુદેવ છે ? અહો ? એ તો વળી કેવાયે શાંત મધુર અને ઉપકારક હશે!” ખેડૂતના આશ્ચર્યનો પાર ન રહ્યો. દેવો પણ જેની ચરણરજ લઈ પોતાને કૃતાર્થ માને એવા વિશ્વવંદ્ય અને પવિત્ર પુરુષ છે.” ગૌતમે ખુલાસો કર્યો. Page #22 -------------------------------------------------------------------------- ________________ ગૌતમસ્વામીનો શિષ્ય અત્યંત સદ્ભાવ અને શ્રદ્ધાથી પ્રેરાયેલો ખેડૂત ત્વરિત ગતિએ માર્ગ કાપતો આગળ ચાલ્યો. ગૌતમસ્વામીએ માર્ગમાં મહાવીર ભગવાનના અતિશયોનું વિસ્તૃત વર્ણન સંભળાવ્યું. મહાવીર એ વખતે સમવસરણમાં વિરાજ્યા હતા. આત્મોલ્લાસ અને દેવી ઋદ્ધિ-સમૃદ્ધિ વડે વાતાવરણ ભરચક ભાસતું હતું. ગમે તેવા નિષ્ફર સંસારીનું શીશ પણ મહાવીરના ચરણમાં નમી પડે એવો તેમનો પ્રભાવ હતો. - ખેડૂત આઘેથી આ દેખાવ જોયો. મહાવીરની મુખમુદ્રા નિહાળી. તેને એમાં સૌમ્યતા કે શાંતિ ન જણાયાં. તે ચમક્યા. પૂર્વનો કોઈ વિરોધી પોતાના પરિવારની મધ્યમાં બેઠો હોય એમ તેને લાગ્યું. તેણે એક દીર્ઘ નિઃશ્વાસ મૂક્યો અને કંઈ પણ બોલ્યા વિના પીઠ ફેરવી. ગૌતમસ્વામી કંઈ નિશ્ચય ન કરી શક્યા. જે પવિત્ર પુરુષ પાસે જન્મવૈરીઓ પણ પોતાનાં વૈર ભૂલી જાય તે જોઈને આ ખેડૂત એકાએક ઉદાસ કેમ થયો એ તેમનાથી ન સમજાયું. “જોયો ? ગૌતમસ્વામીનો શિષ્ય !” પર્ષદામાંથી કોઈના છૂપા હાસ્યનો અવાજ સંભળાયો. શિષ્ય તો બહુ સારો શોધી લાવ્યા !” બીજાએ એ ટીકામાં ઉમેરો કર્યો. ગૌતમસ્વામી પોતે પણ શરમાયા. જેને પ્રતિબોધ કરવાનું પોતે અભિમાન રાખતા હતા તે શિષ્યને આવો કાયર જોઈને તેમને મનમાં અત્યંત ગ્લાનિ થઈ મુનિ? આ જગવંદ્ય પરમાત્માને વંદન કરો. મુનિઓના અગ્રણી અને મુક્તિમાર્ગના ઉપદેષ્ટા એવા આ પુરુષના ચરણમાં આત્મનિવેદન કરો.” ગૌતમસ્વામીએ પરમ શાંતિપૂર્વક ખેડૂત-શિષ્યને કહ્યું. Page #23 -------------------------------------------------------------------------- ________________ ૨૨ અર્પણ + ક્ષમાશ્રમણ “એ જ જો પરમાત્મા હોય અને તમારા ગુરુ હોય તો મને દીક્ષાના આ વેષની પણ કંઈ જ જરૂર નથી. મારાથી એક ક્ષણ પણ તેની પાસે ન રહી શકાય. એને જોતાં જ મને મનમાં કંઈ કંઈ થઈ જાય છે !” એટલું કહી ગૌતમસ્વામીનો આ નવો શિષ્ય ત્યાંથી નાઠો. મહાવીર પ્રભુ પાસે આવી, બે હાથની અંજલી જોડી ગૌતમસ્વામીએ પૂછયું – “પ્રભુ! કોઈની ઉપર નહીં અને આપની ઉપર જ એને આટલું બધું વૈર શા સારુ ? આપે આ સંસારમાં કોઈનું પણ અનિષ્ટ નથી કર્યું, છતાં આપને નીરખીને તે શા સારુ આમ વિહળ જેવો બની ગયો?” “કારણ વિના કાર્ય અસંભવિત છે. પણ એ કારણ એટલું બધું ગહન અને પુરાતન છે કે જ્ઞાની પુરુષ સિવાય બીજું કોઈ તેનું સ્પષ્ટીકરણ ન કરી શકે. જો સાંભળ, જ્યારે હું ત્રિપૃષ્ટ નામનો વાસુદેવ હતો ત્યારે આ ખેડૂતનો આત્મા એક સિંહ રૂપે ઉપવન અને ગામમાં ભારે રંજાડ કરતો. ત્રિપૃષ્ટિના ભવમાં મેં જ એ સિંહને પકડી ચીરી નાખ્યો હતો અને જ્યારે તે એક માણસના હાથથી મૃત્યુ પામવાને લીધે તરફડતો હતો ત્યારે તે જ તેને મીઠાં વચનો કહી શાંત કર્યો હતો. એ ગત ભવોનું વૈર હજી ચાલ્યું આવે છે. વૈર અને સ્નેહનાં ઘણાંખરાં કારણો જીવનમાં આમ ગુપ્તપણે પ્રવર્તતાં હોય છે.” પ્રભુના મુખના આ ઉદ્ગાર સાંભળી સૌના અંતરમાં એક પ્રકારનો નવીન પ્રકાશ પડ્યો. આ ભવના નહીં તો પૂર્વભવના કેટલાક સંસ્કારો વર્તમાન જીવનમાં કેવો અગત્યનો ભાગ ભજવે છે તે સૌને સમજાયું. પ્રભુ પ્રત્યે અભાવ ધરાવનાર, ગૌતમસ્વામીનો શિષ્ય, માત્ર ગૌતમસ્વામી અને ગૌતમસ્વામીએ સંભળાવેલાં સત્યો પ્રત્યે રુચિ અને ભક્તિ રાખી રહ્યો. તેથી તે દિવસથી તે શુક્લપક્ષીયો ગણાયો. ગમે ત્યારે પણ તે પોતાનું આત્મકલ્યાણ સાધી પરમપદે પહોંચવાનો. Page #24 -------------------------------------------------------------------------- ________________ નિઃશંક શ્રદ્ધા – [૨] જેને કોઈ જાતનો નિશ્ચય નથી હોતો તે બીજી બધી રીતે કુશળ હોવા છતાં સિદ્ધિને વરી શકતો નથી. પવનના તોફાનમાં સપડાયેલી નૌકા જેમ આઘાત અને પ્રત્યાઘાતના પ્રહાર સહન કરતી આખરે તળિયે જઈને વિરામ લે છે તેમ નિશ્ચય કે શ્રદ્ધા વગરનો પુરુષ સંસારની અનેકવિધ વિટંબણાઓ અનુભવી મુંઝાય છે, વારંવાર માર્ગ બદલે છે અને છેવટે નિરાશ બની અધઃપાત વહોરી લે છે. શ્રદ્ધા એટલે સુમેરુપર્વત સરખો અડગ નિશ્ચય. દેવતાઓ પણ જેને ન ચળાવી શકે તેવી દઢતા. વિચાર અને અનુભવની પાકી એરણ ઉપર ઘડાએલી વીર વૃત્તિ. આવી શ્રદ્ધા બહુ જ ઓછા પુરુષોમાં પ્રત્યક્ષ થાય છે. શ્રેણિક રાજા આવી જ અનુપમ શ્રદ્ધા ધરાવતો અને એ શ્રદ્ધાના બળે જ, ભુલાતા જતા ઇતિહાસમાં પોતાનું નામ ઉજ્જ્વળ અક્ષરે અમર કરી ગયો છે. શ્રેણિક રાજાને જિનદેવ, જિનગુરુ અને જિનધર્મ ઉપર અસાધારણ શ્રદ્ધા હતી. એક વાર દર્દુરાંક નામના દેવે તેની કસોટી કરવાનો નિશ્ચય કર્યો. શ્રેણિક જૈન સાધુઓને પરમ વિરાગી, તપસ્વી અને નિઃસ્પૃહ માનતો. જૈન સાધુના જેવી વિરાગવૃત્તિ તેમજ નિઃસ્પૃહતા બીજે ક્યાંય Page #25 -------------------------------------------------------------------------- ________________ Sજ અર્પણ + ક્ષમાશ્રમણ ન સંભવે એવી તેની શ્રદ્ધા હતી. એક વાર માર્ગે જતાં તેને એક જૈન મુનિનાં દર્શન થયાં. તેનો વેશ જૈન સાધુને બરાબર મળતો આવે તેવો હતો. છતાં તેના એક હાથમાં માછલાં પકડવાની જાળ હતી અને બીજો હાથ માંસભક્ષણ કરવાને તૈયાર હોય તેમ લોહીથી ખરડાયેલો હતો. એક જૈન સાધુની આવી દયાજનક દશા જોઈ રાજા શ્રેણિક ધ્રૂજી ઊઠડ્યો. રાજાને પોતાની પાસે આવતો જોઈ મુનિએ જાળ પાણીમાં નાખી. જાણે કે જાળમાં માછલાં પકડવાનો તેનો નિત્યનો અભ્યાસ હોય એમ સૂચવ્યું. આ આચારભ્રષ્ટતા રાજાને અસહ્ય લાગી. - “અરે મહારાજ! એક જૈન સાધુ થઈને આટલી નિર્દયતા દાખવતાં તમને કંઈ જ લાજ નથી આવતી? મુનિના વેષને આ દુષ્કર્મ કેવળ અનુચિત છે.” શ્રેણિકે બળતા અંતઃકરણે આ શબ્દો ઉચ્ચાર્યા. તું મારા જેવા કેટલાકને અટકાવી શકશે? સંઘમાં મારા જેવા એક નહીં પણ અસંખ્ય મુનિઓ પડ્યા છે, જેઓ આ જ પ્રમાણે મસ્ય-માંસ વડે પોતાની આજીવિકા ચલાવે છે.” મુનિએ જવાબ આપ્યો. રાજાનો આત્મા હણાયો. તેની આંખ આગળ અંધાર છવાયો. મહાવીરસ્વામીના સંઘના મુનિઓ આવો અવળો માર્ગ સ્વીકારે એ તેને ત્રાસદાયક લાગ્યું. તે આગળ ચાલ્યો. પેલું આચારભ્રષ્ટાતાનું દશ્ય ભૂલી શક્યો નહીં. તેને ક્ષણેક્ષણે મુનિની દુર્દશાના વિચાર પીડી રહ્યા. થોડે દૂર તેને એક સાધ્વી મળી. તેના હાથ-પગનાં તળિયાં અળતાના રંગથી રંગેલાં હતાં. આંખમાં આંજેલા કાજળને લીધે તેની WWW.jainelibrary.org Page #26 -------------------------------------------------------------------------- ________________ નિઃશંક શ્રદ્ધા ૨૫ આંખો કૃત્રિમ તેજથી ચમકતી હતી. તે પાન ચાવતી રાજાની પાસે આવી ઊભી રહી. “તમે તે સાધ્વી છો કે વેશ્યા? સાધ્વીને તે વળી આવાં શૃંગાર અને અલંકાર હોય ?'' રાજાએ પ્રશ્ન કર્યો. સાધ્વી ખડખડાટ હસી પડી. “તમે તો કેવળ અલંકાર અને શૃંગાર જ જુઓ છો. પણ આ મારા ઉદરમાં છ-સાત મહિનાનો ગર્ભ જાળવી રહી છું તે કાં નથી જોતા ?' ભ્રષ્ટાચારની સાક્ષાત્ મૂર્ત્તિ ! તેના ખડખડાટ-નિષ્ઠુર હાસ્યે શ્રેણિકને દિગ્મૂઢ બનાવી દીધો. આ તે સ્વપ્ન કે સત્ય એનો નિર્ણય કરે તે પહેલાં જ સાધ્વી જેવી સ્ત્રી બોલી:– “તમે મને એકલીને આજે આ વેશમાં નિહાળી કદાચ આશ્ચર્યસ્તબ્ધ બન્યા હશો. પણ રાજ! તમે જો જરી ઊંડી તપાસ કરી હોત તો આખો સાધ્વીસંઘ મારા જેવી સ્ત્રીઓથી જ ઉભરાતો જોઈ શક્યા હોત. જેને છતી આંખે આંધળા અને છતે કાને બ્લેરા રહેવું હોય તેને બીજું કોણ સમજાવી શકે ? જૈન સાધુ અને સાધ્વીઓમાં રાખેલી શ્રદ્ધા કેટલી અસ્થાને છે તે હવે તમે જોઈ શક્યા હશો.' છેલ્લા શબ્દો શ્રેણિક ન સાંભળી શક્યો. તેણે કાન ઉપર હાથ મૂક્યા, અને બોલ્યોઃ— ‘દુરાચારીઓ પોતે ભલે દુનિયાને પોતાના જેવી માની લ્યે, પણ મહાવીર પ્રભુનો સાધુ-સાધ્વીનો સંધ આટલો ભ્રષ્ટ, પતિત કે શિથિલાચારી ન હોય. તમારા જેવા એક-બેના ભ્રષ્ટ-ચારિત્ર ઉપરથી બીજા પવિત્ર સાધુ-સાધ્વીઓના સંબંધમાં નિશ્ચય કરવો એ આત્મઘાત છે. હું હજી પણ એમ માનું છું કે જૈન સાધુ અને સાધ્વીઓનો સંઘ તમારા કરતાં અસંખ્યગણો ઉન્નત, પવિત્ર અને સદાચારપરાયણ છે.’’ Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨૬ અર્પણ + ક્ષમાશ્રમણ - વીસમી સદીનો કોઈ જૈન હોય, તો આ ભ્રષ્ટાચાર જોઈ શું વિચારે ? અંતે શ્રેણિક રાજાની કસોટી કરવા આવેલો દાંક દેવ રાજાના પગે પડ્યો અને તેની અચળ નિઃશંક શ્રદ્ધાની મુક્તકંઠે સ્તુતિ કરી. પ્રબળ ભ્રાંતિઓ વચ્ચે પણ શ્રેણિકનો શ્રદ્ધાદીપ ન ઝંખવાયો. મુનિસંઘને અન્યાય ન આપ્યો. અચળ શ્રદ્ધાના કારણે જ રાજા શ્રેણિક, અવિરતિ હોવા છતાં આવતી ચોવીશીમાં પહેલા તીર્થકર થશે. Page #28 -------------------------------------------------------------------------- ________________ કદરૂપો નંદીષેણ - [૩] નંદીષેણનાં માતપિતા મૂળથી જ દિરદ્ર હતાં. નંદીષેણના જન્મ પછી તેઓ લાંબું ન જીવ્યાં. એક તો અપાર દારિદ્રય અને તેમાંયે વળી ચીતરી ચડે એવી કદરૂપતા. તે જ્યાં જાય ત્યાં તેનો તિરસ્કાર થવા લાગ્યો. માતપિતાનો પૂરો સ્નેહ તે ન મેળવી શક્યો, એટલું જ નહીં પણ સગાં-વહાલાં ને સ્નેહી-સંબંધી પણ તેને તરછોડવા લાગ્યા. નખથી લઈને તે માથા સુધી તેનાં સર્વ અવયવો બેડોળ હતાં. આંખો જોઈ હોય તો બિલાડીના જેવી પીળી, હોઠ જુઓ તો ઊંટના જેવા લાંબા ને લબડતા, પેટ જોયું હોય તો જાણે મ્હોટો ગોળો અને કાન સુપડા જેવા. છોકરાંઓ તો તેને ચીડવે, પણ કહે છે કે ગામનાં કૂતરાં અને ઢોર-ઢાંખર પણ તેને જોઈને ભડકતાં. બધે હાડહાડ થવાથી આખરે કંટાળીને તે પોતાના મામાને ત્યાં ગયો. અહીં પણ નસીબ બે ડગલાં આગળ ને આગળ. કોઈ તેની સામે સ્નેહની નજરે ન જુએ. મામો ભલે માણસ હતો, તેણે તેને આદર આપ્યો. પણ મામી અને પુત્ર-પુત્રીઓ તો તેને એક શાપરૂપ જ સમજ્યાં. ઘણા દિવસ મામાની પાસે રહી મહેનત-મજૂરી કરી મામાને સંતોષ આપ્યો. મામાને પણ થયું કે જો નદીષેણ પરણે અને ઘર માંડીને એક Page #29 -------------------------------------------------------------------------- ________________ અર્પણ + ક્ષમાશ્રમણ ઠેકાણે રહે તો ધીમે ધીમે થાળે પડે અને સુખથી જીવન નિર્ગમે. મામાએ નંદીષેણને માટે કન્યાઓની તપાસ ચલાવી. પણ જેનું મ્હોં જોવું ન ગમે તેને પોતાની કન્યા કોણ આપે? મામાએ પોતાની પુત્રી વેરે પરણાવવાનો વિચાર કર્યો, પણ પુત્રીને એ વાતની જાણ થતાં, વિનય-લજ્જાને એક કોરે રહેવા દઈને એવી તર્જના કરી કે મામાને એ વિચાર માંડી વાળવો પડ્યો. ૨૦ નંદીષેણે પોતે જ કહ્યું :– “મામા! મારામાં એવું શું રૂપ છે કે કોઈ મને પોતાની કન્યા આપે ? આ ભારરૂપ જીવન ગમે તે પ્રકારે વીતાવી દેવા સિવાય બીજો એકે ઇલાજ નથી.’’ મામો મૌન રહ્યો. એ રીતે કેટલાક દિવસો નીકળી ગયા. નંદીષેણને હવે જીવન અસહ્ય થઈ પડ્યું. આમ કાગડા-કૂતરાની પેઠે જીવવું તેના કરતાં ગળે ફાંસો ખાઈને કે ઝંપાપાત કરીને જીવનનો અંત લાવવો એ શું ખોટું ? આવો વિચાર કરી તે એક અંધારી રાત્રીએ મામાના ઘરની બહાર નીકળી પડ્યો. મામાએ આસપાસ તપાસ કરાવી. નંદીષેણનો પત્તો ન મળ્યો. આ તરફ નંદીષેણને ફરતાં ફરતાં એક તપસ્વી મુનિનો સમાગમ થયો. આંખમાં આંસુ આણી નંદીષેણે પોતાની દુર્દશા વર્ણવી. મુનિજીએ તેને આશ્વાસન આપતાં કહ્યું :– ‘મ્હોટા ચક્રવર્તીઓ પણ ભોગાવલી કર્મથી છૂટી શકતા નથી. આપઘાત કરવાથી કે ગાઢ અરણ્યમાં સંતાઈ રહેવાથી કૃતકર્મ આપણને મૂકી દે એ અસંભવિત છે. એ કર્મ તો ભોગવ્યે જ છૂટકો.’’ Page #30 -------------------------------------------------------------------------- ________________ કદરૂપો નંદીષેણા ૨૯ બીજાં બધાં દુ:ખ સહન થાય; પણ મારા લોહી-હાંડ-માંસને બાળી નાખતી આ કદરૂપતા કાયમને માટે શી રીતે સહી લેવાય ? જ્યાં જઉં ત્યાં એ કદરૂપતા મારી સાથે ને સાથે રહી મારો તિરસ્કાર કરાવે છે. એક શ્વાન કરતાં પણ વધુ ખરાબ દશા હું ભોગવું છું.” નંદીષેણે કહ્યું. “આ સરૂપ છે અને આ કદરૂપ છે એ કેવળ ભ્રમણા સિવાય બીજું કંઈ જ નથી. પ્રેમ ગમે તેવા કદરૂપને પણ કામદેવ સમાન મનોહર બનાવી શકે છે. જે ક્ષણે તારામાં વિશ્વના પ્રાણીમાત્ર પ્રત્યે નિર્વિકાર મૈત્રીભાવ જાગશે તે જ ક્ષણે તારું આખું સ્વરૂપ પલટાઈ જશે. એ તિરસ્કાર કરનાર પ્રત્યે પણ તું પ્રેમભાવથી નિહાળ. તારો નિષ્કામ પ્રીતિભાવ સામાન્ય નર-નારીઓમાં એક પ્રકારની મમતા ઉત્પન્ન કરશે અને તને આજના કરતાં કોઈ જુદી જ દૃષ્ટિથી નીરખશે. પ્રીતિભાવ એ સર્વ રસાયણોનો રાજા છે. એ રસાયણ તારી બધી કદરૂપતાને ધોઈ નાખશે. તપસ્વીનો ઉપદેશ નંદીષેણના અંતરમાં સોંસરો ઊતરી ગયો. તે દિવસથી તેણે કોઈના પ્રત્યે ક્રોધ, ઈર્ષા કે વેરભાવ ન રાખવાનો દૃઢ નિશ્ચય કર્યો. પ્રાણીમાત્રને આત્મવતું સમજી તેમની વિવિધ પ્રકારે સેવા-સુશ્રુષા કરવા લાગ્યો. ઉગ્ર તપશ્ચર્યા અને જવલંત સેવાભાવને લીધે જોતજોતામાં નંદીષણનું નામ સર્વત્ર પંકાઈ ગયું. સરસ્વતીએ પણ તેની ઉપર પ્રસન્ન થઈ “ગીતાર્થ” પદ આપ્યું. સતત તપશ્ચર્યા અને એકનિષ્ઠ સેવાભક્તિના તાપમાં તેની કદરૂપતા બળીને રાખ થઈ ગઈ. રોગીઓ, પીડિતો અને વૃદ્ધોની સેવા-ચાકરી કરનાર તરીકે નંદીષણનું નામ લોકોની જીભ ઉપર રમી રહ્યું. એક દિવસે નંદીષણની સેવાવૃત્તિની ખૂબ આકરી કસોટી થઈ. બે દિવસના ઉપવાસ પછી નંદીષેણ પારણું કરવા બેઠા હતા. હાથમાંનો કોળિયો મોંમાં મૂકે એટલામાં તો કોઈએ આવી સમાચાર આપ્યા : Page #31 -------------------------------------------------------------------------- ________________ અર્પણ + ક્ષમાશ્રમણ અરે મહારાજ! અહીં ટાઢી છાયામાં બેસી ભોજન ઉડાવો છો અને ગામબહાર એક સાધુ બિચારો મરવા પડ્યો છે તેની તો કંઈ પરવા યે નથી રાખતા ! આ જ તમારો સેવાભાવ કે?'' હાથમાંનો કોળિયો હાથમાં જ રહી ગયો. તે એકદમ ત્યાંથી ઊભા થયા અને મહામહેનતે શુદ્ધ પાણી મેળવી હાથ ધોઈ નાખ્યા. નંદીષેણ ગામ બહાર જયાં આગળ પેલા બીમાર સાધુ પડ્યા હતા ત્યાં પહોંચ્યા. સાધુને અતિસારનો મહાવ્યાધિ લાગુ પડ્યો હતો. મળ-મૂત્ર સાફ કરવા જેટલી પણ તેમનામાં શક્તિ ન હતી. ભેગા થયેલાં મળમૂત્રના ગંદવાડથી માથું ફાટી જાય એવી દુર્ગધ છૂટતી હતી. પણ નંદીષણનું એક રૂંવાડું યે ન ફરક્યું. જાણે ચંદનના લેપમાં હાથ બોળવાના હોય તેમ તેણે બહુ જ મૃદુભાવે-પ્રેમભર્યા અંત:કરણે સાધુનાં મળમૂત્ર ધોઈ નાખ્યાં. આવા બીમાર સાધુને એકલા તો ન જ મુકાય. નંદીએણે તેમને પોતાના ઉપાશ્રયમાં લઈ જવાનો વિચાર કર્યો. પણ સાધુમાં એટલી તાકાત ન હતી કે ટેકો દઈને પણ બે ડગલાં ચાલી શકે. નંદીષેણે તેમને પોતાના ખભા ઉપર ઉપાડી લીધા. એકધારી તપશ્ચર્યાને લીધે તેમનું અંગ શોષાઈ ગયું હતું. સાધુના ભારને લીધે તેમના પગ ધ્રૂજવા લાગ્યા. પૂજતા પગે તેઓ ઉપાશ્રય તરફ ચાલ્યા. બજારની મધ્યમાં આવતાં પેલા સાધુને એવો ઝાડો થયો કે નંદીષણનું આખું શરીર વિષ્ટા વડે ખરડાયું. કદરૂપતામાં ઓર દુર્ગધી મળી. બજારના માણસો નાક આડો હાથ રાખી નંદીષેણના આ વિચિત્ર ઢંગ સામે જોઈ હસી રહ્યા. એટલું છતાં નંદીષેણની ધીરજ ન ટળી. તે કાંધ ઉપરના ભારને અને તે કરતાંયે વધુ અસહ્ય દુર્ગધીને મુંગે મોડે સહન કરતાં Page #32 -------------------------------------------------------------------------- ________________ કદરૂપો નંદીષેણ ઉપાશ્રયે પહોંચ્યા. માર્ગમાં પણ તેણે એ જ ભાવના ભાવી કે :– “મારું તો ઠીક, પણ બિચારા આ સાધુને ક્યારે આરામ થશે? આવો ભયંકર રોગ ક્યારે નિર્મૂળ થશે ?’' ઉપાશ્રયે આવ્યા પછી જાળવીને સાધુને નીચે ઉતારી તેમના માટે પથારી કરી અને સૂઈ રહેવા વિનવ્યા. ૩૧ પણ આ શું ? નંદીષેણે આંખ ચોળીને આસપાસ જોયું તો સાધુ જ ન મળે ! સાધુને બદલે એક અતિ કાંતિવાન સ્મિતભરી દેવમૂર્ત્તિ આંખ સામે આવીને ઊભી રહી ! “નંદીષેણ મુનિવર ! મેં જ તમારી પ્રેમવૃત્તિની કસોટી કરવા આ કપટવેશ ધર્યો હતો. આટઆટલી અકળામણમાંથી તમે નિર્વિઘ્ન ઉત્તીર્ણ થયા અને ક્રોધ કે તિરસ્કારનો એક શબ્દ સરખો પણ ઉચ્ચારવાને બદલે રોગીની સેવા-સુશ્રુષા કરી તે બદલ તમે ખરેખર અમરપદને યોગ્ય છો. સેવાભાવના એક આદર્શ તરીકે તમારું નામ કાળના અંતપર્યંત ટકી રહેશે.’ એટલું કહીને દેવ અંતર્ધાન થયા. નંદીષેણે પોતાની સેવા અવિચ્છિન્ન રાખી. ઘણું લાંબુ આયુષ્ય ભોગવી તેઓ કાળધર્મ પામ્યા. અતિ ઉત્કટ તપશ્ચર્યા અને સેવાના પ્રતાપે તેઓ બીજા ભવમાં અત્યંત મનોહર સ્વરૂપવાળા “સ્ત્રીવલ્લભ” વસુદેવ થયા. નંદીખેણના ભવમાં જેટલા કદરૂપ હતા તેટલા જ વસુદેવના ભવમાં તેઓ મનોહર મનાયા. Page #33 -------------------------------------------------------------------------- ________________ સદાલપુત્રનો નિયતિવાદ - [૪] ગ્રામાનુગ્રામ વિહરતા ભગવાન શ્રી મહાવીરસ્વામી એકવાર પોલ્લાસપુર નગરને વિષે પધાર્યા. આ ગામમાં એક શ્રીમંત કુંભાર વસતો હતો. તે ઘણો શ્રીમંત હતો એટલું જ નહીં પણ સારા બુદ્ધિમાન પુરુષોમાં પણ તેની ગણતરી થતી. કુંભારના ભાવભર્યા આમંત્રણથી મહાવીર સ્વામી તેને ત્યાં ઊતર્યા. પ્રભુને આ ઉચ્ચ કે આ નીચ એવો ભેદ ન હતો. જયાં ઋજુતા, નમ્રતા, વિનય-વિવેક જણાય અને જયાં સુધી વસવાથી ધર્મનો પ્રચાર થાય ત્યાં તેઓ ગમે તે ભોગે જતા અને રહેતા. મહાવીરસ્વામીના સમયમાં ગોશાળાનો મતવાદ ખૂબ જોરથી પ્રવર્તતો. જો કે તે એકવાર મહાવીર પ્રભુનો જ આજ્ઞાધારી શિષ્ય હતો, પણ પાછળથી તેણે પોતાનો જુદો મત પ્રવર્તાવ્યો અને પોતે જ સર્વજ્ઞ છે એમ કહી ભદ્રિક જનોને ભોળવતો. આ સદાલપુત્ર પણ ગોશાળાનો જ એક અનુયાયી હતો. તડકામાં સુકવેલાં માટીનાં નવાં વાસણો સામે દષ્ટિ કરી મહાવીરે સદાલપુત્રને પૂછયું – “આવાં સરસ વાસણો તમે શી રીતે તૈયાર કરો છો ?” Page #34 -------------------------------------------------------------------------- ________________ સદાલપુત્રનો નિયતિવાદ “પહેલાં તો ચીકણી માટી લાવી, તેની અંદર પાણી નાખી ખૂબ કેળવું છું. પછી પિંડ બાંધી ચાક ઉપર ચઢાવી, તેના મરજી પ્રમાણે ઘાટ ઉતારું છું.' કુંભારે પોતાની કળાનું વિસ્તારથી વર્ણન કર્યું. “ત્યારે એમાં પુરુષાર્થ અથવા ઉદ્યમ તો જરૂર કરવો પડતો હશે.’’ મહાવીર પ્રભુએ બીજો પ્રશ્ન કર્યો. 33 બુદ્ધિમાન કુંભાર એ પ્રશ્નનો આશય તરત જ સમજી ગયો. પોતે ગોશાળાનો મતાનુયાયી હતો અને જે કાળે જે થવું જોઈએ તે જ થાય, એ પ્રકારના નિયતિવાદને માનનારો હતો અન એટલા જ માટે શ્રી મહાવીર પ્રભુ ઉલટાવી ઉલટાવીને આ પ્રકારના પ્રશ્ન પૂછી રહ્યા હતા એમ તે કળી ગયો. - કુંભારે સ્હેજ ફેરવી તોળવાની યુક્તિ કરી. તેણે કહ્યું : ‘‘એમાં પુરુષાર્થ જેવું કંઈ જ નથી હોતું. જ્યારે જેવા ઘાટ ઊતરવાના હોય ત્યારે તેવા જ ઘાટ ઊતરે.'' પ્રભુના મુખ ઉપર મંદ હાસ્ય રમી રહ્યું. તેમને થયું કે કુંભાર બુદ્ધિશાળી હોવા છતાં કેવો દુરાગ્રહ રાખી રહ્યો છે ? પોતાનો મત ખંડિત થશે એવા ભયથી કેવી કુતર્કજાળ ગૂંથે છે ? “પણ ધારો કે કોઇ અનાડી માણસ તમારો આ આખો નીંભાડો ભાંગીને ભૂકો કરી નાખે તો તમને કંઈ દુઃખ થાય ખરું ?” ‘એવા અનાડીને હું સાજો-તાજો તો ન જ જવા દઉં, તેનું એકે એક હાડકું ખોખરું કરી નાખું.' કુંભારના શબ્દોમાં તેનો રોષ દેખાઈ આવ્યો. ‘નિયતિવાદીને આટલો રોષ શોભે ? જે કાળે જે બનવા યોગ્ય હોય તે જ બને એમ માનનારને વળી રોષ કે ક્રોધ જેવું સંભવે જ Page #35 -------------------------------------------------------------------------- ________________ અર્પણ - ક્ષમાશ્રમણ શી રીતે ? વસ્તુતઃ તમે વાણીમાં જ નિયતિવાદને સ્વીકારો છો, તમારું અંતઃકરણ પુરુષાર્થને માન્યા વિના રહી શકતું નથી. ધર્મજિજ્ઞાસુ પુરુષોને એવો દંભ ન છાજે.'' ૩૪ સદાલપુત્ર શરમાયો. તે મહાવીરના ચરણકમળમાં નમી પડ્યો અને પોતાના અભિનિવેશ બદલ નિર્મળ ચિત્તે ક્ષમા યાચી. ‘‘પુરુષાર્થ પ્રભુએ તેને સવિશેષ પ્રતિબોધ આપવા કહ્યું વિના કોઈ ક્રિયા ન સંભવે. એકલો પુરુષાર્થ માનવો કે એલો નિયતિવાદ માનવો એ બન્ને એકાંતવાદ હોઈ મિથ્યા છે. એકાંતવાદી કોઈ પણ વસ્તુનો યથાર્થ નિશ્ચય કરી શકતો નથી. સ્યાદ્વાદ એ જ યથાર્થ સિદ્ધાંત છે. અનેકાંતવાદ વિના સત્યનું સ્પષ્ટ દર્શન ન થાય.’’ ગોશાળાનો ઉપદેશ કેટલો એકાંત મતવાદી હતો અને પ્રભુ શ્રી મહાવીરના સિદ્ધાંતો અનેકાંતવાદના કેવા અચળ પાયા ઉપર સુસ્થિત હતા તે સદાલપુત્રના સમજવામાં આવ્યું. તેણે ગોશાળાના એકાંતવાદને તિલાંજલી આપી, અનેકાંત મત સ્વીકાર્યો અને પોતે પોતાની સ્ત્રી સાથે શ્રાવકનાં બાર વ્રત અંગીકાર્યાં. પછી મહાવીર પણ ત્યાંથી અન્યત્ર વિહાર કરી ગયા. -: ગોશાળાને આ વાતની જાણ થઈ. તે કેટલાક દિવસ પછી પેલા સદાલપુત્રને ત્યાં આવ્યો અને પૂછ્યું :– ‘અહીં મહામાહન આવ્યા હતા?”’ “આપ મહામાહન કોને કહો છો ?” કુંભારે પ્રતિપ્રશ્ન કર્યો. “અહિંસા અને દયાની સાક્ષાત્ મૂર્તિસ્વરૂપ શ્રી મહાવીરને હું મહામાહન તરીકે ઓળખું છું. એટલું જ નહીં પણ ‘‘મહાગોપ’ ‘“મહા સાર્થવાહ” અને “મહા નિર્યામક” રૂપે પણ હું તેમને સન્માનું છું.'' ગોશાળાના મુખે મહાવીર ભગવાનૂની આ પ્રકારની પ્રશંસા સાંભળી સદાલપુત્રના રોમેરોમ વિકસ્વર થયા. Page #36 -------------------------------------------------------------------------- ________________ સદ્દાલપુત્રનો નિયતિવાદ તેણે ગોશાળાને સારો આદર-સત્કાર આપ્યો અને આહાર, પાણી કે વસ્ત્ર પાત્રાદિ જે કંઈ જોઈતું હોય તે પોતાના ભંડારમાંથી લેવાની વિનંતિ કરી. ‘‘પણ હું તો મહાવીરનો સમોવડયો ! અને તું મહાવીરનો અનુયાયી ! મારું આટલું બધું સ્વાગત શા સારુ ?’' ગોશાળે જાણવા માગ્યું. “તમે મહાવીરના સમોડિયા હો કે ગમે તે હો. તમે મહાવીરનો યશોવાદ ગાઓ છો એ જ મારે મન બસ છે. તમારું સ્વાગત પણ એ યશોવાદને જ આભારી છે. મહાવીર પ્રભુના ગુણગાન ગાનાર ગમે તે હોય, તેને માટે મારા ભંડાર સદા ખુલ્લા જ રહેવાના.’’ ૩૫ સદાલપુત્રની આ પ્રકારની ભક્તિ અને શ્રદ્ધા જોઈ ગોશાળાનું હૃદય ભરાઈ આવ્યું. તેનાથી બોલાઈ જવાયું : “ધર્માનુયાયી હો તો આવા જ ઉદાર અને વિવેકી હોજો !'' - I Page #37 -------------------------------------------------------------------------- ________________ હરિબળ માછી - [૫] હરિબળ પોતે પૂર્વનો સંસ્કારી આત્મા હતો. તેના કુળમાં માછલાં પકડવાનો ધંધો ઉત્તરોત્તર ચાલ્યો આવતો હતો. હરિબળને પોતાને આ વ્યવસાય પસંદ ન હતો; પણ કુળપરંપરાની ખાતર એ ધંધો કરવા સિવાય બીજો કોઈ ઉપાય ન સૂઝયો. સ્ત્રીના આગ્રહથી રોજ તે તળાવ કે સરોવરમાં જાળ નાખી માછલાં પકડતો અને તે વડે પોતાના કુટુંબનો નિર્વાહ કરતો. એક દિવસ તેનો ભાગ્યોદય થયો. તેને એક જૈન મુનિ મળ્યા. માર્ગમાં તેને ઊભો રાખી મુનિરાજે અહિંસાનો ઉપદેશ આપ્યો. હરિબળને પોતાને મૂળથી આ ધંધો નહોતો ગમતો. મુનિરાજનો ઉપદેશ તેના અંતરમાં પરિણમી ગયો. તેણે પોતાની કૌટુંબિક પરિસ્થિતિ વર્ણવી આ ધર્મસંકટમાંથી શી રીતે બચવું તે મુનિરાજને પૂછ્યું. “જો તું અધિક ત્યાગ ન કરી શકે તો છેવટે આટલો નિયમ તો અવશ્ય લઈ શકે કે જાળમાં જે મત્સ્ય પહેલવહેલું આવે તેને કંઈ પણ ઈજા ન કરવી – સંપૂર્ણ અભયદાન આપી પાણીમાં પાછું મૂકી દેવું.” મુનિરાજે ત્યાગ અને ભોગ વચ્ચેનો મધ્યમ માર્ગ દર્શાવ્યો. Page #38 -------------------------------------------------------------------------- ________________ ૩૦ હરિબળ માછી હરિબળને એ તોડ રુચ્યો. તેણે પ્રતિજ્ઞા કરી કે “જાળમાં જે પ્રાણી પહેલવહેલું આવે તેની મુદલ હિંસા ન કરવી.” પ્રતિજ્ઞા તો બહુ સામાન્ય હતી. પણ એક દિવસે તેની પાકી કસોટી થઈ રોજની જેમ હરિબળ માછીએ જાળ નાખી. એક જબરજસ્ત મત્સ્ય તેમાં સપડાયું. હરિબળે જાળ વ્હાર કાઢી, પોતાની પ્રતિજ્ઞા પ્રમાણે એ મત્સ્યને પાણીમાં મૂકી દીધું. બીજીવાર જાળ નાખી. હવે જે મત્સ્ય જાળમાં આવે તેની ઉપર તેણે હોટો આધાર રાખ્યો. થોડી વાર રહીને જાળ વ્હાર કાઢી. આ વખતે પણ પહેલાનું જ મત્સ્ય બીજીવાર જાળમાં સપડાયું હોય એવી હરિબળને ખાત્રી થઈ. જેને એકવાર અભયદાન આપ્યું હોય તેની હિંસા કરવી એ ચોખ્ખો પ્રતિજ્ઞાભંગ જ ગણાય, એમ ધારી બીજીવાર પણ એ મત્સ્યને પાણીમાં મૂકી દીધું. મત્સ્ય પાણીમાં તો મૂક્યું પણ ફરી વાર એ જ મત્સ્ય જાળમાં આવે છે કે નહીં તેની ખાત્રી કરવા હરિબળે એ મલ્યની ડોકે એક કોડી બાંધી અને ત્રીજીવાર જાળ નાખી. ભાગ્યયોગે ત્રીજી વારની જાળમાં પણ એ જ એક મત્સ્ય આવ્યું. હરિબળ નિરાશ થયો. વારંવાર પ્રયત્ન કરવા છતાં એકનું એક માછલું આવવાથી તેને આમાં કંઈ ગૂઢ દેવી સંકેત હોય એમ લાગ્યું. ખાલી હાથે ઘેર જવું એ ન ગમ્યું. કજિયાળી સ્ત્રીનું ક્લેશકઠિન મુખ તેની નજર આગળ ખડું થયું. સ્ત્રીના મુખની તર્જના સાંભળવી તેના કરતાં જંગલમાં ક્યાંક પડી રહેવું અને બીજા દિવસની રાહ જોવી એ તેને વધુ સહીસલામત જણાયું. આજે તો હવે ફરીવાર જાળ ન જ નાખવી એવો નિશ્ચય કરી Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૮ અર્પણ + ક્ષમાશ્રમણ વનમાં એક દેવાલય હતું ત્યાં એક ખૂણામાં જઈને સૂઈ રહ્યો. અનુક્રમે સાંજ પડી. આખા દિવસના શ્રમ અને નિરાશાને લીધે રાત્રે પણ તેને પૂરી નિદ્રા ન આવી. હરિબળ સૂતો સૂતો અનેક પ્રકારના તર્કવિતર્ક કરી રહ્યો હતો. એટલામાં એ નિર્જન દેવાલયની બહાર કોઈનાં મૃદુ પગલાં પડતાં સંભળાયાં. રાત્રીનો અંધકાર ચોતરફ વ્યાપ્યો હતો. આ નિર્જન અરણ્યમાં આવા અંધારામાં અત્યારે કોણ હશે એ જાણવા હરિબળે સૂતાં સૂતાં પગથિયા તરફ દષ્ટિપાત કર્યો. સુકુમારતાની મૂર્તિ જેવી એક બાળા, બહુ જ ધીમે ધીમે મંદિરના ગર્ભાગાર તરફ આવતી હરિબળે જોઈ. તેને વનદેવીનો ભ્રમ થયો. ભય કે ગભરામણ એ તેને અપરિચિત હતાં. તે આંખો મીંચીને જ્યાં સૂતો હતો ત્યાં જ પડી રહ્યો. પેલી બાળા હરિબળની બરાબર પાસે આવીને ઊભી રહી. વીણાના સ્વર સમા શબ્દોમાં તે બોલી:– “હરિબળ! ઢોંગ કરવાનો આ સમય નથી. વ્હાર અશ્વ તૈયાર છે. જો વિલંબ થશે તો રાજદૂતો આવી પહોંચશે અને આપણે પકડાઈ જશું.” ઢોંગ શા, અશ્વ શું અને રાજદૂત શું ? એમાંનો એક શબ્દ હરિબળ ન સમજી શક્યો. તેને આ બધું વિચિત્ર લાગ્યું. પણ લક્ષ્મી ચાંલ્લો કરવા આવે ત્યારે હોં ધોવા જવું એ ઠીક નહીં, એમ ધારી તે ઊઠીને ઊભો થયો. આગળ રાજબાળા અને પાછળ હરિબળ. દેવાલયની હદ ઓળંગી બંને જણાં એક અશ્વ પાસે આવી ઊભા રહ્યાં. Page #40 -------------------------------------------------------------------------- ________________ ૩૯ ૩૯ હરિબળ માછી અંધકારને લીધે એકબીજાનાં હોં જોઈ શકાય એમ નહોતું. વગર બોલ્યા તે બંને જણ અશ્વ ઉપર આરૂઢ થયાં. હરિબળે વધુ કંઈ વિચાર ન કરતાં ઘોડાને મારી મૂક્યો. કેમ? બરાબર સંકેત પ્રમાણે જ આવી પહોંચી ને?” વળી ઘડીવાર રહીને પૂછયું, “તમારે કંઈ મારી બહુ રાહ નહીં જોવી પડી હોય !'' બાળાના બધા પ્રશ્નોના જવાબ માત્ર હુંકારમાં જ મળ્યા. બાળાને પણ થયું કે આ મૌનમાં કંઈક ભેદ છે. રાતમાં ને રાતમાં જ ઘોડો તેના બે આરોહીઓને લઈ ઘણે દૂર નીકળી ગયો. હોંસૂઝણું થતાં સ્ત્રી-પુરુષે સામસામે જોયું અને બન્ને જણ ઊંડા વિચારમાં પડયાં. હરિબળ આ બાળાને ન ઓળખી શક્યો. અને બાળા આ માછીને ન ઓળખી શકી. એક તરફ એક માછીમાર અને બીજી તરફ રાજવૈભવમાં ઊછરેલી વસંતશ્રી શી રીતે એકબીજાના સંસર્ગમાં આવ્યાં એ ભેદ જરા જાણવા જેવો છે. ભાગ્યલક્ષ્મી કેવી વિલક્ષણ રીતિએ પોતાના ભંડાર ખોલે છે તે આથી કંઈક સમજાશે. હરિબળ માછી જે ગામમાં રહેતો હતો તે ગામમાં જિતારિ નામનો રાજા રાજ્ય કરતો હતો. તેને વસંતશ્રી નામની એક પુત્રી હતી. તે એક વાર ગોખમાં બેઠી બેઠી, જતાં આવતાં સ્ત્રી-પુરુષોને કુતૂહળની ખાતર જોઈ રહી હતી. એટલામાં એક નૌજુવાન ગોખ નીચેથી પસાર થયો. વસંતશ્રી તેની સામે જોઈ રહી. યુવક અદશ્ય થયો; પણ વસંતશ્રીની મોહનિંદ્રા ન ભાંગી. તેણીએ એક દીર્થ નિઃશ્વાસ મૂક્યો. પોતે કુંવારી છે અને આવા જ કોઈ એક સુંદર Page #41 -------------------------------------------------------------------------- ________________ ૪૦ અર્પણ + ક્ષમાશ્રમણ યુવાનના હાથમાં પોતાની જીવનનોકા મૂકવા માગે છે એ જિંદગીમાં પહેલી જ વાર સમજાયું. વસંતશ્રીએ પોતાની દાસી માફરત પેલા યુવકની તપાસ કરાવી. એક રાત્રે બન્નેએ અરણ્યના દેવાલયમાં મળવાનો અને ત્યાંથી દૂર દેશમાં નાસી જવાનો સંકેત કર્યો. યુવકનું નામ હરિબળ હતું. તે ગામના એક શ્રીમંત પિતાનો પુત્ર હતો. સંકેત પ્રમાણે મૂલ્યવાનું અલંકારો પહેરી એક અશ્વ સાથે વસંતશ્રી દેવાલયમાં હાજર થઈ. પણ પેલો શ્રેષ્ઠીપુત્ર-હરિબળ બીક કે કાયરતાને કારણે ઘરમાં જ પડી રહ્યો. વસંતશ્રીએ જ્યારે દેવાલયમાં આવી હરિબળને પહેલ-વહેલું સંબોધન કર્યું ત્યારે તેણીને એવો તો સ્વપ્ન પણ ખ્યાલ નહીં આવ્યો હોય કે હરિબળ-શ્રેષ્ઠીપુત્રને બદલે હરિબળ માછી સાથે તેનો સ્નેહસંબંધ યોજાય છે. પછી તો વિધિનો પોતાનો જ આ સંયોગ સાધવામાં મુખ્ય હાથ છે એમ માની વસંતશ્રીએ હરિબળ માછીને પોતાના જીવનનિયંતા તરીકે સ્વીકાર્યો. બન્નેએ ગાંધર્વવિધિએ લગ્ન કર્યા અને પતિપત્ની રૂપે, વિશાળા નગરીમાં જઈ વસ્યાં. અહીં હરિબળને રાજ્યમાં સારી પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ તે પોતાની સાહસિકતા, વીરતા અને સચ્ચરિત્રતાના પ્રતાપે થોડા જ વખતમાં લોકપ્રિય થઈ પડ્યો. એક દિવસે વિશાળાના સ્વેચ્છાચારી નૃપતિની બુદ્ધિ બગડી. તે હરિબળની ધર્મપત્ની-વસંતશ્રીના રૂપ ઉપર મુગ્ધ થયો. તેણે ઓચિંતું બહાનું કહાડી હરિબળને બહારગામ મોકલ્યો અને પાછળથી કોઈ ન જાણે તેમ વસંતશ્રીના આવાસમાં આવી, પોતાની પાપવાસના પ્રકટ Page #42 -------------------------------------------------------------------------- ________________ હરિબળ માછી ૪૧ કરી. વસંતશ્રી એક બહાદુર સ્ત્રી હતી. તેની રગોમાં શુદ્ધ ક્ષત્રિયતાનું તેજ વહેતું હતું. તેણીએ કામાંધ રાજાને, હાથે-પગે બાંધીને એવી તો સખ્ત સજા કરી કે રાજા પોતાની ખોડ ભૂલી ગયો. બીજીવાર પણ વસંતશ્રીનાં રૂપ-લાવણે તેણીની એવી જ આકરી કસોટી કરાવી. આ વારની બીજી અગ્નિપરીક્ષામાં પણ તે શુદ્ધ સુવર્ણ રૂપે બહાર આવી. તેણીને પોતાના રૂપ ઉપર એટલો તિરસ્કાર છૂટ્યો કે તે દિવસથી તેણીએ બધાં જ શૃંગાર તેમજ આભૂષણોનો સર્વથા ત્યાગ કર્યો અને પતિ-પત્ની બહુ જ સાદી રીતે જીવન ગાળવા લાગ્યાં. કાળક્રમે આ વાત વસંતશ્રીના પિતા-કાંચનપુરના મહારાજાના જાણવામાં આવી. તેણે પોતાની પુત્રી અને જમાઈને ભારે સમારોહ સાથે પોતાના રાજ્યમાં બોલાવ્યા અને હરિબળ માછીને રાજ્યતંત્રનો મુખ્ય અધિકારી નીમ્યો. નીચ કુળમાં જન્મવા છતાં હરિબળ માછી પોતાના ગુણ અને પરાક્રમને લીધે સર્વત્ર પ્રીતિપાત્ર થઈ પડ્યો. તેની ઉજ્વળ કીર્તિએ તેના કુળને ઢાંકી દીધું. ઊંડી અને અંધારી ખાણોમાં પણ કેવા હીરા નીપજે છે તે હરિબળે પોતાના જીવનથી બતાવી આપ્યું. પોતાનાં સુખ-સૌભાગ્ય, કીર્તિકલાપ અને વૈભવ એ સર્વ મૂળે તો એક નજીવા વ્રતને જ આભારી છે, એ મહત્ત્વની વાત હરિબળ સુખના દિવસોમાં પણ ન ભૂલ્યો. આખરે તેણે જૈન મુનિના મહાવ્રતનું જ અવલંબન સ્વીકાર્યું અને ભગવતી દીક્ષા લઈને જૈન સાધુ સંઘનો મહિમા દિગુ-દિગંતપર્યત પ્રસાર્યો. આજે પણ જૈન સાહિત્યમાં હરિબળ માછીનું નામ ઉજ્જવળ અક્ષરે આળેખાઈ રહ્યું છે. Page #43 -------------------------------------------------------------------------- ________________ આદ્રકુમાર - [૬] કાળમીંઢ પત્થરના અસંખ્ય થરને ભેદતા અને ઝરણ રૂપે વહેતાં નિર્મળ જળના પ્રવાહને કેટકેટલી કઠિન સાધનાઓ કરવી પડી હશે? પાષાણનાં વજકઠોર હૈયાં વીંધતાં એ શુદ્ર જળબિંદુઓ કેટલીવાર નિરાશ થઈ પાછાં વળ્યાં હશે ? અંતે એકનિષ્ઠ પ્રયત્નના પ્રતાપે આદ્રતાએ ચિરવાંછિત વિજય મેળવ્યો અને આસપાસની વેરાનભૂમિને લીલીછમ બનાવી દીધી. ગિરિઝરણની આદ્રતાનો આ ટૂંકો ઈતિહાસ. આદ્રકુમારનો જન્મ પણ એવા પ્રતિકૂળ સંયોગોમાં થયો હતો. તેનું હૈયું શ્રદ્ધા અને પવિત્રતાથી ભીંજાયેલું હતું, પણ આસપાસ અનાર્યતાના કઠિનમાં કઠિન થર પથરાયેલા પડ્યા હતા. આર્કકુમારની તીવ્ર શ્રદ્ધાએ અનાર્ય ભૂમિમાં પણ રસાÁતા રેલાવી, ભોગવૈભવની ભૂમિને પોતાના સંસ્કારબલે વિશ્વવિખ્યાત બનાવી. નિમિત્ત તો સામાન્ય હતું. પણ એ નિમિત્તે આદ્રકુમારના છૂપા ભાવો જગાડ્યા. મહામંત્રી અભયકુમારે રાજગૃહીમાંથી મોકલેલી એક જિનપ્રતિમા જોતાં જ આદ્રકુમારના નિર્મળ ચિત્તમાં પૂર્વભવનાં સંસ્મરણો ઉભરાયાં. તેને થયું કે “આ જિનપ્રતિમામાં જે શાંત-પવિત્ર ભાવો મૂર્તિમંત થયેલા છે તે મેં કોઈ શુભ મુહૂર્ત અનુભવ્યા છે.” Page #44 -------------------------------------------------------------------------- ________________ ૪૩ આદ્રકુમાર વિચૂસ્ત પ્રેમકથા એકાએક યાદ આવે તેમ ભુલાયેલો ભૂતકાળ તેના નેત્ર આગળ ખડો થયો. રાજવૈભવ, સુખોપભોગ, સાંસારિક ગડમથલ એ બધામાંથી તેનો રસ ઊડી ગયો. તે કલાકોના કલાકો સુધી જિનપ્રતિમાનું ધ્યાન ધરવા લાગ્યો. આદ્રકુમારની આવી ઉદાસીન અવસ્થા અનુભવી તેના પિતાને ધ્રાસકો પડ્યો. કુમારને કોઈએ ભોળવ્યો હોય અથવા તો કોઈએ તેની ઉપર કામણ કર્યું હોય એવો વહેમ ગયો. આદ્રકુમારને પહેલાની જેમ રસ લેતો કરવા રાજાએ ઘણા ઘણા ઉપાય અજમાવ્યા; પણ તેની કંઈ અસર ન થઈ. અહોનિશ ચિંતાગ્રસ્ત રહેતો કુમાર છાનોમાનો નાસી ન જાય તે માટે પાંચસો સુભટો તેની આસપાસ પહેરો ભરવા લાગ્યા; પણ સ્નેહવત્સલ પિતાની સર્વ ચિંતાઓ નિષ્ફળ બનાવી આદ્રકુમાર એક રાત્રે છાનોમાનો વહાણમાં ચડી બેઠો અને આર્યભૂમિના કિનારે ઊતર્યો. નિરાબાધ સુખ, શાશ્વત શાંતિ અથવા પરમપદની પ્રાપ્તિ એ જ તેનું પ્રધાન ધ્યેય બન્યું. ત્યાગ-વૈરાગ્ય-તપશ્ચર્યાના માર્ગે પ્રયાણ કરવા તેનું દિલ વારંવાર પોકારી ઊઠતું. તેણે કોઈની પણ સલાહ કે સૂચના ન સાંભળી. અંતરની ઝંખનાને શાંત કરવા તેણે પોતે જ જૈન મુનિનો વેષ પહેરી લીધો. કાયાનું દમન કરતા, મનોવિકારને રોધતા આદ્રકુમાર આર્યભૂમિમાં વિહરવા લાગ્યા. એક દિવસે તેઓ વસંતપુર નગરના ઉદ્યાનમાં કાયોત્સર્ગ કરીને રહ્યા હતા. એટલામાં શ્રીમતી નામની એક કન્યા પોતાની કેટલીક સખીઓ સાથે ત્યાં આવી. શ્રીમતી હજી કુંવારી જ હતી. સખીઓથી છૂટી પડી તે આ જ ધ્યાનસ્થ મુનિ પાસે આવી. દૂરથી આ તપસ્વીની મુખમુદ્રા જોતાં જ તેનો પૂર્વરાગ પ્રદીપ્ત થયો. Page #45 -------------------------------------------------------------------------- ________________ અર્પણ + ક્ષમાશ્રમણ તે એકીટસે ધ્યાનસ્થ મુનિ સામે જોઈ રહી. રાજકુમારની સ્વાભાવિક સુકુમારતા તેમના તપ:તેજમાં મળી જઈ એક પ્રકારનો પૂજ્યભાવ પ્રકટાવતી હતી. મુનિવર જ્યારે વીતરાગતાની ભાવનામાં નિમગ્ન હતા, ત્યારે શ્રેષ્ઠીપુત્રી શ્રીમતી સરાગતામાં ઊંડે ઊંડે ઊતરતી હતી. બન્નેની દિશા જુદી હતી, પણ નિમગ્નતા લગભગ સમાન હતી. ૪૪ સંધ્યાનું આછું નિર્મળ તેજ રાજવંશી મુનિના અંગેઅંગને આલિંગતું હતું. શ્રીમતીને એ સંધ્યાનાં કિરણો ઉપર અદેખાઈ આવી. સંધ્યા પણ કેટલી ભાગ્યશાળી છે ? મુનિવરના અચેત અંગ સાથે એ કેવી સ્વચ્છંદ ક્રીડા કરી રહી છે? પોતાનો રાગ સંધ્યાના રંગ સાથે મળી જાય અને મુનિવરના ચરણમાં અહોનિશ રમવાનું પ્રાપ્ત થાય તો કેવું સારું? સખીઓના પદરવથી તેની વિચારનિદ્રા તૂટી. તેને પોતાની પરવશ સ્થિતિનું ભાન થયું. સ્ત્રી-સુલભ શરમે તેના દેહ-મન ઉપર અધિકાર જમાવ્યો. મુનિની કાઉસગ્ગ-મુદ્રા પાસે શ્રીમતીની દશા નિહાળવાનો સખીઓને અવકાશ ન હતો. આવા પ્રસંગો તો આ ઉદ્યાનમાં ઘણીવાર બનતા. મુનિઓના વિહાર અને ધ્યાનસ્થદશા એ તેમને પરિચિત હતાં. સહુ સખીઓ આવે ઊભી રહી આર્દ્રકુમારને ઉદ્દેશી ભક્તિ ભાવે નમી. શ્રીમતી તેમની પણ સાથે ત્યાંથી પાછી ફરી. પરંતુ પહેલાંની શ્રીમતી એ અત્યારની શ્રીમતી ન હતી. સખીઓના વિનોદ કે સ્વચ્છંદ ખેલનમાં તેણીએ કંઈ ભાગ ન લીધો. તેની ચંચળતા અને તોફાન ઊંડા ગયાં. તે એકપણ શબ્દ બોલ્યા વિના ઘેર પાછી આવી. રાત્રે ઊંઘમાં પણ એ જ મુનિની કુમારમૂર્તિ તેના માનસપટમાં અંકાઈ રહી. Page #46 -------------------------------------------------------------------------- ________________ આર્દ્રકુમાર આજ સુધી શ્રીમતીએ અનેક મુનિવરોનાં સ્વાગત કર્યાં હતાં, તેમના ધર્મોપદેશ સાંભળ્યા હતા; પણ ઉદ્યાનમાં ધ્યાનસ્થ રહેલી આર્દ્રકુમારની મૌનમૂર્તિએ તેને જેવી દીન અને પરવશ બનાવી હતી તેવી દશા તો તેણે પહેલાં કોઈવાર અનુભવી ન હતી. યૌવનના ઉન્માદને ચરણ નીચે ચાંપતા ભલભલા તપસ્વીઓને તેણીએ તાપમાં તપતા અને કરમાતા જોયા હતા. આજ સુધી તો અંતરનો એક તાર પણ નહોતો કંપ્યો. આર્દ્રકુમારમાં એવું શું હતું કે તે જોતાં જ તેના બધા જ તાર એકી સાથે ઝણઝણી ઊઠ્યા ? ખરું, આર્દ્રકુમાર મુનિવેશમાં હતા. શ્રીમતીને મન એ વેશ કેવળ આવરણતુલ્ય ભાસ્યો, યુગ-યુગની આરાધનાનું ધન એ આવરણ પાછળ છુપાયેલું હોય એમ તેને લાગ્યું. ૪૫ પણ અંતરના સબળ સૈન્ય સાથે અહોનિશ ઝૂઝનાર મુનિ એક અબળાની વિનંતી સ્વીકારે એ શું સંભવિત છે ? તેને પોતાના દેહ ઉપર ક્ષણવાર તિરસ્કાર આવ્યો, યોગ-વૈરાગ્યની કઠિનતા તેને કાળરૂપ લાગી. દેવોનું વરદાન જાણે છેક પાસે આવીને પાછું વળી જતું હોય એવી વેદના અનુભવી રહી. સૂર્યોદય થાય તે પહેલાં જ શય્યામાંથી તે જાગૃત થઈ. ઘરના કોઈ પણ માણસને કહ્યા વિના ઉદ્યાન ભણી ચાલી નીકળી. પદ્મની તાજી ખીલેલી પાંખડી જેવી શ્રીમતી આટલી સાહસિક શી રીતે બની ? અત્યારે તેની ચાલમાં કે ચહેરા ઉપર નિરાશા ન હતી. જગતની સઘળી લોકલાજ અને આક્ષેપને પોતાની પાછળ રહેવા દઈ આર્દ્રકુમાર મુનિના ચરણમાં પોતાનું સર્વસ્વ અર્પવા તૈયાર થઈ હતી. અને જેનું સર્વસ્વ કોઈ ઇષ્ટદેવના ચરણે નિવેદાયું હોય તેને લોકલાજ કે ભય શું કરી શકે? વિશુદ્ધ પ્રેમબળ, અર્પણતા એ તેનાં શસ્ત્ર હતાં. મુનિને વરવું એ તેનું ધ્યેય હતું. Page #47 -------------------------------------------------------------------------- ________________ ૪૬ અર્પણ + ક્ષમાશ્રમણ આદ્રકુમાર હજી કાયોત્સર્ગમાં જ્યાંના ત્યાં સ્થિર હતા. આખું ઉપવન એ યોગમાં પોતાના સૂર મેળવતું. પણ એ શાંતિ કે રઐક્યના સંગીતને સાંભળવા જેટલી ધીરજ શ્રીમતીમાં ન હતી. મંત્રમુગ્ધની જેમ તે એકદમ આવી મુનિના ચરણમાં મૂકી. થોડીવારે આદ્રકુમાર મુનિએ આંખો ખોલી અને શ્રીમતીની સામે નિહાળ્યું. પુણ્યના પરમાણુઓ જ જાણે દેહ ધરી યોગમાર્ગથી ચલિત કરતા હોય એમ ક્ષણવાર લાગ્યું. એક વખતનો રાજવૈભવ યાદ આવ્યો. આર્યભૂમિમાં આવ્યા પછી આવો ઉપસર્ગ ઘટશે એવી તો તેમને કલ્પના પણ નહોતી આવી. તોફાની પવનને લીધે સંયમના સઢ ચીરાતા હોય એમ લાગ્યું. પોતે કેટલા નિર્બળ છે - અનુકૂળ ઉપસર્ગોની સામે લડવામાં કેટલા કાયર છે તે સમજાયું. પોતાના બળ ઉપર જ મુસ્તાક રહેનાર યોગી પ્રતિકાર ન કરી શક્યો. છૂટવાનું મન છતાં પગ પાછો ન ખેંચી શક્યો. ત્યાગની દીક્ષા લેતી વખતે દેવોના નિષેધને ન ગણકારનાર તપસ્વી પોતાની દુર્બળતા જોઈ રહ્યો. પગે પડતી શ્રીમતીનો અનાદર કરવાનું સાહસ તે શી રીતે કરી શકે ? તેણે પોતાના બળનો સંચય કરવા માંડ્યો. શ્રીમતીએ ફરી એકવાર આદ્રકુમારની સામે જોવાનો પ્રયત્ન કર્યો. મુનિ પણ જાણે સ્વપ્નની કોઈ એક સુંદરીને નિહાળતા હોય તેમ વિહૃલપણે તેની સામે જોઈ રહ્યા. વચનો કરતાં પણ એ દષ્ટિમાં અજબ અર્થ હતો. અંતર અંતરને ઉકેલતું હોય ત્યાં શબ્દનું શું ગજું? પૂર્વભવના યુગયુગના બે સ્નેહીઓ માંડમાંડ એકબીજાને મેળવી શક્યાં હોય એવી તપ્તિ ઉભય આત્માઓએ અનુભવી. સપાટી ઉપરના તોફાન નીચે ગંભીર શાંતિ અને તૃપ્તિ દેખાયાં. - શ્રીમતીની જેમ આદ્રકુમારનો માર્ગ એટલો સરળ ન હતો. વૈરાગ અને ભોગની વચ્ચે એક મહાસાગર ઘૂઘવતો હતો. Page #48 -------------------------------------------------------------------------- ________________ આદ્રકુમાર બળના ઉપાસકને માટે બીજા બધા માર્ગ બંધ હતા. આખરે તે શ્રીમતીનો બળાત્કારે ત્યાગ કરી પોતાની સાધના પૂરી કરવા ત્યાંથી ચાલી નીકળ્યો. સ્નેહનો પરાજય થયો. બળનો વિજયધ્વજ ફરક્યો. બળ એ જ ત્યાગ હોત તો આદ્રકુમાર જરૂર જીતી જાત. પણ તે પોતે ન સમજે તેમ શ્રીમતીના સ્નેહબળ પાસે હાર્યો હતો. ભલે તે ઉપદ્રવની બીકે વસંતપુરના ઉદ્યાનનો અને શ્રીમતીનો પણ ત્યાગ કરી ગયો, પણ અંતરમાંથી શ્રીમતીની પરવશ પ્રતિમાને દૂર ન કરી શક્યો. માતપિતાના સ્નેહનો અને માતૃભૂમિના સંબંધનો ત્યાગ કરી આવનાર આદ્રકુમાર શ્રીમતીને ન ભૂલી શક્યો. બળનો ગર્વ કરનાર યોગી અંતરથી તો ક્યારનોયે પરાજીત થઈ ચૂક્યો હતો. એ પરાજય આદ્રકુમાર વિના બીજું કોઈ સમજી શકે એમ ન હતું. અનાદર પામેલી શ્રીમતીએ લગીરે કલ્પાંત ન કર્યું - કંગાળ નારીની જેમ કાલાવાલા પણ ન કર્યા. અર્પણતા એ તેનું ધ્યેય હતું. તે મુનિના ચરણે પોતાનું સર્વસ્વ ધરી ચૂકી હતી. તેનો સ્વીકાર થાય યા ન થાય એ તેને જોવાનું જ ન હતું. અને સ્નેહનો સ્વીકાર થવો જ જોઈએ એવો આગ્રહ શા સારુ? સ્નેહની સાધનામાં નિષ્ફળ નીવડેલી નારી પિતૃગૃહે પાછી ફરી. એક પછી એક વર્ષો વીતતાં ચાલ્યાં. શ્રીમતીની આંખો નિરંતર આદ્રકુમારને શોધતી. ભલભલા શ્રેષ્ઠીપુત્રોનાં માગાં શ્રીમતીએ પાછાં વાળ્યાં. તે નિર્ભયપણે કહેતી કે :- “મનથી તો મુનિ આદ્રકુમારને જ વરી ચૂકી છું.” લોકોને લાગ્યું કે શ્રીમતીનું મગજ ભમી ગયું છે - તે અશક્ય વ્રત આદરી બેઠી છે. મુનિ ચલાવી શકે એવું શ્રીમતીમાં શું હતું? અપ્સરાઓના સરાગ અભિનયને જે લીલામાત્રથી ઠેલી શકે તેને એક શ્રીમતી જેવી પામર નારી શું કરી શકવાની હતી છતાં શ્રીમતીએ પોતાનો આદર્શ ન તજ્યો. સ્નેહમાં તે દઢ આસ્થા રાખી રહી. Page #49 -------------------------------------------------------------------------- ________________ અર્પણ + ક્ષમાશ્રમણ એ પ્રેમપ્રસંગ ઉપર બાર બાર વસંતના વાયરા વહી ગયા. પ્રકૃતિએ કંઈ કંઈ નવા સાજ સજ્યા અને જૂના ઉતાર્યા, સ્મરણ અને વિસ્મરણના અખંડ પ્રવાહમાં અસંખ્ય પ્રેમપ્રસંગો ઘડાયા અને પાછા અનંતતામાં મળી ગયા. માત્ર શ્રીમતીની સ્નેહસાધના અતૂટ રહી. વસ્તુમાત્રને જીર્ણ બનાવતો કાળ એ સ્નેહી હૃદય ઉપર પોતાનો પ્રભાવ ન આંકી શક્યો. વ્રતને કંઈ અવધ ન હોય, ભવોભવના સ્નેહીને બાર વરસ શી વિસાતમાં ? ૪૮ એક માત્ર આર્દ્રકુમારના દર્શનની વાંછાથી રોજ દાનશાળામાં બેસી દરેક મુનિનું સ્વાગત શ્રીમતી પોતે કરે છે. કોઈકાળે પણ મુનિઓના સમુદાયમાં આર્દ્રકુમાર આવી ચડશે એ આશા ઉપર જ તેનું જીવન અવલંબે છે. બાર વર્ષ ઉપરની ઘટનાને યાદ રાખવા જેટલી જગતને કંઈ પરવા ન હતી. શ્રીમતીના સગાં-સંબંધીઓ પણ લગભગ એ વાત ભૂલી ગયાં છે. શ્રીમતીના જીવનનો પલટો એ હવે તેમને કઈ આશ્ચર્યની વાત નથી લાગતી. વિસ્મૃતિના આવા ગાઢ અંધકારમાં માત્ર બે હૈયાંઓને વિષે સ્નેહસ્મૃતિના બે અખંડ દીપ સળગી રહ્યા છે. એ પરમ આકાંક્ષિત પળ પણ એક દિવસે પાસે આવી પહોંચી. તે દિવસે રોજની જેમ શ્રીમતી મુનિના આગમનની રાહ જોતી બેઠી હતી. પોતાની દૃષ્ટિ વડે ભૂમિને પ્રમાર્જતા આર્દ્રકુમાર બહુ જ મંદ ગતિએ તે જ દાનશાળા તરફ આવતા હતા. કોઈએ કહ્યું પણ નહીં હોય કે દાન લેવા આવતા મુનિ અહીં પોતાના જ આત્માનું દાન આપી સંસારના સ્નેહને અભિનંદશે. બન્નેએ પરસ્પરને દૂરથી જોયાં અને પીછાન્યાં. શ્રીમતી આજસુધીના ઐચ્છિક સંયમના પ્રતાપે ઔત્સુક્ય અને આવેગને પચાવી ચૂકી હતી. સ્નેહીની ખાતર ઝૂરવામાં જે અનેરી લ્હાણ છે તેનો આસ્વાદ લઈ ચૂકી હતી. આર્દ્રકુમાર એ માર્ગમાં નવા વિદ્યાર્થી Page #50 -------------------------------------------------------------------------- ________________ ૪૯ આદ્રકુમાર હતા એમ પણ કંઈ જ ન હતું. તેમણે પણ ઘણી વાર યોગના આદર્શોનું ચિંતન કરતાં વસ્તુત:- શ્રીમતીનું જ ધ્યાન ધર્યું હતું. ભાગ્યે જ એવી કોઈ પળ હશે કે જે વખતે તેમણે શલ્યની જેમ ખૂંચતા એ કાંટાને ઉખેડીને ફેંકી દેવાનો પ્રયત્ન નહીં કર્યો હોય. ગમે તેમ પણ તે સામર્થ્યના પૂજારી હતા. અને પોતે યે સર્વ રીતે સમર્થ પુરુષ હતા. છતાં જે સૌદર્ય, લાલિત્ય અને સુકુમારતાની પાસે સામર્થ્ય સામે આવીને દીનભાવે આત્મનૈવેદ્ય ધરી જાય ત્યાં આદ્રકુમારની બળાત્કાર સાધના નિષ્ફળ નીવડે એમાં શું આશ્ચર્ય ? જે શ્રીમતી એક વખતે ઉદ્યાનમાં આવી, પગે પડી, ઉપવનના પંખીને પણ કંપાવે તેમ કરગરી હતી અને જેનો ત્યાગ કરવામાં આદ્રકુમારે પોતાના સામર્થ્યનો વિજય માન્યો હતો, તે જ શ્રીમતી પાસે આવી તેમણે પોતાનાં ચિરસંચિત ત્યાગ-વૈરાગ્ય-સંયમ સર્વસ્વ ધરી દીધું. પતનનો ઇતિહાસ એ કરતાં કંઈ વધુ લાંબો ન હોય. આદ્રકુમાર ફરીથી સંસારમાં આવ્યા અને શ્રીમતીએ તેમને હૈયાના નિર્મળ સ્નેહથી સત્કાર્યા. આદ્રકુમારના અધ:પાત ઉપર એ વખતે પણ અનેક અનુકંપાના આંસુ પાડ્યાં હશે. એક મુનિનો સંસાર-પ્રવેશ એ કંઈ યોગમાર્ગનો જેવો તેવો અકસ્માતું નથી. પણ એને એકલો અકસ્માતુ કે અધ:પતન કેમ કહેવાય? સ્નેહના અનાદરનો અને બળના અત્યાધિક અભિમાનનો શું એ યોગ્ય બદલો ન હતો ? શું શ્રીમતીનો ત્યાગ કરીને નાસી જતી વખતે આદ્રકુમાર પોતે સંપૂર્ણ સુદૃઢ રહી શક્યા હતા ? જો વૃત્તિઓ ઉપર તેમનો કેવળ બળાત્કાર ન હોત, અંતરને પ્રકટતી ઉષાનાં પ્રકાશ જેવું નિર્મળ બનાવી શક્યા હોત તો તેઓ પોતાની સાથે શ્રીમતીને પણ ઊંચે ને ઊંચે લઈ જઈ શક્યા હોત યોગમાર્ગમાં અનેરા રંગ અને રસ રેલાવ્યા હોત. Page #51 -------------------------------------------------------------------------- ________________ પ૦ અર્પણ + ક્ષમાશ્રમણ ભલે એ પતન હોય, પણ એ પતનમાંથી જ વેગવાનું ઉદ્ધારનો પુનર્જન્મ થયો. વીર્યવાન આત્માઓનાં પતન પણ કેટલાં રમણીય હોય છે ? નિર્વીર્યને પોતાનાં પતનનું ભાગ્યે જ ભાન હોય છે - તે એક વાર પડ્યા પછી નીચે ને નીચે તણાવામાં જ અહોભાગ્ય માને છે. આદ્રકુમારનું પતન એ પવિત્ર આત્માનું કેવળ પદખ્ખલન હતું. પ્રાત:કાળ થતાં સંસારના મનુષ્યો જાગે અને ગઈ કાલનાં અધૂરાં કામ પૂરાં કરવા બમણા બળથી પ્રયત્ન કરે તેમ આદ્રકુમાર પણ ભોગનિદ્રામાંથી જાગૃત થયા. યોગભ્રષ્ટતા તેમને પ્રત્યેક પળે ડંખવા લાગી. આજે હવે બળાત્કારને ક્યાંય સ્થાન ન હતું. બળનું સ્થાન સ્નેહ અને અભિમાનનું સ્થાન વિવેકે લઈ લીધું હતું. શ્રીમતી પણ તેમના માર્ગમાં કંટક રૂપ ન રહી. આદ્રકુમારની પ્રતિકૃતિ સમો એક બાળક એ તેનું આશ્વાસન અને અવલંબન બન્યું હતું. વિયોગિનીને બદલે હવે તે એક માતા બની હતી. તેના બધા ઉચ્છવાસ અને આવેગ શમી ગયા છે. પણ બાળક પ્રત્યેનો મોહ આદ્રકુમારના યોગમાર્ગમાં ઘડીક અંતરાયરૂપ બન્યો. અને બાળકની અનુમતિ કે સમ્મતિ પણ શી રીતે સંભવે ? એક વખતનો યોગી હવે પોતાના આત્મા ઉપર બળાત્કાર પણ કરી શકે એમ ન હતું. તે અનુકૂળ મુહૂર્તની રાહ જોવા લાગ્યો. એક દિવસે કંઈક આવા જ નિશ્ચય વિષે ઊહાપોહ કરતાં બન્ને બેઠાં હતાં. તેમની સામે જ આંગણામાં બાળક રમતો હતો. માતાએ તેને બોલાવી સ્ટેજ વિનોદના રૂપમાં કહ્યું : બેટા ! તારા બાપુ તો હવે ચાલ્યા જશે ” “ચાલ્યા જવું” એટલે શું એનો અર્થ બાળક ન સમજયો, પણ બાપુ ક્યાંય બહાર જવા માગે છે અને માતા ઉદ્વિગ્ન છે એટલું તો તે Page #52 -------------------------------------------------------------------------- ________________ આદ્રકુમાર પ૧ જોઈ શક્યો. હજી તો તેને પૂરું બોલતાં પણ નહોતું આવડતું. માતાનો મનોભાવ મળ્યા પછી તેને શી રીતે મદદ કરવી એ એક મ્હોટી મૂંઝવણ થઈ પડી. તરત જ તેને એક બાળોચિત યુક્તિ સૂઝી આવી. શ્રીમતીએ ગઈ કાલે જ જે સૂતર કાંતી રાખ્યું હતું. તે સૂતરનું કોકડું ઉપાડી લાવ્યો અને જ્યાં આદ્રકુમાર બેઠા હતા ત્યાં આવી સૂતરના તાંતણા વડે જ પિતાને બાંધી રાખવાનો ઉપાય અજમાવ્યો. શ્રીમતી અને આદ્રકુમાર બન્ને જણા બાળકની આ ચેષ્ટા સામે જોઈ હસી પડ્યાં. કાચા સૂતરના તાંતણા ઉપર પણ બાળકનો કેટલો બધો વિશ્વાસ? આદ્રકુમારે પોતાના અંગે વીટળાયેલા આંટા ગણ્યા. બધા મળીને તે બાર થયા. તાંતણાના એક એક આંટા બદલ તેણે એક એક વરસ સંસારમાં રહેવાનો ફરીથી નિશ્ચય કર્યો. એ રીતે કાચા સૂતરના તાંતણે આદ્રકુમારને બીજા બાર વરસ સુધી બાંધી રાખ્યો. નિર્મળ સ્નેહના દુર્બળ બંધનોમાં પણ કેટલું સામર્થ્ય હોય છે ? એ બાર વર્ષ પણ પાણીના રેલાની જેમ વીતી ગયાં અને એક પુણ્ય મુહૂર્તો આદ્રકુમાર સૌની સમ્મતિ લઈ મહાવીરના માર્ગે ચાલી નીકળ્યા. ગોશાળા જેવા તર્કવાદીઓ, તાપસો જેવા જડભરતો અને ક્રૂરમાં ક્રૂર લુંટારાઓને પણ આદ્રકુમારે પ્રતિબોધી મહાવીરના શાસનનો મહિમા ફેલાવ્યો. મેઘની જેમ નિરંતર વરસતા અને વાયુની જેમ અપ્રતિબદ્ધપણે વિહરતા આદ્રકુમારના ઉગ્ર તપ અને વૈરાગ્ય જોઈ ભલભલા તપસ્વીઓ પણ આશ્ચર્યમુગ્ધ બની જતા. વનનાં પશુપંખીઓ પણ એ ભવ્ય મૂર્તિને નીરખી પોતાના રાગદ્વેષ વીસરતાં. ભગવાન મહાવીરસ્વામીના સમવસરણમાં એક વાર આર્કકુમારના પ્રભાવની વાત નીકળી. મંત્રી અભયકુમાર, રાજા શ્રેણિક Page #53 -------------------------------------------------------------------------- ________________ પર અર્પણ + ક્ષમાશ્રમણ અને આદ્રકુમાર પોતે પણ ત્યાં હાજર હતા. એ વખતે આદ્રકુમારે જ કહેલું કે “મજબૂતમાં મજબૂત બંધનોને તોડીને ફેંકી દેવાં એ કંઈ બહુ દુર્ઘટ નથી. પણ સ્નેહના કાચા સૂતરના તાંતણા છેદીને બહાર નીકળવું એ જ ખરેખરું દુર્ઘટ છે.” તે પછી આદ્રકુમારે પોતાનો ભૂતકાળ કહી સંભળાવ્યો. અભયકુમાર અને શ્રેણિક પણ આ વૃત્તાંત સાંભળી અત્યાશ્ચર્ય પામ્યા ! આદ્રકુમાર સર્વ પાપપુંજને બાળી-ભસ્મીભૂત કરી કેવળજ્ઞાન પામી અંતે મોક્ષને પ્રાપ્ત થયા. Page #54 -------------------------------------------------------------------------- ________________ વાત્સલ્યઘેલી માતા [9] ગામમાં ગમે તેને પૂછો, એક જ જવાબ મળશે : એ બાઈ પહેલાં તો એક સાધ્વી હતી, પણ હવે સાવ ગાંડી થઈ ગઈ છે.’’ - ભદ્રિક જનો એ બાઈની દુર્દશા જોઈ કપાળે હાથ મૂકે છે, ઠંડે કલેજે એકાદ નિ:શ્વાસ નાખે છે અને કર્મના વિપાકની વાતો કરતાં પોતાના માર્ગે પાછા ચાલ્યા જાય છે. અને લોકો કંઈ ખોટું થોડું જ કહે ? એ ગાંડી બાઈને પોતાનાં વસ્ત્રનું પૂરું ભાન નથી. ક્યારે ખાતી-પીતી હશે અને ક્યારે ઉંઘતી હશે તે પણ કોઈ નથી જાણતું. આખો દિવસ તે ગામની ગલીઓમાં ભમે છે - વ્યાકુળ નજરે ઊંચે અટારીઓમાં જુવે છે અને પછી કપાળ કૂટતી દૂર દૂર દોડી જાય છે. તેનું આખું અંગ ધૂળથી છવાયેલું છે. વિખરાયેલા વાળ મેલથી ભરેલા છે. શરીર ઉપર માત્ર એક જ વસ્ત્ર છે તે પણ ધૂળ-ધૂળ, માત્ર દેહને ઢાંકવા પૂરતું. આ બધું જોતાં બાઈને કેવળ ગાંડી જ નહીં પણ નરાતાળ ગાંડી કહેવી પડે. Page #55 -------------------------------------------------------------------------- ________________ પ૪ અર્પણ + ક્ષમાશ્રમણ - દુનિયાદારીમાં ડૂબેલા રાહદારીઓને એટલો અવકાશ તો ક્યાંથી જ હોય કે એ ગાંડી ગણાતી નારીની આંખમાં કેટલી વ્યગ્રતા અને મમતા ભરેલી છે તે એકવાર જોઈ લે ! એમને માત્ર “ગાંડપણ” એટલો જ ચુકાદો બસ છે. પવનથી ઊડતા સૂકા પાંદડાની જેમ ચુકાદાના એ અક્ષરો એક મુખેથી બીજે મુખે રમે છે અને એ રીતે હજારો મુખના વજલેપ સમા ચુકાદા બની જાય છે. ગાંડપણ ! કેવળ નકામી અને ત્રાસદાયક વસ્તુ નથી ? સમાજના રિવાજ કે સંસારના તિરસ્કારથી એ દેશનિકાલ થઈ શકતી હોત તો સંસાર કેટલો સુખી બનત? પણ એ રિવાજ અને તિરસ્કાર ઘણીવાર ગાંડપણનાં માતાપિતા હોય છે એ કોણ નથી જાણતું ? એ બાઈનું નામ ભદ્રા. એક દિવસે તે પરમ સૌભાગ્યવતી હતી. એના પગ પાસે વૈભવની છોળો ઊડતી. દુઃખ કે પરિતાપનો ઉન્હો વાયુ તેને કદી નહોતો સ્પર્યો. અતિ તૃપ્તિમાંથી આખરે વિરાગ ઉદ્ભવ્યો અને એકી સાથે પતિ-પત્નીએ સંસાર તજી સંયમ લીધો. ભૂતકાળ ગમે તેટલો ઉજ્વલ હોય, પણ આજે તો એ બાઈની પાછળ તોફાની છોકરાઓનાં ટોળાં ઘૂમે છે – ધૂળ ફેંકે છે - ચીડવે છે અને બાઈ તેની સામે તાકી રહે છે. ઘરમાં માબાપના અંકુશથી કંટાળેલાં બાળકોની રોજની ગમ્મતનો એ વિષય છે. આખો દિવસ ભમી ભમીને થાકથી લોથપોથ થયેલી એ ગાંડી ભદ્રા એક ઓટલા ઉપર બેઠી છે. પડછાયાની જેમ પાછળ ફરતા છોકરામાંથી એકે તાણીને બૂમ મારી: ગાંડી ! જો તારો છોકરો દેખાય !” ભદ્રાની આંખોમાં એક ક્ષણવારમાં નવું તેજ ચમક્યું. અત્યંત વ્યાકુળપણે એ દિશામાં નજર કરી અને તરત જ ઓટલા ઉપરથી પડતું મૂકી દોડી. Page #56 -------------------------------------------------------------------------- ________________ વાત્સલ્યઘેલી માતા સામે જ એક સફેદ મોટો પાણો પડ્યો હતો તેને બાઝી પડી. જાણે કોઈ ખોવાયેલી વસ્તુ માંડમાંડ મળી હોય તેમ તે પત્થરને પ્રેમથી પંપાળવા લાગી. છોકરાંઓ ખડખડ હસી પડ્યાં. હાસ્યના અવાજથી તે ચમકી. તેણે ધારીને જોયું તો તે પોતાનો પુત્ર ન હતો એક પત્થર માત્ર હતો. પત્થરને એક બાજુ રહેવા દઈ, આકાશ સામે નિહાળ્યું. ઊંડા અંતરમાંથી કારી વેદનાનો એક સંતમ નિઃશ્વાસ છૂટ્યો. આજે તેનો પતિ હયાત હોત તો એ નિઃશ્વાસ ઉપર પોતાની સઘળી સમૃદ્ધિ સમર્પી દેત. ૫૫ આવું આવું તો દિવસમાં બે-ચાર વાર નહીં પણ અસંખ્ય વાર બનતું હશે. કોઈપણ પત્થર કે વૃક્ષ એ ગાંડી બાઈને મન જડ વસ્તુ નથી. પુત્ર માની તે દરેક જડ વસ્તુને પણ પ્રેમથી-મમતાથી આગ્રહપૂર્વક આલિંગે છે અને પાછું ભાન થતાં તેને રહેવા દઈ બીજે દોડી જાય છે. આટલું છતાં આ ભદ્રા સાધ્વી એક ગાંડી નારી નહીં પણ પુત્રઘેલી માતા છે એ સત્ય કોઈ નથી સમજતું. એનું કહેવાતું ગાંડપણ ગાઢ સ્નેહના જ પરિપાક રૂપ છે, એ કોઈ નથી જોતું. દરેક ગાંડપણને પોતાનો નાનો સરખો ઇતિહાસ હોય છે. સ્નેહ ગરમી પામતાં માતાનું રક્ત જેમ શ્વેત અમીબિંદુમાં પલટાઈ જાય છે, તેમ સ્નેહની સદા સળગતી ભઠ્ઠીએ જ ભદ્રામાં આ ગાંડપણ પરિણમાવ્યું હતું. પ્રસૂતિની વેદના જેમ એક શિશુને જન્માવે છે તેમ મમતાની વેદનાએ જ ભદ્રામાં આ ગાંડપણું જન્માવ્યું હતું. અર્પણતાએ ઉપજાવેલું ગાંડપણ એ શું દેવાંછિત નથી ? એવો કયો પુત્ર છે કે જે માતાના આવા ગાઢ સ્નેહની અદેખાઈ ન કરે ? ભદ્રા આજે ગાંડી બની છે શેરીએ શેરીએ ભમી પોતાના પુત્રને ઝંખે છે. પુત્રની ભાવનાથી તે વસ્તુમાત્રને પ્રેમથી ચૂમે છે. Page #57 -------------------------------------------------------------------------- ________________ પ૬ અર્પણ + ક્ષમાશ્રમણ ખરેખર જ જો એ ગાંડપણ કહેવાતું હોય તો પણ એ કેટલું સ્નેહ નિર્મળ છે ? આવા અમૂલ્ય ધનને જગતની નકામી વસ્તુ શા સારુ ગણવામાં આવતી હશે ? અને ઓ બાળકો! એ ભદ્રાને નકામા શા સારુ પજવો છો ? જાઓ, ઘેર જાઓ. વસ્તુત: એ ગાંડી નથી, એ એક માતા છે. કોઈ પુરુષની લાલ આંખ જોતાં જ તમે માતાના ખોળામાં છુપાઈ જાઓ છો અને એ ખોળાને જ જગતનો અજેય કિલ્લો માનો છો તેમ આ ભદ્રા પણ જ્યારે માતા હતી ત્યારે તેની ગોદમાં તમારા જેવો જ બાળક એકવાર લાડથી રમતો. ભદ્રાનું અપમાન એ વિશ્વવંદ્ય માતૃત્વનું અપમાન છે. એ ગાંડપણ નથી. માતાની મમતા જ મૂર્તિનો આકાર પામી છે. પણ તમે અત્યારે એ વાત નહીં સમજો. સ્નેહના નિષ્ફળ ઉછુવાસ કે મમતાના વ્યર્થ આવેશ ઉપર હસવાનો સંસારને ભલે અધિકાર હોય. પણ આ ગાંડી ભદ્રાને તમે એટલી બધી દુર્બળ ન માનતા. તેણે પોતાનો એકનો એક લાડકવાયો પુત્ર ગુમાવ્યો છે, અને કેવળ પુત્રશોકથી જ વિહ્વળ બની છે, એમ પણ નથી. જો એકવાર પણ તેણે મૃત્યુશધ્યા ઉપર પડેલા બાળકને છેલ્લીવાર ચૂમી લીધું હોત, પૂરેપૂરી તૃપ્તિ થતાં સુધી મુમુળુ બાળક સામે નીરખી લીધું હોત તો આ માતા વિરહતાપને ઘોળીને પી જાત. જેણે પ્રસન્નવદને સંસારનાં સર્વ સુખની સ્પૃહા તજી દીધી તે શું એક પુત્રના દેહનો પોતાના સગે હાથે ત્યાગ ન કરી શકત? કદાચ એ વખતે તેના નયનમાંથી અશ્રુની ધારા વહી નીકળત, કદાચ તેનું હૃદય ધ્રૂજી ઊઠત, તે મૂચ્છ પામી બેભાન પણ બનત. પણ એ ઝેરનો ઘૂંટડો ગળા નીચે ઉતારવા જેટલું બળ તો જરૂર બતાવી શકત. બહુ બહુ તો બાળકના દેહની ભસ્મને અંગે ચોળી તેનું જ ધ્યાન ધરતી બેસી રહેત. પણ આજે તો ભદ્રાના દિલની વેદના છેક જુદા જ પ્રકારની છે. તેનો યુવાન - કેલૈયા જેવો કુંવર ગામમાં ગોચરી કરવા Page #58 -------------------------------------------------------------------------- ________________ વાત્સલ્યધેલી માતા પ૦ ગયો ત્યાંથી તે પાછો જ ન ફર્યો. દિવસોના દિવસો સુધી માતાએ રાહ જોઈ, પણ પુત્ર અહંન્નકના કંઈ જ સમાચાર ન મળ્યા. ભદ્રાના કાળજામાં એક કારી ખંજર ભોંકાયું. તે પુત્રની શોધમાં ભટકવા લાગી. આજે ગાંડપણમાં તે પુત્રને ઝંખે છે-પુત્રની પાછળ જ દીવાની બની બધે શોધે છે. કોઈએ કહ્યું છે કે પુત્ર એ પ્રિય નથી, પણ આત્મા પ્રિય છે એટલે જ પુત્ર પ્રિય છે, પણ ભદ્રાના સંબંધમાં એથી ઊલટું જ હતું. તેને પુત્ર પ્રિય હતો એટલે જ આત્મા પ્રિય હતો. પત્રમાં જ તેનું આત્મસર્વસ્વ આવી વસ્યું હતું. પુત્રનાં સુખ અને કલ્યાણને જ તે પોતાનાં સુખ-કલ્યાણ સમજતી હતી. એક દિવસે કોણ જાણે કેવાય કાળ ચોઘડીએ ભદ્રાનો પુત્રઅહંસક ભિક્ષા અર્થે બહાર નીકળ્યો. માતા પોતે દીક્ષિત સાધ્વી હતી, છતાં પુત્રની સામે સ્નેહાવેશથી જોઈ રહી. પુત્ર વરઘોડે ચડે અને જેમ માતા અભિમાનથી નીરખે તેમ ભિક્ષાર્થે જતા અહંન્નકને સાધ્વી ભદ્રા નીરખી રહી. કોઈ દિવસ નહીં અને આજે જ જિંદગીમાં પહેલીવાર તે જૈન મુનિનો સંપૂર્ણ વેશ પહેરી ગોચરી વહોરવા ગામમાં જતો હતો. યૌવનની કાંતિ અને ચંચળતાને એ વેશ ન છુપાવી શક્યો-શરમાયો. યૌવનના આરંભમાં જ સંયમ સાધતા આ કાંતિમાને પુત્રને નીરખી ગૃહસ્થની નારીઓ કેવા પ્રશંસાના ઉદ્ગાર કહાડશે એ વિચારે ભદ્રા માતાને અભિમાન પ્રેર્યું. અગ્નિકની માતા ભદ્રા અને પિતા દત્ત શ્રાવકે બન્નેએ અહમિત્ર સૂરિ પાસે સાધુધર્મની દીક્ષા સ્વીકારી હતી. એ વખતે અહંસક બહુ નાનો હતો. છતાં તેની બુદ્ધિમત્તા ઉપર મોહિત થઈ માતાપિતાએ માન્યું કે “આ પુત્ર આગળ જતાં જૈન શાસનનો એક મહાન પ્રભાવક થશે,” અને તેથી તેને પણ સંયમનો વેશ પહેરાવી પોતાની સાથે જ રાખી લીધો. શાસન-પ્રભાવનાની સાથે પુત્રવાત્સલ્ય મુદ્દલ Page #59 -------------------------------------------------------------------------- ________________ પ૮ અર્પણ + ક્ષમાશ્રમણ નહીં હોય એમ શી રીતે કહી શકાય? પિતા જ્યાં સુધી હયાત રહ્યા ત્યાં સુધી અહિંસકને સંયમની કઠિનતાનો કંઈ ખ્યાલ ન આવ્યો. સમુદાયના મુનિઓ હંમેશાં આહાર-પાણી લઈ આવતા તેમાંથી અગ્નિકને પણ યોગ્ય ખાનપાન મળી જતાં. પિતાનો પક્ષપાત કેટલીકવાર બીજા મુનિઓને ખૂંચતો, પણ એવી નમાલી બાબતમાં કોઈએ સ્પષ્ટ વિરોધ ન દાખવ્યો. ઘેર જેવી રીતે અન્નકને માટે હંમેશાં સુખ-સામગ્રી તૈયાર રહેતી તેમ અહીં પણ તેને સગવડ સહેજે મળી રહેતાં. આથી અન્નક ગૃહસુખ અને સંયમના તાપ વચ્ચેનો ભેદ ન સમજ્યો. આજે થોડા દિવસ થયાં અહંન્નકના પિતા કાળધર્મ પામ્યા છે. તેની પાછળ અહંન્નકની સંભાળ લે એવું કોઈ ન રહ્યું. અને હવે અહંસક પણ કંઈ નાનો બાળ નથી. તે અવસ્થાને પામ્યો છે. સંયમની તાલીમ લેવાનો તેણે ધીમે ધીમે પ્રયત્ન કરવો જોઈએ, એમ સમુદાયના સાધુઓ માને છે. દરેક સાધુ પોતપોતાને માટે ગામમાંથી ગોચરી લઈ આવે અને બીજી વ્યવસ્થા પણ પોતે જ કરી લે એ તેમનો મુખ્ય ધર્મ છે. અગ્નિકે પણ હવે એ ધર્મનું પાલન કરવા તૈયાર થવું જોઈએ. ભદ્રા માતા એ બધું સારી રીતે સમજી શકે છે. પણ માતાનું હૃદય અંદર રહ્યું રહ્યું પૂછે છે – “હજી બે દિવસ વધુ ખમી ગયા હોત તો ?” તે કંઈ બોલી શકતી નથી. પુત્રને સાધુવેશમાં બહાર નીકળતો જોઈ તેનું અંતર અનેકવિધ ઊર્મિઓથી ખળભળી ઊઠે છે. તે દિવસે ઉનાળાનો મધ્યાત સૂર્ય બરાબર માથે પહોંચ્યો હતો. પંખીઓ પણ ઝાડની આછી-પાતળી છાયામાં છુપાયાં હતાં. વૈભવી ગૃહસ્થોને ત્યાં સુખડ અને ચંદનના શીતોપચારની તૈયારી થઈ રહી હતી. ગૃહિણીઓ રસોડાનાં કામથી પરવારી હવે બે ઘડી આરામ મળશે એવી આશાથી બાકીનાં નાનાં નાનાં કામ આટોપતી હતી. Page #60 -------------------------------------------------------------------------- ________________ વાત્સલ્યઘેલી માતા સંયમી સાધુઓને માટે ગોચરીનો પણ એ જ સમય હોય છે. સકળ નર-નારીઓ જે વખતે પોતપોતાને માટે તૈયાર કરેલાં આહારભોજનાદિથી પરિતૃપ થઈ ચૂક્યાં હોય તે જ વખતે ગૃહસ્થોના વધેલા આહારમાંથી ઉચિત અને નિર્દોષ આહાર-પાણી વહોરી લાવવાં એ તેમનો મુખ્ય આચાર હોય છે. અર્હન્નક મુનિની સાથે બીજા બે-ત્રણ મુનિઓ હતા. પણ તેમનામાં અને અર્જુન્નકમાં આકાશ-પાતાળ જેટલો તફાવત હતો. પેલા સંગાથીઓ સંયમના યુદ્ધમાં કસાયેલા સૈનિકો જેવા હતા, જ્યારે અર્ધક, પરીક્ષકની સામે ધ્રૂજતા ન્હાના બાળકની જેમ સાવ નવો અને કસોટીથી સંપૂર્ણ અજ્ઞાત યુવક હતો. માખણના પિંડ જેવો તેનો સુકુમાર દેહ ગ્રીષ્મના મધ્યાહ્નનો તાપ સહેવા અશક્ત હતો. ધીમે ધીમે જો તેને તાલીમ મળી શકી હોત તો કદાચ બીજા મુનિઓને વટાવીને તે ઘણો દૂર નીકળી જઈ શકત. પણ માતપિતાના અતિ સ્નેહે એ સમય વ્યર્થ જવા દીધો. આજે તો તેણે હવે પાકા સંયમીની પેઠે મુનિઓના આચારધર્મનું ગમે તે ભોગે પાલન કરી બતાવવું જોઈએ. ૫૯ અર્હકનું શરીર પસીનાથી રેબઝેબ થઈ ગયું. પ્રફુલ્લ મુખ ઉપર વિષાદની ગાઢ મલિનતા છવાઈ. પગે ફોલ્લા પડ્યા. ભિક્ષાની ઝોળીમાં કંઈ બહાર આવે તે પહેલાં તો એક ડગલું પણ આગળ વધવાનું અશક્ય થઈ પડ્યું. તેને ફેર આવવા લાગ્યા. પાસે જ કોઈ એક ઊંચી અટ્ટાલિકા હતી તેની છાયાનો આશ્રય લીધો. બીજા મુનિઓ તો અર્હન્નકને મૂકી વસ્તીમાં દૂર નીકળી ગયા હતા. અર્હન્નક એકલો હતો. તેની દુ:ખદ સ્થિતિ ઉપર સમવેદનાનું એક આંસુ ઢાળે એવું ત્યાં બીજું કોઈ ન હતું. તે બેઠો તો ખરો, પણ પૂર્વે કદી નહીં અનુભવેલી વ્યથાને લીધે તે પોતાનું દેહભાન ગુમાવી બેઠો. મૂર્છાએ આવી માતાના સ્નેહસ્પર્શની ગરજ સારી. Page #61 -------------------------------------------------------------------------- ________________ અર્પણ + ક્ષમાશ્રમણ ઘણીવારે તેની મૂચ્છ ઊતરી. તેણે આંખ ઉઘાડી આસપાસ નિહાળ્યું. પણ મુનિઓની આંખને પરિચિત આશ્રમ જેવું કંઈ ન જણાયું. તે દીવાલ ઉપર શોભતાં ચિત્રો અને શૃંગારવૃત્તિને બહલાવે એવી આસપાસની રસસામગ્રી ઘડીવાર જોઈ રહ્યો. વિહાર વખતે એક વસંતઋતુમાં અનુભવેલી આમ્રઘટાનો આસ્વાદ યાદ આવ્યો. પોતે કોઈ સ્વપ્નમાં છે કે યથાર્થ સ્વર્ગલોકમાં આવી ચડ્યો છે તે ન સમજાયું. બીજું તો ઠીક પણ ભૂમિશગ્યા ઉપર સૂવા ટેવાયેલા આ દેહની નીચે આવી સુંવાળી તળાઈ ક્યાંથી અને શા સારુ ? જેમ જેમ તે અધિક જોવા-વિચારવા લાગ્યો તેમ તેમ તેની મૂંઝવણ પણ વધવા લાગી. જનશૂન્ય ઘરમાં કોઈને પૂછી ખાત્રી કરી શકાય એમ પણ ન હતું. તેણે નિરાશ દષ્ટિને સંકેલી લેવાનો પ્રયત્ન કર્યો. તાપ, લૂ અને ધગધગતી ધરતીનું પુનઃસ્મરણ થતાં તે ધ્રૂજી ઊઠચો. આંખો મીંચી એમ ને એમ પડી રહેવા સિવાય બીજો કોઈ ઉપાય ન સૂઝયો. પણ અનાયાસે જ તેની દૃષ્ટિ પલંગની પાંગત તરફ ગઈ. વિદ્યાધરી કે દેવી જેવી દેખાતી, કુતૂહલને માંડમાંડ અંતરમાં સમાવતી, એક નવોઢા સ્ત્રી ત્યાં બેઠી હતી. તેના વદન ઉપર કૌતૂહળ અને હાસ્યનું તોફાન તરતું હતું. મુનિના મુખ ને નેત્રોમાં ઉભરાતા અને અદૃશ્ય થતા ભાવોનો - જાણે અભ્યાસ કરતી હોય તેમ અનિમેષપણે મુનિની સામે જોઈ રહી હતી. અત્રક, એ નારીનું દષ્ટિતેજ ન સહી શક્યો, કેટકેટલીવાર દેવીઓએ મહાન મુનિવરો ને તપસ્વીઓને ચળાવી વ્રતભંગ કરાવેલા એમ શાસ્ત્રીકથાઓમાં વાંચેલું તે તાજું થયું - द्रष्टाश्चित्रेपि चेतांसि हरन्ति हरिणीदृशः । किं पुनः स्मितस्मरे विभ्रमभ्रमितेक्षणाः ॥ મૃગલી જેવા નેત્રવાળી સ્ત્રીઓ માત્ર ચિત્રમાં આલેખાયેલી જોઈ હોય તો પણ ચિત્તનું હરણ કરે તો પછી હાસ્યથી પ્રફુલ્લિત Page #62 -------------------------------------------------------------------------- ________________ ૬૧ વાત્સલ્યધેલી માતા અને વિલાસથી ભ્રમિત એવા નેત્રવાળી સાક્ષાત્ સ્ત્રીઓને જોવાથી ચિત્ત ચોરાઈ જાય એમાં તો કંઈ કહેવાપણું જ ન હોય.” એ કંઠસ્થ કરેલો શ્લોક સંભાર્યો. પણ આ કંઈ મુનિઓને રાતવાસો રહેવાનો કે ધર્મધ્યાન કરવાનો આશ્રમ ન હતો. અહીં માત્ર જીલ્લા ઉપર રમી રહેલા શ્લોકો તેને કંઈ જ સહાય કરી શકે એમ ન હતું. આ તો વિકાર અને સંયમ વચ્ચેનું સંગ્રામસ્થાન; શોભાનાં શસ્ત્રાસ્ત્ર અહીં શું કામનો ? યુવતી, જે અત્યાર સુધી આ સુકુમાર મુનિના દેહની સેવાસુશ્રષામાં રોકાએલી હતી તે ધીમે ધીમે ત્યાંથી ઊઠી, અને અહંન્નક મુનિની બહુ જ પાસે આવીને ઊભી રહી. મુનિ કંઈ બોલવાનો આરંભ કરે તે પહેલાં જ તે બોલી; – આપના મનની વ્યથા હું જાણું છું. આ વિલાસભવન અને નારીસ્પર્શ આપને અધર્મ ગણાય એ પણ સમજું છું. પણ આજે તમે મુનિ નથી – મારા અતિથિ છો – વળી દર્દી છો. તમારા દેહ ઉપર તમારો પોતાનો અધિકાર નથી. જેની પાંખો કપાઈ ગઈ હોય એવા પંખીની જેમ ખાલી પાંખો ફફડાવવાથી શું વળવાનું હતું ?” અહંસકને એ શબ્દોમાં કંઈક જાદુઈ અસર ભાસી. આ રમણી મુનિધર્મથી અજ્ઞાત નથી એટલું આશ્વાસન તેને માટે બસ હતું. સહેજે પ્રાપ્ત થયેલાં સુખને તરછોડવાનો તેને મુદ્દલ અભ્યાસ ન હતો. પોતે દર્દી છે, દેહ ઉપરનો અધિકાર ગુમાવી બેઠો છે અને આ રમણી કેવળ દયાને ખાતર સેવા-સુશ્રુષા કરી રહી છે એ વાત સમજતાં તેને વાર ન લાગી. પાછી આંખો મીંચીને તે થોડીવાર પડી રહ્યો. બે-એક દિવસ એ રીતે અર્ધ મૂચ્છવસ્થામાં પસાર થયા. ત્રીજે દિવસે તેણે ગૃહની સ્વામિની પાસે વિદાય લેવાનો દઢ નિશ્ચય કર્યો. Page #63 -------------------------------------------------------------------------- ________________ ૬૨ અર્પણ + ક્ષમાશ્રમણ યુવતી તેમજ મુનિ માટે એ પરીક્ષાનો દિવસ હતો. બન્નેએ સાથે તરી જવું અને કાં તો બન્નેએ સાથે ડૂબવું એ અદશ્ય વિધિલેખ લખાઈ ચૂક્યા હતા. રમણીનો પતિ આજે દસ-દસ વરસ થયાં દરિયાપારના દેશમાં ફરતો હતો. પાછળ પુષ્કળ સમૃદ્ધિ અને દાસ-દાસીઓ મૂકી ગયો હતો. દસ-દસ વરસની વર્ષા એ રમણીના વિરહતાપ ઉપર વરસી ગઈ, પણ આ વિરહી યુવતીએ એકાંતમાં બેસી રડી લેવા સિવાય બીજો ઉદ્યમ નથી કર્યો. કેટલીયે જ્યોન્જામયી રાત્રીઓએ આવી આ નિરાશ રમણીના હૃદયમાં ભરતી-ઓટ આપ્યાં. આજ સુધી એ બધાં દુ:ખ તેણે મૌનપણે સહી લીધાં. પણ જયારથી આ અહંસક મુનિ પોતાને ત્યાં આવ્યા છે ત્યારથી તે પોતાની બધી શાંતિ અને ધીરજ ખોઈ બેઠી છે. પહેલે જ દિવસે મધ્યરાત્રીએ, અહંન્નક જ્યારે ભરનિદ્રામાં સૂતો હતો ત્યારે તેના સુપુત સૌંદર્યનું પાન કરતાં તે એટલી બધી સંજ્ઞાશૂન્ય બની ગઈ હતી કે તે જ વખતે સુવર્ણના પિંજરે પડેલી મેનાએ અકસ્માતું તોફાન ન કર્યું હોત તો કદાચ આજના જેટલા અભિમાનથી તે અહંસક પાસે ઊભી ન રહી શકત. આજે અન્નક રજા લઈ સાધુસંઘમાં જવાનો હતો. યુવતીએ પ્રાત:કાળ થતા પહેલાં ઊઠી સ્નાનાદિથી નિવૃત્ત થઈ નવાં વસ્ત્રીલંકાર પહેરી લીધાં. જાણે કૌમુદી ઉત્સવમાં જવાનું આમંત્રણ મળ્યું હોય તેમ તે પૂરા દમામથી તૈયાર થઈ - સૂર્યોદય થતાં જ તે અહંન્નકની સામે આવી. હવે તે માત્ર ગૃહિણી કે સેવિકા ન હતી-મુનિનું મન ચળાવવા આજે તેને સ્વર્ગની કિન્નરીના ભાવ ભજવવાના હતા. એક તો ઉદામ યૌવન, અસાધારણ વૈભવ અને સહજપ્રાપ્ત એકાંત. કામદેવના આ ત્રણે અનુચરો આ યુવક ને યુવતી ઉપર પોતાનાં પુષ્પશર વરસાવી રહ્યા. Page #64 -------------------------------------------------------------------------- ________________ વાત્સલ્યધેલી માતા કોઈ દિવસ નહીં જોયેલો આ રમણીનો વેશવિન્યાસ અહંન્નકે શાંતિથી નિહાળ્યો. અનાયાસે મળેલા આ રસવૈભવને તજી દેવામાં જાણે પોતે જ પોતાનો આત્મઘાત કરતો હોય એવી નિર્દયતા લાગી. રજાના શબ્દો હોંમાં જ રહી ગયા. કંઠે શોષ પડવા લાગ્યો. મુનિજીવનના પરિસહ વિકરાળ વાઘની જેમ નજર આગળ ખડા થયા. તે કર્તવ્યમૂઢની જેમ લજા અને સંકોચને લીધે ધરતી તરફ જોઈ રહ્યો. “આજ નહીં તો કાલે જવાશે. જીવનમાં બે દિવસ શા લેખામાં છે?” વીણાના ઝંકાર જેવા શબ્દોએ અગ્નિકની બધી મૂંઝવણ ટાળી લીધી. યુવતીના આગ્રહથી તે રોકાયો તો ખરો, પણ એ જ દિવસો તેની પરીક્ષાના દિવસો હતા એ ન સમજ્યો. કમનસીબે દિવસો ઉપર દિવસો વીતવા છતાં એ “કાલ' ન આવી. યૌવનના ઉન્મત્ત પૂરમાં ઉભય આત્માઓ પડ્યા-તણાયા. અન્નકના સાથીઓએ થોડા દિવસ રાહ જોઈ, પણ તેનો ક્યાંય પત્તો ન લાગવાથી તેઓ વિહાર કરી ગયા. એક માત્ર ભદ્રા અહંન્નકને ન ભૂલી શકી. સંસારને તજવા છતાં તે પોતાનું માતૃ-હૃદય ન તજી શકી. એ અહંન્નકની માતા-ભદ્રા જ આજે શહેરની શેરીઓમાં અન્નકના જ જાપ જપતી ભમે છે. લોકનિંદાની, સુખદુ:ખની કે ઉપહાસની પરવા રાખ્યા વિના ગાંડી નારીની જેમ જડ વસ્તુને પણ અહંસક માની ભેટે છે - ચૂમે છે, અને પાછું ભાન આવતાં અકળાઈને આગળ ચાલી જાય છે. - દિવસમાં દસ વાર જોવા છતાં જેને તૃપ્તિ ન થાય એવી ભદ્રા જ્યારે પુત્રવિરહમાં ઝૂરે છે, ત્યારે બીજી તરફ તેનો પુત્ર, રસશૃંગારમાં ચકચૂર બન્યો છે. મુનિજીવનને એ પોતાનો પૂર્વભવ માનવા લાગ્યો છે. આદિ અને અંત વિનાનો એક સુખસાગર તેની આગળ ઊછળી રહ્યો છે. દિવસ, રાત કે ઋતુના પરિવર્તનની પણ Page #65 -------------------------------------------------------------------------- ________________ ૬૪ અર્પણ + ક્ષમાશ્રમણ તેને કંઈજ પરવા નથી. આજે તો આઠે પહોર તે વસંતનો જ વૈભવ અનુભવે છે. મોહમદિરાએ તેની બધી ચેતના હરી લીધી છે. પણ આવાં સુખસ્વપ્ન કોઈનાં ચિરસ્થાયી રહ્યાં છે કે અહેસકના રહે ? સૂર્યના તેજને પામી રંગ-વૈભવ રેલાવતી વાદળીનું અભિમાન કેટલી ઘડીનું ? અહંકનાં સુખ-વિલાસ પણ એટલાં જ ક્ષણસ્થાયી હતાં. તેની મોહનિદ્રા તૂટવાની જ હતી. સદ્ભાગ્યે કહો કે દુર્ભાગ્ય કહો, એક દિવસે તેણે ઝરૂખામાંથી ભદ્રાની દુરાવસ્થા જોઈ. પહેલાં તો એ ભદ્રા માતા હોય એમ માની જ ન શક્યો. પણ તે જેમ જેમ પાસે આવવા લાગી તેમ તેમ એ કઠોર સત્ય ધીમે ધીમે અહંસક આગળ પ્રગટ થયું. કોઈને કંઈ કહ્યા વિના તે એકદમ નીચે આવ્યો. અપરાધી જેમ ન્યાયાસન પાસે આવી માથું નમાવે તેમ તે પોતાના પ્રમાદની ક્ષમા યાચતો ભદ્રા માતાના ચરણમાં નમ્યો. માતાએ પુત્રને ઓળખ્યો. બળતી આગમાંથી બચીને આવતા પુત્રને પહેલી જ વાર મળતી હોય તેમ ભદ્રા પુત્રને ઘણીવાર સુધી વળગી રહી. બન્નેનાં નેત્રોમાં અકથ્ય હર્ષાવેશ ઉભરાયાં. અન્નકે માતાને પોતાના વિલાસભુવનમાં આવવાનો આગ્રહ કર્યો. પણ ભદ્રાએ એ આગ્રહ ન સ્વીકાર્યો. કહ્યું – “બેટા ! તારું અને મારું સ્થાન તો સાધુ-સાધ્વીઓના સંઘમાં છે. હું વિલાસભુવનમાં આવી મારા આત્માને શા સારુ અભડાવું ? અને જો હજી પણ તને એ વિલાસ આકર્ષતો હોય તો ખુશીથી જે કંઈ પુણ્યસામગ્રી બાકી રહી હોય તે ભોગવી લે. તારી માતા - આજે ગાંડી ગણાતી માતા, પણ પુત્રના સુખની આડે નહીં આવે. તારા સુખમાં જ મારું સુખ સમાવી દઈશ.” Page #66 -------------------------------------------------------------------------- ________________ ૬૫ વાત્સલ્યધેલી માતા પુત્રસુખ પાછળની આ અર્પણતાને ગાંડપણ કોણ કહે ? અન્નકના આત્મામાં હજી વિલાસનું ઘેન હતું. માતાની મમતા ખાતર તે બની શકે તો મરવા તૈયાર હતો, પણ યોગમાર્ગમાં રિબાઈને મરવું એ તેને નહોતું રુચતું. ભૂખ-તૃષા અને વિહારનો તાપ વેઠતાં ધીમે ધીમે ગાત્ર ગાળવાં તે કરતાં એક દિવસે અન્ન-પાણીનો સર્વથા ત્યાગ કરી સંસારથી છૂટી જવું એ વધું સહેલું છે એમ કહી તે માતાને આશ્વાસન આપવાનો પ્રયત્ન કરવા લાગ્યો. એટલામાં તો પેલી વિલાસી રમણી પણ ત્યાં આવી પહોંચી. માતા અને પુત્ર વચ્ચેનો વિવાદ સાંભળી તે બોલી – તે દિવસે તમે પોતે જ અનિવેશ પહેરી મારી પાસે રજાની ભિક્ષા માગવા આવ્યા હતા ને ? તે દિવસે હું તમને રજા ન આપી શકી અને તમે પણ ન લઈ શક્યા. માતા ભદ્રાની સાક્ષીએ આપણે બન્ને આજે એ નબળાઈને ધોઈ નાંખીએ. જુઓ, આ રહ્યો આપનો મુનિવેશ. એક દિવસે હું મારા પોતાના હાથે આપને પહેરાવી, મુનિસંઘમાં પાછા મોકલીશ એ જ આશાએ હું તેને આજલગી કૃપણના ધનની જેમ સાચવી રહી છું. હું જ આ બધા અનર્થના નિમિત્ત રૂપ બની છું. એનું પ્રાયશ્ચિત હું પોતે કરી લઈશ.” દિગમૂઢની જેમ અહંન્નક એક વખતની આ વિલાસિની અબળા સામે જોઈ રહ્યો. આજે તેના મ્હોં ઉપર પ્રથમની દીનતાને બદલે એક પ્રકારની તેજસ્વિતા છવાઈ હતી, આજે તે રમણી નહીં પણ ગુરુ બની હતી. અન્નકના ભાન ભૂલેલા આત્માને સન્માર્ગે વાળવા આટલા શબ્દો જ બસ હતા. તેણે પ્રથમના મુનિવેશ સામે એક વાર જોયું, પુનઃ માતાના ચરણ અશ્રવડે ધોયાં, અને પોતાની એક વખતની સ્નેહરાજ્ઞીએ આણેલો મુનિવેશ અંગે ધર્યો. Page #67 -------------------------------------------------------------------------- ________________ અર્પણ + ક્ષમાશ્રમણ માતા ભદ્રા અને યુવતી બન્નેનાં હૈયાં કોઈ અચિંતનીય ભાવાવેગથી એકી સાથે ક્રૂજી ઊઠ્યાં. યુવતીએ માતાના પગમાં માથું નમાવ્યું. બન્નેએ રડી રડીને હૈયાના ભાર ઠલવ્યા. અન્નક તે જોવા ન રહ્યો. આજે એને પોતાની જ બીક લાગતી હતી. તે ત્યાંથી ચાલી નીકળ્યો. ઘણે દિવસે પાછો અહંસક મુનિસંઘમાં મળી ગયો. મેઘમુક્ત ચંદ્રકિરણ જેવું તેનું અંતર પણ પવિત્ર અને સ્વચ્છ બન્યું. સંયમી જીવનનો કોઈ પણ પરિસહ એ હવે તેને પરિસરૂપ ન રહ્યો. ત્યાગ-વૈરાગ્ય અને સહનશીલતામાં તે બીજા મુનિઓ કરતાં ઘણે દૂર નીકળી ગયો. જે જેટલા વેગથી પડે છે તે જો વીર્યવાનું હોય તો પાછા એટલા જોરથી ઉપર આવે છે, એ સત્ય અહંન્નકે પોતાના જીવનમાં મૂર્તિમંત કરી બતાવ્યું. પેલી યુવતી પણ માતા ભદ્રાની સાથે સાધ્વીસંઘમાં સામેલ થઈ ગઈ. પુત્ર કે પતિના ક્ષણિક દેહસુખ કરતાં એમના આત્મિક કલ્યાણને અધિક કીંમતી માનનાર એ બન્ને સાધ્વીઓએ ઠેર ઠેર ફરી શ્રોતાઓને એ જ સત્ય સમજાવ્યું. “અરણિક મુનિવરની ગોચરીનો જે પ્રસંગ રોજ સહસ્ત્ર કંઠે ગવાય છે તે આ જ અહેસક. એ પતન અને ઉત્થાન એની સવીર્યતાને લીધે આજે પણ પ્રાતઃસ્મરણીય મનાય છે ! મનુષ્યત્વ અને દેવત્વની અનેરી ભભક વડે એ ચિત્ર પુરાતન છતાં નિત્યનૂતન લાગે છે. Page #68 -------------------------------------------------------------------------- ________________ હરિકેશી બળ - [૮] ગામને પાદર એક નાનું તળાવ હતું, અને તળાવની પાળ ઉપર એક ઘટાદાર વડલાની છાયામાં બાળકો રમતાં. થોડે દૂર નાનાં ઝૂંપડાં દેખાતાં. એ ઝૂંપડાનો દેખાવ જ કહી આપતો કે ઉચ્ચ વર્ણનાં કુટુંબો માટે તો એ નહિ જ નિર્માયાં હોય. ગંધાતા ઉકરડા અને મરેલાં ઢોરના ચામડામાંથી અહોનિશ દુર્ગધ છૂટતી. ત્યાંના રહીશો ચંડાલના નામથી ઓળખાતા. ચંડાલનાં બાળકો શહેરમાં ન જઈ શકતાં. વેદપુરાણની અહોનિશ પુનરાવૃત્તિ કરતા બ્રાહ્મણો રખેને તેને અડી જાય, રખેને તેમના માર્ગ ચંડાલના સ્વચ્છંદ અવર-જવરથી અભડાઈ જાય એવી સતતું ભીતિ રહ્યા કરતી. ઉચ્ચવર્ણના પોતાના કામ સિવાય કોઈ પણ ચંડાલ ગામના રસ્તા ઉપર ઊંચે માથે હરી-ફરી શકતો નહીં. એટલે જ એ ચંડાલનાં નાનાં મેલાઘેલાં બાળકો રોજ આ વડલાની છાયામાં આવી બે ઘડી રમતાં અને રમત પૂરી થયે પોતપોતાની ઝૂંપડીમાં ચાલ્યાં જતાં. વડલો એ તેમનું ઉદ્યાન હતું, અને સવારે બપોરે કે સાંઝે જ્યારે રમવાનો પ્રસંગ મળતો ત્યારે તેમને મન એ કૌમુદી ઉત્સવ મનાતો. Page #69 -------------------------------------------------------------------------- ________________ અર્પણ + ક્ષમાશ્રમણ આ બાળકોમાં બળ નામનો એક બાળક બીજાઓની સાથે રમવા આવતો. તે પોતાની ઇચ્છાથી આવતો કે આગ્રહથી તે કંઈ ન કહેવાય. બીજાં બાળકો જ્યારે વડની ડાળીઓમાં સંતાઈ પાછાં નીચે કૂદતાં અને ધીંગામસ્તી કરી ન્હાનું સરખું યુદ્ધ મચાવતાં ત્યારે બળ આઘે ઊભો ઊભો એ બધું જોયા કરતો. તેને આમાં બીજા જેટલો રસ ન પડતો. આથે રહ્યો રહ્યો તે પોતાનાં જ સ્વપ જોતો. ૬૮ તેના સાથીઓને બળની આ ગંભીરતા બહુ જ ખટકતી. એક તો તે જન્મથી જ જરા બેડોળ હતો અને અધૂરામાં પૂરું વૃદ્ધ પુરુષની જેમ ગાંભીર્ય ધારી રમત-ગમત તરફ ઉદાસીન રહેતો. ચંડાલનો આખો મહોલ્લો તેને છેક નમાલો ગણી કાઢતા. તેના સાથીઓને પણ જ્યારે બળની ગંભીરતા ઉપર બહુ જ ખીજ ચઢતી ત્યારે તેને ટપલા મારીને કે ટાંગાટોળી કરીને પરાણે રમવા લઈ જતા. કોઈ દિવસ એવો નહીં ગયો હોય કે બળના દોસ્તોએ બળને પજવ્યા વિના પોતાની રમતની પૂર્ણાહુતિ કરી હોય. રમતની આદિમાં, મધ્યમાં કે અંતમાં બળને માથે પીટ પાડવી એ તેમનો રોજનો ક્રમ બની ચૂક્યો હતો. બિચારો બળ મનમાં મુંઝાઈને બેસી રહેતો. તેનાં માતાપિતા પણ કંઈ ઉપરાણું લઈને તેને બચાવે એમ ન હતું. આવાં દુર્બળ, કંગાળ અને કાયર છોકરાં હોય તે કરતાં વાંઝિયા રહેવામાં તેઓ પોતાનું વધુ સદ્ભાગ્ય માનતા. ઉચ્ચવર્ણના અનેકવિધ ત્રાસથી કંટાળેલા ચાંડાળો તક મળતાં લૂંટફાટ ચલાવવાનું પણ ન ચૂકતા. જે બાળકો પ્રથમથી જ તોફાન-મસ્તી કરવાને ટેવાયેલાં ન હોય તે આ લૂંટફાટના ધંધામાં શી રીતે પાવરધા બને ?બળની પામરતા જોઈ મા-બાપ માનતાં કે આ છોકરો કંઈ નામ નહીં કહાડે-શહેરીઓની ગુલામગીરી કરતાં કરતાં જ આખરે મરી જવાનો; એવાં દુર્બળ સંતાનો દયા કે મમતાને યોગ્ય ન હોય. Page #70 -------------------------------------------------------------------------- ________________ હરિકેશી બળ બળનો પિતા ગામના સ્મશાનનો સ્વામી હતો. હરિકેશી એ તેના કુળનું નામ હતું. બળને ગાંધારી નામની એક સાવકી મા હતી. જનેતા કરતાં પણ આ ગાંધારી બળ પ્રત્યે વધુ વાત્સલ્ય રાખતી. બળ જ્યારે બધાંનો તિરસ્કાર પામી ઘેર આવતો ત્યારે ગાંધારી જ તેને ખોળામાં બેસારી, નિર્મળ સ્નેહ સિંચતી, સાવકી માતાના સ્નેહ સિવાય બળને આખું જગત્ ઉન્ડાળાના રણ જેવું સંતત લાગતું. બળના પિતાને આ દેખાવ જોઈ ઘણીવાર આશ્ચર્ય થતું. બળમાં એવું તે શું રૂપ કે આકર્ષણ છે કે ગાંધારીને આ છોકરા ઉપર આટલું વ્હાલ છૂટતું હશે ? ગાંધારીએ જ એકવાર એ મૂંઝવણનું સમાધાન કરતાં કહેલું કે- “લોકો ગમે તેમ કહે, પણ મને આ છોકરાની આંખમાં કંઈક જુદી જયોતિ દેખાય છે. જરૂર એ કોઈ મહાપુરુષ થશે.” પિતા પોતાના આવા કદરૂપા બાળકનું ભવિષ્યકથન સાંભળી હેજ હસ્યો. સ્નેહનો જ એ પક્ષપાત હશે એમ મનને મનાવ્યું. હરિકેશી બળ હવે કંઈક સમજતો થયો છે. જીવન એ માત્ર સ્વપ્ન નથી, પણ સમસ્યા છે એમ તે જોઈ શક્યો છે. ઘરે અને બહાર રોજ ટપલાં ખાઈને જીવન વીતાવવું કે પાંચ માણસ પગે પડતા આવે એવો કોઈ પુરુષાર્થ બતાવવો એ આત્મપ્રશ્ન તેના અંતરમાં ઉદ્ભવ્યો છે. ચંડાળ કુળના એ બાળકને સર્બોધ આપી રાહ સૂઝાડનાર પણ કોઈ ન હતું. એક દિવસે એક સામાન્ય નિમિત્તે તેના પ્રશ્નનો ઉકેલ કરી નાખ્યો. માર્ગ બદલવાની અણી ઉપર આવી ઊભેલા મુસાફરને નજીવું નિમિત્ત પણ કેવી વિપરીત દિશામાં ઘસડી જાય છે? એમ બન્યું કે બળ અને અને તેના દોસ્તો રોજના નિયમ પ્રમાણે વડની ઓથમાં રમતા હતા. એટલામાં તળાવની પાળમાંથી એક કાળો ભમ્મર સાપ, ડુંફાડા મારતો બહાર નીકળ્યો. “સાપ ! સાપ !” ની Page #71 -------------------------------------------------------------------------- ________________ ૭૦ અર્પણ + ક્ષમાશ્રમણા બૂમ પડતાં જ સૌ છોકરાં મૂઠી વાળીને ઘરભણી નાઠાં. કોણ કોની સાથે કઈ તરફ નાસે છે તે જોવાની કોઈને કુરસદ ન હતી. આધે જઈને, પાછું વાળી જોયું તો એકલો બળ પેલા ભયંકર સર્પની સામે જોતો ત્યાં જ ઊભો હતો. એઈ બળિયા ? આમ આવ ! તારો બાપ કરડી ખાશે !” દૂર ઊભા ઊભા તેના મિત્રો શિષ્ટ-અશિષ્ટ સંબોધનો વડે બળને તાણી તાણીને સલાહ આપવા લાગ્યા. પણ બળ પોતાના સ્થાનેથી ન ખસ્યો. જ્યાં સુધી પેલો સાપ દેખાતો બંધ ન થયો ત્યાં સુધી તેની સામે નિહાળતો ત્યાંને ત્યાં જ ઊભો રહ્યો. ઘડીવાર રહીને બાળસૈન્ય પાછું વડની છાયામાં આવ્યું. તેમનાં મૃદુ હૈયાં સાપના ભયથી હજી ધબકતાં હતાં. સાંઝ થઈ ગઈ હતી. સૌ પોતપોતાની ઝૂંપડી તરફ પાછાં ફર્યા. માર્ગમાં પણ સર્પનું પ્રકરણ જ ચાલ્યું. કોઈએ એના કાળા રંગની, કોઈએ એના વેગની, તો કોઈએ સાપ કરડેલા માણસની ગતિ વિશે ચર્ચા ચલાવી. - “પણ આ બળિયો કેટલો બેવકુફ? ત્યાં એના બાપનું શું દાઢ્યું હતું કે પાળિયાની જેમ ઊભો થઈ રહ્યો ? સાપ કરડી ખાધો હોત તો આપણે શું મોટું બતાવત ” બાળ સૈન્યના સરદાર જેવા એક છોકરાએ એમ કહીને બળના વાંસામાં જોરથી એક ધબ્બો લગાવ્યો. બીજાં છોકરાં પણ અડપલાં કર્યા વિના ન રહી શક્યાં. બળને એ વાતની કંઈ નવાઈ ન હતી. મુંગે મહોઢે સહી લેવાનો તેને અભ્યાસ થઈ ચૂક્યો હતો. થોડે દૂર આ ટોળું ગયું હશે એટલામાં તો વળી એક જણ બૂમ પાડી બોલ્યો :–“સાપ ! નાસો !” Page #72 -------------------------------------------------------------------------- ________________ હરિકેશી બળ પહેલાં તો તેમને આ સાદમાં મશ્કરી જેવું લાગ્યું, પણ સંધ્યાના આછા અજવાળામાં જોયું તો પહેલાના જ જેવો બીજો એક સાપ ગૂંચળું વાળીને પડ્યો હતો. “પણ આ કંઈ ઝેરી સાપ નથી, મારા કાકા તો આવા સાપની જોડે ઘણીવાર ખેલ કરે છે.” એકે કહ્યું. એટલું છતાં પાસે આવવાની બધાની હિમ્મત ન ચાલી. “ગમે તેવો પણ સાપ છે ને ?” એમ કહેતાં જ, પાછળથી બીજાએ આવી હાથમાંનો દંડીકો સાપના માથા ઉપર માર્યો. માથું છુંદાઈ ગયું. ઘણીવાર સુધી તે તડફડતો આખરે સ્વધામ પહોંચ્યો. ઠેઠ લગી ઊભા રહીને બધાં બાળકોએ એ સપનો તડફડાટ જોયો. મૃત્યુની વેદનામાં પણ એમને તો ગમ્મત જ લાગી. બળ ઉપર આ બન્ને પ્રસંગોની અજબ અસર થઈ. તે ઘેર ગયો. પણ સાપના તડફડાટને કેમે કરતાં ભૂલી ન શક્યો. રાત્રે ઊંઘમાં પણ સાપનાં જ સ્વપ્ન જોતો હોય તેમ એક-બે વાર ચમક્યો. તેની સાવકી મા ગાંધારી જે પાસે જ સૂતી હતી તેણે બળની આ ગભરામણ જોઈ માતાના આગ્રહ છતાં બળે તેનો ખુલાસો ન કર્યો. અને એમાં ખુલાસો કરવા જેવું પણ કંઈ ન હતું. બળને સર્પનો ભય ન હતો; તેમજ સર્પદંશથી નીપજતા મોતની પણ બીક ન હતી. તેના મનમાં કંઈક જુદું જ મંથન ચાલતું હતું. વિષધર સાપ ભાળી સૌ નાસી ગયા અને નિર્વિષ સાપને મૃત્યુની સજા ! સંસાર કયા નિયમને અનુસરતો હશે ? સૌએ વિષધર થવું અને જ્યાં સુધી પહોંચી શકે ત્યાં સુધી વિશ્વની જ્વાળાઓ ફેંકવી એ જ શું સંસારનો આદેશ છે ? વિષવાળા Page #73 -------------------------------------------------------------------------- ________________ અર્પણ + ક્ષમાશ્રમણ પ્રાણીને જ જીવવાનો હક્ક હશે ? જે બીજાને મારી શકે તે જ જગતમાં જીવી શકતું હશે? બળે આજ સુધીમાં ઘણું વેઠવું હતું. મિત્રોના માર અને મહેણાં સહ્યાં હતાં. હવે તેને લાગ્યું કે એ બધો પ્રતાપ તેની સરળતા અને ભદ્રિકતાનો જ હતો. જો તે સૌની સામે થઈ શક્યો હોત, તો લાલ આંખ કરી એક ત્રાડ પાડી શક્યો હોત અને સામાને કંઈ દુઃખ થાય છે કે નહીં તેની પરવા રાખ્યા વિના બે ચાર તમાચા ચોડી શક્યો હોત તો આજે તેને કોઈ ટપલાં ન મારત; પેલા સાપથી ડરીને દૂર નાસી ગયા તેમ સૌ તેનાથી પણ ડરીને આવા ઊભા રહ્યા હોત. નિર્વિષ સાપે દુનિયાનું શું બગાડયું હતું ? તેનામાં ઝેર ન હતું એ શું તેનો ગુનો ગણાય ? બળે નિશ્ચય કર્યો કે દુનિયામાં રહેવું હોય તો થોડું થોડું વિષ વમતાં શીખી લેવું જોઈએ, વિષની છૂટે હાથે લ્હાણી જ કરવી જોઈએ. નિર્વિષને આ દુનિયા સુખે જીવવા દે એટલી ઉદાર નથી. બળે એ નિશ્ચય અમલમાં મૂક્યો અને તે જ દિવસે તેના સાથીઓ મૂળ પ્રતાપ જોઈ શક્યા. બળ જાણે પુનર્જન્મ પામ્યો હોય અને કોઈ નવો જ બળ પોતાની વચમાં વસતો હોય એવી સૌને ખાત્રી થઈ ગઈ ધીમે ધીમે અભ્યાસ કરતાં તેની ગણના કઠોરમાં કઠોર અને નિષ્ઠુરમાં યે નિર તરીકે થવા લાગી. ચંડાળકુળનું ભૂષણ આવું જ હોય ! નાનપણથી જે તોફાન કરતાં અને નિર્દયપણે માથાં ભાંગતા ન શીખે તે ધાડપાડુ કે લુંટારો શી રીતે બની શકે ? અને જે મુંગે મોઢે ગામનાં મેલાં ચૂંથ્યા કરે તેને કોઈ ગામનાં કુલીન સ્ત્રી-પુરુષો થોડું જ સન્માન આપવાનાં હતાં ? બળ જેમ જેમ બળવાન અને નિર્દય બનતો ગયો તેમ તે તે ભય અને ભક્તિને પાત્ર બનવા લાગ્યો. દિવસો વીતતા ગયા તેમ તેમ હરિકેશી બળના નામની બધે ધાક પડી ગઈ ! તળાવની પાળ ઉપર, વડની સાક્ષીએ સૌનો માર Page #74 -------------------------------------------------------------------------- ________________ હરિકેશી બળા સહન કરતા બળ અને આજનો લુંટારાઓની ટોળીનો સરદાર બળ એ બન્ને એક જ નથી. એક જ હોવા છતાં જન્માંતર જેટલો ભેદ પડી ગયો છે. વટેમાર્ગુઓને સતાવવામાં, લૂંટવામાં બળ આજે અજોડ ગણાય છે. એક સામાન્ય નિમિત્ત મનુષ્યના જીવનમાં કેવું ભયંકર પરિવર્તન આણે છે? સગવડની ખાતર “સાપ” બનવાનો અભ્યાસ આદર્યો ત્યારે તો તેને એવો ખ્યાલ પણ નહીં આવ્યો હોય કે તે આટલો બધો નીચે ઊતરી પડશે. આજે હવે તે નવો નિશાળિયો નથી રહ્યો, તેને પોતાના બળ, પરાક્રમ અને ઝેરનો મદ ચડ્યો છે. રૂવે રૂંવે એ ઝેર વ્યાપી ગયું છે. હિંસા અને ક્રૂરતા જ તે જગતના આધારરૂપ માનવા લાગ્યો છે. એક દિવસે તે ગંગા નદીના કિનારે, અરણ્યમાં એકલો ઉન્મત્તની જેમ શિકારની શોધમાં ભમતો હતો. એટલામાં એક ધ્યાનસ્થ મુનિ તેની નજરે ચડ્યા. ટાઢ અને તડકાના સતત પરિસહો સહન કરવાથી એ મુનિરાજ જો કે અત્યારે ક્ષીણ અને કૃશ જેવા લાગતા હતા, પણ એમનાં સપ્રમાણ વિકસેલાં ગાત્રો, પૂર્વાવસ્થાના સમર્થ દેહનું સ્મરણ આપતાં. સાથીઓથી છૂટો પડી ગયેલો અને શ્રમિત બનેલો બળ જાણે કોઈ અપૂર્વ આકર્ષણથી ખેંચાઈ આવતો હોય તેમ તેમની નજીક આવ્યો. વનચરો જો આવા તપસ્વીઓ પાસે આવી શાંતિ પામતા હોય તો પછી બળ એક મનુષ્ય હતો, એક વખતનો સંસ્કારી હતો, તેને ભક્તિભાવ કેમ ન હુરે ? હાથમાંનું તીર એક તરફ ફેંકી દીધું , અને મુનિરાજની સામે આવી વિનયપૂર્વક બેઠો. બળને મુનિદર્શનનો આ પહેલો પ્રસંગ હતો. આવો ખમતીધર વગર કારણે વનનાં દુઃખ શા સારુ વેઠતો હશે? એવો એક તર્ક તેના અંતરને સ્ટેજ સ્પર્શે - ન સ્પર્ધો ને ઊડી ગયો. પોતાની આખી ટોળીમાં આવો કોઈ સમર્થ વીર હોય તો ટોળી કેટલી દીપી નીકળે? તે પોતાના ધંધાની દૃષ્ટિએ જ વિચાર કરવા લાગ્યો. Page #75 -------------------------------------------------------------------------- ________________ અર્પણ + ક્ષમાશ્રમણ પક્ષીઓનાં કલરવ અને વાયુ વડે અથડાતાં સૂકાં પાંદડાંના મર્મર સિવાય સઘળે શાંતિ હતી. મુનિરાજ ધ્યાનસ્થ હતા. આખું અરણ્ય એ જાણે તેમનો ઉપાશ્રય હોય એવો ભાસ કરાવતું. બળને પોતાની બાલ્યાવસ્થાના જૂના દિવસો યાદ આવ્યા. તે પોતે એક વાર આટલો જ શાંત, નિર્વેર અને સહનશીલ ન હતો? પણ લોકોએ એ શાંતિનો કેટલો દુરુપયોગ કર્યો? શાંતિ કે સહનશીલતામાં જ જો સુખ હોય તો ઝેર વિનાનો સાપ શા સારુ રિબાઈ રિબાઈ મરવો જોઈએ. સબળતા એ જ સુખનું મૂળ છે, સમસ્ત સંસાર માત્ર શક્તિને જ પૂજે છે. આટલું વિચારતાં તો તેની આંખના ખૂણામાં લાલાશ તરી આવી. કાલાવાલા કરી નમ્રતાને –દીનતાને તરછોડતો હોય તેમ તે હેજ ઉગ્ર બન્યો. એટલામાં મુનિરાજે તેની સામે જોયું. બળનો શિકારી સાજ અને તેના વદન ઉપરની ઉગ્રતા સામે તેઓ એક-બે પળ નિહાળી રહ્યા. ધર્મોપદેશ સિવાય એમને બીજું કંઈ કહેવાનું ન હતું. અહિંસા, સત્ય, ત્યાગનું રહસ્ય ટૂંકામાં સમજાવ્યું. પણ બળ તો હવે રીઢો થઈ ગયો હતો. તેના મન ઉપર એ ધર્મોપદેશની કંઈ અસર ન થઈ. કોઈ ઉચ્ચ કુળમાં જન્મ્યા હશો એટલે જ એ બધું સૂઝતું હશે. એકવાર અમારી સ્થિતિમાં મુકાવ અને અમારાં રોજનાં અપમાન અનુભવો, પછી ભલે ધર્મનો ઉપદેશ કરવો હોય તો પધારજો.” ધર્મ તો સૌને માટે સમાન છે. એમાં ઉચ્ચ-નીચનો ભેદ નથી હોતો. પણ તમે કોણ છો ?” મુનિરાજે જાણવા માગ્યું. Page #76 -------------------------------------------------------------------------- ________________ હરિકેશી બળા ૦૫ છું તો જાતનો ચંડાળ. પણ આજે મારે ઝપાટે ચડેલા ભલભલા કુલીનોનાં પણ માથાં નમે છે. આપ કહો છો તેવા ધર્મ પાળું તો લોકોનાં મળ-મૂત્ર ચૂંથીને જ જન્મારો પૂરો કરવો પડે. એના કરતાં આ ધંધો શું ખોટો છે ? મેં તો નિશ્ચય કર્યો છે કે જે ઝેર રાખી શકતો નથી, ત્રાસ ફેલાવી શકતો નથી તે પોતાની નબળાઈને લીધે સુખે જીવી પણ નથી શકતો.” સિદ્ધાંતના પ્રતિપાદનમાં બળે પેલો સર્પવાળો વૃત્તાંત સંભળાવ્યો અને સાથે પોતાનું બાળજીવન પણ ટૂંકામાં જણાવી દીધું. ભવરોગના ચિકિત્સક એવા આ તપસ્વીને એટલું નિદાન બસ હતું. રોગ પરખાયો; રોગનાં મૂળ કારણ વિષે જ તેમણે પોતાનું વિવેચન ચલાવ્યું - “ઉચ્ચ-નીચના ભેદ એ કેવળ દંભ છે. મહાવીર પ્રભુના ધર્મમાર્ગમાં એ દંભ નથી. અમારા શાસનમાં તો રાજાથી માંડીને તે રક સુધી અને કુલીનથી લઈને તે શૂદ્ર સુધીનાં મનુષ્યો એકસરખો આશ્રય લઈ શકે છે. જિનશાસનનો મુદ્રાલેખ છે કે – કમુણા બંભણો હોઈ, કમુણા હોઈ ખત્તિ; કમુણા વઈસો હોઈ, સુદ્દો હોઈ કમુણા. બ્રાહ્મણપણું, ક્ષત્રિયપણું, વૈશ્યપણું અને શૂદ્રપણું એ બધું કોઈના જન્મ કે વંશ ઉપર નહીં પણ સૌ સૌનાં કર્મ ઉપર જ આધાર રાખે છે. તમે ચાંડાલ કુળમાં જન્મવા છતાં યે આજથી બ્રાહ્મણ બનવા માગો તો કોઈની તાકાત નથી કે તમને રોકી શકે– જહા પૌમ જલે જાય નો વિ લિuઈ વારિણા; એવં અલિત્ત કામુહિં તે વયે બંભમાહણં– જળમાં ઉત્પન્ન થવા છતાં જેમ કમળ જળથી લેવાતું નથી તેમ જે કોઈ સંસારમાં રહેવા છતાં કામભોગથી લેવાતા નથી તેઓને અમે તો બ્રાહ્મણ જ માનીએ છીએ. એટલું જ નહીં પણ Page #77 -------------------------------------------------------------------------- ________________ અર્પણ + ક્ષમાશ્રમણ ન વિ મુંડિએણ સમણો ન ઓકારેણ બંભણો, ન મુણિ રણવાસણ, કુસીચીરણ ન તાવસો માત્ર માથું મુંડાવવાથી કોઈ સાચો સાધુ બની જતો નથી, માત્ર ગાયત્રીના મંત્રો ઉચ્ચારવાથી કોઈ બ્રાહ્મણ બની જતો નથી, માત્ર અરણ્યમાં રહેવાથી કોઈ મુનિ બની જતો નથી અને દર્ભ અથવા વલ્કલ ધારણ કરવાથી કોઈ તાપસ બની જતો નથી. જેનામાં સમતા, વિનય, નમ્રતા અને સંયમ હોય છે તે જ શ્રમણ કે સાધુના નામને યોગ્ય ઠરે છે.” તપસ્વી મુનિના નિર્મળ ઉપદેશ પ્રવાહમાં હરિકેશી બળ તણાયો. પોતે એક લૂંટારો છે અને કેવળ શક્તિનો જ ઉપાસક છે એ ભૂલી ગયો. એના જ આત્માની અસ્ફટ વાણી જાણે મુનિના મુખથી આકાર પામતી હોય તે તલ્લીનતાપૂર્વક સાંભળી રહ્યો. અને નિર્વિષને કોઈ વ્યર્થ હણે એ માન્યતા પણ એટલી જ ઠગારી છે. પ્રાણીમાત્ર પોતાનાં જ કર્મના પરિપાક વેચે છે. સ્કૂલદષ્ટિ એ ન જોઈ શકે, પણ એથી કર્મના અબાધિત નિયમ કંઈ થોડા જ પલટાય ! વિષવાળાં કે વિષ વિનાનાં સૌ એ જ કર્મના સનાતન નિયમને વશ વર્તે છે. પામર મનુષ્ય, કારણ ને કાર્યની સળંગ રેખા હંમેશાં ઉકેલી શકતો નથી અને તેથી જ તે ઘણીવાર બ્રાંતિને સનાતન સત્ય સમજી, પોતાની જાળમાં પોતે જ ફસાય છે.” થોડીવાર બન્ને મૌન રહ્યા. હરિકેશીના નવજીવનનું પ્રભાત ઊઘડતું હોય તેમ નિર્મળ તેજસ્વિતા બળના વદન ઉપર તરવરી. છેલ્લે છેલ્લે જાણે બધું જ કહી દેતા હોય તેમ મુનિરાજે કહેવા માંડ્યું – બાળપણમાં તેં તારા સાથીઓ કે સ્નેહીઓના ઉપદ્રવ સહ્યા હશે, પણ તે વખતે તો તું મૂઢ દશામાં હતો. નિર્દોષ રહીને સંસારીઓના અનુકૂળ તેમજ પ્રતિકૂળ ઉપદ્રવ સહન કરવામાં જે એક શબ્દાતીત રસ Page #78 -------------------------------------------------------------------------- ________________ હરિકેશી બળ રહ્યો છે તેનો સ્વાદ તું હજી નથી લઈ શક્યો. એ રસપાત્ર આજે પણ તારા હાથમાં છે. લૂંટમાં મળેલા માલની જેમ તારે એના વિભાગ નહીં કરવા પડે. તું એકલો જ એ રસ ધરાતાં સુધી, અજર અમર પદનો અધિકારી બનતાં સુધી પી શકશે. અને સહન કરવું એટલે બળને શૂન્યમાં ભેળવી દેવું એમ ન માનતો. ભૂખ-તૃષા અને ઉપદ્રવોના પરિતાપ સહતાં સહતાં તું તારા આત્માને વિષે જ બળનો એક મહાસાગર ગર્જતો જોઈ શકશે. તારી શક્તિપૂજા પણ ત્યારે જ સાર્થક થશે. આજ લગી તેં તારા બળનો ઉપયોગ બીજાને પીડવામાં કર્યો છે, પણ હવે તે જ બળ વૃત્તિમાત્રના દમનમાં વાપર. વિનાશ કરતું એ બળ તારા આત્માનું કેવું ભવ્ય નિર્માણ રચે છે તે એકવાર જો !” નિગ્રંથ મુનિએ ઉપદેશનાં છેલ્લાં વાક્ય ઉચ્ચાર્યા ત્યારે પશ્ચિમના આકાશમાં સંધ્યાના સ્વાગતની તૈયારી થઈ રહી હતી. વક્તા કે શ્રોતા એ બેમાંથી કોઈને સમય જતો ન જણાયો. હરિકેશી બળ ઘણીવાર સુધી મંત્રમુગ્ધ સર્ષની જેમ મુનિરાજની તપ કુશ મુખમુદ્રા સામે જોઈ રહ્યો. તે સર્વ સંશય આજે છેદાયા હતા. મેઘમુક્ત વાદળની જેમ તેનો મનઃપ્રદેશ આજે રાગ-દ્વેષ રહિત નિર્મળ બન્યો હતો. સ્વાતિ નક્ષત્રનું એકએક બિંદુ જેમ શુદ્ધ મોતીના રૂપમાં પરિણમે તેમ ઉપદેશના એકએક શબ્દ તેના અંતરમાં અપૂર્વ પ્રકાશ ઉપજાવ્યો હતો. એક દીર્ઘ નિઃશ્વાસ સાથે તે ઊડ્યો. મુનિવરની ચરણરજ માથે ચડાવી અને પોતાના રહેઠાણ તરફ ચાલ્યો. જતાં વેંત તેણે પોતાના સાથીઓને બોલાવી, સમજાવી, આખી ટોળી વીંખી નાખી; અને થોડા દિવસ પછી તે પણ સ્નેહીસંબંધીઓથી છૂટો પડી જૈન મુનિઓના સંઘમાં સામેલ થઈ ગયો. Page #79 -------------------------------------------------------------------------- ________________ o. કેટલાંક વરસ પછીનો આ એક પ્રસંગ છે : ઉપરાઉપરી ઉપવાસ અને બીજા અનેક પરિસહોથી હિરકેશી બળ મુનિની પ્રચંડ કાયામાં હવે માત્ર હાડકાં ને ચામડી જ બાકી રહી ગયાં છે. દેહની જેમ મનના પણ ઘણાખરા મેલ ધોવાઈ ગયા છે. સંયમના પાલનમાં અને ઉગ્ર વિહારમાં હરિકેશી મુનિ, મુનિઓમાં અગ્રણી ગણાય છે. અર્પણ + ક્ષમાશ્રમણ એક દિવસે તેઓ વિહાર કરતા મથુરાપુરીમાં જઈ ચડ્યા. અહીં બ્રાહ્મણોએ કેટલાક દિવસો થયાં એક મહા યજ્ઞ આરંભ્યો હતો. આસપાસના ઘણા વિદ્વાન્ બ્રાહ્મણો રાજાના આમંત્રણથી એ જ નિમિત્તે અહીં આવી વસ્યા હતા. વેદીમાંથી આકાશ તરફ વહેતી અગ્નિની શિખાઓ અને તાલબદ્ધ વેદોચ્ચાર બ્રાહ્મણ સમાજના અંતરમાં પ્રસન્નતાના ભાવો પ્રેરતા. ઉચ્ચવર્ણ સિવાયનો અન્ય કોઈપણ માણસ અહીં સુધી ન આવી શકે. પ્રારંભથી જ એવી પાકી વ્યવસ્થા થઈ ગઈ હતી. રાજ્યના અનુચરો ધર્મ અને કર્તવ્ય સમજી એ વિષે સતત્ જાગૃત રહેતા. મહામુનિ હરિકેશીને નિષેધ કે અપમાનની મુદ્દલ પરવા ન હતી. તેઓ નિશ્ચિત મને એ યજ્ઞપાટક તરફ વળ્યા. ‘‘કોણ છે એ અનાર્ય જેવો?”’ એક યાજ્ઞિક, મુનિને આવતાં જોઈ તાડુકી ઊઠ્યો અને જોતજોતામાં મોટો ભયંકર અકસ્માત્ થવાનો હોય તેમ યાજ્ઞિકોની મોટી સંખ્યા મુનિની આસપાસ એકઠી થઈ ગઈ. “હું એક શ્રમણ છું. બીજાને માટે તૈયાર કરેલું નિદોર્ષ ભોજન મળે તો લેવું એ મારો ધર્મ છે. અહીં શેષમાંથી પણ જે અવશેષ અન્ન રહ્યું હોય તે-’ Page #80 -------------------------------------------------------------------------- ________________ હરિકેશી બળ toe ‘શ્રમણ’ અને ‘ભોજન' એ બે શબ્દો જ યાજ્ઞિકોને ઉશ્કેરવા માટે બસ હતા. બ્રાહ્મણો અને શ્રમણો વચ્ચે એ વખતે તીવ્ર વિરોધ ચાલતો. “આ ભોજન બ્રાહ્મણોને જ મળી શકે છે. તારા જેવા શૂદ્ર એ પવિત્ર અન્નના અધિકારી ન ગણાય.” યાજ્ઞિકોએ મુનિને બોલતાં અટકાવી વચમાં જ પોતાનો નિશ્ચય જાહેર કર્યો. “અન્ન નહિ મળે તો કંઈ નહીં, પણ તમારા યજ્ઞમાં કંઈ હિંસા તો નથી થતી ને ?’' યાજ્ઞિકોને એ પ્રશ્ન અસહ્ય લાગ્યો. એ પ્રશ્નમાં જ તેમને આખી વૈદિક પ્રણાલિકાનું અપમાન દેખાયું. અભિમાન અને ક્રોધના આવેશે તોફાનનાં વાદળ એકાએક ખેંચી આણ્યાં. જે હિરકેશીનું નામ કાને અથડાતાં, ગઢ-કાંગરાથી સુરક્ષિત શહેરમાં વસતા નાગરિકો પણ ભયથી કંપતા અને જેનો અકસ્માત્ ભેટો થતાં પ્રાણરક્ષા માટે કરગરતા એ જ હિરકેશી ઉપર તેમણે ગાળો અને અપમાનનો વરસાદ વરસાવ્યો. “એ પાખંડીનું તો માથું જ ભાંગી નાખવું જોઈએ !'' એ શૂદ્ર જેવા માણસને યજ્ઞના વિષયમાં બોલવાનો શું અધિકાર છે ?’’ એવા એવા અનેક આક્ષેપો સંભળાવા લાગ્યા. હરિકેશી મુનિ જરાયે વિચલિત ન થયા. તેઓ ત્યાં જ ઊભા રહ્યા. આજે તે એક માસના ઉપવાસને અંતે પારણું કરવા આ તરફ આવ્યા હતા. બીજો કોઈ તપસ્વી હોત તો તેણે ઉગ્ર સ્વરૂપ ધરી કંઈ જુદો જ અનર્થ ઉપજાવ્યો હોત. પણ આ મુનિ તો તિરસ્કારને શાંતિથી પી ગયા. આ પ્રકારની તેમની અજબ શાંતિએ બ્રાહ્મણો ઉપર વશીકરણ કર્યું. સૌ શાંત થતાં તેમણે સંયમ, ત્યાગ બ્રહ્મચર્ય, વ્રત, તપ વિગેરેમાં યજ્ઞવિધિનો શી રીતે સમાવેશ થાય છે તે સમજાવ્યું. બ્રાહ્મણોને પણ અંતે પોતાની ભૂલ સમજાઈ. યજ્ઞ અપૂર્ણ રહ્યો. જેઓ નિરભિમાન અને આત્મશ્રેય પ્રત્યે એકાંત રુચિ ધરાવતા હતા તેઓ રિકેશી મુનિનો સનાતન મંત્ર પામી, શ્રી Page #81 -------------------------------------------------------------------------- ________________ અર્પણ + ક્ષમાશ્રમણ મહાવીરના માર્ગના પથિક થયા. એ રીતે હિરકેશી મુનિએ ઉપદ્રવ, દુઃખ કે વિપદ માત્રને તુચ્છ માની, સતત ઉગ્ર વિહાર કર્યા અને હિંસા તેમજ વહેમના જે અખાડા જામ્યા હતા તે વીંખી નાખ્યા. ૯૦ ચંડાળ કુળમાં જન્મવા છતાં તે પોતાનાં તપ અને નિર્મળ ચારિત્રને લીધે સર્વત્ર વંદનીય થઈ પડ્યા. કોઈ પણ કુળમાં જન્મવા માત્રથી જ માણસ પ્રતિષ્ઠા કે નિંદાને પાત્ર નથી ઠરતો, પરંતુ તેનાં સારાંનરસાં કર્મો જ તેને અને તેના કુળને પ્રતિષ્ઠા કે નિંદાને પાત્ર ઠરાવે છે એ મહાસત્ય તેમણે મૂર્તિમંત કરી દાખવ્યું. ચક્રવર્તીથી માંડીને તે ઠેઠ ચંડાલ સુધીના દરેક માનવસંતાનને આત્મકલ્યાણ સાધવાનો એક સરખો અધિકાર છે એ શ્રમણસંસ્કૃતિનો સંદેશ આજે પણ શ્રી હરિકેશી મુનિના જીવનમાં ગુંજતો આપણે સાંભળીએ છીએ! ... Page #82 -------------------------------------------------------------------------- ________________ કાલક કુમાર - [૯] ઉષાના વદન ઉપરનું આવરણ ઉંચકાય તે પહેલાં રોજ નિયમિત રીતે ધારાવાસનાં રાજદ્વાર ઊઘડતાં અને બે અશ્વારોહીઓ નિર્જન માર્ગ ઉપર થઈને દૂર અરણ્યમાં નીકળી જતા. કોઈ નવા જોનારને એ બન્ને સગા ભાઈઓ કે અંતરંગ મિત્રો હશે, એવો ભાસ થાય. નખથી માથા સુધી બન્નેનાં પહેરવેશ અને સાજ પ્રાયઃ એકસરખા રહેતા, બન્નેના મોં ઉપર રાજતેજ ઝળકતું. અંધારી રાતે યોદ્ધાનો ભાલો તારાના તેજમાં ચમકે તેમ એ બન્ને અશ્વારોહીઓના હોં ઉપરનું સ્વાભાવિક ગૌરવતેજ, સરી જતા અંધકારમાં ચક્રાકાર સરજાવતું. વસ્તુતઃ એ બન્ને ભાઈ-બહેન હતાં. એમને મિત્ર કહીએ તો પણ ચાલે અને સગા ભાઈઓ કહીએ તો પણ કંઈ ખોટું નહીં. બહેનરૂપે જન્મવા છતાં સરસ્વતીને કુમાર કાલક પોતાના હાના ભાઈ તુલ્ય જ સમજતો અને સન્માનતો. કાલક કુમાર ધારાવાસ નામની, મગધની એક અગ્રગણ્ય નગરીનો યુવરાજ હતો. તેના પિતાનું નામ વૈરાસિંહ હતું. વૈરસિંહે પણ કુંવરી સરસ્વતીને એક રાજકુમારની જેમ જ ઉછેરી હતી. તે પુરુષવેશે કુમારની સાથે Page #83 -------------------------------------------------------------------------- ________________ અર્પણ + ક્ષમાશ્રમણ અરણ્યમાં જતી, અસ્ત્રવિદ્યા શીખતી, અને ટાઢ કે તડકાની પણ પરવા કર્યા વિના નિર્ભયપણે ભયના સ્થાનમાં ભમતી. રાજમહેલના કૃત્રિમ વિવેક અને દાંભિક સૌજન્યમાં આ ભાઈબહેનનો નિર્મળ સ્નેહ કંઈક અલૌકિક ભાત પાડતો. મહાસાગરના ખારા જળમાં મીઠા મહેરામણની જેમ કાલકકુમાર અને સરસ્વતીની સ્નેહસરિતા આખા રાજગઢમાં સાવ જુદી તરી આવતી. રોજના નિયમ પ્રમાણે કાલક કુમાર અને સરસ્વતી આજે વહેલાં ઊઠી પાસેના અરણ્ય તરફ જવા નીકળ્યાં છે. વૈભવી પુરવાસીઓ જાગે તે પહેલાં જ બનતાં સુધી શહેરમાં પાછાં આવી જવું એ તેમનો નિત્યક્રમ છે. સરસ્વતી કંઈક વિશેષ ઉલ્લાસથી પોતાના અશ્વને આગળ ને આગળ ધપાવ્યે જાય છે. કુમાર કાલક ચિંતાગ્રસ્ત છે. પણ તેનો અશ્વ કુમારનો સ્વભાવ સમજી ગયો છે. તે સરસ્વતીના અશ્વ પાછળ પોતાની મેળે જ ચાલવાની પોતાની ફરજ સમજે છે. ઘોડાનો વેગ હેજ વધતાં, કાલક કુમાર વિચારનિદ્રામાંથી જાગ્યો. સરસ્વતીને સંબોધીને બોલ્યો - બહેન ! કંઈ બહુ ઉતાવળ આવી છે ? તમારે તે વળી કયે દિવસે યુદ્ધની પરીક્ષા આપવાની હતી કે આટલી ઉતાવળથી દોડી રહ્યાં છો ? બે દિવસ પછી અંતઃપુરમાં ભરાઈ રહેવું પડશે ત્યારે આ બધાં તોફાન સુકાઈ જશે અને કદાચ રોવુંયે પડશે !” સરસ્વતીએ ઘોડાની લગામ ખેંચી, ભાઈની સામે જોયું ન જોયું ને બોલી: સ્ત્રીમાં પણ તમારા જેવો જ આત્મા વસે છે અને એને પણ આત્મરક્ષા કરવાની હોય છે - તમારા કરતાંયે કદાચ વિશેષ.” જાણી જોઈને છેલ્લા આક્ષેપનો જવાબ સરસ્વતીએ ન વાળ્યો. Page #84 -------------------------------------------------------------------------- ________________ કાલક કુમાર બન્ને પાછાં આગળ ચાલ્યાં. ‘“અંતઃપુરમાં ભરાઈ રહેવું પડશે અને રોવું પડશે’’ એમ બોલતાં તો બોલાઈ જવાયું પણ એ ન બોલ્યો હોત તો ઠીક થાત એમ કાલક કુમારને પાછળથી સમજાયું. તેનું મ્હોં પશ્ચાત્તાપને લીધે સ્હેજ લેવાયું. પણ તે જોનાર ત્યાં કોઈ ન હતું. ભાઈ-બહેનને હવે જુદા થવું પડશે. એ વિચાર આજે કેટલાક દિવસથી માત્ર ભાઈ-બહેનને જ નહીં પણ પિતા વૈરીસિંહ અને માતા સુરસુંદરીને પણ ઉદ્વિગ્ન બનાવી રહ્યો હતો. સરસ્વતીને હવે પરણાવવી પડશે અને કુમારના વેશમાં ફરતી પુત્રીને શરમાળ નારીની જેમ અજાણ્યા અંતઃપુરમાં વસવું પડશે; એટલું જ નહીં પણ એક-બીજાની છાયાની જેમ રહેતાં ભાઈ-બહેનને પરસ્પરથી વિખૂટાં થવું પડશે એ ચિંતા તેમને હમણાં હમણાં બહુ સતાવી રહી છે. સરસ્વતીને કૌમારવ્રતના ઊંડા ઊંડા અભિલાષ છે પણ એની મોટામાં મોટી કમનસીબી એ છે કે પોતાની ખાતર નહીં તો રાજ્યરક્ષાની ખાતર પણ પરણવું જોઈએ. કોશળ, કૌશાંબી કે વૈશાલીના કોઈ પણ રાજકુટુંબનું માગું મગધરાજે સ્વીકારવું જોઈએ. તે એમ ન કરે તો એક કુંવરીને ખાતર મગધ-મહારાજ્ય ચુંથાઈ જાય, આસપાસના ક્ષુધાતુર ગીધ જેવા સામંતો મગધને ગળી જાય ! C3 ‘“અંતપુરમાં ભરાઈ રહેવું પડશે'' એ શબ્દો સાંભળવામાં જેટલા નિર્દોષ હતા તેટલો જ તેની પાછળ ટૂંકો પણ ચિંતાજનક ઇતિહાસ હતો. એટલે જ સરસ્વતીએ તેનો કંઈ જવાબ ન આપ્યો અને કુમાર કાલકે પણ કંઇ આગ્રહ ન કર્યો. ભાઈ-બહેનને માટે હવે માત્ર એક જ ઉપાય બાકી હતો. સંસારમાં રહેવું અને સંસારનાં બંધનો ન સ્વીકારવાં એ તો ન બને. એટલે જ કાં તો બન્નેએ એકી સાથે સંસાર તજી જૈન શાસનની મુનિધર્મની દીક્ષા સ્વીકારવી અને કાં તો સંસારીઓ ગતાનુગતિકતામાં માથું નમાવી જે Page #85 -------------------------------------------------------------------------- ________________ અર્પણ + ક્ષમાશ્રમણ ૪ રીતે ચીલે ચીલે ચાલ્યા જાય છે તે રીતે પોતાનો રથ ઇચ્છાએ કે અનિચ્છાએ પણ વહેતો મૂકી દેવો. બહેન તો કદાચ ભાઈના સતત સહવાસની ખાતર એટલો ભોગ આપે, પણ ભાઈ-કાલકકુમાર એક બહેનની ખાતર મગધની રાજઋદ્ધિને શા સારુ જતી કરે? થોડે દૂર ગયા પછી સરસ્વતી ઘોડા ઉપરથી નીચે ઊતરી. ઘોડો એક ઝાડ સાથે બાંધ્યો. કુમાર કાલકે પણ નીચે ઊતરી સરસ્વતીનું અનુકરણ કર્યું. આજે જો રોજના જેટલો ઉલ્લાસ હોત તો બન્ને ભાઈ-બહેન ઘોડાને ત્યાં જ રહેવા દઈ વનનો ઘણો ખરો ભાગ ખુંદી વળ્યાં હોત. તેમને આ વનનો કોઈ માર્ગ કે પ્રદેશ અજાણ્યો ન હતો. અહીં આવ્યા પછી તેઓ રાજકુમાર કે રાજકુમારી મટી કેવળ માનવબાળ બનતાં અને સામાન્ય ગૃહસ્થ-કુમારોના જીવનની મોજ માણતાં. પણ આજે તેઓ ઉદ્વિગ્ન હતાં. તેમને કોઈ રમતમાં રસ ન પડ્યો. રોજ તો અરુણોદય થતાં જે ભાતભાતના રંગો આકાશમાં ઉભરાતા અને ગગનપટ ઉપર જે અપૂર્વ ચિત્રો રચાતાં તે નીરખવામાં જ તેમનો કેટલોક સમય નીકળી જતો. આજે પણ બધું એ ને એ જ છે એ જ વનરાજી, એ જ સૂર્યોદય અને એ જ આકાશ. પણ ભવિષ્યની ચિંતાએ આજે તેમનો રોજનો રસ-ઉલ્લાસ ભરખી લીધો છે. ઘણીવાર સુધી બન્ને મૌન બેસી રહ્યાં. - થોડી વારે ભાઈ-બહેન પાછાં શહેરમાં આવવા તૈયાર થયાં. એટલામાં શહેરમાંથી જ લોકોનાં ટોળાં પોતાની તરફ આવતાં દેખાયાં. તપાસ કરતાં જણાયું કે જિનશાસનના એક ધુરંધર આચાર્ય શ્રી ગુણાકરસૂરિ આજે ધારાવાસના ઉદ્યાનમાં સપરિવાર પધાર્યા હતા. તે વખતે મગધ જૈનશાસનનું એક પુનિત તીર્થધામ મનાતું. હજારો જૈન મુનિઓ અહિંસા, સત્ય અને ત્યાગધર્મનો મહિમા Page #86 -------------------------------------------------------------------------- ________________ કાલક કુમાર ઉપદેશતા મગધને એક દેવભૂમિ બનાવી રહ્યા હતા. છેલ્લામાં છેલ્લો ભોગો ભોગ અને છેલ્લામાં છેલ્લી કોટીની ત્યાગદશા એ બન્નેનો અપૂર્વ સંગમ આ ભૂમિમાં એક કાળે થયો હતો. ભોગ અને ત્યાગ એક જ ભૂમિમાં એકી વખતે કેટલા મિત્રભાવે વસી શકે છે તે આ માતૃભૂમિ મગધ એકવાર અનુભવ્યું હતું. આજનો વિલાસી આવતી કાલે પરમ સંયમી બની શકતો. કાલક કુમાર અને સરસ્વતીએ, રાજગઢ તરફ જવાને બદલે પરબારા ઉદ્યાન તરફ ઘોડા દોરવ્યા. જિનશાસનનો નિગ્રંથ મુનિ એટલે જ નિરાબાધ સુખ-શાંતિનો એક મહાર્ણવ. ભૂલેચૂકે પણ જે કોઈ એના કિનારે જઈ ચડે તે તેની શીતળ લહરી અને સનાતન સંગીતનો આસ્વાદ લીધા વિના પાછો ન ફરે. કુમાર અને કુમારીને સાગરનાં ઊંડાં રત્નોની બહુ સ્પૃહા ન હતી. તે તો ક્ષણિક શાંતિ અને તૃપ્તિની જ કામનાથી આ તરફ આવવા પ્રેરાયાં હતાં. તેમનાં મન આજે બહુ ઉદાસીન હતાં. નિગ્રંથ મુનિના દર્શન કિંવા ઉપદેશથી થોડું ઘણું પણ આશ્વાસન મળશે એ કરતાં કંઈ વધુ આશા તેમણે નહોતી રાખી. ગુણાકરસૂરિ એ વખતે શિષ્યોના પરિવારની મધ્યમાં એક વૃક્ષ તળે બેઠા હતા. જાના જાનાં તારકસમૂહની વચ્ચે ચંદ્ર દીપે તેમ તેમની પુણ્યપ્રભા આસપાસના સમૂહને અજવાળતી આખા ઉદ્યાનમાં રેલાઈ રહી હતી. કુમાર અને સરસ્વતી ત્યાં પહોંચ્યાં ત્યારે સૂરિજી વંદનાર્થે આવેલાં નર-નારીઓને ત્યાગધર્મનો મહિમા સમજાવતા હતા. નિરંતર આમોદ અને શસ્ત્રાસ્ત્રની તાલીમમાં જ મશગુલ રહેનાર કુમાર-કુમારી, મુનિની ધર્મસભામાં આવે એ એક અસાધારણ ઘટના હતી. તે બન્ને જણ બહુ જ શાંતિપૂર્વક શ્રોતાઓની મધ્યમાં બેઠાં. Page #87 -------------------------------------------------------------------------- ________________ ૮૬ અર્પણ + ક્ષમાશ્રમણ ' સૂરિજીએ સંસારનાં પ્રપંચ, દંભ અને પાખંડ વિષે વિવેચન કરતાં સમર્થ સ્ત્રી-પુરુષોના ત્યાગ વિશ્વને કેવા કલ્યાણના માર્ગે દોરી જાય છે તે પ્રસિદ્ધ પુરુષોનાં જીવનચરિત્ર ઉપરથી સમજાવવા માંડ્યું. સંસારીઓએ પોતાની મેળે જે એક મહાન કારાગૃહ રચ્યો છે અને જે કારાગૃહની અંદર સ્વાર્થી પાખંડીઓએ અસંખ્ય બ્રાંતિઓ સરજાવી ભદ્રિક જીવોની આંખે પાટા બાંધ્યા છે તેનો હૃદયસ્પર્શી ચિતાર રજૂ કર્યો. ઉપસંહારમાં કહ્યું કે – “સર્વ કૃત્રિમતાઓથી છૂટી જેને કેવળ આત્મકલ્યાણ સાધવું હોય, તેને માટે જિનશાસનના ત્યાગધર્મ સિવાય બીજો એકે રાજમાર્ગ નથી : સર્વ મંગલ માંગલ્ય, સર્વ કલ્યાણ કારણે; પ્રધાનં સર્વ ધર્માણાં, જૈન જયતિ શાસન.” એ પ્રમાણે વ્યાખ્યાન સમાપ્ત થતાં સૌ કોઈ સૂરિજીને નમી પોતપોતાને સ્થાને રવાના થયા. કાલકકુમાર અને સરસ્વતી પણ વિધિપૂર્વક ગુણાકરસૂરિજીને વાંદી રાજગઢમાં પહોંચી ગયાં. રાજકુમાર અને રાજકુમારીએ મહેલમાં જઈ સ્વસ્થપણે પોતાની સ્થિતિ અને શક્તિનું માપ કાઢવાનો પ્રયત્ન કર્યો, બન્નેને લાગ્યું કે રાજકુટુંબને અનિવાર્ય એવી પ્રપંચજાળમાંથી છૂટવા અને નિષ્પાપ જીવન વીતાવવા માટે જિનશાસને પ્રરૂપેલા સંયમમાર્ગ સિવાય બીજો એક તરણોપાય નથી. ત્યાગજીવનના પરિસહો એ તેમને માટે નવીન ભલે હોય પણ અજાણ્યા તો ન હતા. સ્વેચ્છાએ જે શરીરને કસી શકે તેને એ પરીસહો શું કરી શકવાના હતા ? વળતે જ દિવસે કાલક કુમાર અને સરસ્વતીએ ગુણાકરસૂરિજી પાસે જઈ મુનિધર્મની દીક્ષા સ્વીકારી. મગધ મૈયાના કીર્તિમંદિર ઉપર યશસ્વિતાનો નવો કળશ ચડ્યો. Page #88 -------------------------------------------------------------------------- ________________ ૮૭ કાલક કુમાર કુમાર કાલક અનુક્રમે આચાર્યપદવી પામ્યા અને શ્રમણસંઘમાં કાલકાચાર્ય તરીકે ઓળખાવા લાગ્યા. સરસ્વતી પણ સાધ્વીઓના સમુદાયમાં વિચરતી અહોનિશ આત્મહિત ચિંતવે છે. એક-બીજાથી દૂર વસવા છતાં ભાઈ બહેન જાણે એક જ છત્રની છાયામાં રહેતાં હોય, અને એક જ જનેતાની ગોદમાં રમતાં હોય એમ નિશ્ચિતપણે કૃત્રિમતારહિત પોતપોતાના આચાર પાળે છે. કાલકાચાર્ય એક વખતે યુવરાજ હતા એ વાત લગભગ ભુલાઈ ગઈ છે. આચાર્ય પોતે પણ કદાચ ભૂલી ગયા હશે. સાથ્વી સરસ્વતીને પણ પોતાના પૂર્વજીવન સાથે હવે કંઈ સંબંધ નથી રહ્યો. એક દિવસે તે વિહાર કરતાં ઉજ્જયિની નગરીના એક ઉદ્યાનમાં આવી ચડ્યા. સરસ્વતી સાધ્વી પાસેના જ કોઈ એક ગામમાં હતી તે પોતાના સંસારી અવસ્થાના ભાઈ અને જૈન શાસનના એક સમર્થ આચાર્યને વાંદવા આવતી હતી. એટલામાં રાજા ગર્દભીલ અકસ્માત એ જ માર્ગે થઈને નીકળ્યો. તેણે દૂરથી સરસ્વતીને આવતી જોઈ. સમસ્ત સંસારને શીતળતા સિંચતી એ રૂપરાશિએ રાજાના હૈયામાં કારમી આગ પ્રગટાવી. તે મૂળથી જ અત્યાચારી હતો; પણ હજી તેનાં પાપ પૂરાં નહીં થયાં હોય. અત્યંત અભિમાન અને પાશવતાએ તેને લગભગ આંધળો બનાવી દીધો હતો. સરસ્વતી એક સાધ્વી છે, સરસ્વતીને કોઈના હાથનો સ્પર્શ થતાં ઉજ્જયિનીનું સામ્રાજય આખું ઊથલી પડશે તે ન વિચારી શક્યો. કામાંધ રાજા એ વખતે તો ગુન્હેગારની જેમ છાનોમાનો ચાલ્યો ગયો. પણ પોતાના અનુચરોને ફરમાવતો ગયો કે સરસ્વતી જેવી ઉદ્યાનમાંથી પાછી વળે કે તરત જ તેને પકડી રાજમહેલમાં લઈ જવી. અનુચરો રાહ જોતા ત્યાં જ ઊભા રહ્યા. ઘણે દિવસે કાલકાચાર્ય અને સરસ્વતી આજે ઉજ્જયિનીના ઉદ્યાનમાં મળ્યાં. બંનેનાં સંયમી-નિર્વિકાર નયનો હર્ષાશ્રુ વડે ભીંજાયાં. અજમાન અને પાવર તેના પાપ પૂરાં નહી ન ભૂળથી જ Page #89 -------------------------------------------------------------------------- ________________ અર્પણ + ક્ષમાશ્રમણ ઉદ્યાનમાંથી પાછી ફરતી સરસ્વતીને રાજાના અનુચરોએ ભરવસ્તીમાંથી પકડી, પાલખીમાં નાંખી, બળજોરીથી રાજાના અંતઃપુરમાં મોકલી દીધી. હજારો શહેરીઓએ આ દેખાવ નજર સામે બનતો નિહાળ્યો. પણ કોઈએ આગળ આવી, લાલ આંખ કરી એ અનાચાર સામે વીરોચિત પડકાર ન કર્યો. ગમે તેવા નબળા-પાતળા માણસે, જરા પાસે આવી એ નરરાક્ષસના અનુચરનું માત્ર કાંડું જ પકડ્યું હોત તો કદાચ પોતાના અત્યાચારના ડંખથી રિબાતા એ જમદૂત પોતે જ ધરતીમાં સમાઈ જાત ! પણ એ વખતે તો ઉજજયિની નિર્વીર્ય બની બેઠું હતું. વિલાસ અને વિનોદની મીઠી પણ ઝેરી લહેરોમાં જ તે મશગૂલ હતું. ન્યાય કે પવિત્રતાના રક્ષણ કરતાં દેહરક્ષા એ તેમને મન વધુ મહત્ત્વની વસ્તુ હતી. છતાં સરસ્વતીનું બળાત્કારે હરણ થતાં ઉજ્જયિનીએ વીજળીનો એક આંચકો અનુભવ્યો. પુરવાસીઓ, ભયંકર ઉલ્કાપાતના ભયથી ઘરમાં ભરાયા. વેપારીઓ દુકાનો બંધ કરી સહીસલામતીની આશાએ પોતપોતાને ત્યાં ચાલ્યા ગયા. જોતજોતામાં ઉજજયિનીમાં હાહાકાર ફેલાઈ ગયો. સાધ્વીનું અપહરણ એ માત્ર સ્ત્રી જાતિ ઉપરનો અત્યાચાર ન હતો, સંપ્રદાય માત્રના સંઘનું એ ઘોર અપમાન હતું, દુર્ભાગ્યે એ કાળે ઉજ્જયિનીમાં એકે વીર પુરુષ ન હતોઃ ગર્દભીલ્લને તેના સિંહાસન ઉપરથી ઊંચકી નીચે પટકી તેના પાપનો પ્રત્યક્ષ બદલો આપે એટલી કોઈમાં તાકાત ન હતી. શૃંગાર, આમોદ અને સહીસલામતીના પ્રવાહમાં પડેલી પ્રજાના કપાળે કલંક સિવાય બીજું શું હોય ? ઉજ્જયિનીના ઈતિહાસમાં એક સાધ્વીના અપહરણનું કાળું કલંક ઉમેરાયું. કાલકાચાર્યે આ વાત જાણી અને સૂતેલો સિંહ એકાએક છંછેડાય તેમ યમ-નિયમના બંધને બંધાઈ રહેલું તેમનું સ્વાભાવિક ક્ષાત્રત્વ આજ ઘણે વર્ષે પહેલી જ વાર ખળભળી ઊઠડ્યું. એક દિવસ એવો Page #90 -------------------------------------------------------------------------- ________________ કાલક કુમાર હતો કે જે વખતે સરસ્વતીની સામે ઊંચી આંખે જોવાની પણ કોઈની હિમ્મત નહોતી ચાલતી : બહેન સરસ્વતીના થોડા સંતોષની ખાતર તે મગધની રાજ્યઋદ્ધિને પણ તુચ્છ ગણતો. એ જ સરસ્વતીને પોતાની સામે ઉજ્જયિનીનો એક સ્વેચ્છાચારી રાજા બળાત્કારે પોતાના અંતઃપુરમાં લઈ જાય એમાં તેમને રાજા અને પ્રજા ઉભયનો પ્રલયકાળ પાસે આવતો દેખાયો. ગમે તેમ પણ આ અત્યાચારી રાજ્યનો આ જ પળે અંત આવવો જોઈએ એમ તેમનું સંયમી અંતર પોકારી ઊઠ્યું. કાલકાચાર્યમાં રહેલા કાલકકુમારે વિકરાળ સ્વરૂપ ધર્યું. ઉદ્યાનમાંથી પરબાર્યા તે ગર્દભીલ્લના મહેલ તરફ ચાલ્યા. લોકોને લાગ્યું કે કાલકાચાર્ય હોશકોશ ગુમાવી બેઠા છે. તેમનું મગજ ફરી ગયું છે. પોતે એક સાધુ છે - નિઃશસ્ત્ર છે, એકલા છે; એટલું જોઈ શક્યા હોત તો તે રાજાની પાસે આમ દોડી જવાનું સાહસ ન કરત. પણ એ લોકો શું જાણે કે કાલકાચાર્યનો દેહ તો મગધની માટીથી ઘડાયેલો હતો, ઉજ્જયિનીની કાયરતા તેમને સ્પર્શી શકે એમ ન હતી. ૮૯ વિશ્વનો ગ્રાસ કરવા તલસતી દાવાગ્નિની જેમ તે ગર્દભીલ્લના રાજમહેલમાં ગયા. દ્વારપાળ કે બીજો કોઈ સૈનિક કલકાચાર્યને ન રોકી શક્યો. આજે તો એમની સામે જોનાર પણ ઊભો ઊભો સળગી જાય એવી જ્વાળાઓ તેમના રોમરોમમાંથી પ્રકટતી હતી. કાલકકુમાર આજે કાલભૈરવના તાંડવનૃત્યની તૈયારી કરી રહ્યા હતા. ગર્દભીલ્લ પોતે અને તેના અનુચરો પણ કાલકાચાર્યને જોઈ ગભરાયા. પાપીને જેમ પુણ્યમૂર્તિ જોઈને ગભરાટ છૂટે તેમ આ નારકીના જીવો કાલકાચાર્યને જોઈ ભયભીત બન્યા. છ કાયના જીવોની રક્ષા કરનાર એક જૈન મુનિ, પ્રતાપી રાજાની સામે આવી પ્રતિકારનો એક શબ્દ સરખો પણ ન ઉચ્ચારી શકે એમ તેમણે માની Page #91 -------------------------------------------------------------------------- ________________ GO અર્પણ + ક્ષમાશ્રમણ લીધું હશે. પણ તેમની એ આશા વ્યર્થ નીવડી. જે દાનાવળ દૂર દૂર લાગતો હતો એ જ દાવાનળની જવાળાઓ હમણાં જ રાજાને અને રાજ્યને ખાઈ જશે એવો તેમને ભય લાગ્યો. ગદંભીલ ! હજી પ્રાયશ્ચિતનો સમય છે. સરસ્વતીને છૂટી મૂકી દે. જૈનશાસનની એ એક પવિત્ર સાધી છે એટલું જ નહીં પણ તે ધારાવાસની રાજપુત્રી છે. તેનો એક વાળ વાંકો થતાં પહેલાં તો ઉજજયિની ઉજ્જડ થઈ જશે. એક જ દુષ્ટના પાપે હજારો નિર્દોષોનાં લોહી રેડાશે.” કાલકાચાર્યના આ શબ્દો પંચજન્ય શંખનાદની જેમ મહેલમાં ગુંજી રહ્યા. - સરસ્વતી ધારાવાસની રાજકન્યા છે અને કાલકાચાર્ય પોતે જ કાલક કુમાર છે એ ગર્દભીલ આ પહેલી જ વાર સમજ્યો. સાહસ તો થતાં થઈ ગયું પણ હવે પાછું શી રીતે ફરવું એ તેને ન સૂઝયું. પ્રતિષ્ઠા અને વાસનાની અદેશ્ય ભૂતાવળ તેને મુંઝવી રહી. ગર્દભીલે કાલકાચાર્યની ઉદ્ધતાઈનો જવાબ શબ્દોથી વાળવાને બદલે તરવારથી જ વાળવાનો નિર્ણય કર્યો. ઈશારો થતાં જ રાજાના રક્ષકો માનમાંથી તલવારો ખેંચી કાલકાચાર્ય સામે આવી ઊભા રહ્યા. “મને પણ એક વખત તમારા જેવી જ શસ્ત્રોમાં શ્રદ્ધા હતી; અને આજે પણ આ મુનિવેશને અળગો કરી, ધારું તો શસ્ત્ર વાપરી શકું. પરંતુ એવો વખત આવે તે અગાઉ મારે તમને શાંતિથી સમજાવવા એ મારો મુનિધર્મ છે. પાછળથી કોઈ એમ ન કહે કે જૈન શાસનના એક મુનિએ પોતાની બહેન ખાતરની જૈનધર્મની આજ્ઞા ઉલ્લંઘી, સમસ્ત જૈન સંઘનું શિર શરમથી નીચું નમાવ્યું. મુનિઓ ને ક્ષત્રિય કુમારો મૃત્યુથી તો નિર્ભય જ હોય છે.” પરમ શાંતભાવે એટલું કહી, કાલકાચાર્ય ગર્દભીલ્લની રાજસભામાંથી પાછા વળ્યા. Page #92 -------------------------------------------------------------------------- ________________ ૧ કાલક કુમાર રાજમહેલનાં પગથિયાં ઊતરી તેઓ સ્ટેજ આગળ વધ્યા. પણ પ્રવેશદ્વાર પાસે પહોંચે તે પહેલાં ચમક્યા અને વચમાં જ ઊભા રહી ગયા. ડાબે પડખે રાજાનું અંતઃપુર હતું તે તરફ કાન માંડયા. “કોઈ રડતું હોય એમ લાગે છે ! સરસ્વતી તો ન હોય ?'' અશક્ત વૃદ્ધ પુરુષ જેમ પથારીમાં લવે તેમ તેમના મુખમાંથી એ શબ્દો નીકળ્યા. “નહીં, સરસ્વતી રુદન કરે એ ભ્રમ છે. એણે જ એકવાર નહોતું કહ્યું કે સ્ત્રીઓમાં પણ પુરુષોના જેવો જ આત્મા વસે છે અને તેમને પણ પુરુષ કરતાં યે વિશેષ આત્મરક્ષણ કરવાનું હોય છે ?’ સરસ્વતી પોતે પોતાના શીલવ્રતનું રક્ષણ કરવા સંપૂર્ણ સમર્થ છે એ વિચારે કાલકાચાર્યની બધી નબળાઈને દૂર હાંકી કાઢી. તે બમણા બળથી આગળ ચાલ્યા અને કોઈને કંઈ પણ કહ્યા વિના ઉજ્જયિનીનો સીમાડો ઓળંગી ઘણે દૂર નીકળી ગયા. લોકો તો કહેતા જ રહ્યા કે ''કાલકાચાર્ય બિચારા ગાંડા બની ગયા - જૈન મુનિને આટલો ક્રોધ ન છાજે.’’ દિવસો જતા ગયા તેમ વાત વિસારે પડવા લાગી. રાજા ગર્દભીલ્લને પણ થયું કે કાલકાચાર્ય ગમે તેવો પણ જૈન સાધુ. ધમકી આપીને પોતાની મેળે જ દેશ છોડીને ચાલ્યો ગયો. આ બધામાં માત્ર સરસ્વતી જ પોતાના ભાઈના આગમનની રાહ જોતી, અંતઃપુરની એક અંધારી કોટડીમાં પુરાઇ રહી હતી. ગર્દભીલ્લે, બળ કે લાલચથી તેને વશ કરવાની આશા મૂકી દીધી. અસહ્ય એકાંત અને યંત્રણાના દુ:ખથી છૂટવાને પોતે જ આજે નહીં તો કાલે પણ જરૂર પગે પડતી આવશે એમ મનને મનાવી અનુકૂળતાની વાટ જોઈ રહ્યો. Page #93 -------------------------------------------------------------------------- ________________ ૯૯૨ અર્પણ + ક્ષમાશ્રમણ એટલામાં સિન્ડ્રના કિનારે રહેતી શક જાતિના છન્ન સામંતો એકી સાથે ઉજ્જયિની ઉપર તૂટી પડ્યા. તીડનાં ઊડતાં ટોળાં જેમ આકાશને છાઈ દે તેમ એ સામતોનાં સૈન્ય માલવભૂમિ ઉપર ફરી વળ્યાં. અભિમાનમાં આંધળો બનેલો માલવપતિ ગર્દભીલ, વિલાસનિદ્રામાંથી જાગે તે પહેલાં જ ઉજ્જયિનીનો અજેય ગણાતો ગઢ તૂટ્યો અને તળાવની પાળ તૂટતાં મારમાર કરતું પાણી સહસમુખે વહી નીકળે તેમ શકસૈન્યનાં ધાડાં અમરાપુરી જેવી ઉજ્જયિનીમાં ફરી વળ્યાં. ઘડીક પહેલાં જે વિલાસભવનોમાં નૃત્યગીત અને આમોદની લહેરો ઊછળતી હતી ત્યાં ભય અને ચિંતાનું વાતાવરણ વ્યાપી ગયું. ધરતીકંપનો ભારે આંચકો લાગતાં સમુદ્રનાં જળ એકાએક અદૃશ્ય થાય અને તળિયે રહેલા ધારદાર ખડકો નીકળી આવે તેમ ઉજ્જયિનીનાં પ્રમોદજળ સુકાયાં અને તેને સ્થાને શકસૈન્યની મૂર્તિમંત ભીતિ આવીને ખડી થઈ ગઈ. સૈન્યના સંચાલક તરીકે કાલાકાચાર્યને મોખરે ઊભેલા જોયા ત્યારે જ ઉજ્જયિનીની પ્રજા સમજી કે આ આક્રમણ એક અકસ્માતું નહીં, પણ સરસ્વતી સાધ્વીના અપહરણનું જ પ્રાયશ્ચિત હતું. ઉજ્જયિનીમાં પ્રવેશતાં વેંત કાલકાચાર્યે પોતે સામંતોની સાથે રહી ગર્દભીલને પકડ્યો. ઉજ્જયિનીને ઉજ્જડ બનાવવાની કાલકાચાર્યે એક વખતે આપેલી ધમકી એ માત્ર દુર્બળ વેરાગીનો વાવૈભવ નહોતો, પણ એક સમર્થ પુરુષની પ્રતિજ્ઞા હતી એ ગર્દભીલને હવે સમજાયું. એક જૈન સાધુ શાસનને અપમાનિત થતું બચાવવા ભીષણ યુદ્ધની અગ્રેસરી પણ વહોરી શકે છે એનો પ્રત્યક્ષ અનુભવ મેળવ્યો. બંદીવાન ગર્દભીલ્લ આજે અસહાય હતો. પાપની ક્ષમા યાચી જીવનદાન મેળવવા સિવાય બીજો ઉપાય ન રહ્યો. તેણે એક અપરાધીની જેમ કાલકાચાર્યની ક્ષમા યાચી, સરસ્વતીને કારાગ્રહમાંથી મુક્ત કરવાનું વચન આપ્યું. Page #94 -------------------------------------------------------------------------- ________________ કાલક કુમાર કાલકાચાર્યને પણ એટલું જ જોઈતું હતું. તેમણે ગર્દભીલ્લને છૂટો મૂકી દીધો. સરસ્વતીને બંધનમુક્ત કરવામાં આવી. ગર્દભીલ્લે હવે પછી કોઈ પણ જૈન સાધ્વી કે ગૃહન્નારી પ્રત્યે કુદૃષ્ટિ ન કરવાની અને રાજનીતિના ધોરી માર્ગે શાસનતંત્ર ચલાવવાની પ્રતિજ્ઞા લીધી. પરંતુ શક સૈન્યના સામંતોને તેનાં વચન ઉપર વિશ્વાસ ન આવ્યો. તેમણે ગર્દભીલની બધી સત્તા-સમૃદ્ધિ હરી લીધી. આચાર્યનો ઉદ્દેશ પરિપૂર્ણ થયો. હવે એક પળવાર પણ શકસૈન્યને ઉજ્જયિનીમાં રહેવા દેવું એ તેમને અન્યાય લાગ્યો. સામંતો બધા, કાલકાચાર્યના આજ્ઞાંકિત શિષ્ય હતા. એ સામંતો અને તેમના સૈન્યને આચાર્ય મહારાજે સૌરાષ્ટ્રના પ્રદેશમાં દોર્યા અને ત્યાં જ તેમનું સંસ્થાન વસાવ્યું. કાલકાચાર્ય પોતે પણ આત્મસાક્ષીએ પ્રાયશ્ચિત કરી વિશુદ્ધ થયા અને પુનઃ પહેલાંની જેમ જૈન મુનિનાં મહાવ્રતોનું અણિશુદ્ધ પાલન કરવા વિહરવા લાગ્યા. ૯૩ આજે પણ મહાસત્ત્વશાલી પ્રભાવક પુરુષોની પંક્તિમાં કાલકસૂરિનું નામ, જૈનશાસનના એક સમર્થ જ્યોતિર્ધરૂપે પ્રકાશી રહ્યું છે. --- Page #95 -------------------------------------------------------------------------- ________________ ૯૪ અર્પણ + ક્ષમાશ્રમણ મિથિલાપતિ મિરાજ - [૧૦] મિથિલાપતિ અને અવન્તિપતિ વચ્ચે પેઢી દર પેઢી વેર ઊતરતાં. ધુંધવાઈ રહેલી આગમાં ઘીનો છાંટો પડતાં ભડકો થાય તેમ એ બન્ને રાજ્યો વચ્ચે છેક નજીવા કારણે યુદ્ધનો જ્વાલામુખી સળગી ઊઠતો. ઉપદેશકો અને રાજદ્વારી પુરુષોએ એ દાહને ઠારવા ઘણા પ્રયત્નો કર્યા. પણ આખર સુધી એ પ્રયત્ન જ રહ્યા. કોઈને સિદ્ધિનો યશ ન મળ્યો. પરંતુ સંસારની વિચિત્ર ઘટમાળ કોઈ કોઈવાર એવા ઘાટ ઘડી નાખે છે કે ભલભલા પંડિતોનાં અભિમાન પણ આપોઆપ ઓસરી જાય. મિથિલાપતિ અને અવન્તિપતિ વચ્ચે પણ એવી જ એક કલ્પનાતીત ઘટના બની ગઈ અને બન્ને રાજયો, જ્યોતમાં જયોત મળી જાય તેમ પરસ્પરમાં સમાઈ ગયાં. બન્યું એવું કે એક દિવસે મિથિલાપતિનો માનીતો પટ્ટહસ્તિ ઉન્મત્ત બની નાસતો નાસતો અવન્તિની હદમાં ભરાયો. અવન્તિરાજે તેને યુક્તિથી પકડી પોતાની પાસે રાખી લીધો. મિથિલાપતિએ હાથી પાછો સોંપી દેવાનું દૂત મારફતે કહેણ મોકલાવ્યું. પણ વિના યુદ્ધ હાથી સોંપી દેવો એમાં અવન્તિરાજને પોતાનું માનભંગ લાગ્યું. તાજા યુદ્ધને માટે આટલું જ નિમિત્ત બસ થયું. Page #96 -------------------------------------------------------------------------- ________________ ૯૫ મિથિલાપતિ નમિરાજ અવન્તિ અને મિથિલાના બૃહ સામસામા ગોઠવાઈ ગયા. ભેરી શંખના નાદથી રણભૂમિ ગર્જી ઊઠી. અવન્તિરાજ ચંદ્રયશ અને મિથિલાપતિ નમિરાજ પણ સૈન્યના મોખરે આવી ઊભા. યુદ્ધના આરંભની હવે માત્ર ઘડીઓ જ ગણાતી હતી. એટલામાં વાદળમાં અચાનક વીજળી ઝબકે તેમ, એક તપસ્વિની જેવી દેખાતી અજાણી નારી એ બન્ને સૈન્યોની વચ્ચે દૂરથી દોડતી આવી ઊભી રહી. યુદ્ધના ચડતા આવેશમાં સૈનિકોને આ વિદ્યા અસહ્ય લાગ્યું. પરંતુ અવન્તિપતિ કે મિથિલાપતિ એ બેમાંથી કોઈ તેને વચ્ચમાંથી આવે ખસી જવાનું કહી ન શક્યા. બન્નેએ અંબાડીમાં બેસી રહીને આ અજાણી સ્ત્રી તરફ જોયું. તેમના અંતરાત્મામાંથી જ અવાજ ઊઠચો કે આ કોઈ સામાન્ય સ્ત્રી નથી, અને કોઈ અસામાન્ય કારણ વિના સેંકડો-પુરુષ-સૈનિકની સામે યુદ્ધની ભૂમિમાં-યુદ્ધના જ પ્રસંગે આમ નિર્ભયપણે આવીને ઊભી ન રહે. તપસ્વિનીએ એકવાર અવત્તિરાજ સામે અને એકવાર મિથિલાપતિ સામે ઊંચે જોયું. ઉપદેશની શુષ્કતા કે ઉપાલંભની કઠોરતાને બદલે કેવળ મમતા અને વાત્સલ્ય જ એ નયનોમાંથી નીતરતું હતું. શીલની સૌદર્યમૂર્તિ જાણે તપના તેજમાં સ્નાન કરીને સીધી અહીં આવી હોય એમ એ ઉભય રાજવીને થયું. કોઈ કાળે નહીં અનુભવેલા પૂજ્ય ભાવે તેમને બન્નેને ક્ષણવાર પરતંત્ર જેવા બનાવ્યા. હાય ! ભગવદ્ ! એક જ માતાના બે પુત્રો, પહેલી જ વાર યુદ્ધના મેદાનમાં શત્રુરૂપે મળે એ કેટલો કરુણ પ્રસંગ છે ?” તપસ્વિનીએ દર્દભરી આંખે આકાશ સામે જોઈ એક સંત નિ:શ્વાસ મૂક્યો. અવન્તિપતિ અને મિથિલાપતિ થોડીવાર તો મુગ્ધભાવે આ દેશ્ય નિહાળી રહ્યા. શું કરવું એ તેમને ન સૂઝયું. રખેને આમાં પ્રપંચ હોય અને પોતે નબળાઈને વશ થઈ જતા હોય એવી મુંઝવણ થઈ. Page #97 -------------------------------------------------------------------------- ________________ અર્પણ + ક્ષમાશ્રમણ. “બેટા ચંદ્રયશ ! જરા નીચે આવ; અને કોની વચ્ચે આ યુદ્ધ લડાય છે તે મારી પાસેથી જાણી લે. પછી જો યુદ્ધ અનિવાર્ય લાગે તો સુખેથી ક્ષત્રિય વંશને શોભે તેમ લડી લેજો. તું બે વરસે હોટો છે એટલે જ તને હું પહેલો આગ્રહ કરું છું.” અવન્તિપતિ ચંદ્રયની સામે જોઈ તપસ્વિનીએ આ શબ્દો ઉચ્ચાર્યા. “અને નમિરાજ ! તું પણ જરા નીચે આવ ' નમિરાજને ઉદેશી તે વધુ કંઈક બોલવા જતી હતી, પણ અતિ ભાવાવેગને લીધે તેનું ગળું રૂંધાયું. ભયંકર સ્વપ્ન જોઈને બાળક ધ્રૂજી ઊઠે તેમ તે હેજ કંપી; પણ બીજી જ પળે પોતે બે વીરપુત્રોની માતા છે એ વિચારે સ્વસ્થ બની. મિથિલાપતિ અને અવન્તિપતિ હાથી ઉપરથી નીચે ઊતરે તેટલામાં તો ફરી એક લાંબું ચિત્રપટ એ નારીની નજર આગળ થઈને પસાર થઈ ગયું. થોડી પળોમાં ભય, અભિમાન અને વાત્સલ્યના અસંખ્ય ભાવો એ સાધ્વી સ્ત્રીના મ્હોં ઉપર આવીને ઊડી ગયા. કોનામાં એટલી અંતર્દષ્ટિ હોય કે અંતરના એ ગૂઢ ભાવોને ઉકેલી શકે ? ચંદ્રયશ અને નમિરાજ હાથીએથી ઊતરી, સાધ્વી નારી પાસે આવી ઊભા. સાધ્વીએ તેમને વાત્સલ્યની અમીદ્રષ્ટિએ સત્કાર્યા. થોડી વાર સુધી બધે મૌનની શાંતિ પથરાઈ સૂર્યના આવા નિર્મળ પ્રકાશમાં આટલા બધા માણસોની હાજરીમાં મારે પોતાના જ ફળની એક કલંકકથા ઉચ્ચારવી પડે એ કેટલી વિડંબના છે? તમે બન્ને રાજકુમારો એક જ માતાપિતાનાં સંતાનો છો, સહોદર બન્યુઓ છો અને તમો ઉભયની માતા આજે તમારી સામે ઊભી છે; એટલું જ કહેવું બસ નહીં થાય ? તપસ્વિનીના એકેએક શબ્દમાં વાત્સલ્યની આદ્રતા અને ભયંકર સ્મૃતિની વેદના છુપાયેલી હતી. Page #98 -------------------------------------------------------------------------- ________________ મિથિલાપતિ નમિરાજ ૯૭ - “અવન્તિપતિ અને મિથિલાપતિ એક જ માતાપિતાનાં સંતાન હોય એ દેખીતી જ અસંભવિત વાત છે. તમે કદાચ ન જાણતા હો તો અમારી પાસેથી એટલું જાણી લ્યો કે અમે તો જન્મવેરીઓ. અવતરતાંની સાથે જ શત્રુતાને સંઘરી સાચવી રાખનારા રાજવંશીઓ. કોઈ આધ્યાત્મિક રહસ્ય કે ગત ભવની કથા કહેતા હો તો જુદી વાત.” નમીરાજ સ્વભાવે ઉગ્ર છે અને અશ્રદ્ધા તો પાલક પિતાના વારસામાં જ ઊતરી હશે એમ આ ઉદ્ગારે બતાવી આપ્યું. નહીં, વત્સ ! હું ગતભવની કથા કહી તમારા ઊકળતા લોહીને અકાળે ઠારી દેવા નથી માગતી. તેમ કોઈ આધ્યાત્મિક રહસ્ય સુણાવી તમારી યૌવનસુલભ ઉદામતાને અપંગ બનાવી દેવાની પણ મારી ઈચ્છા નથી. હું આ ભવની જ તમારી માતા છું. અને ગઈકાલના જ એક કારમાં પ્રસંગનું રહસ્ય તમારી આગળ ખુલ્લું કરવા માગું છું.” - એમ જ હોય તો પછી આટલા લાંબા વખત સુધી એ બધું છુપાવી રાખવામાં અને રહી રહીને આ મુહૂર્ત જ ખુલ્લું કરવામાં તમારો શું આશય છે ? ગમે તેવું પ્રિય કે અપ્રિય પણ જો તે સત્ય જ હોય તો શું વહેલામાં વહેલું પ્રકટ થવા યોગ્ય ન હતું?” અવન્તિરાજે વિનય સાથે આ શબ્દો ઉચ્ચાર્યા. તે પણ નમીરાજની જેમ જ શંકા અને આકાંક્ષાની સત્તા નીચે હતો એમ દેખાયું. દરેક સત્ય અનુકૂળ મુહૂર્તની જ રાહ જોતું હોય છે. સત્ય એ કંઈ ઈદ્રજાળ નથી કે પ્રકટ થાઓ' એમ કહેતાંની સાથે જ તે સામે આવી ખડું થઈ જાય. પરિપાક અને પ્રસવની વેદના તો તેને પણ હોય છે. હું પોતે પાંચ વરસ પહેલાં એ વાત કહેવા તમારી પાસે આવી હોત તો કદાચ તમે ઠંડે કલેજે સાંભળી લેત અને બહુબહુ તો એકાદ નિ:શ્વાસ નાખી પાછા રાજપ્રપંચની ગડમથલમાં પડી જાત. Page #99 -------------------------------------------------------------------------- ________________ ૯૮ 'અર્પણ + ક્ષમાશ્રમણ અંધારામાં આથડેલો અટવીનો પ્રવાસી જ પ્રકાશના પહેલા કિરણનો મહિમા સમજે છે.” એટલું કહી તપસ્વિનીએ પૂર્વ દિશા તરફ થોડે દૂર દેખાતી એક વૃક્ષઘટા તરફ જવા પગ ઉપાડ્યા. અને, બેટા ચંદ્રયશ ! સાચી વાત ગમે ત્યારે કહી નાખવી એ શું તને એટલી બધી સહેલી વાત લાગે છે ? આ વાત કહેતાં મારું હૃદય કેટલું વલોવાય છે તે એક માત્ર કેવલી ભગવાન સિવાય બીજું કોઈ જ સમજી શકે એમ નથી. એક માતાને પોતાના પુત્રો પાસે પોતાના જ કુટુંબની એક શરમભરી કથા કહેતાં કેટલી વેદના, કેટલી મુંઝવણ, કેટલો સંકોચ થતો હશે એની તો તમને કલ્પના સરખી પણ ક્યાંથી આવે? એ મુંઝવણ સમજવા તો પુરુષ સ્ત્રીનો જન્મ જ લેવો પડે.” યોસ્નાયી રાત્રીએ, નિર્જન નદી કિનારે દૂરદૂરથી તણાઈ આવતા વિરહસંગીતના સ્વરો, અંતરમાં જેવું તોફાન જગાવે અને છતાં જેમ જેમ સાંભળવા જઈએ તેમ તેમ પળે પળે મનોરમ મુંઝવણની સાથે મોહ પણ વધતો જાય એવી જ દશા આ બન્ને રાજવંશીઓ અનુભવી રહ્યા. તપસ્વિનીના વૃત્તાંતમાં તેમને કોઈ અકલ્પિત ઈતિહાસનો ભાસ થયો. પોતાની કુટુંબકથા સાંભળવાની, ચંદ્રયશ અને નમિરાજની ઉત્કંઠા વધતી ચાલી. તેઓ તપસ્વિનીને અનુસરતા, છાવણીથી થોડે દૂર એક નિર્જન સ્થાને ગયા અને માતાની સંમુખ પુત્રો બેસે તેમ સ્વસ્થપણે બેઠા. તપસ્વિનીએ પણ હવે વધુ વિલંબ ન કરતાં પોતાની આત્મકથા કહેવી શરૂ કરી : બેટા ચંદ્રયશ ! એ વખતે તો તું બહુ નાનો હતો. પણ પાછળથી તે તારી માતા–મદનરેખાનું નામ તો સાંભળ્યું હશે.” Page #100 -------------------------------------------------------------------------- ________________ મિથિલાપતિ નમિરાજ હા, પણ મારી માતા મદનરેખા તો ઘણાં વર્ષો થયાં એકાએક વૈરાગ્ય પામી, સંસાર તજી, પોતાની મેળે જ કોઈને કહ્યા વિના ચાલી નીકળેલી એમ સાંભળેલું.” ચંદ્રયશ વચમાં જ બોલી ઊઠ્યો. બરાબર, પણ તે અર્ધસત્ય છે. પ્રતિષ્ઠિત ગણાતા રાજવંશ અને કુલીન કુળની મર્યાદા મોટે ભાગે એવાં અર્ધસત્યો ઉપર જ આધાર રાખતી હોય છે. એકાએક વૈરાગ્ય પામવાનું મને શું નિમિત્ત મળ્યું, એ જાણવાની કોઈ શા સારુ દરકાર રાખે? અને કોઈ જાણતું હોય તો પણ એ ભૂલી જવા જેવી વાતોને શા સારુ સદા સંભારી રાખે ? હું પણ એ કહેવા તૈયાર ન થાત; પરંતુ બે પાડોશી રાજયો જો કોઈ દૈવી સંકેતે સ્થાયી બંધને બંધાતાં હોય તો મારી એકલીની રાજી કે નારાજી કંઈ લેખામાં ન ગણાય.” - મિથિલાપતિ નમિરાજ તો આમાંનો એક અક્ષર પણ નહોતો જાણતો. અવન્તિને મિથિલાનું જ એક અંગ બનાવી દેવું, અવન્તિનું નામ-નિશાન મિટાવી દેવું, અને અવત્તિનું રાજબીજ ભૂલેચૂકે પણ ક્યાંય મૂળ ન નાખે એ રાજમંત્ર તેના લોહીમાં મળી ગયો હતો. પોતે અવન્તિના જ રાજવંશનો એક કુળદીપક છે એ રહસ્ય તેની બુદ્ધિ અને સંસ્કારથી અગમ્ય હતું, ચંદ્રયશ કરતાં તેની જિજ્ઞાસા હવે વધુ તીવ્ર બની. એ જ હું મદનરેખા-ચંદ્રયશ અને નમીરાજની માતા.” એટલું કહેતાં તપસ્વિનીની આંખે અંધારા આવ્યાં. તે ઘડીવાર થંભી. હૈયાને જાણે કે નીચોવતી હોય તેમ સખતાઈ તેના વદન ઉપર તરવરી. “એક દિવસે તમારા પિતા-યુગબાહુ, વસંતોત્સવ ઉજવવા ઉદ્યાનમાં ગયા. હું પણ છાયાની જેમ અનુસરતી તેમની સાથે ગઈ. મારાં પુણ્ય પરવાર્યા હશે. બીજે દિવસે સવારે ઊઠીને મેં જોયું તો એમનું મસ્તક દેહથી છૂટું પડ્યું હતું. એક રાત્રીમાં જ કોણ જાણે કેટલાયે કઠણ Page #101 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ અર્પણ + ક્ષમાશ્રમણ યુગ વીતી ગયા હોય એમ લાગ્યું. પછી ત્યાંથી નાસી જૈન મુનિ પાસે જઈ સંસારત્યાગની આ દીક્ષા લીધી. મારા જીવનની આ મર્મકથા.” “કાયરની જેમ વધ કરનાર એ નરાધમ–” ચંદ્રયશ વધુ શું કહેવા જતો હતો તે મદનરેખા તરત જ સમજી ગઈ. “બેટા, પૂરી વાત પણ નથી સાંભળી શકતો? અરેરે!” મદનરેખાએ કપાળ ઉપર પસીનો લૂક્યો અને તે જ વખતે તેના અંતરમાંથી મહા પ્રયત્ન દાબી રાખેલી હાય છૂટી. “એ જો નરાધમ હોત અને એ પાપનો બદલો વેરથી, હિંસાથી કે પ્રેમથી લઈ શકાતો હોત તો પણ હું એક રીતે મન વાળી અવત્તિમાં પડી રહી, મારા મૃત્યુને સુધારી લેત. પણ જેને તું નરાધમ કહે છે તે બીજો કોઈ નહીં પણ અવન્તિનો પતિ અને મારો જયેષ્ઠ મણિપ્રભ પોતે જ હતો. દુનિયા તો તે વખતે પણ માત્ર એટલું જ સમજી શકી કે વસન્તોત્સવ રમતા યુગબાહુને કોઈ દુશ્મને ગુપ્તવેશે આવી, ઉદ્યાનમાં-લતામંડપમાં મારી નાખ્યો અને અકસ્માત્ તે જ રાત્રીએ તેનો હોટો ભાઈ મણિપ્રભ પણ સર્પના દંશથી દેહપિંજર તજી ગયો. “એ બન્ને વાતોમાં સત્યાંશ છે. પણ સંપૂર્ણ સત્ય તો એ કરતાંયે ઘણું ક્રૂર અને ભયંકર છે. ખરું કહું તો યુગબાહુ સ્વરૂપે કામદેવ સમાન છતાં ભાવે અને ગુણે તો દેવો પણ તેની પૂજા કરવા પ્રેરાય એવા હતા. તેમને કોઈ દુશ્મન જ ન હતો - જન્મથી જ અજાતશત્રુ હતા. કલંક કે નબળાઈની છાયા સરખી પણ એમને નહોતી સ્પર્શી. રાજવંશમાં જન્મવા છતાં તેમનો સંયમ અને સંતોષ કોઈ ત્યાગી જીવનને શોભે તેવો હતો. એમણે પોતે જ એક વાર સાધુધર્મની દીક્ષા લઈ મૈત્રી, પ્રમોદ. કરુણા અને માધ્યસ્થ ભાવનાના ધર્મબીજની છૂટે હાથે સંસારભરમાં લહાણી કરવાના અભિલાષ Page #102 -------------------------------------------------------------------------- ________________ મિથિલાપતિ નમિરાજ ૧૦૧ દાખવ્યા હતા. પણ પરાગભર્યા પુષ્પોનાં આયુષ હંમેશાં ટૂંકાં જ હોય એમ હું ન માની શકી. મેં જ તેમને દીક્ષા લેતા વાર્યા.” તપસ્વિની પાછી જરા થંભી. ચંદ્રયશ અને નમિરાજ પણ એ સાધ્વીના અસહ્ય સંતાપથી દાઝતા હોય એમ તેમના હો ઉપરની રતાશે સૂચવ્યું. મણિપ્રભને-હોટા ભાઈને, એવું શું કારણ મળ્યું કે તે પોતાના જ હાના ભાઈનો વધ કરવા તૈયાર થયો” નમિરાજે પૂછયું. એ કારણ કે હું પોતે-મારી વેરણ જેવી આ મારી રૂપશિખા. જો એ કઠોર સત્ય મને પહેલેથી જ સમજાયું હોત તો હું પોતે ગમે તે રીતે મારો માર્ગ શોધી લેત-બે સહોદરને અકાળમૃત્યુથી બચાવી લેત. પણ આ ચૌદ રાજલોકમાં સામાન્ય સંસારીઓને અગમ્ય એવી જે કર્મની નિરકુશ સત્તા વિસ્તરેલી છે તેની પાસે મારા જેવી દુર્બળ નારી શું કરી શકે ? પહેલાં તો એમના તરફથી મૂલ્યવાન વસ્ત્રાલંકારોના ઉપહાર મારી પાસે અવારનવાર આવવા શરૂ થયા. સુંદર દેખાતાં પુષ્પોની નીચે હંમેશાં વિષધર સર્પ પથરાયેલા હોય એમ માની લેવાનું મને કંઈ જ કારણ ન હતું. અને એવી અશ્રદ્ધા બીજા કોઈ પ્રત્યે નહીં અને પોતાના જ એક જયેષ્ઠ પ્રત્યે શી રીતે સંભવે? સંસારનાં ફૂડ-કપટ અને પ્રપંચથી સાવ અનભિજ્ઞ મારા જેવી સ્ત્રી, એ ઉપહારમાં નિર્મળ મમતા સિવાય બીજું શું કલ્ય? પછી જ્યારે એક દિવસે એક દાસીએ એ મણિપ્રભનો પોતાનો મારી ઉપરનો, તેમની પાપવાસના પ્રગટ કરતો પત્ર મને પહોંચાડ્યો ત્યારે જ ઉપહારોનું યથાર્થ રહસ્ય સમજાયું. મારો દેવોપમ પતિનો ભાઈ-અવન્તિપતિ, વાસનાઓનો જ દાસ છે એ જાણી મારા જીવનનાં આમોદ અને ઉલ્લાસ એકાએક આથમી ગયાં. મેં એ કાગળનો કંઈ જવાબ ન આપ્યો. દાસીના દેખતાં જ કાગળ ચીરી નાખ્યો અને હવે પછી Page #103 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ અર્પણ + ક્ષમાશ્રમણ ઉંબરામાં પગ સુદ્ધાં ન મૂકવાનો હુકમ સંભાળાવી દીધો. દાસી ચાલી ગઈ. પછી તેણે એક કુકમ કામીની જેમ એ અપમાનનું શી રીતે વેર લીધું એ તમને આરંભમાં જ હું કહી ચૂકી છું.” - વર્ષાના ચડતા પૂર વીંધીને આવતો તરિયો, કાંઠે પહોંચ્યા પછી અતિશય થાકને લીધે એક છેલ્લો શ્વાસ ખેંચે તેમ મદનરેખાએ દીર્થ નિ:શ્વાસ મૂક્યો. આત્મકથાની અડધી નદી તે તરી ચૂકી હતી. “પણ આ નમિરાજને જાણવા જેવી વાત તો હજી હવે કહેવાની છે. ભયભીત બનેલી હું ઉદ્યાનમાંથી નાસી અરણ્યમાં આવી. તાપસની કોઈ કુટિરમાં કે કોઈ સુરક્ષિત આશ્રમમાં પહોંચે તે પહેલાં જ માર્ગમાં, આ નમિકુમારનો જન્મ થયો. ભયંકર અરણ્યમાં મારી અને મારા આ તરતના જન્મેલા બાળકની શી દશા થશે તેની ચિંતામાં હું બેભાન બની. મૂછમાંથી જાગી ત્યારે વૃક્ષનાં સૂકાં પાંદડાંની બનાવેલી એક શય્યામાં પડી હતી. આ બધું શી રીતે બનવા પામ્યું તેની કલ્પના કરવા જેટલી શક્તિ પણ મારામાં નહોતી. હું અકળાઈને ચીસ પાડવા જતી હતી એટલામાં એક વયોવૃદ્ધ પુરુષે મને એક પિતાની જેમ આશ્વાસન આપ્યું અને એ જ બાળક ભવિષ્યમાં મિથિલાના સિંહાસનને શોભાવશે એમ કહ્યું. એ વખતે તો બહુ શ્રદ્ધાને લીધે મેં આગ્રહ ન કર્યો. પણ થોડા દિવસ પછી એ વૃદ્ધ તપસ્વીએ જ પહેલેથી માંડીને બધી વાત સમજાવી. મિથિલાપતિ પમરથ નિઃસંતાન હતો અને તે ભાગ્યયોગે અજાણતાં આ જ અરણ્યમાં આવી ચડયો હતો અને તે જ મારા નવા જન્મેલા બાળકને, મિથિલાના સિંહાસનની શૂન્યતા ટાળવા પાલક પિતા તરીકે પોતાની સાથે લઈ ગયો હતો એ બધું મને પાછળથી સમજાયું. મારો ખોવાયેલો બાળક તે આજનો આ મિથિલાપતિ નમિરાજ.” Page #104 -------------------------------------------------------------------------- ________________ મિથિલાપતિ નમિરાજ ૧૦૩ મદનરેખાએ આ છેલ્લા શબ્દો નમિરાજની સામે જોઈ ઉચ્ચાર્યા અને તેનાં નયનોમાંથી પ્રેમાશ્રુની ધારા વહી નીકળી. નિર્મમ સૈનિક જેવો નિમરાજ, જે આજસુધી માતૃપ્રેમથી અજાણ્યો હતો તે માતાને ઉદ્દેશી ભક્તિભાવે નમ્યો. “નમિના રાજ્યમાં જ મેં આટલા દિવસો ગાળ્યા છે. એને કંઈ જાણ ન .થવા પામે એવી રીતે દૂર દૂર રહીને મેં એનાં સુખકલ્યાણની અહોનિશ પ્રાર્થના કરી છે. મારે તો આખું વિશ્વ સંતાન સમું હોવું જોઈએ; છતાં નમિરાજ પ્રત્યેની એકતરફી મમતાને હું તજી શકી નથી. મારી એ નબળાઈનું મને પૂરેપૂરું ભાન છે. આવા જ કોઈ એકાદ પ્રસંગની રાહ જોતી મારા દિવસો વીતાવી રહી હતી. શુભ મુહૂર્તે નમિરાજને તેની યથાર્થ સ્થિતિ અને સ્વરૂપનું ભાન કરાવી મારે આ દેશ તજીને ચાલ્યા જવું એમ મેં ઘણા દિવસથી નિશ્ચય કરી રાખ્યો હતો. એ નિશ્ચય આજે સંપૂર્ણ થયો છે. અવન્તિપતિ અને મિથિલાપતિ એક જ માતાના સંતાનરૂપે પરસ્પર ભ્રાતૃભાવથી આલિંગે એ મારી દૂરદૂરની આશા આજે સાચી ઠરી છે.’' મદનરેખાની આત્મકથા પૂરી થઈ અને થોડીવાર સુધી ભાવોનું જ એકાધિપત્ય પ્રવત્યું. નમિરાજ અને ચંદ્રયશે માતાને એકવાર-માત્ર એક જ દિવસ, પોતાને ત્યાં આવી જવા પ્રાર્થના કરી; પણ મદનરેખા માતૃહૃદયની નબળાઈ સમજતી હતી. “અવન્તિ અને મિથિલાના મિલન-સ્વપ્ને મારા વ્રત અને આચારમાં કેટલી શિથિલતા આણી છે એ હું તમને શી રીતે સમજાવું? દુર્બળતાના અણુઓથી ઘડાયેલું આ હૃદય પુત્ર અને પુત્રવધૂઓના પરિવારમાં વધુ દુર્બળ બને તો હું આ લોક અને પરલોક પણ ખોઈ બેસું.’’ Page #105 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ અર્પણ + ક્ષમાશ્રમણ I મમતાથી ભયભીત બનેલી માતા તે જ ક્ષણે ત્યાંથી ઊઠી અને અરણ્ય તરફ ચાલી નીકળી. તે અદૃશ્ય થઈ ત્યાં સુધી તેની પાછળ બન્ને પુત્રો મુવતું જોઈ રહ્યા. યુદ્ધ બંધ રહ્યું. સૈન્યો વિખરાયાં અને નમિરાજે ચંદ્રયશની સાથે અવન્તિમાં જિંદગીમાં પહેલી જ વાર પ્રવેશ કર્યો. અવન્તિ અને મિથિલા વચ્ચે ભીષણરૂપે ગર્જતો વિરોધનો સાગર સુકાયો અને બન્ને રાજ્યો આત્મીય સ્વજનની જમ સૌહાર્દના બંધને બંધાયાં. પુરવાસીઓએ આ ઈતિહાસ જાણ્યા અને જાણે માનવભક્ષી રાક્ષસ, કોઈ એક જાદુગરના મંત્રબળે મૃત્યુની ચિરનિદ્રામાં પડ્યો હોય એમ માની આ દેવપ્રેરિત શાંતિ ઉપર અંતરના આશીર્વાદ વરસાવ્યા. સંગીત બંધ પડે પણ તેના સૂર ઘણા વખત સુધી કાનમાં ગુંજ્યા કરે. સ્વપ્ન ઊડી જાય પણ તેની સ્મૃતિ ચિત્તને ઘણીવાર લગી બેચેન બનાવી મૂકે. માતા મદનરેખા સૈનિકોના ઘૂહ વચ્ચે સ્વપ્નની જેમ એકાએક ઊતરી આવી અને તરત જ અદશ્ય થઈ ગઈ તેનો પ્રત્યેક શબ્દ આજે ચંદ્રયશના અંતરમાં ઉદાસ બનાવી મૂકતા સંગીતના સૂરની જેમ ગૂંજી રહ્યો છે-અસ્વસ્થ બનાવી રહ્યો છે. યૌવનના ઉંબરામાં પગ મૂક્તો અવન્તિપતિ એક જ દિવસમાં વૃદ્ધ જેવો બની ગયો. ભોગોપભોગ અને રંગરાગમાંથી તેને રસ ઊડી ગયો. રાજમહેલનો એક એક પત્થર જાણે મદનરેખાના વીતકની નજરે નિહાળેલી કહાણી સંભળાવી રહ્યો હોય અને પોતે જાણે કે વાસનાઓના કારાગારમાં બંદીવાન તરીકે પડ્યો હોય એમ મનમાં ને મનમાં મુંઝાવા લાગ્યો. સત્યનો પ્રખર પ્રકાશ જરા મોડો તેના હોં Page #106 -------------------------------------------------------------------------- ________________ મિથિલાપતિ નમિરાજ ૧૦૫ ઉપર પડ્યો હોત તો મૂચ્છવસ્થાનું સુખ તે ધરાઈ ધરાઈને ભોગવી લેત. પ્રકાશે જ તેને અકાળે જગાડવો. મદનરેખા તો પ્રકાશનાં બે જ કિરણ ફેંકીને ચાલી ગઈ. પૂષ્ણ ચંદ્રયશની ઊંઘ ઊડી ગઈ. એક દિવસે ચંદ્રય નમિરાજને એકાંતમાં બોલાવીને કહ્યું:“ભાઈ, સંસારનો કોઈ અકસ્માતું કે ઉપસર્ગ અર્થરહિત નથી એ હવે મને બરાબર સમજાયું છે. માતાની ઉપર જો આ દુ:ખનું ઘોર વાદળ ન વધ્યું હોત તો અવન્તિ અને મિથિલા ફ્લેશની ભઠ્ઠીમાં સદા સળગતાં સળગતાં કાળાંતરે ભસ્મીભૂત બની નામશેષ થઈ જાત. આજે એ બે મહાન રાષ્ટ્રો ઐક્યના બંધને બંધાવા પામ્યાં એ ખરી રીતે માતા મદનરેખાના જ પુણ્યબળ ને પવિત્રતાને આભારી છે.” પણ એમાં રાતદિવસ વિચાર કરવા જેવું શું છે એ જ મને નથી કળાતું. એ તો એના જેવું છે : વૃક્ષની ડાળીએ એક સરખું સરસ ફળ ઝૂલતું જોઈએ, તીર છોડીએ અને ફળ ફૂટીને પૃથ્વી પર પડે એટલે વળી આગળ ચાલીએ. ફળ હાથમાં આવી ગયા પછી કેમ બન્યું, શા સારુ બન્યું, એમ ન બન્યું હોત તો ? એવા વ્યર્થ વિચારો કરી શા સારુ બળ્યા કરવું ?” નમિરાજ માત્ર વર્તમાનમાં જ મશગુલ હતો, સંસારને સુખધામ માનતો. વિચાર કરવા જેવું કે જીવ બાળવા જેવું કંઈ હોય એ તેની બુદ્ધિને અગોચર હતું. “મહા મહેનતે મેળવેલું ફળ પાછું માટીમાં મળી ન જાય, તેનો સરસમાં સરસ ઉપયોગ થાય તે તો આપણે જોવું જોઈએ ને ? મારી અહોનિશની ચિંતા પણ એ જ છે. માતાના ઈતિહાસે મને બેચેન બનાવ્યો છે, છતાં મારું મોટામાં મોટું આશ્વાસન તો એ છે કે એ બલિદાન, અકસ્માત્ અને ઉપસર્ગમાંથી બે મહાન રાષ્ટ્રોનું ઐક્ય જન્યું છે. એ ઐક્ય સ્થાયી સ્વરૂપ લે, એક મહાસામ્રાજ્યના મંડાણ-રૂપ બને તે માટે તે થોડું વધુ બલિદાન આપણી પાસે માગી લે છે. અને મેં નિશ્ચય Page #107 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ અર્પણ + ક્ષમાશ્રમણ કર્યો છે કે હું મોટો હોવાથી તેમજ મારા સ્વભાવ અને આશયને અનુકૂળ હોવાથી મારે જ આ અવન્તિની ગાદીએ મારા સહોદર એવા મિથિલાપતિને સ્થાપી, મારે જિનશાસનના ધોરી માર્ગે ચાલી નીકળવું.” એકવાર નમિરાજ પોતે જે અવન્તિપતિનો ઘાત કરવા તૈયાર હતો તે અવન્તિપતિના વિરાગના આ શબ્દો સાંભળી ઉદ્વિગ્ન થયો. નવી રાજઋદ્ધિ પ્રાપ્ત થવાથી તે ભલે સંતુષ્ટ હોય, પણ સહોદરના નિર્મળ પ્રેમભાવને ગુમાવવા તૈયાર ન હતો. જો ભાઈ” ચંદ્રયશે વધુ સ્પષ્ટીકરણ કરતાં કહ્યું “તું હજી નાનો છે-જન્મથી નહીં તો પણ ભાગ્યથી તે મિથિલાની સમૃદ્ધિ મેળવી છે. ખરેખર તું ભાગ્યશાળી છે, બળવાનું છે અને મહેચ્છાઓથી પણ પરિપૂર્ણ છે. મિથિલા અને અવન્તિના સંયુક્ત શાસનનો પ્રતાપ તું આખા આર્યાવર્તમાં ફેલાવી શકશે. માતાએ જે દુ:ખ ને પરિતાપ વેડ્યાં છે તેની પાસે મારો આ ત્યાગ તો કંઈ જ વિસાતમાં નથી. અવન્તિ અને મિથિલા એક અને અભિન્ન રહે એ મારા જીવનની મહાકાંક્ષા આજે પાર પડી છે. સાધુસમુદાયમાં રહ્યો રહ્યો પણ એ દેવવાંછિત દેશ્ય નિહાળી મારા અંતરના આશીર્વાદ મેરીશ.” નમિરાજે તરતમાં તો સંમતિ ન આપી. પણ જેમ જેમ દિવસો વીતતા ગયા. અને ચંદ્રશે ભોગ-વૈભવની વચમાં વસવા છતાં પોતાના જીવનને છેક વૈરાગ્યમય બનાવી મૂક્યું ત્યારે જ નમિરાજે અવન્તિનું શાસન સંભાળી લઈ મોટા ભાઈ ચંદ્રશને મુનિધર્મનાં મહાવ્રત અંગીકાર કરવાની રાજીખુશીથી અનુમતિ આપી. નમિરાજ જેટલો યુદ્ધવીર હતો તેટલો જ શૃંગારપ્રિય હતો. કાં તો તે સૈન્યનું સંચાલન કરતો હોય અને કાં તો હજારો રમણીઓથી વીંટળાઈ ઉદ્યાનની એકાદ કુંજમાં રસપ્રમત્ત ભંગની જેમ પડ્યો હોય. એ સિવાય જીવનના નિર્દોષ રસ, આનંદ કે ઉલ્લાસથી સાવ અજ્ઞાત હતો. Page #108 -------------------------------------------------------------------------- ________________ મિથિલાપતિ નમિરાજ ૧૦૦ છતાં તેના પ્રબળ પ્રતાપે આસપાસના નાના-મોટા સામંતો અને પ્રતિસ્પર્ધીઓને નિપ્રભ બનાવી દીધા. નમિરાજ એ કોઈ મહા સમ્રાટ થવાને સર્જાયો હોય એવી તેની કીર્તિકથા દૂર દૂરના દેશોમાં પણ ફેલાઈ ગઈ રાગ અને વિરાગ વચ્ચે શોક્યનો નહીં પણ સગી બહેનોના જેવો સંબંધ હોય છે એ વાત વખત જતાં નમિરાજે પોતાના જીવનથી સત્ય કરી દાખવી. અતિ રંગરાગથી કંટાળેલો વિલાસી જ્યારે કંઈ જુદા જ પ્રકારની તૃપ્તિ કે શાંતિને માટે તલસતો હોય છે ત્યારે વિરાગ પોતે સામે આવી, તેને સ્નેહથી સ્પર્શે છે, આલિંગે છે અને ઊંડી તૃપ્તિ ઊપજતાં સુધી તેની પાછળ ને પાછળ ફરતી રહી સતી સન્નારીની જેમ સ્વસ્થતાના ગર્ભાગારમાં લઈ જાય છે. નમિરાજ પણ એક દિવસ નિત્યના વિનોદ, વિલાસ અને શૃંગારથી થાક્યો-કંટાળ્યો. રમણીઓનાં જે નૂપુરઝંકાર અને કંકણધ્વનિ તેને સંસારના સારભૂત લાગતાં તે જ ઝંકાર અને ધ્વનિ તેને હવે અમારાં થઈ પડ્યાં. સવીર્યતા કોઈ દિવસ વચલો માર્ગ નથી સ્વીકારતી. ધીમે ધીમે-ક્રમે ક્રમે” એ પ્રકારનાં સંસારના કહેવાતા ડહાપણ સામે તે બળવા જ કરતી આવી છે. મિરાજે પણ વચલો માર્ગ પસંદ ન કર્યો. એક દિવસે અતુલ રાજવૈભવ અને દુર્ભેદ્ય મોહજ્જાળને તોડી, પ્રપંચને સામેપાર પહોંચી ગયો. દેવતા એ તેની વિરાગદશાની દૃઢતા કસવા ઘણા ઉપસર્ગો કર્યા, પણ એક વખતનો બળવાન મગધપતિ એ અનુકૂળ તેમજ પ્રતિકૂળ ઉપસર્ગ વચ્ચે પણ મેરુ શિખરની જેમ અડગ, અચળ અને અડોલ રહ્યો. નમિરાજ રાજા મટી રાજર્ષિ તરીકે વિશ્વવંદ્ય બન્યા. WWW.jainelibrary.org Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ અર્પણ + ક્ષમાશ્રમણ સ્વયં મહાવીર ભગવાન જે રાજર્ષિના શ્રદ્ધાબળ અને ત્યાગબળને પ્રશંસે તેની આત્મદશા કેટલી ઉન્નત, ભવ્ય અને વંદનીય હશે? રાગમાંથી જન્મેલો વિરાગ, પંકમાંથી જન્મતા પંકજની જેમ કેટલો મનોરમ લાગે છે ? Page #110 -------------------------------------------------------------------------- ________________ ક્ષિમાશ્રમણ લેખક : સુશીલ : પ્રકાશક : શ્રી શ્રુતજ્ઞાન પ્રસારક સભા, અમદાવાદ - ૧૪. સને ૧૯૩૯ સં. ૧૯૯૫ Page #111 -------------------------------------------------------------------------- ________________ અર્પણ + ક્ષમાશ્રમણ લેખક : સુશીલ પ્રતિ : ૧૨૫૦ ક્ષમાશ્રમણ – પૃષ્ઠ સંખ્યા : ૯ + ૧૨૨ = ૧૨૮ પુનર્મુદ્રણ : સં. ૨૦૬૪ (ઇ.સ.૨૦૦૮) : પ્રાપ્તિસ્થાન : જિતેન્દ્રભાઈ કાપડિયા c/o. અજંતા પ્રિન્ટર્સ ૩૧૪ બી, સત્તર તાલુકા સોસાયટી, પોષ્ટઃ નવજીવન, અમદાવાદ -૧૪. ફોનઃ (ઓ) ૨૭૫૪૫૫૫૭ (રહે.) ૨૬૬૦૦૯૨૧ શરદભાઈ શાહ ૧૦૨, વી. ટી. એપાર્ટમેન્ટ, દાદાસાહેબ પાસે, કાળાનાળા, ભાવનગર-૩૬૪૦૦૧. ફોન : ૨૪૨૩૭૯૭ વિજયભાઈ બી. દોશી (મહુવાવાળા) સી-૬૦૨, દત્તાણીનગર, બિલ્ડીંગ નં.-૩, એસ.વી. રોડ, બોરીવલી (વેસ્ટ) મુંબઈ-૯૨ મોબાઈલ : ૯૮૨૦૪ ૭૮૮૦૪ મુદ્રકઃ કિરીટ ગ્રાફીકસ ૨૦૯, આનંદ શોપીંગ સેન્ટર, રતનપોળ, અમદાવાદ-૧. ફોન: ૦૭૯-૨૫૩પર૧૦૨ Page #112 -------------------------------------------------------------------------- ________________ નિવેદન : પુનર્મુદ્રણ પ્રસંગે વિ. સં. ૨૦૧૮/૧૯ની વાત છે. મારી વય નાની શિષ્ટવાચનનો શોખ. શ્રી સુશીલની અર્પણ-ક્ષમાશ્રમણ અને વેરનો વિપાક હાથમાં આવી. ગમી. વારંવાર વાંચવાનો નાદ લાગ્યો. સંસ્કૃત વ્યાકરણના અભ્યાસની શરૂઆત. ‘અર્પણ” ચોપડીની ગુજરાતી વાર્તાને સંસ્કૃત ભાષામાં ઢાળવાનું મન થયું પ્રેરણા મળી. કામ શરૂ કર્યું બે-ત્રણ વાર્તા એ રીતે લખી. ઉત્તમતાનો આગ્રહ. તેથી સુશીલની લખાવટ જચી ગઈ વર્ષો વીત્યા એ ચોપડીઓ દુર્લભ થઈ કોઈ પુનઃ પ્રકાશન કરે તો સારું. એવું મનમાં થયા કરે. વર્ષો પછી આજે થયું કે કોઈશું કામ! તુંજ કરને! અને આજે આ પરિણામ આવ્યું કે ચોપડી તમારા હાથમાં છે. નવી પેઢીને વાર્તાનો રસ સહજ હોય છે. આ નવી શૈલીમાં લખાયેલી વાર્તા વાચકને ગમશે તેમાં તણાશે એવો વિશ્વાસ છે. હવે જમાનો પલટાયો છે કોક આની અંગ્રેજી આવૃત્તિ કરે તો વધુ ઉપાદેય બને અને એવી માંગ ચારે દિશામાંથી આવે છે તેથી તેનો યોગ્ય પડઘો પડશે એવી આશા છે. આનો પણ ઉપાડ થશે અને નવી પેઢીને સુશીલની કલમનો પરિચય થશે. વિ. સં. ૨૦૬૪, મહા સુદિ દશમી મલ્લિતીર્થ પ્રતિષ્ઠા દિવસે શ્રી નેમિ-અમૃત-દેવ-હેમચંદ્રસૂરિ શિષ્ય બોરિવલી પૂર્વ પ્રદ્યુમ્નસૂરિ દોલતનગર Page #113 -------------------------------------------------------------------------- ________________ શ્રુત લાભ શ્રી હર્ષદરાય પૂનમચંદ દોશી (વલભીપુર વાળા) હાલ બોરિવલી (પશ્ચિમ) મુંબઈ - ૯૨. Page #114 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુ.ક્ર.. પૃષ્ઠ ૧૨૧ ............ .......... ... ૧ જO વિષય (૧) ચિલાતીપુત્ર.. (૨) ઢંઢણકુમાર... ......... (૩) સ્કંદક આચાર્ય (૪) હરિકેશિબલ.... (૫) નંદિષેણ ... ૧૪૭ C S ૬O ...... .... ૧૬૮ (૬) ગજસુકુમાલ.. ........... ૧૭૮ •. ૮૮ (૭) અવંતી સુકુમાલ.... (૮) મેતાર્ય મુનિવર .... ૧૯૯ (૯) ધન્ના-શાલિભદ્ર .... ૨૧૧ Page #115 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાશ્રમણ Page #116 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ સંસ્કૃતિમાં ક્ષમા અને ઉપશમ સાધુ–સંત, મુનિ-તપસ્વી, સાધક-ઉપસાધક, યતિઋષિ–સંન્યાસી વગેરે શબ્દો પ્રાયઃ એક જ અર્થમાં વપરાય છે. વિભિન્ન ભાવોનો બોધ કરનારા એ પર્યાયો આપણી આંખ આગળ આખરે તો એક સંસારત્યાગીનું જ ચિત્ર ખડું કરે છે. ક્ષમાશ્રમણ પણ સાધુનો એવો જ એક પર્યાયવાચક શબ્દ છે. શ્રમણજીવનમાં ક્ષમા મુખ્ય છે એ પ્રકારનો ધ્વનિ એમાં સમાયેલો છે. જૈન સાધુ મુનિ છે, ત્યાગી–તપસ્વી અને સાધક પણ છે, પરંતુ સૌથી વિશેષ તો એ ક્ષમાશ્રમણ છે. કવિવર ઠાકુરની એક કવિતામાં “ક્ષમાસુંદર ચક્ષુ” એવો એક પ્રયોગ આવે છે. સહેજ અપમાનિત બનેલ બૌદ્ધ ભિક્ષુ એક અભિસારિકા પ્રત્યે, રાત્રી ટાણે ક્ષમાભાવથી જોઈ રહે છે તે એમણે બહુ જ ટૂંકામાં “ક્ષમાસુંદર ચહ્યું” એ પ્રયોગથી સૂચવ્યું છે. ક્ષમાશ્રમણ કેવળ સાધુ–મુનિનો પર્યાયવાચક નથી. શ્રમણ સંસ્કૃતિનો સમગ્ર ઇતિહાસ એમાં સમાઈ જતો જણાય છે. બીજમાં જેમ આખું વૃક્ષ સમાયેલું રહે . તેમ આવા શબ્દોમાં ધ્યેય અને ઈતિહાસ-પરંપરા સુરક્ષિત રહે છે. એક જ દાખલો ઉતા: Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ અર્પણ + ક્ષમાશ્રમણ પાટણની રાજસભામાં શ્વેતાંબરો અને દિગંબરો વચ્ચે શાસ્ત્રાર્થ ચાલતો હતો. શાસ્ત્રાર્થ એટલે એક પ્રકારની મહાક્રાંતિનો પૂર્વરંગ. જે હારે તેને સામાજિક તેમજ આર્થિક દૃષ્ટિએ ઘણું સહન કરવું પડે. કદાચ દેશનો સમૂળગો ત્યાગ કરવો પડે. શાસ્ત્રાર્થ એકલા વાદી-પ્રતિવાદી પંડિતો સાથે સંબંધ નહોતો ધરાવતો. અનુયાયીઓ ઉપર પણ તેના ઓળા ઉતરે. એટલે જ આવા શાસ્ત્રાર્થોમાં વિજય મેળવવાની અનેક પ્રકારની યુક્તિઓ-પ્રયુક્તિઓ યોજાતી. સામા પક્ષના આચાર્ય અથવા તો એમના કોઈ સાથી શાસ્ત્રાર્થ કરતાં જરા આક્રોશપૂર્વક અછાજતું વેણ બોલી ગયા. એનો તરત જ પ્રતિકાર કરવા શ્વેતાંબર શ્રમણસંઘના એક મુનિ તાડુક્યા અને કંઈક એવું આવેશપૂર્વક કહી નાખ્યું કે જે જૈન તપસ્વીને ન શોભે. તરત જ શ્વેતાંબર શ્રમણ સંઘના જે આચાર્ય આગેવાન તરીકે ત્યાં બેઠા હતા તેમણે પેલા મુનિને ઉદેશીને કહ્યું “જૈન સાધુ એટલે ક્ષમાશ્રમણ! ઉપશમ અને ક્ષમાના ભોગે જો શાસ્ત્રાર્થમાં જય મળતો હોય તો એની ફૂટી બદામ જેટલી પણ કિંમત નથી. સિદ્ધાંતનો આત્મા ગુમાવ્યા પછી ખાલી ખોળિયાને લઈને શું કરવું?” આચાર્યના શ્રદ્ધા–ઉજ્વલા થોડા શબ્દોએ શાસ્ત્રાર્થની સભાનું વાતાવરણ જ પલટી નાખ્યું. આખરે ક્ષમા અને ઉપશમના પ્રભાવે શ્વેતાંબર જૈન આચાર્યે વિજયનો ધ્વજ ફરકાવ્યો. એ વિજયને વર કે કટુતાના સ્પર્શ સરખો પણ ન થયો. અહિંસા અને અનેકાંત જેમ જૈન સિદ્ધાંતના બે આધારસ્થંભ છે તેમ ઉપશમ અને ક્ષમા સંઘજીવનના પ્રાણસ્વરૂપ છે. પ્રાણા ચાલ્યા જાય પછી કલેવરની જેમ કંઈ કિંમત નથી રહેતી તેમ ક્ષમા ને ઉપશમ ગુમાવ્યા પછી આચારપરંપરા કે સૈદ્ધાત્તિક આદર્શનો પણ કંઈ અર્થ નથી રહેતો. Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ ભ0 મહાવીર મહાન તપસ્વી તો હતા જ પણ તે સાથે પરમ ક્ષમાશ્રમણ પણ હતા. ચંડકૌશિક સમા વિષધર સામે એમણે ક્ષમા અને ઉપશમનો પરચો બતાવ્યો છે એટલું જ નહિ પણ પોતાનો એક વખતનો શિષ્ય અને સહચર ગોશાલો, જે વખત જતાં ભગવાનનો ઉન્મત્ત પ્રતિસ્પર્ધી બની ગયો હતો, જેણે ભગવાનની સામે તેજલેશ્યા જેવી પ્રચંડવિઘાતક શક્તિનો પ્રયોગ કર્યો હતો અને જેને લીધે ભગવાનને છ મહિના લગી પીડા વેઠવી પડી હતી તેના પ્રત્યે પણ તેમણે મમતા, કરુણા અને વાત્સલ્યની જ અમૃતધારા વહાવી છે. એ યુગ અને એ કાળના ધર્મસંસ્થાપકો જ્યારે શાબ્દિક ચર્ચાઓમાં એટલે કે વિરોધીઓના મતનું ખંડન કરવામાં અને પોતાના સિદ્ધાંતનું પ્રતિપાદન કરવામાં રોકાએલા દેખાય છે ત્યારે પણ ભ. મહાવીર તો પોતાના જીવન દ્વારા ઉપશમ અને ક્ષમાનો જ મૌનભાવે પ્રચાર કરતા જણાય છે. ઉપશમ (રાગ-દ્વેષ, ક્રોધ–મોહ આદિ કષાયોને શમાવી કે શોષવી નાખવા તે ) જૈન સિદ્ધાંત અને સંસ્કૃતિનો આત્મા છે એ વાત એમણે માત્ર શબ્દોથી સાબીત નથી કરી. જીવનના પ્રત્યેક પગલામાં કદી ભુંસાય કે ભુલાય નહિ એવી રીતે પ્રસ્થાપિત કરી છે. મૂળ પુરુષના જીવનમાં જે રંગ પાકો કે ઘુંટાએલો નથી હોતો તે, એમની પાછળ લાંબો સમય નથી ટકી શકતો, ઊડી જાય છે. શ્રમણ-સંઘના ઇતિહાસમાં જો કે તપ–વિરાગ–આત્મબલિદાનની રંગછટા અનોખી છે–પાને પાને એની ઝલક દેખાય છે, પણ તાત્ત્વિક દૃષ્ટિએ જોઈએ તો એ વિધવિધ રંગી અસ્તરની અંદર ઉપશમ અને ક્ષમા જેવાં અલૌકિક રત્નોનો જ પ્રકાશ ઝળહળે છે. દરેક સંસ્કૃતિને પોતપોતાનાં પ્રતીક હોય છે. નાની શી આકૃતિની અંદર સિદ્ધાંત કે સૂત્રને સમાવવાનો એ એક Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ અર્પણ + ક્ષમાશ્રમણ. કલાત્મક પ્રયોગ છે. દાખલા તરીકે આર્યસંસ્કૃતિનું પ્રધાન પ્રતીક કમળ છે. એનો અર્થ એ કે કમલમાં જે અલિપ્ત રહેવાનો ગુણ છે, કાદવમાંથી પણ સુવાસ અને સુકુમારતા ગ્રહણ કરવાની જે શક્તિ છે તેની જ ઉપાસના અને આદર આર્યો કરે છે. આવાં બીજાં પણ પ્રતીકો છે. શ્રમણ-સંસ્કૃતિનું પ્રતીક “ક્ષમા-શ્રમણ” છે. બીજાં પ્રતીકોના અર્થ તો ક્વચિત ભૂલી જવાય, પણ આ ક્ષમાશ્રમણ શબ્દની અંદર જે અર્થ છે તેમાં મુદલ ગેરસમજ થવાનો કે ભુલાવાનો ભય નથી. શ્રમણોએ માત્ર આત્મહિતની જ સાધના નથી કરી–લોકહિતના સર્વશ્રેષ્ઠ સાધક તરીકેની એમની નામના કોઈ રીતે ઊતરતી નથી. સમાજ પાસેથી ઓછામાં ઓછું ગ્રહણ કરવું– ન છૂટકે વસ્ત્ર પાત્ર કે લૂખુસૂકું અન્ન કેવળ સંયમનિર્વાહ અર્થે સ્વીકારવું અને બદલામાં વધારેમાં વધારે આપવું.-પગપાળા વિહરતા રહીને ધર્મસંસ્કારનો પ્રચાર કરવો એટલું જ નહિ પણ ભૂખ-તૃષાના પરિસો ઉપરાંત અજ્ઞાનીઓ અને વિરોધીઓ તરફથી આવતા ઉપસર્ગો શાંતભાવે સહી લેવા એ શ્રમણ-જીવનની પ્રથમથી જ મૂળ સાધના રહી છે. જે યુગમાં સામાન્ય જનસમુદાયને આ શ્રમણોની પૂરી પિછાન નહોતી-રાજક્રાંતિઓ અને સાંપ્રદાયિક ઉત્થાન–પતનની આંધીઓ ચડી આવતી એ વખતે આ શ્રમણ-સંસ્થાએ જે શાંતિથી–ક્ષમાથી સહન કર્યું છે તે જોતાં એમને માટે વપરાતો ક્ષમાશ્રમણ શબ્દ સાર્થક અને યથોચિત હોય એમ જ લાગે છે. આ શ્રમણોએ બીજી મોટી પદવીઓથી રાચવાને બદલે માત્ર ક્ષમાશ્રમણ તરીકેના બિરુદમાં જ સંતોષ અને ગૌરવ અનુભવ્યા છે. દેવર્ધિગણિ જેવા બહુશ્રુત અને વિશ્વવંદ્ય પુરુષે પોતાના નામ સાથે માત્ર ક્ષમાશ્રમણ શબ્દ જ યોજ્યો છે. Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ શ્રમણપણાનો સળંગ ઇતિહાસ જાણે કે વલોવાતો-ઘટ્ટ બનતો ક્ષમાશ્રમણત્વમાં પરિણમે છે. એ શબ્દના ઉચ્ચાર સાથે જ શ્રમણ સંસ્કૃતિની વિશિષ્ટતા મૂર્તિમંત બને છે. ક્ષમાશ્રમણોએ ઉપદેશેલા–પ્રચારેલા ઉપશમ, વિવેક કે ક્ષમાને વિષે અહીં વધુ વિવેચન કરવાની જરૂર નથી. જૈન–સંઘના આ ક્ષમાશ્રમણો કોઈ એક વર્ગ કે વર્ણમાંથી નથી આવ્યા. એમાં રાજકુવરો છે, શ્રેષ્ઠીપુત્રો છે, ચંડાલો અને દાસીપુત્રો પણ છે. છેક છેલ્લા થરના છે તેમ વૈભવ અને પ્રતિષ્ઠાના શિખરે વિહરનારાઓ પણ છે. ક્રમે ક્રમે ત્યાગ વિરાગમાં પ્રવેશનારા તેમજ પરિસ્થિતિવશ અકસ્માત્ ઝબકીને જાગી જનારા પણ આ શ્રમણ સમુદાયમાં છે. તે સાથે સેંકડોને પોતાના વહાણમાં બેસારીને તારનારા અને છતાં પોતે બૂડનારા-માનવસહજ નબળાઈની લીલા દાખવનારા પણ આ સમુદાયમાં છે. જાણે કે શ્રમણોની એક જુદી જ સૃષ્ટિ છે. જૈન સંઘના મોટા ભાગના ક્ષમાશ્રમણોનો અભ્યાસ કર્યા પછી જ આ ચરિત્રો આલેખ્યાં છે એવો મારો દાવો નથી. “ઉપદેશમાળા' અવલોકતાં જે ચરિત્રો મળી આવ્યાં તેમને માત્ર મેં મારી વાણીમાં આલેખ્યાં છે. આમાં ઐતિહાસિક્તા કેટલી, પૌરાણિકતા કેટલી તેમજ પરંપરાનો પાસ કેટલો એ પ્રશ્ન ઉકેલવા જેટલાં મૌલિક સાધનો અત્યારે આપણી પાસે નથી–તેમ એટલો અવકાશ પણ નથી. ગમે તેમ, પણ આ ક્ષમાશ્રમણો જો આપણા આત્મીય જેવા લાગે, સંસારસાગરના સુકાનીઓ ને દીવાદાંડી જેવા માર્ગદર્શક લાગે તો પણ મારો શ્રમ લેખે લાગ્યો માનીશ. - સુશીલ Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ અર્પણ + ક્ષમાશ્રમણ સંક્ષોભ ઊપજે એવા સંયોગોમાં પણ મનને લેશમાત્ર મેલું ન થવા દેવું એનું નામ ક્ષમા. ક્ષમા અહિંસાનાની જ સગી અને પહેલા ખોળાની પુત્રી છે. રૂપેરંગે તેમજ આકૃતિમાં ને પ્રકૃતિમાં પણ એ બરાબર એની માતાને જ મળતી આવે છે. અહિંસા વિષે જેને પૂરી સમજણ નથી તે ક્ષમાને પણ નહિ સમજી શકે. અહિંસાની જેમ ક્ષમા પણ મનોવ્યાપાર સાથે ઘણો નિકટનો સંબંધ ધરાવે છે. સહિષ્ણુતા-શક્તિની છેલ્લી કસોટી પણ ક્ષમાથી જ થાય છે. જેણે સહન કરવાની શક્તિ કેળવી કે સંઘરી નથી તે ક્ષમાના વિષયમાં પછાત જ રહેશે. સહિષ્ણુતામાં જે કંગાળ હોય તે જો પોતાને ક્ષમાશીલ કહેવરાવે તો બે આંખે અંધ એવો માણસ પણ પોતાને વિશાળ-લોચન કહેવરાવી શકે. નિર્બલ કે બીકણ, જે ભયનો મુકાબલો સામી છાતીએ ન કરી શકે તે ક્ષમાશીલ નથી. ક્ષમા અથવા ઉપશમ એ જ સર્વ જૈન શાસ્ત્રોનો નિષ્કર્ષ છે. એટલે જ ક્ષમાશ્રમણી પણ અહોનિશ વંદનીય છે. Page #122 -------------------------------------------------------------------------- ________________ ચિલાતીપુત્ર [૧] ચિલાતી દાસીપુત્ર હતો. માતાનું નામ ચિલાતી હોવાથી શેરીના લોકો એને ચિલાતીપુત્ર કહીને બોલાવતા. ગૃહસ્થોના પુત્રોને માટે નામકરણવિધિ હોય તેવો કોઈ વિધિ દાસીપુત્ર માટે હજી સુધી યોજાયો નહોતો. પુત્રજન્મના સૌભાગ્યે ચિલાતીની માતા દાસીપણામાંથી મુકત થઈ. તે વખતનો એ એક સામાજિક નિયમ હતો. પુત્ર કે પુત્રીની માતા બને અથવા એનાથી કોઈ મહાન પુણ્યકાર્ય થાય તો તે દાસીપણામાંથી મુક્ત થાય. ચિલાતીની માતા ધનાવહ શેઠને ત્યાં (રાજગૃહીમાં) નોકરી કરતી કુટુંબના જ એક અંગરૂપ હતી. ધનાવહ શેઠને એક સુસુમા નામની પુત્રી હતી. સુસુમા અને ચિલાતીપુત્ર બન્ને સાથે જ રમતાં અને ઊછરતાં. દાસીપુત્ર હોવા છતાં શેઠને એ પુત્ર પ્રત્યે પૂરી મમતા હતી. ચિલાતીને માટે શિક્ષણ કે સંસ્કારનાં દ્વાર બંધ હતાં. એક તો દાસીપુત્રને ભણાવવા કોઈ ગુરુ તૈયાર નહોતા અને કદાચ ભણેગણે તો પણ એ જમાનાના શિક્ષિત, સંસ્કારી ગણાતા કુલીન સમાજમાં એને સ્થાન ન હતું. Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ અર્પણ + ક્ષમાશ્રમણ ચિલાતી ઘરમાં સુસુમા સાથે રમે–ખેલે–ખાય-પીવે એ સામે ધનાવહ શેઠનો કે એમની પત્નીનો વાંધો નહોતો. એક દિવસ ચિલાતી પોતાને યોગ્ય સ્થાન શોધી લેશે એવી એમણે સ્વાભાવિક આશા રાખી હશે. કમનસીબે ચિલાતીની માતા, ચિલાતીને પાંખ આવે તે પહેલાં જ મૃત્યુ પામી. શેઠ કે શેઠાણી ચિલાતીની કેટલીક સંભાળ લે ? જેમ જેમ ચિલાતી જુવાન થતો ચાલ્યો તેમ તેમ તેની હેડીના મિત્રો અને સંગાથીઓ પણ આવી મળ્યા. કુલીનોના કુટુંબમાં હળવા-મળવાનો જેને જન્મથી કશો અધિકાર નહોતો તે ગામ તથા શેરીના રખડુ સાથીઓમાં અનાયાસે ભળી ગયો. ધનાવહ શેઠને એ નહોતું ગમતું. એક-બે વાર એમણે ચિલાતીને ચેતવેલો કે આ વનેચર જેવા મિત્રોની સોબતનો તને પોતાને ડાઘ ન લાગે એ જોજે. પણ શેઠની શિખામણ માત્ર શું કામ આવે? શિખામણમાત્રથી થોડું જ કોઈ સુધરે? ચિલાતી સ્વભાવે ચપળ હતો, શરીરે સ્વસ્થ હતો. વય વધતાં જાણે કે પોતાને પાંખો આવતી હોય એવી થોડી ખુમારી પણ રાખતો. ઘરમાં સૌથી અધિકો સ્નેહ, ચિલાતી ઉપર જો કોઈનો હોય તો સુસુમાનો. સુસુમા પણ હવે કંઈ બાલિકા નહોતી રહી. છતાં એને ચિલાતીની સાથે રમવાનું, અલકમલકની વાતો કરવાનું, ઠઠામશ્કરી કરવાનું ગમતું. બાલ્યાવસ્થાનાં તોફાનો અને વિનોદો સંભારી સુસુમા અને ચિલાતી ઘણીવાર અહોભાગ્ય અનુભવતાં. સુસુમા હવે થોડી લાવતી બની હતી. સૌના દેખતાં ચિલાતીનું થોડું કૃત્રિમ સન્માન કરતી, પણ એકાંત મળતાં નિર્દોષભાવે રાગ–અણરાગ-રોષ કે તિરસ્કારના ભાવ ભજવતી. Page #124 -------------------------------------------------------------------------- ________________ ચિલાતી પુત્રી ૧૨૩ રઝળુ સાથીઓના સહવાસમાં ચિલાતી ઘણોખરો સમય ઘરની બહાર વીતાવે એ સુસુમાને નહોતું ગમતું. ચિલાતી બળવાન છે સંગાથીઓમાં સરદાર જેવો છે એટલે ભલે થોડીવાર બહાર જાય, રખડે રઝળે, પણ સુસુમા એની રાહ જોતી બેઠી હોય છે એ વાતનું તો એને પાકું સ્મરણ રહેવું જ જોઈએ. સુસુમા ઘણી વાર એ આશા અને આકાંક્ષામાં છેતરાતી. ચિલાતી મોડો મોડો ઘરમાં આવે–પોતાના ભાગનું ખાવાનું રાખ્યું હોય તે ખાય અને ઘસઘસાટ ઊંઘી જાય. બીજે દિવસે પણ એની જ પુનરાવૃત્તિ થાય. સુસુમા કોઈ કોઈ વાર લડતી-ઝગડતી; પણ એથી આગળ કેમ વધવું એ નહોતી જાણતી. એક દિવસે સુસુમા ચિલાતુપુત્રની રાહ જોતી જોતી થાકી ગઈ. ચિલાતીની ખાતર નહિ, પણ ચિલાતી વિના જાણે કે એને ઘરમાં ચેન જ નહોતું પડતું. મોડી રાતે ચિલાતી ઘરે આવ્યો. સુસુમાં એકલી જાગતી પથારીમાં પડી હતી. ચિલાતી જેવો આવ્યો કે તરત જ તે તેની પાસે ગઈ. પૂછયું: ‘ચિલાતી અત્યાર સુધી ક્યાં હતો ?” ચિલાતીએ હંમેશની ઢબે બેપરવાઈથી જવાબ આપ્યોઃ “બીજે ક્યાં ? મારા દોસ્તો સાથે !” હવે હદ થાય છે ! મારે તારી રાહ જોતાં ક્યાં સુધી બેસી રહેવાનું?” સુસુમા ગુસ્સાના આવેશમાં બોલવા માગતી હતી, પણ હૈયામાં જે સ્નેહોર્મિઓ ઊછળતી હતી તે કંઈ ઉભરાયા વિના થોડી જ રહે? “સુસુમા ! આ સમાજમાં, મારા સાથીઓ સિવાય મારે બીજું સ્થાન જ ક્યાં છે? ગમે તેવો તોય હું દાસીપુત્ર.” Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ અર્પણ + ક્ષમાશ્રમણ “છું ત્યાં સુધી તારે બીજી કોઈ ચિંતા શા સારુ કરવી જોઈએ?” ચિલાતીના અંતરની ગ્લાનિને ધોઈ નાખવા સુસુમા માંડમાંડ એટલા શબ્દો બોલી. એનું હૃદય ભરાઈ આવ્યું. ચિલાતીની સ્થિતિની પૂરેપૂરી કલ્પના તો તે કઈ રીતે કરી શકે? એટલું સમજાયું કે ચિલાતી આશ્રિત છે-અસહાય છે. આ ઘરમાં એનું સ્થાન નદીનાવ સંયોગ જેવું ક્ષણિક અને અસ્થિર છે. સુસુમાએ એને સમજાવવાનો પ્રયત્ન તો ઘણો કર્યો કે પોતે ચિલાતીને રઝળતો નહિ મૂકે–સુસુમાની સ્નેહગ્રંથી એને આ ઘરની સાથે જ બાંધી રાખશે અને એમ કદાચ નહિ બને તો પોતે સર્વસ્વની આહુતિ આપીને પણ ચિલાતીની પાછળ ચાલી નીકળશે. એક યા બીજી રીતે પોતાની અકૃત્રિમ વાણીમાં સુસુમાએ આત્મનિવેદન કર્યું તો ખરું, પણ એને, લાંબા વખતની વાતચીત અને ચર્ચા પછી લાગ્યું કે પોતે જે કહેવા માગતી હતી તેનો હજારમો અંશ પણ કહી શકી નથી. સુસુમા અને ચિલાતી પરસ્પરના સ્નેહ-સૌહાર્દ કે સમર્પણને સંપૂર્ણ સમજયાં હશે કે નહિ તે તો કોણ જાણે, પણ એ ઘરના મુખ્ય માણસ ધનાવહ શેઠથી એ વાત છૂપી ન રહી શકી. ધના શેઠને ચિલાતીપુત્ર પ્રત્યે મમતા તો હતી–બની શકે તો એને પોતાની નજર સામે જ રાખવાની અને કેળવવાની પણ ઈચ્છા હતી, પરંતુ ચિલાતી દાસીપુત્ર છે—નીચલા થરનો માનવી છેઃ સુસુમા જેવી કુલીન કન્યાનો સમોવડ તો તે કેમ જ બની શકે? હમણાં હમણાં સુસુમા એની તરફ વધુ પક્ષપાત બતાવવા લાગી છે અને કદાચ બે દિવસ પછી એ ચિલાતીને જ પરણવાની હઠ પકડે તો કુળને મોટું કલંક લાગે એવી ધના શેઠને બીક રહ્યા કરે છે. એક દિવસે ઊનાળાના ખરા મધ્યાલે–જ્યારે પશુ-પંખી પણ છાયામાં સંતાઈને બેઠાં હતાં–ગૃહસ્થો જમી પરવારીને વિશ્રાંતિ લેતા હતા તે વખતે ચિલાતીપુત્ર ધના શેઠના આંગણમાં ઉતાવળે પગલે Page #126 -------------------------------------------------------------------------- ________________ ચિલાતી પુત્ર ૧૨૫ આવી ચડ્યો. સૂર્યનાં ઉગ્ર કિરણોએ એના વદનને લાલચોળ બનાવી દીધું હતું. ઊઘાડા માથાના મેલા–છૂટા વાળ ફરફરતા હતા. પગ ઉપર ધૂળના થર બાઝયા હતા. ચિલાતીનાં પગલાં સુસુમાં ગમે તેટલે દૂરથી ઓળખી લેતી. તે પોતાના ઓરડામાંથી બહાર આવી, સ્નેહમિશ્રિત રોષથી ચિલાતી સામો જોઈ રહી. કોઈએ ધડો ન કર્યો એટલે અહીં આવ્યો?” એવી મતલબનું કઠોર વાક્ય કહેવા એની જીભ સળવળી પણ પિતાજી કદાચ સાંભળે, અને એનો ખોટો અર્થ કરવામાં આવે એવી બીકથી એ મૌન રહી. સુસુમાને સામે ઊભેલી જોઈને ચિલાતીએ પોતાના મોં પાસે કરપાત્ર ધર્યું–અર્થાત્ એણે પોતાની મૌન વાણીમાં સુસુમા પાસેથી પીવાનું થોડું પાણી માગ્યું. “પાણી પણ કોઈએ ન પાયુ?” સુસુમા બોલ્યા વિના ન રહી શકી. ચિલાતી સમજતો હતો કે સુસુમા ઘડીભર રોષ દાખવ્યા પછી પણ પોતાનું સ્વાગત-સન્માન કર્યા વિના નહિ રહે. પાણી તો જરૂર આપશે. એટલામાં ઘરની અંદરથી કોઈનો આવેશભર્યો ધ્વનિ ગર્યોઃ “સુસુમા, ચિલાતીને કહી દે કે આ ઘરમાંથી અત્યારે ને અત્યારે નીકળી જાય!” ધનાવહ શેઠનો આ પ્રમાણેનો ક્રોધ ચિલાતી કે સુસુમાને માટે પણ નવીન નહોતો. તેઓ ઘણી વાર ચિલાતીને કહેતા કેઃ ભાઈ હવે તો તું મોટો થયો. આમ ઘરમાં ક્યાં સુધી પડી રહીશ? ગમે ત્યાં કામધંધે વળગી જા” આજે પણ ધનાવહ શેઠ એ જ સલાહ આપવા માગતા હતા. માત્ર સંજોગો જુદા હોવાથી શેઠનાં વેણ સુસુમાને અને ચિલાતીને વધુ કર્કશ લાગ્યાં. Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ અર્પણ + ક્ષમાશ્રમણ ચિલાતી પણ જાકારો સાંભળીને ક્ષણભર થંભી ગયો. એ જાણતો તો હતો જ કે આ ઘરમાંથી એક દિવસ વિદાય લેવી પડશે અને એ દિવસ ઘણો કપરો હશે. આજે એને લાગ્યું કે આવો જાકારો સાંભળવા છતાં જે યુવાન ઘરમાં પાળેલા કૂતરાની જેમ પડી રહે તેનામાં અને છાણના કીડામાં કઈ ફરક ન ગણાય. ચિલાતી પછો વળીને આંગણા બહાર જતો હતો એટલામાં સુસુમા પાણીના પાત્ર સાથે ત્યાં આવી એને કહ્યું કે ““પાણી તો પીતો જા!” “સુસુમા, હવે આ ઘરમાં પાણી પીવા જેટલો પણ મારો અધિકાર નથી રહ્યો.” ચિલાતી પોતાના ઘરનો ભારે પગે ત્યાગ કરતો હોય તેમ બે ડગલાં આગળ ચાલ્યો. એના અંતરમાં આજે જાણે કે અચાનક મોટો ઉલ્કાપાત મંડાયો હતો. બીજું કોઈ કદાચ એ બધું ન સમજે પણ નાનપણથી સાથે રહેલી–સાથે ઊછરેલી-હજારો વાર રીસાયેલી અને પાછી મનાએલી–સુસુમા ચિલાતીને ન સમજે એ શું સંભવિત છે ? સુસુમા, ચિલાતીની સાથે સાથે ચાલતી કહી રહી: “ચિલાતી, બાપુજીનાં વેણ બદલ ધોખો કરીશ મા! વડીલો તો કોઈ વાર વઢે પણ ખરા. તું તારે અત્યારે જવું હોય તો જા, પાછો સાંઝ પહેલાં આવી જજે. હું તારા માટે ખાવાનું રાખી મૂકીશ.” “સુસુમા આ મારી છેલ્લી વિદાય છે. હું હવે આ ઘરમાં પગ પણ નથી મૂકવાનો. તને કહી રાખું કે ભીખ માંગીશ, ગળે દોરડું બાંધી આપઘાત કરીશ, પણ જ્યાંથી જાકારો મળ્યો છે ત્યાં નીચી મુંડીએ આવીને નહિ ઊભો રહું.” સુસુમા મૌન રહી. રોષથી ધુંધવાતા ચિલાતીના કોપાગ્નિમાં નવું ઈધન ઉમેરવાની એને લેશમાત્ર ઈચ્છા નહોતી. બીજો સામાન્ય પ્રસંગ હોત તો સુસુમાં આટલી શાંત કે ગંભીર ન રહેત. Page #128 -------------------------------------------------------------------------- ________________ ચિલાતી પુત્ર ૧૨૦ સુસુમાને પોતાની સાથે ચૂપચાપ ચાલતી જોઈ ચિલાતી બોલ્યો: હું પાછો નથી વળવાનો અને તારે પણ મારી સાથે ચાલવું હોય તો ચાલ.” સુસુમા જો અત્યારે ચિંતામગ્ન અને ગ્લાનિયુક્ત ન હોત તો કહેત કે “હજી તારે જ ઊભા રહેવાનું ઠેકાણું નથી ત્યાં તુ મને લઈ જઈને ક્યાં રાખવાનો હતો? પણ હોઠ સુધી આવેલા ઉદ્ગારોને એ ગળી ગઈ ચિલાતીને બદલે પોતે જ આશ્રિત હોય-ચિલાતીની સાથે પોતે પણ ઘરમાંથી બહિષ્કાર પામી હોય એવી વ્યથા સાથે તે બોલી : જે દિવસે તમે વાજતેગાજતે મને તેડવા આવશો તે દિવસે પળનો ય વિલંબ કરું તો મને ફિટકાર દેજો!” “વાજતે-ગાજતે તો નહિ, પણ જે દિવસે શહેરભરમાં દેકારાપડકારા સંભળાય ત્યારે ચિલાતી તને લેવા આવ્યો છે એમ સમજીને તૈયાર રહેજે!” સુસુમા એવી ધમકીથી ગાંજી જાય તેવી અબોધ કે ભીરુ નહોતી. ચિલાતીની સાથે તે પણ થોડી ઘણી રઝળી હતી. ચિલાતીની જેમ તે પણ ટાઢ-તડકો વેઠતાં, ભૂખ-તરસનો સામનો કરતાં શીખી હતી. એટલામાં તો એ બન્ને ઘરના મુખ્ય દ્વાર આગળ આવી પહોંચ્યાં ચિલાતીને ખાલી હાથે ઘરમાંથી જતો જોઈને, સુસુમાને પોતાના દેહ ઉપરનું એકાદું ઘરેણું કાઢી આપવાની વૃત્તિ થઈ આવી. ગળામાંથી એક નાનો હાર કાઢ્યો પણ ખરો પણ તે ચિલાતીને આપે તે પહેલા જ તે બોલ્યોઃ “એની કોઈ જરૂર નથી. કોઈને વહેમ આવશે” એટલું કહેતાં તે ઘરની બહાર નીકળી ગયો. ચિલાતીને વિદાય આપી સુસુમા પછી વળી. પોતાના ઓરડામાં એક ઉઘાડી બારીમાં બેસી, ક્યાંય સુધી ચિલાતીની દશાનો વિચાર કર્યો. એ ક્યાં જશે? કોણ આશ્રય આપશે ? પાછો ક્યારે મળશે ? Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ અર્પણ + ક્ષમાશ્રમણ એની સોબત વિના પોતાના દિવસો કેમ વીતશે ? એવા એવા અનેક તર્કવિતર્કો કરતાં ચિલાતી દાસીપુત્ર કેમ કહેવાયો, કુલીનવવંશના સંતાનોમાં અને દાસ-દાસીના સંતાનોમાં આવી ભૂંસાય નહિ એવી ભેદરેખા કોણે દોરી ? ચિલાતીના માતપિતા આજે હયાત હોત તો ચિલાતી કેવા લાડ-કોડમાં ઊછરતો હોત-પોતે ચિલાતી સાથે કેવી ખુલ્લી મૈત્રી રાખી શકી હોત એવી અનેક સમસ્યાઓથી ભરેલી કોઈ જુદી જ સૃષ્ટિમાં જાણે કે સરી પડી. ચિલાતી બહાર રઝળતો ત્યારે વહેલોમોડો આવશે એવું આશ્વાસન રહેતું, ચિલાતીનાં જવાથી સુસુમાને આખી સૃષ્ટિ ચિલાતીમય બની હોય અમે લાગ્યું. એ રીતે લગભગ ત્રણ-ચાર મહિના નીકળી ગયા. ચિલાતીના જૂના મિત્રો પૈકી જો કોઈ મળે છે તો સુસુમા ચિલાતીના સમાચાર પૂછે છે. કોઈ કહે છે કે : “ચિલાતીનો કંઈ પત્તો જ નથી મળતો.” કોઈ કહે છે કે : એણેતો ખાસી ટોળી જ માળી છે. અને પોતે ટોળીનો સરદાર બનીને લહેર ઉડાવે છે. કોઈ કહે છે કે “જૂના ચિલાતીમાં અને નવા ચિલાતીમાં દિવસ ને રાત જેટલો ફેર પડી ગયો છે. આજે તો ચિલાતીના હાથ લોહીથી તરબોળ રહે છે. દયાદાક્ષિણ્ય બધું ભૂલી ગયો છે.” કુલીન કુટુંબમાં ઊછરેલા ચિલાતીના આવા હાલ સાંભળી સુસુમા નિઃશ્વાસ નાખે છે. એવી અણગમતી વાત કદી યથાર્થ ન હોઈ શકે એમ માની, લોકજીભ ઉપર રમતી કહાણીઓને ભૂલવા પ્રયત્ન કરે છે. એટલામાં એક દિવસે ખરે બપોરે વીસ-પચીસ જેટલા ધાડપાડુઓની એક ટોળકી રાજગૃહના શ્રેષ્ઠીઓના જ મહોલ્લા ઉપર ત્રાટકી, ધનાવહ જેવાં પાંચ-દસ ધનપતિઓનાં ઘર લૂંટાયાં. લોકોએ સહાયને માટે બૂમબરાડા તો ઘણા પાડ્યા, પણ શહેરના ચોકીદારો Page #130 -------------------------------------------------------------------------- ________________ ચિલાતી પુત્ર તેમજ નગરપાળ મદદ કરવા આવે તે પહેલાં તો ધાડપાડુઓ પોતાની યોજના પ્રમાણે ચિલાતીની સરદારી નીચે, બની શકે એટલી કીમતી વસ્તુઓ લઇ, ડુંગરાઓની ગાળીઓ તરફ નાસી છૂટ્યા. માત્ર સુસુમાને સાથે લઇ નાસતો ચિલાતી એટલી ઝડપ દાખવી શક્યો નહિ. નાસતાં-નાસતાં સુસુમાને અને ચિલાતીને પરસ્પરને વિષે ઘણું પૂછવાનું હતું, પણ ભસવું અને લોટ ફાકવાનું એકી સાથે બની શકે નહિ તેમ બેમાંથી કોઇ બોલી શકે એવી સ્થિતિ નહોતી. સુસુમા શ્વાસભેર દોડતી હતી-એની પાછળ ચિલાતી ખુલ્લા ખડ્ગ સાથે રખેવાળી કરતો દોડી રહ્યો હતો. ૧૨૯ ચિલાતીનો અત્યારનો ચહેરો જોતાં, એના નિકટના સ્નેહીઓ પણ ઘડીભર ભ્રમમાં પડી જાય. છેલ્લા કેટલાક મહિનાનાં હિંસા-ખૂન અને હત્યાના ક્રૂર અભ્યાસે એના મોં ઉપર કાળી કુટિલ રેખાઓ ઉપસાવી હતી. અત્યારે તો એ સાક્ષાત્ યમરાજની મૂર્તિ જેવો વિકરાળ બન્યો હતો. સુસુમાને અત્યારે એની સામે જોવા જેટલો અવકાશ નહોતો પણ જો તેણે ધારીને જોયું હોત તો એને લાગત કે આ ચિલાતી પહેલાનો રાંક દાસીપુત્ર નહિ, પણ હત્યામાં જ રાચતો કોઇ ક્રૂર પારધી છે. ચિલાતીની સુખદ સ્મૃતિઓમાંથી જે ચિત્ર સુસુમાંએ પોતાના ધ્યાન-ધારણા માટે ઉપજાવ્યું હતું. તેની સાથે પ્રત્યક્ષ દેખાતા ચિલાતીનો કોઇ મેળ જ નહોતો રહ્યો. જે સુસુમા એક વાર ચિલાતીને હજારો પ્રશ્ન પૂછી મુંઝવતી અને પોતાની પરીક્ષામાં નપાસ થએલા ચિલાતીને મીઠો ઠપકો આવાનું ન ભૂલતી તે સુસુમા, આજે ઉતાવળી થઈને ક્યાં પહોંચવાનું છે, પહોંચીને શું કરવાનું છે એવી મતલબનો એકે પ્રશ્ન પૂછવાને બદલે ચિલાતીના ઇશારા માત્રથી કેમ ચાલી નીકળી હશે? નાસતાં-નાસતાં, હાંફતાં હાંફતાં સુસુમાએ એક-બે વાંર કંઈક પૂછવાનો પ્રયત્ન કરી જોયો; પણ ચિલાતીએ તરત જ જવાબ Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ અર્પણ + ક્ષમાશ્રમણ આપ્યો: “વાત કરવાનો અત્યારે વખત નથી. જો પકડાઈ જશું તો એકે મેળના નહિ રહીએ.” સુસુમા પણ એટલું તો સમજતી હતી. એવામાં ભયથી વારેવારે પાછું વાળીને જોતા ચિલાતીએ સુસુમાના બાપને, રાજ્યના ચોકીદારો સાથે પોતાની પાછળ આવતા જોયા. આવેશમાં ને આવેશમાં જ ચિલાતી બોલ્યો. “સુસુમા, જરા પણ વિલંબ કરીશ તો પકડાઈ જશું. શેઠ પોતે પાછળ આવતા દેખાય છે.” સુસુમાને થોડો થાક લાગ્યો હતો. પોતાના પિતા પાછળ પડ્યા છે એ વાતે એનાં ગાત્રોને શિથિલ બનાવી દીધાં. પહેલેથી જ આવી. ભૂલ ન કરી હોત તો ઠીક હતું એમ થયું, પણ હવે પાછું પગલું ભરી શકાય એવો કોઈ સંભવ ન દેખાયો. પિતા પોતે પાછળ પડ્યા છે” એ શબ્દો સાંભળતાં સુસુમાને ધનાવહ શેઠનો ક્રોધ યાદ આવ્યો. ઘરમાં જ્યારે શેઠ પોતે ક્રોધાંધ બનતા ત્યારે ઘર રણાંગણ બનતું એ બધું એને સાંભર્યું. હવે જો સુસુમાં પિતાના હાથમાં પડે તો આકરી સજા થયા વિના નહિ રહે એ દહેશતે તે બમણા વેગથી દોડવા લાગી. દોડતાં-દોડતાં એના ખુલ્લા પગમાં કાંટા અને કાંકરા ભોકાતા હતા, પણ સુકુમાર શ્રેષ્ઠીકન્યા સુસુમા અત્યારે જાણે કે વીરાંગના બની હતી. ચિલાતીને પણ થયું કે અંતરંગ સ્નેહાવેગ વિના આ કન્યા આવું સહન ન કરી શકે. થોડીવારમાં પોતે કોઈ સહીસલામત સ્થળે પહોંચી જશે અથવા તો ચોકીદારો અને શેઠ પોતે પાછા વળી જશે એવી આશામાં ચિલાતી પણ વેગથી આગળ ધપતો હતો. " એટલામાં અતિશ્રમને લઈને હો કે અસાધારણ ગભરાટને લીધે હો, દોડતી-દોડતી, સુસુમા મૂચ્છિત થઈને રસ્તાની વચ્ચે જ પડી ગઈ. સારવાર કરવા જેટલો વખત નહોતો. ચિલાતી, જાણે કે પોતાના શિકારને ખંભે નાખીને નાસતો હોય તેમ સુસુમાને ઉપાડીને ચાલ્યો. Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ ચિલાતી પુત્ર એક વહેતા ઝરણા પાસે પહોંચ્યા પછી એને એકાદ ઘડી આરામ લેવાનું મન થયું. સુસુમાને જો ચેતના આવે તો થોડી સારવાર કરવાની વૃત્તિ થઈ આવી. ચોકીદારો અને શેઠ પોતે બહુ પાછળ રહી ગયા હોવાથી તત્કાળ આવી પહોંચે એવો ભય નહોતો. | ચિલાતી ખોબામાં થોડું પાણી લઈ આવ્યો. સુસુમાના માં અને નેત્રો ઉપર થોડું છાંટ્યું, પણ ગાઢ નિંદ્રામાં પડેલી સુસુમા જાગૃત થાય એવું કોઈ ચિહ્ન ન દેખાયું. સુસુમાને ઉપાડીને દોડવાથી ચિલાવીને પણ થોડો શ્રમ તો પડ્યો જ હતો. આમ ને આમ સુસુમાને ક્યાં સુધી ઉપાડી જવી? રાથી કે સંગાથી વિનાનો ચિલાતીપુત્ર થોડીવાર વિચાર કરતો ત્યાં બેસી રહ્યો. ઝરણા પાસે થોડે દૂર એક ટેકરા જેવું હતું તેની ઉપર ચડીને જોયું તો સુસુમાને પિતા અને બે ત્રણ ચોકીદારો પોતાના પગલે આવતા કળાયા. ચિલાતી એકલો દસ જણને પૂરો પડે તેવો હતો. એની પાસે લડવાનું સાધન-ખગ પણ હતું. પણ એણે મૂચ્છિત સુસુમાને જોઈ એક ઊંડો નિ:શ્વાસ નાખ્યો. સુસુમાને સાચવવી અને બીજી તરફ પોતાના એક વખતના આત્મીય સ્વજન સાથે સશસ્ત્ર સામનો કરવો એ બંને કાર્યોની દુર્ઘટતા એને સમજાઈ. પોતે આવેશમાં ઝૂઝતો હોય એ જ વખતે ધના શેઠનો કોઈ નોકર સુસુમાને ઉપાડીને નાસી જાય તો હાથમાં આવેલી સુસુમાને ખોઈ બેસવા જેવું થાય. થવાનું હોય તે થાય સુસુમાને તો નહિ જ છોડું. સુસુમા મારી છે અને મારી જ રહેવાની એવા દૃઢ નિશ્ચય સાથે તેણે રાજ્યના ચોકીદારો સાથે ઝૂઝવાનો નિર્ણય કર્યો. થોડીવારે ધનાવહ શેઠ બરાબર ચિલાતીપુત્ર સામે જ આવીને ઊભા રહ્યા. એમણે ચિલાતીને ઉદેશીને કહેવા માંડ્યું : Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ અર્પણ + ક્ષમાશ્રમણ “ચિલાતી, બેટા, મેં તને પુત્રવત્ પાળ્યો છે. મારી પ્રતિષ્ઠા અત્યારે તારા હાથમાં છે. સુસુમાને મૂકી દે. સામો થઇશ તો સાર નહિ કાઢે.” ચિલાતીએ એક વાર સુસુમાના નિસ્તેજ-મલિન મુખ સામે જોયું, બીજી ક્ષણે શેઠ તરફ નિહાળ્યું. બોલવાનો પ્રયત્ન કરવા છતાં એના મુખમાંથી સ્પષ્ટ શબ્દો ન નીકળી શક્યા. યમ જેવા વિકરાળ દેખાતા આ નર-વાઘનું હૃદય તો માનવીનું જ હતું. શેઠનાં વચનોની ખાતર સુસુમાનો ત્યાગ કરવા એ ઘડીભર તૈયાર થયો. જે સુસુમાં, એક પણ પ્રશ્ન પૂછડ્યા વિના, પોતાની સાથે અહીં સુધી ઉઘાડે પગેકંટકાચ્છાદિત માર્ગે ચાલી આવી તે ગમે ત્યારે-ગમે ત્યાં પણ પોતાની જ રહેવાની એ સંબંધે એને જરાય શંકા જેવું ન લાગ્યું. એ એક જ ભાવનાનો સાક્ષી ચિલાતી રહ્યો હોત તો કદાચ ધના શેઠ-એક વખતના આશ્રયદાતાના ચરણમાં માંથુ ઝુકાવી અપરાધની ક્ષમા માગી લેત અને સુસુમાનો મૂચ્છિત દેહ સોપી દઈ, બીજા કોઈ શિકારની શોધમાં ચાલ્યો જાત. પણ આવી અકળામણ વખતે એક સાથે બીજા હજારો સંશયો જાગે છે. ચિલાતીને, વળી વિચાર આવ્યો કે જો એમ સહેજે સુસુમાને સોંપી દઉં તો મારો એની ઉપર પૂરો અધિકાર છે અને રહેવાનો એ બીજી કઈ રીતે પુરવાર કરી શકું ? વળી, જેને આટલાં વિનો વચ્ચેથી અહીં સુધી બચાવીને લાવ્યો છું, જે સ્વમ સિદ્ધ થવાની અણી ઉપર છે તેને જતું કરવામાં નરી કાયરતા નહિ તો બીજું શું છે ? આવી કટોકટીની પળોમાં માનવી જ્યારે શાંતિ, વૈર્ય, વિવેક ચૂકે છે ત્યારે તે શેતાનનો જ શિકાર બને છે. ચિલાતી સમતુલા ન સાચવી શક્યો. છેલ્લા થોડા મહિનાની દુર્બદ્ધિએ એને ઓચિંતો નવો રાહ સુઝાડ્યોઃ બધી ખટપટ જવા દે. સુસુમા જો તારી છે તો એનું માથું કાપીને કાં નથી ભાગી છૂટતો? સુસુમાની ખાતર તો આ લોકો અહીં Page #134 -------------------------------------------------------------------------- ________________ ચિલાતી પુત્રા ૧૩૩ સુધી પાછળ પડ્યા છે. સુસુમાના ઉત્તમાંગનો અધિકારી બની, નિશ્ચિત બનતાં તને અત્યારે કોણ રોકે તેમ છે ?” અને ખરેખર ચિલાતીને શેતાનની આ સલાહમાં અજબ આકર્ષણ લાગ્યું. સુસુમાના સ્નેહ, સદ્ભાવ, ઔદાર્ય કરતાં એના દેહ ઉપરનો અધિકાર એને વધુ મોહક તેમજ મૂલ્યવાન લાગ્યો. - રક્તપાતમાં રીઢા બનેલા ચિલાતીએ, પછી તો જરાય વિલંબ કર્યા વિના સુસુમાના સુકુમાર ગળા ઉપર ધારદાર ખડ્ઝનો ઘા કર્યો. ભરનિદ્રામાં પોઢેલી સુસુમાના દેહમાંથી રક્તની ધાર વછૂટી. ચિલાતી સુસુમાના મસ્તકને એના કેશપાશથી પકડી વીજળીવેગે ત્યાંથી નાસી છૂટ્યો. ધના શેઠે આટલી ભયંકરતાની - આ પ્રકારની નિષ્ફરતાની કલ્પના નહોતી કરી; એમને આ દૃશ્ય જોતાં જ આંખે તમ્મર આવ્યાં ત્યાંજ બેસી ગયા. થોડી વારે સુસુમાના દેહને ત્યાં જ રહેવા દઈ, પોતે રાજયના માણસો સાથે રાજગૃહી તરફ પાછા વળ્યા. (૨) ભૈરવમૂર્તિ જેવો ચિલાતી એકલો ઘોર અરણ્યમાં ચાલ્યો જાય છે. દિવસનું કે દિશાનું પણ એને ભાન નથી રહ્યું. એની વિચારશક્તિ અત્યારે કુંઠિત થઈ ગઈ છે. અધિકાર સ્થાપિત કરવા જે મસ્તક સુસુમાના સુકુમાર દેહ ઉપરથી ઉતાર્યું હતું તેનું હવે શું કરવું? ક્યાં લઈ જઈને સ્થાપવું એ એને નથી સમજાતું. ધાડપાડુંઓના સહવાસમાં જે નાનું ઝૂંપડું ઊભું કર્યું હતું ત્યાં પણ જવાની એની હિમ્મત નથી ચાલતી. હિંસક પશુઓ પણ જેનો વેષ જોઈને ફફડી ' ઊઠે, ભયથી પાછા સંતાઈ જાય એવી દશામાં ચિલાતી આગળ ને આગળ ચાલ્યો જાય છે. લોહીથી તરબોળ બનેલા હાથ ધોવાની પણ એને અત્યારે જરૂર નથી લાગતી. Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ અર્પણ + ક્ષમાશ્રમણ અંધકાર જ્યારે પરાકાષ્ઠાએ પહોંચે ત્યારે પ્રકાશનાં કિરણો બહાર નીકળવાની તૈયારી કરતાં હોય છે ચિલાતીના અંતરમાં અત્યારે ગાઢ તિમિર છવાયું હતું. તિમિરની પાછળ પ્રકાશનાં કિરણો ક્યાં છુપાયેલા હશે તે ચિલાતી પોતે પણ કહી શકવાની સ્થિતિમાં નથી. એકાએક ચિલાતી, તપના તેજથી વૃક્ષતળને છાઈ દેતી એક માનવમૂર્તિ નિહાળે છે. એના મોં ઉપર શાંતિ અને સંયમનો મીઠો મહેરામણ રેલાતો હોય એમ એને લાગે છે. થાકીને લોથ થયેલો ચિલાતી એની પાસે જવા અને પાસે બેસીને શાંતિના મીઠા મહેરામણ ઉપરથી આવતી શીતળ લહરીઓનો આસ્વાદ લેવા લલચાય છે. પણ ચિલાતીના પગ ઊપડતા નથી. જાણે કે કોઈ પકડી રાખે છે-ચિલાતીને કહે છેઃ “ક્યાં તું હિંસા અને ક્રૂરતાની બળતી ભઠ્ઠી જેવો અને ક્યાં આ શાંતિ અને કરુણાના મહાસાગર સમા મહાપુરુષ ! તને ત્યાં જવાનો શું અધિકાર છે?” પોતે દાસીપુત્ર છે, લોહીથી તરબોળ છે, અપવિત્ર છે, ઘાતકી છે, ખરે જ પોતાને આ તપસ્વી પાસે જવાનો અધિકાર નથી એવો નિશ્ચય કરે છે પણ પાછા પગ નથી ઊપડતા. કદાચ થાકને લીધે ચાલવાની તાકાત નહિ હોય એમ ધારી તે ત્યાં જ સ્થિર રહે છે. અધિકાર નથી એ ખરું, પણ પોતે કોઈ રાજપુત્ર નહિ, વૈશ્યપુત્ર નહિ, દાસીપુત્ર તરીકે કેમ જભ્યો એ તો જાણવું જોઈએ. આ શ્રમણ કદાચ ખુલાસો કરશે. ના પાડશે તો ઊઠીને ચાલ્યો જઈશ. - આવો વિચાર કરી ચિલાતી પુત્ર વૃક્ષની નીચે શાંતિથી ધ્યાનમગ્ન બનેલા શ્રમણ પાસે પહોંચ્યો. શ્રમણ, થોડીવારે, એને સત્કાર્યો. લોહીથી ખરડાયેલા અને થાક તેમજ ગ્લાનિને લીધે નિસ્તેજ બનેલા વદન ઉપર અંકાએલી આ ક્રૂર માનવીની ભવ્યતા એ તપસ્વીથી છૂપી ન રહી. ચિલાતીના હાથમાં એક સ્ત્રીનું કપાએલું મસ્તક જોવા છતાં તપસ્વીએ એનો જરાય તિરસ્કાર ન કર્યો. Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ ચિલાતી પુત્ર ભૂમિને સ્પર્શે એવી રીતે માથું નમાવી ચિલાતીએ પહેલો જ પ્રશ્ન પૂછ્યોઃ ‘“ભગવાન્ હું ચિલાતીપુત્ર-એક દાસીનો પુત્ર. બીજે કોઈ સારે સ્થાને નહિ, દાસીની કૂખે જ કાં જન્મ્યો? મારા જેવા દીન દરદ્રીઓના આ જગત્ ઉપર એવી તે શી જરૂર હશે? ‘જન્મ એ અકસ્માત્ નથી. જન્મજન્માંતરનાં પુણ્યપાપ એમાં પોતાના ભાવ ભજવતા હોય છે. તું જો, જરા શાંત થા તો હું તને તારા જન્મનું રહસ્ય ટૂંકમાં સમજાવું' શ્રમણો એટલે ભવરોગના વૈદ્યો. શ્રમણના આ શબ્દોએ વાઘ જેવા વિકરાળ ભાસતા ચિલાતીને ગરીબ ગાય જેવો બનાવી દીધો. ફરી એણે બે હાથ જોડી, શ્રમણને ભાવભર્યું વંદન કર્યું. કહ્યું: ‘“ગુરુદેવ, જીવનભરનો ભાર આજે ઊતરે એવો થોડો વિશ્વાસ બેસે છે. કહો, કહો મારા દાસીપુત્ર તરીકેના જન્મ પાછળનું શું રહસ્ય છે?’’ 11 ‘‘એકલું જન્મનું રહસ્ય જાણવું છે કે આ કન્યાના તારા હાથે થએલા શિરચ્છેદનું રહસ્ય પણ સાંભળવું છે ?' “તો તો, ગુરુદેવ, આપને જ મારા તારણહાર માની, આપ કહો તેમ કરવા તૈયાર થઈ જાઉં' ચિલાતીનું અંતર આનંદ-હીલોળે ચડ્યું. શ્રમણ-મુનિ સંસારની ઘટમાળના પારગામી હતા. તેઓ આવા અનેક ઉન્માર્ગીઓના સમાગમમાં આવ્યા હતા. એમને સંયમ અને પ્રાયશ્ચિત્તને રસ્તે દોરવામાં નિમિત્તરૂપ બન્યા હતા. ચિલાતીનો ચહેરો જોતાં એમને આ કોઈ રીઢો પાપી છે એમ નહોતું લાગ્યું. અજ્ઞાન અને યૌવનમદે એને પાપના માર્ગે દોર્યો હતો, પણ એ પાપ એના અંતરને મથી રહ્યું છે—એમાંથી છૂટવા માગે છે એમ તેઓ ચિલાતીના નમ્ર વ્યવહાર ઉપરથી જોઈ શક્યા હતા. ચિલાતી જેવા માર્ગભૂલેલાઓને આખું વિશ્વ જ્યારે દાવાનળ જેવું લાગતું-સંસારીઓ તરફથી તેઓ ધૃણા અને તિરસ્કાર જ પામતા Page #137 -------------------------------------------------------------------------- ________________ અર્પણ + ક્ષમાશ્રમણ ૧૩૬ ત્યારે આવા શ્રમણો લતાકુંજની ગરજ સારતા. અધમમાં અધમ માનવી ત્યાં સત્કાર અને સૌહાર્દ પામતો. વધુ પરિચયે એની દૃષ્ટિ જ પલટાઈ જતી. શ્રમણ ક્યાંય સુધી ચિલાતી તરફ પોતાનો ઘણા સમયનો ખોવાયેલો આત્મીય હોય તેમ અમીભીની આંખે જોઇ રહ્યા. ગ્રીષ્મનો મંદ સમીર સંતમના અંગેઅંગને સ્પર્શે અને શાતા ઉપજાવે તેમ શ્રમણના દૃષ્ટિપાત માત્રથી ચિલાતી અપૂર્વ શાતા વેદી રહ્યો. એને એમ લાગ્યું કે-બીજો કોઇ માણસ, આવી દશામાં તિરસ્કાર જ કરે, આ તપસ્વી, નિર્વિકાર રહેવા છતાં કેટલું મમત્વ વર્ષાવી રહ્યા છે? શ્રમણની કંઇ ભૂલ ન થાય એટલા માટે ચિલાતી ફરી પોતાનો પરિચય આપવા ઉતાવળો થયો : “હું દાસીપુત્ર - ધનાવહ શેઠને ત્યાં રાજગૃહીમાં ઊછરેલો. આ સુસુમા જેનું માથું હજી મારા હાથમાં છે તે એ શેઠની પુત્રી-મારી પાછળ ચાલી નીકળેલી’' સુસુમાની વાત કરતાં એ જરા ગળગળો થયો. “તારે કહેવું હોય તે ખુશીથી કહી દે. બાકી મારાથી કંઈ અજાણ્યું નથી.'' શ્રમણે ચિલાતીની મૂંઝવણ ટાળવા કહ્યું. 27 “તને પ્રથમથી જ સુસુમા તરફ આસક્તિ હતી, અને સુસુમા પણ તું દાસીપુત્ર હોવા છતાં તારા તરફ મોહ-મમતા દર્શાવતી, ખરું ને? “ખરું, ગુરુદેવ !’’ “આસક્તિ અને મોહનાં મૂળ બીજ, જન્મજન્માંતરની કાળજૂની ભૂમિમાં દટાયેલાં હોય છે. એ અકસ્માત કે અણધાર્યા નથી ઊગી નીકળતાં. તું પણ એક દિવસે મારા જેવો જ શ્રમણ-તપસ્વી અને વળી શાસ્ત્રવિદ હતો. માત્ર આસક્તિની નાગચૂડમાંથી છૂટી શક્યો નહિ. આસક્તિએ જ તારો અકાલે ઘાત કર્યો અને એ જ આસક્તિ આજે તારા માર્ગમાં એક મહાન્ અંતરાયરૂપ બની રહી છે' શ્રમણની વાત પૂરી Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ ચિલાતી પુત્ર ચિલાતીથી સમજાઈ નહિ. વિરાગ અને તાત્વિકતા કરતાં એને ગત જીવનની નક્કર હકીકત જાણી લેવાનો લોભ વળગ્યો. - “હું શ્રમણ હતો, કોઈ કાળે? અને ફરી દાસીપુત્ર થયો? એમજ હોય તો આ બધી ઘટમાળ અર્થહીન નથી ?' આ પ્રશ્ન સાંભળી શ્રમણના ચહેરા ઉપર આછું સ્મિત રમી રહ્યું. એમને થયું કે એક વખતનો ચતુર કિયાકાંડી અને સમર્થ શાસ્ત્રવિદ પણ, થોડા પ્રમાદ દોષને લીધે કેવી કઢંગી સ્થિતિમાં મુકાય છે? કોઈ તંત્ર અર્થહીન નથી– અર્થહીન કે સ્વેચ્છાચારી તંત્ર લાંબુ ટકી શકે જ નહિ. તને ભલે યાદ ન આવે, પણ તું પોતે જ એક દિવસ દિવિજયી જેવો શાસ્ત્રજ્ઞ પંડિત હતો. શાસ્ત્રાર્થમાં હાર્યો અને એક શરતના પાલન અર્થે તું શ્રમણ થયો. પણ બળાત્કારથી કંઈ સાધુતા નથી આવી જતી. શ્રમણ બનવા છતાં તું મલિનતાના પરિષદને જીતી શક્યો નહિ. તને સતત એમ જ લાગતું કે શ્રમણ-સાધુ યથેચ્છ સ્નાનશુદ્ધિ કરી શકતો હોય તો કેવું સારું? પરાણે સંયમધર્મ પાળતો તું તારા ઘરે એક દિવસ આવી ચડ્યો. તારી સ્ત્રી તને જોતાં જ મોહ પામી, પણ તું તો પ્રતિજ્ઞાબદ્ધ હતો. અનિચ્છાએ પણ જે પ્રતિજ્ઞા લીધી તે તો પળાવી જ જોઈએ એ ટેકથી તું હજી ઢીલો નહોતો બન્યો. એ ટેક તારી શક્તિના પ્રતીકરૂપ હતી અને આજે પણ છે. તારી સ્ત્રીએ તને ચળાવવા ઘણા ઘણા પ્રપંચો કર્યા પણ તેમાં તે ન ફાવી. એ પ્રપંચના જ પરિણામે એક દિવસ તે તારા પ્રાણ ગુમાવ્યા. તારી સ્ત્રીને પણ, પછી તો ઘણો પશ્ચાત્તાપ થયો. પણ જે બનવાનું હતું તે બની ગયા પછી એનું કંઈ વળે તેમ ન રહ્યું. મળ, મલિનતાને ધિક્કારનારો તું આખરે આ શેઠને ત્યાં દાસીપુત્ર તરીકે જનમ્યો અને તારી ગત જન્મની સ્ત્રી તે જ આ સુસુમાં. આસક્તિ મદારીની જેમ કેવા નાચ નચાવે છે તે તું પોતે જ વિચારી જો” Page #139 -------------------------------------------------------------------------- ________________ અર્પણ + ક્ષમાશ્રમણ વરસવાની અણી ઉપર આવેલા ગંભીર મેઘને વેગવંતો પવન વિખેરી નાખે તેમ ચિલાતીના અંતરને છાઈ દેતી નિરાશા અને ગ્લાનિને શ્રમણની શાંત વાણીએ તત્કાળ તો હટાવી દીધી. સુસુમા ઉપરનો પોતાનો અધિકાર આસક્તિનો વેશપલટો હોય એમ લાગ્યું. ૧૩૮ એ પછી, શ્રમણ અને ચિલાતી ક્યાંય સુધી મૌન ધારી રહ્યા. શ્રમણે, ચિલાતીના મંથનના સ્પષ્ટ ભાવો તેનાં મોં ઉપર તરવરતા જોયા. એમને ખાત્રી થઇ કે ગમે તેમ પણ આ માણસ ભારે શક્તિશાળી છે. એક વખત એને પોતાનું હિત સમજાયું એટલે ગમે તે ભોગે તે સિદ્ધ કર્યા વિના નહિ રહે. ચિલાતી કંઈક બોલવા જતો હતોઃ એટલામાં શ્રમણે જ છેલ્લી વાત કહી દીધી: ‘“તારા માટે ઉપશમ, વિવેક ને સંવર સિવાય મુક્તિનો બીજો કોઇ માર્ગ નથી.” ચિલાતીને એ ત્રણ શબ્દોમાં જ જીવનદૃષ્ટિ મળી ગઇ. ડોળાયેલા જીવનને નિર્મલ બનાવવા માટે, વિચાર કરતાં, એને પોતાને પણ ઉપશમ, વિવેક ને સંવરનું માહાત્મ્ય સમજાયું. કાયાના સઘળા વ્યાપારોનો વિરોધ કરીને ધ્યાનાવસ્થામાં ઊભેલો ચિલાતી હવે પૂર્વનો લૂંટારુ કે હત્યારો ચિલાતી નથી રહ્યો. અત્યારે તો એના લોહીથી રંગાયેલા હાથ ઉપર કીડીઓના થર બાઝ્યા છે. ચિલાતીને નિષ્પ્રાણ જેવો બનેલો માનીને વનના રક્તતરસ્યા પશુ એના હાથ-પગ સુંઘે છે. છતાં ચિલાતીના મુખમાંથી ઉષ્ણ નિઃશ્વાસ પણ નથી નીકળતો. અને હવે વિશ્વનો કોઇ પ્રાણી વિરોધી કે વેરી નથી લાગતો. પશ્ચાત્તાપના જ્વાલામુખીમાંથી, કોઈ જાદુઈ શક્તિના બળે, એણે ઉપશમનો પ્રવાહ પ્રકટાવ્યો છે. બરફ પીગળે અને નિર્મળ પાણીની નદી અનાયાસે વહી નીકળે તેમ ચિલાતીની ઉપશમ Page #140 -------------------------------------------------------------------------- ________________ ચિલાતી પુત્ર ૧૩૯ ભાગીરથી સીમનાં બંધનો ભેદીને વિશ્વજગતને પ્લાવિત કરી રહી છે. શ્રમણે કહેલી પૂર્વભવની વાતે એની સ્મૃતિને ધારદાર બનાવી હશે કે માત્ર શ્રમણ ઉપરની શ્રદ્ધાએ એની શક્તિને આ દિશામાં દોરી હશે? ગમે તેમ પણ ચિલાતી પોતાના નક્કી કરેલા માર્ગમાંથી કાયરની જેમ પાછો ફરે તેવો દુર્બળ નહોતો. શ્રમણનું નિદાન ખરું હતું. એ ટેકીલો હતો. કંઈક પૂર્વભવના સંસ્મરણે, શ્રમણ વિષેની કંઈક શ્રદ્ધાએ અને સૌથી વિશેષ તો પોતાના અંતર ઉપર લદાએલા પાપ-ભારે એની સ્વાભાવિક સિંહવૃત્તિને પડકારી. ઉપશમરસમાં તરબોળ બનેલો ચિલાતી પોતે હવે ગત જીવનની ઘટનાઓનું પૃથક્કરણ કરે છેઃ સુસુમા કોણ? ભલે, એ ગતજન્મની સંગિની હોય, પણ એને પોતાની કેમ કહી શકાય? સાત-સાત અને ચૌદ ચૌદ જન્મનાં સંગાથી પણ એક દિવસ વિખૂટા પડે છે અને આખરે તો એકલા આત્માને જ પંથ કાપવો પડે છે તો સુસુમા અને બીજા સગા-સંબંધીઓ શી વિસાતમાં છે ? કાયોત્સર્ગમાં ઊભેલા ચિલાતીના દેહને વનપશુઓએ ચારે કોરથી કરડી ખાધોઃ કીડીઓએ ફોલી ફોલીને ચાળણી જેવો બનાવી દીધો છતાં, એણે દેહ ઉપરના મમત્વને જે તિલાંજલી આપી હતી તેમાંથી તે મુદલ ચલાયમાન ન થયો. સંહારની શક્તિ આજે અંતરમાં નવસર્જન તરફ વળી હતી. એ શક્તિએ, એ ટેકે, ચિલાતીને નરાધમમાંથી દેવ બનાવ્યો. સંવર, ઉપશમ, ને વિવેકના પ્રતાપે એ જોતજોતામાં સંસાર તરી ગયો. देहो पिपोलियाहिं चिलाईपुत्तस्स चारणी व्व कओ । तणुओ वि मणएउसो न चालिओ तेण ताणुवरि ॥ કીડીઓએ ચિલાતીપુત્રના દેહને ચાળણી જેવો છિદ્રવાળો કરી દીધો તો પણ તેણે કીડીઓ ઉપર મનમાં થોડો પણ વેષ ન કર્યો. Page #141 -------------------------------------------------------------------------- ________________ ઢઢણકુમાર -[૨ કૃષ્ણ વાસુદેવના કુમાર ઢંઢણે, ભગવાન અરિષ્ટનેમિ પાસે દીક્ષા ગ્રહણ કરી ત્યારે એક વૈભવશાળી તેમજ ઐશ્વર્યવંત પિતાનો પુત્રત્યાગ અને તપના વિકટ માર્ગમાં આવી અનુપમ-અપ્રતિમ ટૂર્તિશક્તિ બતાવશે એવી કલ્પના કોઈકને જ આવી હશે. તે કાળે ક્ષત્રિયકુમારો, શ્રેષ્ઠિકુમારો અને પુરોહિતના તેજસ્વી પુત્રો સંસારનો ત્યાગ કરી, આત્મહિત સાથે લોકકલ્યાણ સાધવા કટિબદ્ધ બનતા: એમાંના કેટલાકો શૂરવીરની જેમ મોખરે ચાલી અક્ષય નામના મેળવી જતા તો કોઈ પરંપરામાં એવા એક રસ થઈ જતા કે એમનું વ્યક્તિત્વ શોધવું કઠિન થઈ પડે. ઢંઢણકુમાર પ્રથમથી જ ખ્યાતિસંપન્ન હતા. શ્રીકૃષ્ણ-વાસુદેવના આ લાડીલા કુમારને દ્વારકાપુરીમાં કોણ ન ઓળખે ? દીક્ષા અંગીકાર કર્યા પછી ઢંઢણકુમારનો પ્રતિષ્ઠાધ્વજ પૂરબહારથી ફરકી રહ્યો. પિતાની પ્રતિષ્ઠાથી પુત્રને સન્માન મળે, કુળ કે વંશના ગૌરવથી કુળદીપકનું બહુમાન થાય એ કંઈ પુત્રની પોતાની શક્તિ કે સિદ્ધિ તો ન જ ગણાય. કોઈ પણ પુરુષાર્થી પુત્રને એવાં સન્માન કે બહુમાન તુચ્છ જ લાગે. ઢંઢણને થયું કે પિતાના પ્રતાપે પોતાનું Page #142 -------------------------------------------------------------------------- ________________ ટંટણકુમાર ૧૪૧ ઠેકઠેકાણે સ્વાગત થાય, આહારની વિવિધ રસભરી સામગ્રી લઈને વહોરાવવા લોકો તૌયાર રહે, એ સન્માન કે એ આહાર વસ્તુત: પોતાને નથી મળતાં-વચ્ચેથી જ કોઈ માયાવી અસુર ભરખી જાય છે. ઢંઢણકુમારનું સન્માન-સ્વાગત, કૃષ્ણવાસુદેવના કુમાર તરીકે કે રાજપુત્ર તરીકે નહિ, પણ એક નિઃસ્પૃહી-ત્યાગી-તપસ્વી રૂપે જ થવું જોઈએ. બીજું તો એ શ્રમણોથી શું બને ? પણ ઢંઢણકુમારે નિશ્ચય કર્યો કે પોતાની શક્તિથી પોતાને એક શ્રમણ તરીકે જો આહાર મળે તો જ તે સ્વીકારવો-અન્યથા એનો ત્યાગ કરવો. ઢંઢણ મુનિ દ્વારકાપુરીમાં ભિક્ષાર્થે શેરીએ શેરીએ ફરે છે, પણ એમણે નિશ્ચય કર્યો છે તે નિશ્ચયને અનુરૂપ આહાર નથી મળતો, અશુદ્ધ આહાર ગમે તે ભોગે ન સ્વીકારવો એ એમની પ્રતિજ્ઞા છે. ભાવિકો બિચારા બે હાથ જોડીને વહોરાવવાની વસ્તુઓ લઈને ઢંઢણ મુનિ સમીપે ઊભા રહે છે. “આમાંથી આપને કહ્યું તે કપા કરીને સ્વીકારો.” એમ કહી દીનભાવે વિનવે છે. પણ દિવસોના દિવસો સુધી અનાહારનો સામનો કરનાર ઢંઢણ મુનિ એ આહારની સામે દૃષ્ટિપાત સરખો પણ નથી કરતા. આવો શુદ્ધ આહાર પણ અશુદ્ધ કેમ બની જતો હશે તે લોકોને નથી સમજાતું. ઢંઢણ મુનિએ સંસારના સંબંધો છેદી નાખ્યા છે : કૃષ્ણવાસુદેવના કુમાર એક ભિક્ષુ બન્યા છે એમ તો લોકો જાણતા હતા, પણ આ આહારદાન સાથે એ પૂર્વસંબંધની કોઈ કલ્પના સરખી પણ ન હોવી જોઈએ એમ એમને હજી નહોતું સમજાયું. પૂર્વસંબંધની સ્મૃતિ આહારને અશુદ્ધ બનાવી દે, એ એમના અનુભવ બહારની વાત હતી. દ્વારકાપુરીની બહાર ઢંઢણ મુનિ વિચરતા હોત તો કદાચ એમને ન જાણનારા-ન ઓળખનારા એમનું એક શ્રમણ તરીકે સ્વાગત કરત અને ઢંઢણ મુનિને દેહના નિભાવ પૂરતી સામગ્રી મળી રહેત. ઢંઢણ Page #143 -------------------------------------------------------------------------- ________________ અર્પણ + ક્ષમાશ્રમણ ૧૪૨ મુનિ પોતે પણ એ વાત જાણતા, પરંતુ જે અંતરાયનો ઉદય પોતે ભોગવી રહ્યા છે તેનો સામનો પણ એ જ ક્ષેત્રમાં થવો જોઈએ-એમાં જ શક્તિની ખરી કસોટી રહેલી છે એમ તે માનતા. ઘણા દિવસો સુધી ઢંઢણ મુનિને શુદ્ધ ભિક્ષા ન મળી ત્યારે ભગવાન નેમિનાથે પોતે જ કહ્યું : “પૂર્વભવમાં તમે જે અંતરાયકર્મ બાંધ્યું છે તેને લીધે તમને શુદ્ધ આહાર નથી મળતો : માટે બીજા મુનિઓ આહાર લાવે તે તમે ગ્રહણ કરો.' તરત જ અતિ વિનીતભાવે ઢંઢણ મુનિએ જવાબ આપ્યો : ‘“ભગવન્ ! એ કર્મ ક્ષય પામશે ત્યાં સુધી એ અંતરાયકર્મની સામે ઝૂઝીશ.-એ અંતરાય ઓગળશે ત્યારે જ હું આહાર ગ્રહણ કરીશ.” બીજાઓ પોતાને માટે આહાર લાવે તે સ્વીકારવામાં ઢંઢણ મુનિને પોતાની ચોખ્ખી કાયરતા દેખાઈ. કારમી ભૂખને સહન કરતા ઉપવાસ ઉપર ઉપવાસ ખેંચતા ઢંઢણ મુનિ આહાર સંબંધી લેશમાત્ર આકુળતા કે ઉત્સુકતા નથી દાખવતા. અંતરાયની વજ્ર જેવી દિવાલો પણ આ પ્રકારની ઉગ્ર તપશ્ચર્યાથી તૂટવી જોઈએ એ શ્રદ્ધા એમણે જરાય ઢીલી પડવા ન દીધી. એક દિવસે કૃષ્ણ વાસુદેવે પોતે જ, નેમીશ્વર ભગવાનને વાંદી વિનયપૂર્વક પૂછ્યું કે : “આપના અઢાર હજાર સાધુઓમાં ઉગ્ર અને અણનમ તપસ્વી કોણ હશે ?'’ “તપસ્વીઓમાં ઘણા છે-ધણા દુષ્કર કરનારા સાધુઓ છે, પણ ઢંઢણ મુનિની તોલે કોઈ ન આવે.’’ નેમીશ્વર ભગવાને પોતાનો મત ઉચ્ચાર્યો. પોતાનો પુત્ર ઢંઢણકુમાર, તપસ્વીઓમાં અગ્રેસર છે અને ભગવાન પોતે એના તપની પ્રશંસા કરે છે તે જોઈને કૃષ્ણવાસુદેવના રોમેરોમમાં વાત્સલ્યનો આનંદ વ્યાપી ગયો. ઢંઢણકુમારમાં આટલું પાણી હશે એવી તો એમને કલ્પના જ નહોતી. Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ ઢંઢણકુમાર એ પછી એમણે જ્યારે ભગવાન નેમિનાથના મુખેથી જાણ્યું કે ઢંઢણ મુનિ પોતાની શક્તિથી આહાર મળે તો જ સ્વીકારવાની વૃત્તિવાળા છે-પણ પૂર્વના અંતરાયકર્મને લીધે એવો શુદ્ધ આહાર દિવસોના દિવસો સુધી નહિ મળવા છતાં એમનામાં દીનતાનો છાંટો સરખો પણ જોવામાં નથી આવતો. એમની તપશક્તિ રોજ રોજ વિશુદ્ધ તેમજ વિકસિત બનતી જાય છે, ત્યારે ઢંઢણ મુનિના આત્મબળની કંઈક પ્રતીતિ થઈ. ઢંઢણા રાણીનો પુષ્પની સુકુમારતા સાથે સ્પર્ધા ખેલતો કુમાર, ઢંઢણા જેને પોતાની આંખ આગળથી એક પળવાર પણ અળગો નહોતી કરતી તેનામાં આવું છૂપું સામર્થ્ય છે તે જાણ્યા પછી શ્રીકૃષ્ણ વાસુદેવે, નેમિ ભગવાનના બહોળા સાધુ-સમુદાય તરફ મીટ માંડી. ઢંઢણ મુનિ ક્યાંય ન દેખાવાથી એમણે પૂછ્યું : ભગવદ્ ! આમાં કેમ ક્યાંય ઢંઢણ મુનિ નથી દેખાતા ?”. “મુનિ તો દ્વારકાપુરીની શેરીઓમાં ફરે છે–શુદ્ધ આહારની શોધમાં. ” એટલું બોલતાં, ભગવાન નેમિનાથના શાંત-પ્રસન્ન વદન ઉપર આછી સ્મિતરેખા અંકાઈ. “તમને રસ્તામાં સામા જ મળશે.” કૃષ્ણ-વાસુદેવની ઉત્સુકતા જોઈને ભગવાને ખુલાસો કર્યો. અને ખરેખર ગજેંદ્ર ઉપર બેસીને પોતાના આવાસે જતાં શ્રીકૃષ્ણ વાસુદેવને, ઢંઢણ મુનિ દ્વારકાપુરીની બજાર વચ્ચે, સામેથી આવતા દેખાયા. તરત જ વાત્સલ્ય અને શ્રદ્ધાથી ઊભરાતા હૈયાવાળા શ્રીકૃષ્ણ હાથી ઉપરથી હેઠે ઊતર્યા અને માર્ગમાં જ મુનિને ત્રણ પ્રદક્ષિણા આપી-વાંદી ગદ્ગદ્ વાણીમાં કહ્યું : “મુનિ ! આપ ધન્ય છો ! ભગવાન નેમિનાથ જેવા પુરુષ જેમની પ્રશંસા કરે તેવા મુનિનાં Page #145 -------------------------------------------------------------------------- ________________ અર્પણ + ક્ષમાશ્રમણ દર્શન પણ અમારા અહોભાગ્ય છે.'' દ્વારકાપુરીમાં શ્રેષ્ઠીઓ અને રાહદારીઓ આ દેશ જોઈ સ્તંભિત બન્યા. ૧૪૪ વાસુદેવ જેવા પુરુષ જેને વંદે છે-વાસુદેવને નમતા જોઈ, હજારો સામંતો અને માંડલિકોનાં મસ્તક જેમની આગળ ઝૂકે છે તેમની ઝોળી તો આજે પણ ખાલી જ છે. આહાર વગર પાછા વળેલા ઢંઢણ મુનિ પોતાના માર્ગે આગળ ચાલ્યા. થોડી વારે એક વેપારી જેવા દેખાતા ગૃહસ્થે ઢંઢણ મુનિને ‘“મુનિ” શબ્દથી સંબોધ્યા ઃ હાથની અંજલી જોડી વિનંતી કરી : ભગવન્ ! મારે ત્યાં પધારશો ? શુદ્ધ આહારની જોગવાઈ છે. ઢંઢણ મુનિને થયું કે આજે કંઈ અનુકૂળ એંધાણ કળાય છે. આજે વાસુદેવના કુમારને નહિ પણ ઢંઢણ નામના એક દીન-ઉપવાસી મુનિને એના પોતાના પુણ્ય, એની પોતાની શક્તિથી કદાચ થોડો આહાર મળી જાય એમ લાગે છે. ઢંઢણ મુનિ વેપારીની પાછળ એના ઘર સુધી ગયા. વેપારીએ પોતાના માટે બનાવેલા મોદક મુનિને વહોરાવ્યા. ઢંઢણ મુનિનું મન આજે જરા હર્ષપ્રફુલ્લ હતું. પોતાને રાજકુમાર તરીકે નહિ પણ એક શ્રમણ કે તપસ્વી તરીકે જે આહાર મળ્યો હતો તે સર્વથા શુદ્ધ જ હોવો જોઈએ એવી આશા બંધાઈ હતી. અંતરાય કર્મને પણ એની મર્યાદા હોય છે. આટલે દિવસે એ અંતરાય ટૂટવો જોઈએ એમ આસપાસના સંયોગો જોતાં આભાસ થયો. ભગવાન નેમિનાથ પાસે આવી ઢંઢણ મુનિએ પહેલો જ પ્રશ્ન કર્યો કે : ‘“ભગવન્ ! મારા અંતરાય આજે ટૂટ્યા હોય એમ જણાય છે. આજે મને જે આહાર મળ્યો છે તે મારી લબ્ધિથી મળ્યો હશે ?’' ભગવાન નેમિનાથે કરુણાર્ક દૃષ્ટિએ ઢંઢણ મુનિ સામે નિહાળ્યું. આટલા દિવસ સુધી ભૂખ-તરસનો એકધારો પરિસહ વેઠવા છતાં ઢંઢણમુનિના વદન ઉપર પ્રથમની જ આત્મનિમગ્નતા વિલસતી તેઓ જોઈ શક્યા. ઢંઢણ મુનિને ઉદ્દેશીને તેઓ કહી રહ્યા : Page #146 -------------------------------------------------------------------------- ________________ ઢંઢણકુમાર ‘અંતરાય હજી બાકી છે. તમને જે આહાર મળ્યો છે તે તો કૃષ્ણ-વાસુદેવની લબ્ધિથી મળ્યો છે.’ પોતાની લબ્ધિથી જે આહાર ન મળ્યો હોય તેને વિષવત્ માનનારા ઢંઢણ મુનિને પ્રથમ તો નિરાશાના આધાતે જરા ખિન્ન બનાવ્યા. પણ તરત જ એમણે એ દીનતા અને ખિન્નતાને ખંખેરી નાખી. શ્રમણના આચાર પ્રમાણે સુસ્વાદિષ્ટ મોદકને, માટીમાં મેળવી દેવા-મોદકનો ત્યાગ કરવા તે ખુલ્લી ભૂમિ તરફ ચાલ્યા. ૧૪૫ દારુણ ભૂખ-તરસ ઘણી વાર માનવીને હિંસ પશુની કોટીમાં મૂકી દે છે. એવું ક્યું પાપ છે કે જે ભૂખ્યો માણસ કરવાને ન પ્રેરાય? માત્ર એ પરિસહ ઉપર વિજય વર્તાવવાની દૃઢ પ્રતિજ્ઞાવાળા શ્રમણો પાસે જાણે કે એ પાશવવૃત્તિઓ પણ કંગાળ બની પગ ચાટતી જણાય છે. ઢંઢણ મુનિ સ્વાદિષ્ટ મોદકને ધૂળમાં ભેળવી દેવા મોદકના એંઠવાડમાંથી નવો સડો કે જીવોત્પત્તિ ન થવા પામે એટલા સારુ પોતે બે દુર્બળ હાથથી તેનો ભૂકો કરી રહ્યા છે. એ વખતે એક કંગાળ ક્ષુધાર્તની જેમ એમ નથી વિચારતા કે આ અન્ન નકામું માટીમાં મળી જાય તે કરતાં ભલે ઉદરમાં જતું. જમીનમાં તદાકાર બને તેને બદલે પેટની જ્વાળા શમતી હોય તો એનો ઉપયોગ શા માટે ન કરવો ? પરિસવિજયી ઢંઢણ મુનિની એ વિચારધારા નહોતી. એમની ચિંતનધારા તો જુદી જ દિશામાં વહી રહી હતી : એક વખતે ગત જન્મમાં હજાર હજાર બળદોને અને પાંચસો પાંચસો જેટલા ખેડૂતોને મેં મારા થોડા સ્વાર્થની ખાતર ભાત-પાણીના અંતરાય પાડ્યા. એક અધિકારી તરીકે એમની પાસે મેં વેઠ કરાવી. એનો બદલો તો અહીં વેઠી રહ્યો છું. શેરીએ શેરીએ રખડવા છતાં મને એક મુનિ તરીકે મારી પોતાની શક્તિથી જે આહાર મળવો Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ અર્પણ + ક્ષમાશ્રમણ જોઈએ તે નથી મળતો. એ કર્મ જ્યાં સુધી છેક ક્ષીણ ન થાય ત્યાં સુધી આવા સરસ-સ્વાદિષ્ટ આહાર આરોગવાનો મને કંઈ જ અધિકાર નથી. અંતરાયો એક દિવસે તૂટવા જ જોઈએ. અંતરાયમાત્ર ઉપર વર્ચસ્વ સ્થાપવાની મારામાં શક્તિ છે. એ શક્તિનો ઉપયોગ કરતાં વિશ્વની કોઈ સત્તા મને રોકી શકે તેમ નથી. અનાહારથી કદાચ પ્રાણ વિદાય માગે તો પણ શું થયું ? વિચારધારા વધુ ને વધુ ઉન્નત-નિર્મળ બનતી જાય છે. હાથ તો હજી મોદકનો ભુક્કો જ કરી રહ્યા છે. આત્મધ્યાનની શ્રેણી ઉપર ચડતા ઢંઢણ મુનિ, છેવટે એવી કક્ષાએ પહોંચે છે કે જ્યાં શુક્લધ્યાનનો પવિત્ર હુતાશન તેમના સર્વ કર્મ-મળને બાળીને ભસ્મ કરી દે છે. એમને એ જ ઠેકાણે મોદક પરઠવવા જતાં કેવળજ્ઞાન ઊપજે છે. દેવોનાં વૃંદો દુંદુભિનાદથી આકાશને ભરી દે છે. ભિક્ષાના પાત્રમાં આહારની સ્વાદિષ્ટ અને શુદ્ધ વસ્તુઓ આવી પડવા છતાં, પોતાની શક્તિ કે લબ્ધિ વિના પ્રાપ્ત થએલી તે આહાર સામગ્રીનો સિંહવૃત્તિથી ત્યાગ કરનાર ઢંઢણમુનિ ત્યાગી-તપસ્વીઓની શ્રમણ પરંપરામાં એક જુદી જ ભાત પાડે છે. એમના પિતાના રસવૈભવ અને ભોગેશ્વર્ય સાથે પુત્રના આ શીતલ શૌર્યની સરખામણી કરીએ છીએ ત્યારે યદુકુલનો ટીપે ટીપે સંચિત થએલો સંસ્કાર-વારસો ઢંઢણમુનિના તપસ્વી જીવનમાં મૂર્તિમંત બનેલો જણાય છે. ભોગપ્રધાન કુળોમાંથી પણ મહાત્યાગીઓ સંભવે છે. पुफ्फिए फलिए तह पिउ-घरंमि तन्हा छुहा समणुबद्धा । ढंढण तहा विसढा विसढा जह सफलया जाया।। પુષ્પ તથા ફળથી ભર્યુંભાદર્યું પ્રસિદ્ધ પિતાનું ઘર હતું ત્યાં જન્મવા છતાં ઢંઢણકુમારે તૃષા અને સુધાના પરિષહ સહન કર્યા અને આખરે એ સફળ થયા. Page #148 -------------------------------------------------------------------------- ________________ કુંદક આચાર્ય -[૩] શ્રી મુનિસુવ્રતસ્વામીના શાસનયુગની આ વાત છે. શ્રાવસ્તીનગરીના રાજકુમાર કંઇક આવ્યા તો હતા માત્ર શ્રીમુનિસુવ્રતસ્વામીના દર્શન કરવા અને એમના મુખેથી નિર્ઝરતી વાણીનું પાન કરવા. પણ પ્રથમ દર્શન અને પ્રથમ પરિચયે જ ભગવાન મુનિસુવ્રતસ્વામીના ઉપદેશે અંદકને એવો મંત્રમુગ્ધ બનાવી દીધો કે તે જ દિવસે એણે પોતાની સાથેના બીજા પાંચસો જેટલા રાજપુત્રો સાથે ઘરનાં સુખ તથા સ્નેહ-સંબંધનો સર્વથા ત્યાગ કરી આત્મકલ્યાણનો રાહ લીધો. કંદકકુમારનો ત્યાગ-વિરાગ ભયૌવનવયનો હતો, છતાં એમની રોજની દિનચર્યા અને નિઃસ્પૃહતા જોતાં, કોઈ પાકું ફળ વૃક્ષ ઉપરથી ખરી પડ્યું હોય એમ લાગે. મુનિસુવ્રતસ્વામીની સેવા-પરિચર્યા અને રોજના ક્રિયાકલાપ સિવાય જાણે કે પૂર્વની શ્રુતિ તેમજ સ્મૃતિના બધા તાર એમણે તોડી નાખ્યા છે. એક દિવસે સ્કંદક મુનિએ ભગવાન મુનિસુવ્રતસ્વામી પાસે આવીને અનુમતિ માગી : “ભગવનું આપની આજ્ઞા હોય તો મારી બેન પુરંદરયશાને અને બનેવીને મળીને એમને ધર્મનો માર્ગ પમાડું.” Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ અર્પણ + ક્ષમાશ્રમણ કુંદક મુનિને પોતાની પુરંદરયશા બેન કોઈ કોઈ વાર યાદ આવતી. સંસારના બીજા સ્નેહતંતુ લીલામાત્રથી તોડનાર આ મુનિ, નાની બેનની સ્મૃતિનો સૂક્ષ્મ તાર હજી છેદી શક્યા નહોતા. ભગવાન મુનિસુવ્રતસ્વામી, અંદક મુનિની વિનતિ સાંભળી ઊંડા વિચારમાં પડી ગયા. જવામાં હરકત નથી, પણ ત્યાં તમને પ્રાણાંતિક કષ્ટ થશે.” મુનિને વળી કષ્ટ કેવાં ? જેણે કષ્ટ કે આપત્તિને ખુલ્લા પડકાર ફેંક્યા હોય, વિધ્વ કે ઉપસર્ગને પણ વહાલા મિત્રની જેમ ભેટવાની જેની તૈયારી હોય, પરિસહોને સાવ સત્ત્વહીન બનાવવાની કલા જેમને વરી હોય તે એવા પ્રાણાંતિક કષ્ટના ભયથી પાછી પાની તો કેમ જ કરે ? આફતમાત્રને સત્કારનાર અંદક મુનિએ જાણવા માગ્યું. હું કસોટીમાં પાર ઉતરીશ કે ગાંજી જઈશ ? પ્રભુ !” તમારા સિવાય બાકીના બધા શિષ્યો તરી જશે.” સ્જદક મુનિ મનમાં બોલ્યા : “માત્ર હું એકલો જ ગાંજી જઈશ, એમ જ ને ? મારા શિષ્યો તરતા હોય અને હું ડૂબતો હોઉં તો પણ હરકત નહિ : નવેસરથી ઝૂઝીશ. પોતાના સામર્થ્યની જેની પ્રતીતિ થઈ ચૂકી હોય તેને નિરાશા શું કરી શકવાની હતી ? પોતાના મનને કંઇક મુનિએ એ રીતે મનાવ્યું તો ખરું, પણ પોતાના શિષ્યો તરશે અને માત્ર પોતે જ કેમ ડૂબશે એ એમને ન સમજાયું. ચિંતાની એક નાની વાદળી એમની તેજસ્વી મુખમુદ્રાને જરા સ્નાન કરીને ચાલી ગઈ. ભગવાન મુનિસુવ્રતસ્વામીને અંદક મુનિએ કહ્યું : “પ્રાણાંત કષ્ટ થવાનું હોય તો ભલે થતું. જે નિર્માણ થઈ ચૂક્યું છે તે મિથ્યા ન થાય. અને આપનાં વચનો વિષે મને પૂરી શ્રદ્ધા છે. મારી સહાયથી મારા શિષ્યો આરાધક બનશે–જીવનને સાર્થક કરી જશે એટલી પ્રતીતિ મને બસ છે.” Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ સ્કંદક આચાર્ય પોતાના સ્થાને પહોંચ્યા પછી, પોતે હવે પછી આવનારી આફતમાં ગાંજી જશે એ ચિંતાએ એમની ઉપર અધિકાર જમાવ્યો. આત્મનિરીક્ષણ કરવા છતાં પોતે ગાંજી જાય એવી કોઈ નબળાઈ ન દેખાઈ : નથી એમને દેહ ઉપર મમત્વ, નથી કોઈ સ્નેહી-સગા સંબંધી અનુરાગ કે નથી કોઈ સંપત્તિ કે અધિકારની લવલેશ લોલુપતા. ભાવી આફતનો પંજો ક્યાં પડશે તેનો નિર્ણય તેઓ કરી શક્યા નહિ. માત્ર એટલો નિશ્ચય કર્યો કે “અસાવધ તો એક પળને માટે પણ ન રહેવું.” થોડે દિવસે સ્કંદક મુનિ પોતાના પાંચસો શિષ્યો સાથે વિહાર કરતા કુંભકારકટક નામના ગામની સીમમાં આવી ચડ્યા. એક વિશાળ ઉદ્યાન જોઈને ત્યાં સ્થિરતા કરી. મેઘની ઘટા જો છૂપી ન રહી શકે તો આવા મેઘગંભીર મહાપુરુષોનું, પાંચસો પાંચસો શિષ્યો સાથેનું આગમન ગામલોકોથી અજાણ્યું કેમ રહે ? આ ગામના રાજા દંડકની સાથે જ અંદક મુનિની સંસારીપણાની બહેન પુરંદરયશાને પરણાવી હતી. સ્કંદક એ વખતે કુમાર હતા. ભાઈ-બહેને એકબીજાની વિદાય અપૂર્ણ નયને લીધેલી એ પ્રસંગ ઉપર થઈને કેટલાંય વર્ષ વીતી ગયાં હતાં. બહેનને તેમ બનેવીને મળાશે અને ધર્મની ચર્ચા થશે. બહેન તથા બનેવીને થોડું માર્ગદર્શન અપાશે એ સિવાય અંદક મુનિનો અહીં આવવાનો બીજો હેતુ નહોતો. કુંભકારકટક ગામના રાજપુરુષોને આ મુનિના આગમનના સમાચાર બે-ચાર દિવસ પહેલાં જ મળી ગયા હતા. રાજા દંડક પોતે પોતાના એક વખતના સાળા સ્કંદકકુમારને મળવા અને તેના ધર્મજીવનના અનુભવો સાંભળવા ઉત્સુક હતો. પણ એ જમાનાનું એક મોટામાં મોટું દુર્ભાગ્ય એ હતું કે રાજા-મહારાજાઓ-સામંતો મોટી સંખ્યામાં હોવા છતાં પરસ્પરનો મુદલ વિશ્વાસ કરી શકતા Page #151 -------------------------------------------------------------------------- ________________ અર્પણ + ક્ષમાશ્રમણ નહિ. સગા પુત્રોથી રાજવી-પિતાઓ ભયવિહ્વળ રહેતા. પુત્રો પણ પોતાના પિતા કે સગા-સંબંધીઓ પ્રત્યે પૂરી શ્રદ્ધા રાખી શકતા નહિ. બળમાં પોતાને સિંહ સમાન ગણનારા આ રાજવીઓ, સસલાની જેમ, પાંદડાના ખખડાટ જેવી સાચીખોટી અફવાઓ સાંભળીને કંપી ઊઠતા, પોતાનાં સ્થાન સાચવવા રક્તપાત કરવા તૈયાર થઈ જતા. રાજસત્તા હજી કોઈ નૈતિક કે ધાર્મિક નક્કર પાયા ઉપર નહોતી સ્થપાઈ. સ્વાર્થી-પ્રપંચી રાજપુરુષો, એ ભય અને શંકાવાળી પરિસ્થિતિનો લાભ લઈ પોતાના વર્ચસ્વને અબાધિત રાખી શકતા. ૧૫૦ દંડક રાજાનો પુરોહિત પાલક એવો જ એક ખટપટી અને દ્વેષીલો દરબારી હતો. સ્કંદક મુનિની, રાજા દંડક ઉપર જરૂર છાપ પડવાની અને ઓછી બુદ્ધિવાળો રાજવી ચાલતી આવેલી વ્યવસ્થા પલટાવવાનો એમ આ પુરોહિતને લાગ્યું. એને પોતાના સ્વાર્થની ચિંતા તો હતી જ, પણ સ્કંદક મુનિની અસર નીચે મુકાએલા રાજવી અને તેની રાણી-પુરંદરયશા નવી સમસ્યાઓ ઊભી કરશે એવી એને બીક લાગી. એટલે સ્કંદક મુનિના આગમન સાથે જ દંડક એને પોતાનો હાડવેરી માનવા પ્રેરાય એવી પ્રપંચજાળ એણે કુટિલતાથી પાથરી દીધી. કાવતરા અને પ્રપંચમાં જ રચ્યાપચ્યા રહેતા આ પુરોહિતને આવી મેલી યુક્તિઓ સહેજે સૂઝી આવતી. સ્કંદકાચાર્યના આગમનને દિવસે જ પુરોહિતે, દંડક રાજા સાથેની વાતચીતમાં કહ્યું : “રાજન્ ! સ્કંદકમુનિ ધર્માચાર્ય છે એ વાત ખરી, પણ મને હજી એમને વિષે પૂરો વિશ્વાસ નથી બેસતો. સંભવ છે કે મારી પોતાની એમાં ભૂલ થતી હોય. મહારાણી પુરંદરયશાના એ સગા ભાઈ છે એટલે એમનું પૂરું સન્માન તો થવું જ જોઈએ. હું એમાં વિરોધ કરવા નથી માગતો, પણ રાજનીતિ બહુ અટપટી વસ્તુ છે. એક પગલું ભૂલીએ તો સર્વસ્વ હારી બેસીએ.'' Page #152 -------------------------------------------------------------------------- ________________ સ્કંદક આચાર્ય ૧૫૧ ‘‘સન્માન કરવામાં કંઈ એવી ભૂલનો સંભવ નથી.' દંડક પોતે સાવધ રહીને પુરંદરયશાના સહોદરનું સ્વાગત કરવા તૈયાર હતો. એ સ્વાગત પછીની દરેક ઘટનામાં સાવચેત રહેવા વિષે એનો વિરોધ નહોતો. કોઈ પણ માણસ આવતાની સાથે જ, પરહદમાં-રાજવીની ઉપર અણધાર્યું આક્રમણ કરે એમ દંડક પોતે કેમ કલ્પી શકે ? પુરોહિતે હવે પોતાની મેલી વિદ્યાના મંત્ર ભણવા માંડ્યા. “મહારાજ, આપ હજુ પણ ભોળા જ રહ્યા છો. આપ સ્કંદકને નથી ઓળખતા. એક તો એ વગર તેડાવ્યે આવ્યા છે એમાં એમનો કંઈક ગૂઢ હેતુ હોવો જોઈએ. ભાઈ-બહેન માત્ર એ હેતુ જાણતા હોય એમ બને. બીજું સ્કંદકમુનિ જો બહેનને-બનેવીને મળવા જ આવતા હોય તો આટલું મોટું પાંચસો જણાનું સૈન્ય સાથે રાખવાની શી જરૂર હતી ?’' પાંચસો સાધુના સમુદાયવાળી વાત પુરોહિતે એવા અસરકારક અભિનયપૂર્વક મૂકી કે મહારાજા દંડકના દિલમાં ભયનો વિષધર છંછેડાયો. ‘ત્યારે સ્કંદક અહીં મારી સામે આક્રમણ જ લઈ આવે છે અને સ્વાગત વખતે જ આપણું સર્વ નાશ કરશે એમ તમને લાગે છે? પુરોહિત !'' ‘‘એમ તો મને નથી લાગતું. કદાચ પ્રજાને ઉશ્કેરીને વિદ્રોહની આગ ચેતાવે અને પોતે અલગ રહેવાનો દંભ કરીને, આપણું સર્વસ્વ પડાવી લે એવો માત્ર વહેમ આવે છે.'' સ્કંદકમુનિને પણ પોતે અન્યાય કરવા ન માગતા હોય તેવી સફાઈથી પુરોહિતે પોતાના પાસા ફેંકવા માંડ્યા. ‘‘પણ તમે સ્કંદકકુમારને, આ પહેલાં કોઈ વાર મળેલા ખરા ? કે માત્ર એમને વિષે વાતો જ સાંભળી છે ?'' કોણ જાણે કેમ, પણ દંડકે અસ્થાને લાગે એવો પ્રશ્ન પૂછ્યો. પુરોહિતને, સ્કંદકકુમાર સાથેનો પ્રથમ પરિચય યાદ આવ્યો અને અત્યારસુધી જે વિદ્વેષની આગ મહામુશીબતે દંભ અને શાંતિના Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૫ અર્પણ + ક્ષમાશ્રમણ પાતળા પડદા નીચે છુપાવી રાખી હતી તે એકાએક પ્રજળી ઊઠી. “આપ ભૂલી ગયા હશો પણ મને યાદ છે : સ્કંદકના પિતા મહારાજા જિતશત્રુ પાસે, પુરંદરયશાનું માગું કરવા હું જ ગયો હતો. એ વખતે મને અંદકકુમારનો જે પરિચય થયેલો તે ઉપરથી મને લાગે છે કે એ કોઈ પણ રાજતંત્રને માટે ભયરૂપ છે.” પુરોહિત પાલકના શબ્દોમાં જૂના વેરનો હુતાશ છૂપો ન રહી શક્યો. એટલે અંદકમુનિના આગમનના સમાચાર સાથે જ તમને એમને વિષે શંકા થએલી અને એ શંકા જ તમને એટલી હદે અવિશ્વાસુ બનાવે છે, ખરું ને ?” પાલક હવે પ્રશ્નોના જવાબ આપીને થાક્યો હતો. આવેશ અને આજ્ઞાથી જ કામ લેવાને ટેવાયેલા આ રાજપુરોહિતે ઉશ્કેરાટ સાથે કહેવા માંડ્યું : મહારાજ ! શંકા કે અવિશ્વાસની વાત જ નથી. મેં પોતે પૂરતી તપાસ કરાવી છે અને મને ખાત્રી થઈ છે કે કુંદકનું આગમન એક મોટામાં મોટું અમંગળ છે. એ અમંગળને ઉદ્યાનમાંથી જ પાછું વાળવું જોઈએ.” સ્કંદકનું કાલ્પનિક ચિત્ર, પાલકને ભયકંપિત કરતું હોય એમ એની અત્યારની વાત સાંભળનારને લાગે. દંડકના એક વધુ પ્રશ્નના જવાબમાં એણે કહી દીધું કે : “મહારાજ, ચાલો મારી સાથે, ઉદ્યાનમાં જ્યાં કુંદકમુનિ ઊતર્યા છે ત્યાં : ત્યાં હું તમને દાટી રાખેલાં છૂપાં શસ્ત્રોનો ભંડાર બતાવીશ : તમોને પણ ખાત્રી થશે કે સ્કંદકમુનિ, સાધુના વેષમાં ખુલ્લો બળવાખોર જ છે.” એ પછી પાલક, સ્કંદ મુનિ પોતાના પાંચસો શિષ્યોના પરિવાર સાથે જ્યાં ઊતર્યા હતા તે ઉદ્યાનમાંથી તલવારો-ભાલા-બરછા Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩. સ્કંદક આચાર્ય આદિનો મોટો સંગ્રહ, ધરતીની અંદરથી કાઢીને દંડક રાજાને બતાવ્યો. દંડકને વધુ તપાસ કરવાની જરૂર ન લાગી. વસ્તુતઃ આ શસ્ત્રો ક્યાંથી આવ્યાં-ક્યારે આવ્યા અને કોના હાથથી, કેવા દુષ્ટ હેતુથી દટાયા હતાં તે વિષે દંડકે ધીરજથી તપાસ કરી હોત તો પાલકે યોજેલું આ કાવતરું કાચી ઘડીમાં પકડાઈ જાત. પોતાના રાજયમાં સાધુના વેષે આવી, આખું રાજ્ય પચાવી પાડવાની મેલી દાનતવાળો આ સંસારી સાળા અને તેમના બહોળા પરિવાર અંગે દંડકને હવે કોઈ મમતા ન રહી. પાલકને એણે કહી દીધું. આ દુષ્ટોને ભયંકરમાં ભયંકર સજા કરવાની તને છૂટ છે. એમનામાંનો એક પણ માણસ બચવો ન જોઈએ.” પાલકને એટલું જ જોઈતું હતું. એનો છૂપો વિદ્વેષ કેટલાય દિવસથી આ સ્કંદ મુનિનું રક્તપાન કરવા તલસતો હતો. સીધો અને ત્વરિત વધ એ તો દયાનો જ પ્રકાર ગણાય એમ માની પાલકે ત્યાંને ત્યાં જ જીવતા માણસને પીલવાની ઘાણીઓ ખડી કરી દીધી. સ્કંદક મુનિને આ કારસ્તાનની જ્યારે જાણ થઈ. પોતાને અને સાથેના પ00 સાધુઓને ઘાણીમાં નાખીને પીલવાની રાજાએ પોતે આજ્ઞા કરી છે એમ જાણવામાં આવ્યું ત્યારે તેને જરાય આઘાત કે આશ્ચર્ય ન થયું. ભગવાન મુનિસુવ્રતસ્વામીએ અતિ કપરી અને કારમી કસોટીની જે ભવિષ્યવાણી ઉચ્ચારી હતી તે યાદ આવી. આચાર્યે ધાર્યું હોત તો દંડકને મળીને, પોતાની સ્થિતિ સમજાવીને આ અન્યાયનું નિવારણ નહિ તો પ્રતિકાર તો જરૂર કરી શકત, સજાને થોડી હળવી પણ બનાવી શકત; પણ ક્ષમા, ઉપશમ અને સંયમને વરેલો શ્રમણ, જીવનની ભીખ માગવા જાય એમાં એમને કાયરતા લાગી. જીવલેણ વાણી, કોઈ વિકરાળ-રક્ત તરસ્યા પશુ જેવી નહિ પણ મુક્તિના સ્વયંવર-મંડપ જેવી જ એમને દેખાઈ Page #155 -------------------------------------------------------------------------- ________________ અર્પણ + ક્ષમાશ્રમણ સમાધિમરણ જેવું સદ્ભાગ્યે આ જગતમાં બીજું ક્યું હોઈ શકે? દંડક અને પાલક એમને પોતાના પરમહિતૈષી જેવા લાગ્યા. આવા ઘોર અન્યાયમાં પોતાના દેહનાં પવિત્ર બલિદાન ધરવાનો પ્રસંગ પોતાને સાંપડે છે તે બદલ એમણે મનમાં ને મનમાં જ પોતાને બડભાગી માન્યા. ૧૫૪ એક પછી એક એમ મુનિઓ ઘાણીમાં ઓરાવા લાગ્યા. સ્કંદકઆચાર્ય વિદાય લેતા સાધુ માત્રને સમજાવી રહ્યા છે; ‘જો જો દ્વેષ, વેર કે ક્રોધનો અંશ સરખો યે અંતરના ઊંડાણમાં ક્યાંય ન રહેવા પામે ! આ દંડક અને આ પાલક તો બિચારા નિમિત્ત માત્ર છે. જે નિર્માણ થઈ ચૂક્યું હોય છે તે કદી મિથ્યા નથી થતું. નવો કર્મબંધ ન થાય એ જ શ્રમણે જોવાનું રહે છે.” આટલું પૂરું કહેવાઈ રહે તે પહેલાં સંસારના કારાગૃહમાંથી છૂટવા ઉદ્યત થયેલ શ્રમણ, ધાણીમાં કૂદી પડે છે : લોહીના ફુવારા ઊડે છે. પ્રકૃતિ પણ જાણે આ દશ્ય ન જોઈ શકતી હોય તેમ તોલદાર નિ:શ્વાસ નાખે છે. બીજા સાધુ ઘાણી પાસે આવી ઊભા રહે છે : આચાર્ય એમને ઉપદેશ કરે છે : “સ્નાનથી માણસ જેમ બાહ્યતઃ પવિત્ર બને તેમ પ્રાણીમાત્રને ખમાવી-પરમ શત્રુને પણ મિત્રવત્ લેખી અંતરને પવિત્ર કરજો. ક્ષમા કે ઉપશમ વિનાનો શ્રમણ એ નામમાત્રનો સાધુ છે. શ્રમણપદને સાર્થક કરવું હોય તો આજના જેવો અપૂર્વ અવસર ફરી ફરીને નહિ મળે.’ વારાફરતી ઘાણીમાં પીલાઈને લોહી અને હાડના અવશેષરૂપ બની જતા સામાન્ય શ્રમણો કરતાં પણ આચાર્ય સ્કંદક કેટલા કઠિન હૈયાના હોવા જોઈએ ? જે અન્યાય સામે એક પામર મનુષ્યનો પુણ્યપ્રકોપ પણ સળગી ઊઠે તેને છતી શક્તિએ પચાવી જનારજુલમ ગુજારનાર પ્રત્યે પણ સ્નેહ વહાવવાનો આગ્રહ કરનાર આ આચાર્યનું હૃદય કઈ ધાતુનું બનેલું હશે ? Page #156 -------------------------------------------------------------------------- ________________ સ્કંદક આચાર્ય ૧૫૫ ૪૯૯ શ્રમણોને ક્ષમાના વારિથી સ્નાન કરાવનાર અને એમને અખંડ આરાધક બનાવનાર આ અંદક આચાર્ય પોતે ક્ષમા અને ઉપશમના અગાધ ઉદધિરૂપ જ હોવા જોઈએ. ભગવાન મુનિસુવ્રતસ્વામીએ જે એક ભયનો નિર્દેશ માત્ર કરેલો કે આચાર્યસ્જદક પોતે આ કસોટીમાં પાર નહિ ઊતરે : આચાર્યના પોતાના દિલમાં ખટકો પેદા કરનારી એ વાતને શી રીતે ભૂલી શકે ? એટલે જ કદાચ એક પછી એક યુદ્ધના મોખરા ઉપર વિજયધ્વજ ફરકાવતો સેનાપતિ ઉલ્લાસથી આગળ ધપે તેમ ૪૯૯ શ્રમણોના બલિદાન વડે ક્ષમા, ધૈર્ય, મૈત્રી અને સંયમનો દિવિજય વર્તાવનાર આ સ્કંદક આચાર્ય પોતાની ક્ષાત્રવટનો, જનસ્મૃતિમાં અમર રહી જાય એવો જવલંત પરચો આપી રહ્યા છે. હવે માત્ર એક શ્રમણ બાકી છે. સ્કંદકમુનિ ઉગ્ર યાતનાનો આખો સાગર તરી ગયા છે. એક શ્રમણના બલિદાન પછી તરત જ પોતાને પીલાવાનો વારો આવશે. એમણે નિશ્ચય કર્યો છે કે બીજા શ્રમણો કરતાં અધિકો ઉપશમનો રંગ ઘૂંટતા અને મૈત્રીની પુષ્કરાવર્ત-મેઘધારા વહાવતા પોતે ઘાણીમાં કૂદી પડશે ! આખરી વિજય હાથવેંતમાં જ છે. ભગવાન મુનિસુવ્રતસ્વામીએ ઉચ્ચારેલી વાણીનો હવે કંઈક જુદો જ અર્થ નીકળવો જોઈએ અથવા તો પરિણામની ધારા બદલાઈ ગયેલી હોવાથી ભગવાને બતાવેલો ભય પણ ભૂતકાળની વસ્તુ બની જશે. ૪૯૯ બલિદાન પછી, યૌવનના પગથિયા ઉપર પગ ટેકવતો એક તાજો દીક્ષિત મુનિ, લોહીથી તરબોળ બનેલી ભૂમિને કાદવને ખુંદતો ઘાણી પાસે આવી ઊભો રહે છે. આચાર્ય એનું મોં જોતાં જ ચમકે છે - ભયની એક ધ્રુજારી એમના અંગોપાંગને અવશ બનાવતી સોંસરી નીકળી જાય છે. પગ નીચે રગદોળાતું લાલચટક લોહી જાણે કે કમળની પાંદડીનું સ્વરૂપ ધરી ગાલ અને ઓષ્ઠ ઉપર ચોટ્યું હોય તેમ આ તરુણ શ્રમણ કોઈ દેવશિશુ જેવો લાગે છે. આચાર્ય Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ અર્પણ + ક્ષમાશ્રમણ અનિમેષ નયને એને ઘડીભર જોઈ રહે છે : “ આજે જો આ યુવાન સાધુસમુદાયમાં ન હોત તો કોઈ અંતઃપુરની અંદર અત્યારે ઊંઘતો હોત. માતા અને બહેનોનો લાડીલો આ જુવાન, કંઈ કંઈ સોનેરી સ્વપ્નો જોતો હોત ! એની શાંત નિદ્રામાં ખલેલ પાડનાર દાસ-દાસી ઉપર, યુવાનની માતા કેવો કૃત્રિમ રોષ વરસાવતી હોત ! આજે એને ઘાણીમાં પીલાવાનો પ્રસંગ પ્રાપ્ત થયો છે ! રે કર્મ !” વજ જેવા હૈયાવાળા અને અંગત કષ્ટની સામે મેરુની જેમ અચળઅડગ રહેનારા સ્કંદક મુનિનું હૃદય જોરથી ધબકી રહ્યું : શક્તિનો જે સંચય કરી રાખ્યો હતો તે હજારો છિદ્રો વાટે ઝમી જતો હોય એમ લાગ્યું. એમને થયું કે : “આ કુમાર-શ્રમણની રિબામણી મારાથી નહિ જોઈ શકાય ! એની પહેલાં હું જ પિસાઈ જઉં એ ઠીક છે.” પુરોહિત પાલક ત્યાં જ ઊભો હતો. સ્કંદકાચાર્ય પોતાને માટે દયા કે કૃપા માગવાને જરાય ટેવાયેલા નહોતા. જીવનના ક્ષણિક સુખ માટે કોઈની આગળ અનુકંપાની ભિક્ષા માગવી એને તેઓ શ્રમણધર્મની ગૌરવહાનિ લેખતા. છતાં છેલ્લે છેલ્લે એક વિનતી કરી લેવાનું મન થયું ? એમણે પુરોહિતની સામે જોઈને કહ્યું : “આ યુવાન મુનિને મારી પાછળ રહેવા દો : મારો અંતરાત્મા કદાચ એની મૌન વેદનાથી કકળી ઊઠશે.” પણ પાલક અહીં દયા વર્ષાવવા નહોતો આવ્યો. એ તો મુનિઓને વધુમાં વધુ વેદના કેમ થાય તેના જ ઉપાય ચિંતવતો હતો. આચાર્યના હૃદયમાં, યુવાન મુનિના બલિદાનથી ફૂલ ભોકાય છે એમ જોઈને એને વધુ આનંદ થયો. ફૂલને હજી વધુ ઊડે ભોકતો હોય તેમ તે બોલ્યો : કમમાં કાંઈ ફેરફાર નહિ થાય !” આ શબ્દો અંદક મુનિને ધગધગતા અંગારા જેવા લાગ્યા. ક્ષમા અને ઉપશમનો ઉપદેશ આપી સેંકડો શ્રમણોને તારનાર આ મહા Page #158 -------------------------------------------------------------------------- ________________ સ્કંદક આચાર્ય ૧૫૦ બળવાન નૌકાના શઢ તૂટું તૂટું થઈ રહ્યા ! “ફેરફાર નહિ થઈ શકે?” એમ કહેનાર પુરોહિતની જીભ ખેંચી કાઢવા એમના હાથે વીજળીનો વેગ અનુભવ્યો. આજે પોતે શ્રમણ નહિ, માત્ર ક્ષત્રિયકુમાર હોત તો પુરોહિત એમની આંખમાંથી ઝરતા અગ્નિથી ક્યારનોયે બળી ગયો હોત. સ્કંદક મુનિને ફરી એક વાર શ્રાવસ્તી નગરીના રાજકુમાર બનવાનું મન થયું. પોતે શ્રમણ હતા એ વાત જો કે ન ભૂલ્યા : પણ શ્રમણ ઉપશમ અને સંવેગથી જ શોભે એ હકીકત સ્મૃતિમાંથી પળવારને માટે સરી ગઈ. એક વાર પેલા દેવશિશુ જેવા સૌથી નાના શ્રમણ તરફ એમણે જોયું– જોતાં જ એને છાતી સરસો દાબી, છેલ્લી વાર ભેટી લઈ, ઘાણી તરફ વિદાય કરવા એમણે એક-બે ડગલાં ભર્યા એટલામાં એમના હાથ-પગ અવશ બનતા હોય એમ લાગ્યું. પોતે શ્રમણને ન શોભે એવી નબળાઈના ભોગ બની રહ્યા છે એવી પ્રતીતિ થતાં ત્યાંના ત્યાં જ થંભી ગયા. અકસ્માતું એમની નજર, કુંભકારકટકના ઘેટાના ટોળા જેવા પ્રેક્ષકવૃંદ ઉપર પડી. સ્કંદકાચાર્યને વિચાર થયો કે શ્રમણો તો પોતાના પ્રાણનાં બલિદાન દઈને છૂટી જશે. પણ આ ગામ-આ પ્રદેશના લોકોનું શું કંઈ કર્તવ્ય જ નથી ? અન્યાય કે જુલમ સામે ઊંચી આંગળી કરવા જેટલી શક્તિ પણ આ લોકો હારી બેઠા છે ? તેઓ ધારે તો રાજાને કે તેના પુરોહિતને સાફ સાફ વાત ન કહી શકે ? અન્યાયનો પ્રતિકાર ન કરી શકે ? એમની માણસાઈ જ મરી ગઈ હશે ? આવા મોટા જનસમુદાયમાં પોતાની બહેન પુરંદરયશા ક્યાં હશે તે જોવા એમણે ચોતરફ-દૂર દૂર નિહાળ્યું “બહેન તો અંતઃપુરમાં જ હશે ! એને આ સમાચાર કોણ આપે ? ગમે તેમ તો પણ પુરંદરયશા ક્ષત્રિયકન્યા છે. એને જો આ અન્યાયની ગંધ સરખી આવે તો આ શ્રમણોને બચાવવા બહાર આવ્યા વિના ન રહે !” Page #159 -------------------------------------------------------------------------- ________________ અર્પણ + ક્ષમાશ્રમણ નાના શ્રમણે છેલ્લી વિદાય માગતાં, ગુરુ સ્કંદકાચાર્યના પગમાં માથું ઝુકાવ્યું ત્યારે જ આચાર્યની વિચારનિદ્રા ઊડી : પોતે જાગૃત દેશામાં પણ સ્વપ્ન જ જોતા હતા એ વિચારે સહેજ સંકોચાયા. ૧૫૮ ‘વત્સ ! ખુશીથી ઘાણીમાં ઝૂકી પડે ! તારા પહેલાં મને જો એવી તક મળી હોત તો હું તારી વેદનાનો મુંગો સાક્ષી તો ન બનત! તું તો હજી ઊગતા ફૂલ જેવો નિષ્પાપ-નિર્દોષ છે. પારિજાતના પુષ્પની જેમ તારે ઊગતામાં જ ખરી પડવાનું નિર્માણ હશે. બસ, જા, વત્સ, છેલ્લા બલિદાનથી આ સાધુઓની અખંડ ધારાને માથે સોનેરી કિરણનો કળશ ચઢાવ! આ દુષ્ટ દંડક આ પાપી પુરોહિત.'' ક્રોધના આવેશથી, આચાર્ય આગળ કંઈ ન બોલી શક્યા. પણ એમની તપેલા તાંબા જેવી મુખકાંતિ ઉપરથી અંતરમાં ભારે ઉકળાટ અનુભવતા હોય એમ પ્રેક્ષકોને લાગ્યું. દેવશિશુ જેવા નાના શ્રમણના બલિદાને, આ પ્રૌઢ આાર્યના સંયમની પાળો તોડી નાખી. એમણે મનમાં ને મનમાં જ નિશ્ચય કર્યો કે આ ઘોર અત્યાચારનો બદલો લીધા વિના નહિ જંકું !'' અત્યારે એમને કોણ કહે કે : “પાંચસો પાંચસો સાધુઓને શાંતિ, મૈત્રી અને ઉપશમમાં સ્થિર રાખનાર-એમની જીવનસાધનાને સાર્થકતાના માર્ગે દોરી જનાર હે મુનિપુંગવ ! વેર કે બદલો લેવાની વૃત્તિ શ્રમણધર્મને નથી શોભતી ! પાંચસો શ્રમણોના હે માર્ગદર્શક ! આપ પોતે માર્ગ ભૂલ્યા છો !’’ આખરે તો સ્કંદકાચાર્ય પણ ઘાણીમાં પિલાઈ-અસ્થિના ગંજમાં ભળી ગયા. પાછળ એમની વેરવૃત્તિ રહી ગઈ ! ભગવાન મુનિસુવ્રતસ્વામીએ આરંભમાં જ કહ્યું હતું તેમ સ્કંદકમુનિ છેલ્લી કસોટીમાં જરા ગાંજી ગયા. શિષ્યો તરી ગયા, ગુરુદેવ રહી ગયા. વેરની વૃત્તિ સ્કંદકમુનિને અગ્નિકુમાર નિકાયમાં લઈ ગઈ. ત્યાં તેઓ દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી તેમણે દંડક રાજાના દેશને ક્રોધાવેશથી Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૫૯ કંઇક આચાર્ય બાળીને ભસ્મીભૂત કરી દીધો. આજે પણ તે પ્રદેશ દંડકારણ્ય નામે ઓળખાય છે. અંતઃપુરવાસિની પુરંદરયશાને તો આ વાતની બહુ મોડી જાણ થઈ. અકસ્માતું બે પક્ષીઓ કોઈ મોટા માંસપિંડ માટે પરસ્પરમાં લડતા અને એક-બીજાની ચાંચમાંથી માસપિંડ ખેંચતા જતા હોય એવું દેશ્ય અગાશીમાં એકલી આંટા મારતી પુરંદરયશાએ નિહાળ્યું. તાજા મરેલા પશુ કે માનવીનું છૂટું પડેલું અંગ જ એ હશે અને પોતાના સ્વભાવ પ્રમાણે આ ગીધ જેવાં પક્ષીઓ અંદરઅંદર લડતાં હશે એવું અનુમાન કરી, પુરંદરયશા આગળ પગલું ભરે છે એટલામાં એ લોહીથી નીતરતી વસ્તુ એની સામે જ આવી પડી. ધારીને જોયું તો એ માંસનો કે દેહનો ટુકડો નહોતો-પોતાના એક વખતના સહોદર કુંદક મુનિનો “ઓધો હોય એવી પ્રતીતિ થઈ. પછી, તપાસ કરતાં, પુરોહિતના પ્રપંચને અંગે પાંચસો શ્રમણો સાથે પોતાના ભાઈને પણ ઘાણીમાં પિલાવું પડ્યું છે એવા સમાચાર મળ્યા. સાંભળતાં જ એનો પુણ્યપ્રકોપ ભભૂકી નીકળ્યો. રાજરાણી પુરંદયશા ચૂપચાપ મહેલની બહાર નીકળી ગઈ. એ પછી, અંતરના વિષાદને વિદારવા ભગવાન મુનિસુવ્રતસ્વામીના સાધ્વીસંઘમાં ભળી ગઈ. जंतेहि पीलियाविहु, खंदगसीसा न चेव परिकुविया विइय परमत्थसारा खमंति जे पंडिया हूंति યંત્રમાં-ઘાણીમાં પીલાવા છતાં અંદાચાર્યના ૫00 શિષ્યો કોપાયમાન ન થયા : પરમાર્થનો સાર જેઓ સમજે છે તે પંડિતો ગમે તેવું કષ્ટ સહન કરી લે છે. ૩વસમસ વું સામ00ામ્ શ્રમણપણાનો સાર જ ઉપશમ. Page #161 -------------------------------------------------------------------------- ________________ હરિકેશિબલ - [૪] કાશીમાં વૈદિક ક્રિયાકાંડના દુર્ભેદ્ય કિલ્લા જેવા મનાતા રુદ્રદેવે એક મહાન યજ્ઞ-સમારંભ યોજ્યો હતો. યજ્ઞમાં હોમવાનાં વિવિધ દ્રવ્યોના ગંજ ખડકાયા હતા. સેંકડોની સંખ્યામાં આમંત્રાયેલા બ્રાહ્મણ કર્મકાંડીઓ અને પંડિતો માટે હંમેશાં ભારે ભોજનો તૈયાર રહેતાં. યજ્ઞમાં જે ઘી-દૂધ-જવ-મધ વિગેરે રોજ મણના હિસાબે હોમાતાં તેમાંથી નીકળતી ધૂમ્રરાશિ જોઈને યાજ્ઞિકો રોમાંચ અનુભવતા. તેઓ આ યજ્ઞ-સમારંભને સર્વથા શુદ્ધ-પવિત્ર રાખવા મથતા. કોઈ અનાર્ય, પ્લેચ્છ કે ચાંડાળનો પડછાયો સરખો પણ પડવા ન પામે તે માટે સતત સાવચેત રહેતા. - આ યજ્ઞમાં બેઠેલા બ્રાહ્મણોના કાને જેવી વાત આવી કે યજ્ઞમંડપ પાસે હરિકેશિબલ મુનિ આવ્યા છે કે તરત જ સૌ હાથમાં વાંસની જાડી લાકડીઓ લઈને બહાર નીકળી પડ્યા. યજ્ઞ-સમારંભમાં જાણે કોઈ દૈત્ય આવી ચડ્યો હોય અને હમણાં સૌને ભ્રષ્ટ કરી દેશે એવી બીક લાગી. શ્રમણો યજ્ઞના પાકા અને ખુલ્લે ખુલ્લો વિરોધીઓ હતા, તેઓ કહેતા હતા કે અગ્નિમાં અનાજ-ઘી-દૂધ હોમવા માત્રથી દેવોને Page #162 -------------------------------------------------------------------------- ________________ હરિકેશિબલ ૧૬૧ પહોંચી જાય, દેવો પ્રસન્ન થાય અને માનવ-સમાજનું શ્રેય થાય એવી વાતો સ્વાર્થીઓએ ઉપજાવી કાઢેલી હોવાથી માનવાજોગ નથી. બલિદાન તો ખરું જોતાં વાસનાઓનાં કે કષાયોનાં જ હોઈ શકેએમાંથી કોઈ કાળે માનવીને આત્મસિદ્ધિ લાધે. જૈન શ્રમણો બ્રાહ્મણોના યજ્ઞ-યાગનો વિરોધ કરતા, અને છતાં આહારની શુદ્ધ સામગ્રી ત્યાંથી જ કદાચ મળશે એમ માની યજ્ઞમંડપ પાસે આવી ભિક્ષા માગતા. યાજ્ઞિકો આ પ્રવૃત્તિ કયાં સુધી સાંખી લે? એટલે જ પંડિતોને જેવી ખબર પડી કે હિરકેશિબલ મુનિ ભિક્ષા માટે ફરતા ફરતા લગભગ યજ્ઞવેદી પાસે આવી ચડ્યા છે. એ જ વખતે, એમણે બહાર દોડી આવીને મુનિને લાકડીઓના મારથી ખોખરા કરવા હાથ ઉપાડ્યા. બ્રાહ્મણોના ઉશ્કેરાટનું એક બીજું કારણ પણ હતું. હરિકેશિ શ્રમણ હતા તેમ પૂર્વાવસ્થામાં ચાંડાલ હતા. કોઈ કોઈ વાર બ્રાહ્મણો પણ શ્રમણોનું સન્માન કરતા અને એમને આહારાદિ વહોરાવતા. ધિરકેશિ મુનિ મૂળ ચાંડાલ હોવાથી એમનો પડછાયો પડે તો આજ સુધી દેવોને પ્રસન્ન કરવાની જે મથામણ કરી હતી તે નિષ્ફળ જાય-નવી ઉપાધિ આવી પડે એમ ધારી એ મુનિને જ્યાં હોય ત્યાંથી પાછા વાળવા માગતા હતા. મુનિ પણ જાણતા કે યજ્ઞ-સમારંભમાં એમનું સ્વાગત થવાનું નહોતું-કદાચ મરણાંત કષ્ટ સહન કરવું પડશે. પણ આ શ્રમણોને જીવન-મૃત્યુ બન્ને સરખાં હતાં. જીવનને : કૃપણના ધનની જેમ વળગી રહેવા નહોતા માગતા તેમ મૃત્યુના ઓળા માત્રથી ગભરાઈ જઈને નાસી જવાની નબળાઈ પણ એમનામાં નહોતી. હરિકેશિ મુનિએ, હાથમાં વાંસની લાંબી લાકડીઓ લઈને, પોતાની સામે દોડી આવતો બ્રાહ્મણોનો સમુદાય જોયો. એક તો અતિ ઉગ્ર તપશ્ચર્યાને લીધે એમનો દેહ અસ્થિપિંજર જેવો બની ગયો હતો અને તે ઉપરાંત આજે એક મહિનાના ઉપવાસને પારણે તેઓ આહારની Page #163 -------------------------------------------------------------------------- ________________ અર્પણ + ક્ષમાશ્રમણ ૧૬૨ શોધમાં નીકળ્યા હતા. જોરથી બોલવા જેટલી પણ તાકાત અત્યારે એમનામાં ન હોતી. ટોળાની મોખરે ચાલતા બ્રાહ્મણ આગેવાનોથી એ સ્થિતિ છૂપી ન રહી. એમને થયું કે આવા દીન-દુર્બળ ભિક્ષુકને પ્રહાર કરવામાં કંઈ બહાદુરી નથી. ભૂખથી મરવા પડેલા માણસ ઉપર પ્રહાર કરવો એમને ઠીક ન લાગ્યો. સમજાવટથી એ અનિષ્ટ ટળતું હોય તો ટાળવા પ્રયત્ન કરવો એમ ધારીને ટોળામાંના એકે મુનિને ઉદ્દેશીને કહેવા માંડ્યું : ‘“મહારાજ, મહેરબાની કરીને અહીંથી જ પાછા વળો તો ઠીક છે. નહિતર આ મૂઠીભર હાડકાં છે તે પણ ભાંગી જશે. આવા મલિન વેષે-જાતે ચાંડાલ થઈને, યજ્ઞમંડપમાંની વેદી તરફ દોડી આવો છો તે શરમાતા નથી?”’ બ્રાહ્મણો પણ પોતાના વિરોધી શ્રમણની તપસ્યા માટે શ્રદ્ધા રાખતા. માત્ર એમનો મલિન વેશ અને જન્મજાત ચાંડાલપણું એમના દિલમાં ધૃણા પ્રકટાવતું. વસ્તુતઃ એ માનસિક પ્રક્રિયા હતી. મુનિઓનું તપ એમના ઘણાખરા મેલને બાળી નાખતું. કૃષ છતાં તેજછટા દાખવતી એમની મુખમુદ્રા જોતાં, કોઈને પણ એમના પ્રત્યે બે હાથ જોડવાનું મન થઈ આવે : દિવસમાં બે-ચારવાર સ્નાન કરનાર ભોગ-વિલાસી સંસારી કરતાં આ મલિન કાયાવાળો તપસ્વી કોઈ દિવ્ય તેજનો અધિકારી છે એમ ધારીને જોનારને લાગે. હરિકેશિ મુનિનું ચાંડાલપણું. એમની ઉગ્ર તપસ્યા અને શુદ્ધ ધ્યાનના અગ્નિમાં બળીને ભસ્મ થઈ ગયું હતું. એમના નેત્રોમાં જે કરુણા ઊભરાતી હતી તે તો માર માર કરતા આવતા શત્રુને પણ મંત્રમુગ્ધ કરી દે એવી હતી. ટોળાના આગેવાનને શાંતિથી બોલતો સાંભળીને સૌને એમ થયું કે, ‘‘આવા વિરાગીઓ-ભિખારીઓની સાથે બહુ માથાઝીક કરવાની જરૂર નથી. લાકડીનો. પણ કોઈએ ઉપયોગ ન કર્યો એ ઠીક થયું નકામી હત્યા લાગત.'' Page #164 -------------------------------------------------------------------------- ________________ હરિકેશિબલા ૧૬૩ સમુદાયમાંથી જ કોઈ બોલ્યું : “થોડું ખાવાનું આપીને જવા દો ને હવે ફરી વાર આ તરફ ન આવે એમ કહી દો. બસ આવાઓની સાથે લાંબી ચર્ચા શી કરવી? સામેથી કોઈએ જવાબ આપ્યો : “દ્વિજોત્તમ બ્રાહ્મણો માટે તૈયાર કરાવેલા ભોજનમાંથી આવા અધમ દૈત્ય જેવા પુરુષને તે વળી ભાગ અપાતો હશે? રાખમાં ઘી હોમવું અને શ્રમણોને ભોજન આપવું એ બને બરાબર છે.” એ તો આપણા યજ્ઞોને આ શ્રમણો વિરોધ કરતા હોવાથી અળખામણા લાગે, બાકી તો એમના જેવા યમ-નિયમ પાળવાવાળા અને કષ્ટો સહન કરવાવાળા બીજા કોણ છે?” જે બાજુથી આ અરુચિકર શબ્દો આવ્યા તે તરફ સૌએ મીટ માંડી પણ કોણ બોલે છે એ ન કળાયું. ઘણાખરાને એમાં આકાશવાણીનો ભાસ થયો. - હરિકેશિબલ આ ઘોંઘાટમાં બોલે તો પણ કોઈ ન સાંભળે એવી સ્થિતિ હતી. સેંકડો વિરોધીઓની વચ્ચે જાણે એક અણનમ નિર્ભયતાની પ્રતિમા જેવો અતિ કુષ છતાં ખડતલ, વિનમ્ર છતાં ભસ્માચ્છાદિત અંગાર જેવો પુરુષ ઊભો હતો. એ મૌન હતો પણ જાણે કે એનું રૂંવેરૂવું બોલી રહ્યું હતું. આવ્યો છું ભિક્ષા લેવા. મળે તો ઠીક છે. નહિ મળે તો પરવા નથી. બાકી આ આખી યજ્ઞવિધિ અનર્થથી ભરેલી છે. રંક-જનો કોળિયો અન્ન ન પામતા હોય તેવે વખતે એવી ઉત્તમ સામગ્રી અગ્નિમાં હોમવી એ સમસ્ત માનવજાતિનો દ્રોહ છે. એમાં પુણ્ય છે એમ માનવું એ નરી આત્મવંચના છે. દેવતાની પ્રસન્નતાનો દાવો કરવો એ દંભ છે. દરેકે દરેક શ્રમણ ચાહે તો ભિક્ષા આપો યા ન આપો પણ પ્રાણ છે ત્યાં સુધી તેનો વિરોધ કરવાનો, કષ્ટનો પણ એટલી જ શાંતિથી સામનો કરવાનો.” Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ અર્પણ + ક્ષમાશ્રમણ એટલામાં તો રુદ્રદેવપુરોહિતની પત્ની સુભદ્રા પણ ત્યાં આવી ચડી. બ્રાહ્મણોએ બહુમાનપૂર્વક સુભદ્રાને જવાનો રસ્તો કરી આપ્યો. એણે પ્રથમ નજરે જ આ મુનિને પીછાની લીધા. મુનિને ઉદેશીને બે હાથની અંજલી જોડી સુભદ્રા કહી રહી : ભગવન, આ લોકો આપને નથી ઓળખતા. હું ઓળખું છું. આપના જ પ્રતાપે હું આજે આટલી સ્વસ્થ અને નીરોગી છું. તપસ્વીઓ માત્ર પોતાના આત્માનો ઉદ્ધાર કરે છે એમ નહિ પણ એમની તપની તાકાત વિશ્વભરનું કલ્યાણ કરનારી હોય છે એ મારો સ્વાનુભવ છે.” એ પછી પુરોહિત રુદ્રદેવ અને બીજા યાજ્ઞિકો સામે જોઈને તે કહેવા લાગી : “આ મુનિપુંગવે જ એક દિવસે મારી ઉપર કરુણા કરી મને યક્ષના પંજામાંથી છોડાવી હતી. હું પણ પહેલાં તો તમારી જેમ જ આ મુનિને મલિન અને અસ્પૃશ્ય માની એમની ધૃણા કરતી. એ છૂણામાંથી ક્યારેય ઘેલછા જનમી પડી તેનું મને ભાન ન રહ્યું. આખરે મેં જ્યારે આ મુનિના ચરણમાં પડી આત્મસમર્પણ કર્યું. મેં મનમાં ને મનમાં એમનો સ્વામી તરીકે સ્વીકાર કર્યો ત્યારે જ રાતદિવસ મારી પાછળ રમતી ભૂતાવળમાંથી હું બચી. ભૂલેચૂકે પણ આ મુનિની લેશ માત્ર અવજ્ઞા કોઈ કરશો મા! ” કુલીનો જેની છડે ચોક અવગણના કરે છે અને જે પોતે પણ અપમાન તેમજ તિરસ્કારના હળાહળ પ્રસન્ન-કરુણાળ હૈયે ગટગટાવી જાય છે તે આ હરિકેશિ બળ આટલા સમર્થ અને વિશ્વવત્સલ છે એવી પ્રતીતિ થતાં, લાકડીઓ ફગાવી દઈ બધા જ વિપ્રો એમના ચરણમાં પડ્યા. સુભદ્રા-ઋષિપત્ની આજ્ઞા કરતી હોય તેમ બોલી : “મુનિને કદી ક્રોધ સંભવતો નથી : પણ જો મનમાં મેલ રાખીને કેવળ દંભથી એમની ક્ષમા માગશો તો એમનો અનુરાગી પેલો સિંદુકયક્ષ તમારું સત્યાનાશ કાઢી નાખશે.” Page #166 -------------------------------------------------------------------------- ________________ હરિકેશિબલ ૧૬૫ મુનિના ક્રોધ ભયથી નહિ, પણ હિંદુક્યક્ષ જેના નામની એ વખતે વારાણસીમાં રાડ બોલતી હતી તે કદાચ કોપ કરશે તો સોથ વાળી નાખશે એવા ભયથી મુનિને પુનઃ પુનઃ વંદના કરી એ વિપ્રો કહેવા લાગ્યા : “ગુરુદેવ ! અમ અજ્ઞાન બાળકો ઉપર દયા કરજો - અમારા દોષ માફ કરજો.” હરિકેશિબલ મહામુનિ પારણાને યોગ્ય શુદ્ધ આહાર લઈ પોતાના સ્થાને પાછા વળ્યા. પણ યજ્ઞમંડપમાં ટોળે મળેલા યાજ્ઞિકોના દિલમાં કુતૂહલ જાગી પડ્યું. એમણે સુભદ્રા દેવીને નમ્રભાવે કહ્યું : “આ મુનિના તપશ્ચર્યાના પ્રભાવથી તમે કેવી રીતે સ્વસ્થ થયા અથવા તો સિંદુકયક્ષના કોપમાંથી કેમ બચ્યા તે જણાવશો તો અમારી ઉપર મોટો ઉપકાર થશે. આજે તમે અમને ભયંકર આફતના મુખમાં ઓરાતા બચાવી લીધા છે. એક નવી જ દૃષ્ટિ અમને મળી છે.” યજ્ઞ અને ક્રિયાકાંડ ભૂલીને લગભગ બધા જ પુરોહિત ઋષિપત્ની સામે મીટ માંડીને શાંતિથી બેસી ગયા. સુભદ્રાએ કહેવા માંડ્યું : કાશીરાજની કન્યા-સુભદ્રા ! યૌવનમદે મને જ્યારે ઉન્મત્ત બનાવી દીધી હતી - મારા રૂપ-લાવણ્ય પાસે સંસારની સર્વ વસ્તુઓને તુચ્છ માનતી હતી ત્યારે મારી સખીઓ સાથે એક વાર ઉદ્યાનમાં હિંદુકયક્ષના મંદિરે ગઈ હતી. યક્ષ કન્યાઓના મનોવાંછિત પૂરે છે એવી કંઈક શ્રદ્ધા ખરી. યક્ષની પૂજા કરી બહાર નીકળતી હતી એટલામાં આ મુનિને મેં મંદિરના એક ખૂણામાં ઊભેલા જોયા. કયાં મારી રૂપરાશી અને કયાં આ તાપ-ટાઢમાં શેકાઈને શોષાઈ ગયેલો-અનાહારથી અસ્થિના માળખા જેવો દેખાતો આ ભિક્ષુક ! Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ અર્પણ + ક્ષમાશ્રમણ ક્યાં મારા વસ્ત્રાલંકાર અને ક્યાં આ મુનિની અર્ધનગ્ન દશા ! એ મુનિને જોતાં જ મારો મિજાજ ગયો ! મારાથી બોલી જવાયું : આવા સુંદર મંદિરમાં આ પ્રેત ક્યાંથી આવ્યું ?' જોયું-ન જોયું કરીને ત્યાંથી ચાલી નીકળી. પણ મારા તિરસ્કાર મારી પોતાની ઉપર જ એવો પ્રત્યાઘાત કર્યો કે હું ગાંડી જેવી બની ગઈ. એ ગાંડપણની પૂરી સ્મૃતિ તો મને નથી રહી. પણ પહેરેલા વસ્ત્રો ફાડી નાંખતી, મુખેથી ગમે તેવો બકવાદ કરતી, ઉન્મત થઈને સૌને પજવતી એવું એવું કંઈક યાદ આવે છે. મારા પિતાએ ચિકિત્સા તો ઘણી કરાવી, મંત્રતંત્ર પણ કરાવ્યા, પરંતુ કંઈ ફેર ન પડ્યો.” તીવ્ર ઘેલછાની સ્મૃતિમાંથી પણ ઊની જવાળાઓ પ્રકટતી હોય અને સુભદ્રાને દઝાડતી હોય તેમ તેની મુખમુદ્રા રક્તાભ બની. મોં ઉપરના સ્વેદને લૂછી નાખી, એક ઊંડો નિ:શ્વાસ નાખી બોલી– સદ્ભાગ્ય ઇલાજ સૂઝી આવ્યો. ઘણું કરીને યક્ષે પોતે જ આડકતરો ઈશારો કરેલો. જેને મલિન અને પ્રેમવત્ માનતી હતી તે મુનિના ચરણમાં પડી આત્મસમર્પણ કર્યું : ગળગળા હૈયે એમની ક્ષમા યાચી. આ બધું ઉન્મત્તાવસ્થામાં કેમ બન્યું તે તો તમને વિગતવાર કહી શકવાની સ્થિતિમાં હું નથી. પણ મને ક્ષમા મળી. મુનિ તો ત્યાંથી ચાલ્યા ગયા. તે પછી પંડિતોની સાથે ચર્ચા કરી મારા પિતાએ-કાશીરાજે મને આ દેવને અર્પણ કરી. એ રીતે હું રાજકન્યા, ઋષિપત્ની બની.” ઋષિપત્ની-સુભદ્રા કાશીરાજની પુત્રી છે એમ તો કેટલાક પુરોહિતો જાણતા હતા પણ એની પાછળ આવો કરુણ છતાં માર્મિક ઈતિહાસ છે એમ ભાગ્યે જ કોઈ જાણતું હશે. સુભદ્રાના મન ઉપર પણ એ પૂર્વ-ઈતિહાસની બહુ ઊંડી અસર નહોતી પડી. પોતે ઉન્માદમાંથી ઊગરી એટલું જ નહિ પણ પોતાને એક નવી જ દૃષ્ટિ Page #168 -------------------------------------------------------------------------- ________________ હરિકેશિબલ ૧૬૭ મળી એ સૌભાગ્યને જીવનની મહાસિદ્ધિ માનતી. એટલે જ તે ઋષિપત્ની બનવા છતાં એનો ઉલ્લાસ શોષાયો નહોતો. સુભદ્રાની વાત પૂરી થતાં જ યજ્ઞ-આચાર્યનું આહ્વાન સંભળાયું. બ્રાહ્મણો યજ્ઞવેદી તરફ વળ્યા. સુભદ્રા પણ એ તરફ મંદ પગલાં ભરતી બોલી રહી : “ધર્મને અને કુળને કંઈ સંબંધ નથી. ચાંડાલ પણ તપના બળે સર્વોચ્ચ પદ મેળવી શકે છે.’’ --- न कुलं इत्थ पहाणं हरिएसबलस्स किं कुलं आसि । आकंपीया तवेणं सुरोवि जं पज्जुवासंति | ધર્મમાં કુળને પ્રધાનતા નથી. હરિકેશિબલ શું ઉચ્ચ કુળના હતા? છતાં એમના તપે દેવોને વશ કર્યા હતા અને દેવો એમને પૂજતા હતા. Page #169 -------------------------------------------------------------------------- ________________ નંદિષણ - [૫] નંદિણના જન્મ પછી થોડા જ દિવસની અંદર એનાં માતા-પિતા એક પછી એક ચાલી નીકળ્યાં. માત્ર આયુષ્યના બળને બાદ કરીએ તો નંદિષણ દુર્ભાગ્યનું જ પૂતળું હતા એમ કહી શકાય. મા-બાપ વિહોણું બાળક પણ જો રૂપાળું અને ચપળ હોય તો તે પરાણે વહાલું લાગે. નંદિષેણમાં નહોતું રૂપ નહોતી ચપળતા. આડોશી-પાડોશીને એ જોવો નહોતો ગમતો. તેમ એવું કોઈ નજીકનું સગું નહોતું કે એને પોતાની હૂંફમાં લઈ ઉછેરે. દૂરનો એક મામો આવીને નંદિષણને પોતાને ઘેર લઈ ગયો. પણ ત્યાં મામા, મામી અને મામીની પુત્રીઓના તિરસ્કાર સિવાય બીજા કોઈ સારા સંસ્કાર ન પામ્યો. અવગણના અને તિરસ્કાર વચ્ચે ઊછરતો આ નંદિષેણ બીજાં માતાપિતાનાં પુત્રપુત્રીઓ પ્રત્યેનાં ઉભરાતાં વાત્સલ્ય જોઈને ઘણીવાર વિચારના ચક્રાવે ચડી જતો. ‘“મારાં જ માતાપિતા અકાળે કાં ચાલી નીકળ્યાં ? એ હયાત હોત તો હું પણ આજે આવા જ લાડકોડમાં ન ઊછરતો હોત?' સુકુમાર બાળકોનાં સત્કાર-સન્માન થતાં જોઈને નંદિષણને એમની અદેખાઈ નહોતી આવતી. એને એમ થતું કે “મારામાં જ કંઈક એવી ઊણપ છે કે જેને લીધે ડગલે ને પગલે મારો તિરસ્કાર થાય છે.’’ Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૬૯ નંદિષણ એ દુઃખનું નિદાન શોધવા મથતો. પણ જ્યાં ભલભલા પંડિતો અને ચિંતકો થાપ ખાઈ જાય ત્યાં આ અભણ અને જડ જેવા નંદિષણનું શું ગજું? એ સમાધાન તો મેળવી શકતો નહિ પણ એવે ટાણે એનું છૂપું રહેલું સ્વમાન ધણધણી ઊઠતું. અંદરથી જાણે કે કોઈ ગર્જતું : “માતાપિતા વિહોણો છું, તેથી શું થયું ? મારામાં પણ સુખની વાંછના અને સ્વમાનની ભાવના છે. પ્રારબ્ધના યોગે કુરૂપ અને મતિમંદ છું, તેથી શું થયું? બીજા સંસારીઓઓની જેમ સ્નેહ અને સાવ પામવાનો મને પણ અધિકાર છે.'' દરિદ્રીના મનોરથની જેમ નંદિષણની મહત્ત્વાંકાક્ષાઓ મનમાં ઊગીને મનમાં જ વિલીન થઈ જતી. નંદિષણ ગમે તેવા કુરૂપ તેમ બુદ્ધિશૂન્ય માનવીમાં પણ કંઈક વિશિષ્ટતા તો હોય છે જ. નંદિષણની સેવાવૃત્તિ અને અથાક પરિશ્રમશીલતા એની એક અદ્ભુત વિશિષ્ટતા હતી. મામાને ત્યાં એને ગોઠી ગયું હતું અને એની પાંખો ઊડવા સારુ ફફડતી જ નહોતી એમ નહિ, પણ મામાના ઘરમાં એણે પોતાની અખંડ કર્તવ્યશીલતાને અંગે પોતાનું ખાસ સ્થાન મેળવી લીધું હતું. મામાને પણ થતું કે ઘરની આવી કાળજી, સંભાળ બીજો કોઈ ન રાખી શકે. નંદિષણ ન હોય તો ધરનો કારભાર ચુંથાઈ જાય. સવારમાં સૌથી પહેલો ઊઠીને નંદિષેણ ઘરકામમાં એવો ગૂંથાઈ જતો કે મોડી રાત્રે માંડ આરામ મેળવી શકતો. મામો નંદિષણ ઉપર નહિ તેટલો તેની સ્ફૂર્તિ અને સેવા-શક્તિ ઉપર પ્રસન્ન હતો. ઘરકામ એ જ વસ્તુતઃ એની સાધના હતી. સાધના દરમિયાન એ પોતાના અભાવ-અપમાન બધું ભૂલી જતો. રાત્રે જ્યારે પથારીમાં પડતો અને નિદ્રા પણ રીસાઈ જતી ત્યારે તેનું મન કલ્પના-તરંગે ચડતું. નંદિષેણ જેવાને બીજો મહાન્ આદર્શ તો શું હોય પણ પોતે સામાન્ય ગૃહસ્થાશ્રમી હોય. પોતે પત્ની-પુત્રાદિ વચ્ચે વસતો હોય તો Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦. અર્પણ + ક્ષમાશ્રમણ એથી વધુ કંઈ એને ઈચ્છવા જેવું નહોતું લાગતું. સામાન્ય સંસારજીવન એ જ એની મહાનું આકાંક્ષા હતી. મામાને પણ થતું કે નંદિષણને ઘરમાં બાંધી રાખવો હોય તો તેના લગ્ન કરી દેવાં જોઈએ. બીજું કોઈ એને પોતાની કન્યા આપે એવો સંભવ નહોતો. એટલે મામાએ પોતાની સાત પુત્રીઓ પૈકી એકની સાથે નંદિષેણનો લગ્નસંબંધ ગોઠવવાનો મનસૂબો કર્યો. એક દિવસ મામાએ પોતાની સાત પુત્રીઓને ભેગી કરી, કોઈ આ નંદિષેણ સાથે પરણવા તૈયાર છે કે કેમ તે જાણવા માગ્યું. પિતાનો પ્રશ્ન સાંભળતાં જ સાત પુત્રીઓ એટલા જોસથી હસી પડી કે એટલામાં નજીકમાં સૂતેલો નંદિષેણ જાગી પડ્યો. એણે કાનોકાન સાંભળ્યું. નંદિપેણની વાત કરો છો? એને તે બ્રાહ્મણ કોણ કહે ? વૈતરો છે ! નથી રૂપ, નથી બુદ્ધિ કે નથી કોઈ સંસ્કાર !” પિતાએ એટલેથી જ વાત પતાવી દીધી. ઘવાએલા નંદિપેણને આખી રાત ઊંઘ ન આવી. મામાને ત્યાં પોતાની શું કિંમત છે તે એને સમજાયું. સ્વમાન અને ગૌરવ માટે ઝંખતા નંદિપેણને, તે દિવસથી મામાનું ઘર કારાગાર જેવું થઈ પડ્યું. પોતે વૈતરો છે, બુદ્ધિ-શૂન્ય, સંસ્કારશૂન્ય અને કુરૂપ છે એમ જે ઘરનાં માણસો માનતાં હોય ત્યાં પડી રહેવામાં માલ નથી એવો એણે નિર્ણય કરી વાળ્યો. એક દિવસે કોઈને કંઈ કહ્યા વિના નંદિષેણ રાત્રીના અંધકારમાં કયાંય અદશ્ય થઈ ગયો. મામાએ પણ એની તપાસ ન કરી. જે થયું તે ઠીક થયું એમ ધારી સૌ નંદિપેણને ભૂલી ગયાં. ઉપર આભ અને નીચે ધરતી સિવાય નંદિપેણને માટે બીજો કોઈ આધાર કે અવલંબન નહોતું. માર્ગ તો એ કાપતો જતો હતો પણ એની આંખ આગળ અંધકાર સિવાય બીજી કોઈ વસ્તુ નહોતી. પોતાને કોઈ આમંત્રે, બે સારા શબ્દો કહીને આશ્વાસન આપે, Page #172 -------------------------------------------------------------------------- ________________ નંદિષેણ આરામ કે આશ્રય આપે એવું આ વિરાટ વિશ્વમાં કોઈ જ નહોતું. નરી નિરાધારતામાં માનવી શી રીતે જીવી શકે ? ૧૦૧ નંદિષેણે પણ આ અસહ્ય એકલતામાંથી છૂટવા ગળે ફાંસો નાખવાનો નિર્ણય કર્યો. જે જગતને પોતાની કશી જરૂર નથી જે જગતમાં પોતાને મુદ્દલ સ્થાન નથી, જે જગત પોતાનો તિરસ્કાર કરવાને જ માટે ટેવાયેલું છે ત્યાં જીવન પણ બોજારૂપ બને છે. આત્મહત્યા જાણે કે દેવાંગનાનો સ્વાંગ સજી નંદિષણને પોતાની સોડમાં છુપાવવાનો આગ્રહ કરી રહી. સર્વત્ર હડધૂત થતા નંદિષણને આત્મહત્યાના આહ્વાનમાં કોઈ નિકટના આત્મીયનો સ્નેહસ્વર સંભળાયો. એક તો ઊંધું ઘાલીને રાતદિવસ ચાલવાથી નંદિષણને થાક લાગ્યો હતો - સાથે ભૂખ પણ લાગી હતી, ભૂખથી-થાકથી-ચોતરફ છવાયેલી નિરાશા, જેની પાસે બીજું કોઈ નૈતિક કે આધ્યાત્મિક અવલંબન ન હોય તેનું મન ભ્રમિત બની જાય એ સ્વભાવિક છે. નંદિષેણ અસહ્ય દુઃખ અને નિરાશાના બોજ નીચે છૂંદાતો હતો. આત્મહત્યાના સૂરોએ એને મંત્રમુગ્ધ બનાવ્યો. ઉદ્ધારનો રાજમાર્ગ મળી ગયો હોય એવા આત્મસંતોષ સાથે બેસતાંની સાથે જ થોડીવારે ગાઢ નિદ્રામાં પડ્યો. નિદ્રાદેવીએ એનો ઘણોખરો શ્રમ હરી લીધોમાનસિક વિકૃતિ પણ તળિયે જઈ બેઠી. ભૂખની બહુ પરવા કરે એવી નંદિષણની પહેલેથી જ પ્રકૃતિ નહોતી. જે મળે તે ખાઈ લેવું - અર્ધપેટે રહેવું પડે તો પણ એ વાતની કોઈની પાસે ફરિયાદ કરવાની એને ટેવ નહોતી વનમાં જો થોડાં ફળ-ફૂલ કે એવી બીજી ખાદ્ય સામગ્રી મળે તો તેની શોધમાં તે આગળ ચાલ્યો. પાછા ફરતાં એણે એક નિર્જન સ્થાને શ્રમણને ધ્યાનાવસ્થિત સ્થિતિમાં બેઠેલા નિહાળ્યા. પ્રથમ તો કોઈ ભીલ, વનેચર કે પોતાના જેવા જ સમદુઃખી હશે એમ ધાર્યું. પણ જેમ જેમ તે શ્રમણ નજીક Page #173 -------------------------------------------------------------------------- ________________ અર્પણ + ક્ષમાશ્રમણ પહોંચ્યો તેમ તેમ આખું વાતાવરણ બદલાઈ ગયું હોય,પોતે કોઈ દેવમંદિરમાં આવ્યો હોય અને સામે શ્રમણના રૂપમાં કરુણામૂર્ત્તિ બેઠી હોય એમ નંદિષણને લાગ્યું. ૧૦૨ ભક્તિભાવે માથું નમાવી નંદિષેણે શ્રમણને વંદન કર્યું તો ખરું, પણ પ્રાથમિક વિધિ થઈ ગયા પછી પોતાની દુઃખભરી કથા કેમ કહેવી તે એને ન સમજાયું. શ્રમણ એની મનની મૂંઝવણ કળી ગયા. નંદિષણના નિસ્તેજ મોં અને એવી બીજી રીતભાત ઉપરથી આ માણસ સંસારથી કંટાળીને અહીં સુધી આવ્યો હશે એવું એમણે અનુમાન કર્યું : નંદિષણને દ્વિધાગ્રસ્ત જોઈને શ્રમણે જ પૂછ્યું : ‘કંઈ બહુ દુ:ખ વેઠ્યું લાગે છે ! આટલી નાની ઉંમરમાં એવી શી આફત આવી પડી?' ‘‘ભગવન, આફતમાં જ જન્મ્યો છું આફતમાં જ ઊછર્યો છું. રાતદિવસ કાળી મજૂરી કરવા છતાં કોઈએ મારી કદર નથી કરી. હવે તો આત્મઘાત કરવાનો નિર્ણય કર્યો છે.'' નંદિષણે ટૂંકામાં પોતાની પરિસ્થિતિ વર્ણવી. નંદિષણની અથથી ઇતિ સુધીની આપવીતી સાંભળ્યા પછી શ્રમણે આત્મઘાતની વ્યર્થતા સમજાવી. એમણે કહ્યું કે જેઓ અવિચારી હોય છે તેઓ જ આત્મઘાતને બંધનમુક્તિનો માર્ગ માની, વધુ ભીષણ બંધનોની વચ્ચે સપડાય છે. નંદિષણને ઉદ્દેશીને એમણે છેવટે કહ્યું : “અને તમે તો પરમ સહનશીલ અને પુરુષાર્થી છો. જે પોતાના દેહની પરવા કર્યા વગર બીજાનાં સુખ-સગવડ માટે આવો મોટો ભોગ આપી શકે તેને અભાગી કોણ કહે ? અલબત્ત, તમે જે આશા કે કામના રાખી હશે તે નહિ ફળી હોય, પણ એવી સફળતા કે નિષ્ફળતા ઉપરથી ભાગ્ય-અભાગ્યનો છેલ્લો આંક ન કઢાય. માનવદેહની પ્રાપ્તિ એ જ છેલ્લામાં છેલ્લી કોટીનું સૌભાગ્ય નથી? Page #174 -------------------------------------------------------------------------- ________________ નંદિષણ ૧૦૩ તમારામાં માનવતા છે અને તે ઉપરાંત તમે સર્વોચ્ચ કોટીના સેવક બનવાની સંપૂર્ણ યોગ્યતા ધરાવો છો એ કંઈ નાનીસૂની વાત નથી.'' શ્રમણના ઉપદેશે નંદિષણને પુનર્જીવન આપ્યું. એક વખતનો બ્રાહ્મણ સંતાન, શ્રમણ તરીકે નવો અવતાર પામ્યો. પ્રથમ કરતાં પણ વધુ ઉલ્લાસ અને રસથી એણે શ્રમણોની સેવા કરવા માંડી. નંદિણના જીવનનો રંગ પલટાઈ ગયો. રોજ પાંચસો-પાંચસો જેટલા શ્રમણોની દોડી દોડીને સેવાભક્તિ કરે છે. કોઈ બીમાર પડે તો અધૂ વચને નંદિણ આવીને એની પરિચર્યા કરવા મંડી જાય છે. નંદિષણ એટલે મૂર્તિમંત સેવા. જોતજોતામાં શ્રમણોના મોટા સમુદાયમાં નંદિષણની કીર્ત્તિ-લહરી ફરી વળી. સૌ કોઈ એક અવાજે કહેવા લાગ્યા કે : “નંદિષેણ જેવો શ્રમણોની સેવાસુશ્રૂષા કરનારો તપસ્વી આજે બીજો નથી.'' નંદિષણ દિવસમાં કોઈ વાર પગ વાળીને-નિરાંત કરીને બેઠો હોય કે સૂતો હોય એવી સાક્ષી આસપાસના શ્રમણસંઘમાંથી કોઈ નહિ પૂરે. ઉદ્યાનથી વસતી સુધી વારેવારે આંટાફેરા કરવા, ગૃહસ્થોનાં આંગણાં ફરી વળવાં અને આહાર-પાણી શ્રમણસમુદાય પાસે પહોચતાં કરવાં એ નંદિષણનો રોજનો કાર્યક્રમ છે. તે ઉપરાંત જો ગ્લાન કે અશક્ત શ્રમણને જુઓ તો કોઈ આરાધ્યદેવ મળી ગયા હોય એટલા અહોભાવથી એની સારવાર કરે છે. આ સેવામાં એને વેઠ કે બેકદરી જેવું કંઈ નથી લાગતું. નંદિષણ પંડિત કે ચિકિત્સક નથી, પણ તે માને છે કે સેવાના ઉલ્લાસમાં જૂની કામનાઓની ભૂતાવળ માથું ઊંચકી શકે નહિ એ લાભ જેવો તેવો નથી. બીજી રીતે જે સંયમ કે શુદ્ધિ ન મળી શકી હોત તે નંદિષેણે ગ્લાન શ્રમણોની સેવા દ્વારા સાધવાની આશા રાખી છે. પરિશ્રમ અને સહિષ્ણુતાની મૂર્ત્તિ જેવો નંદિષેણ જાણે કે માતૃત્વનો જ અવતાર છે. Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ અર્પણ + ક્ષમાશ્રમણ એક વાર આ નંદિષેણ મુનિની એવી કપરી કસોટી થઈ કે કાચોપોચો સેવાભાવી તો ગાંજી જ જાય. નંદિષેણ એ પરીક્ષામાં પણ ઉત્તીર્ણ થયા. એમ કહેવાય છે કે દેવો જ નંદિપેણની કસોટી કરવા આવેલા. એ આખો પ્રસંગ નીચે પ્રમાણે છે : સળંગ બે ઉપવાસના પારણે, નંદિષેણ મુનિ, વસતીમાંથી આહાર વહોરી લાવી, વિધિસર પચ્ચખાણ પારી, મોંમાં કોળિયો મૂકવા જતા હતા, એટલામાં એક અજાણ્યા મુનિ ત્યાં ઉતાવળા ઉતાવળા આવી, જાણે રોષે ભરાયા હોય તેમ નંદિષેણ મુનિને ઠપકો આપવા લાગ્યા. “મેં તો સાંભળેલું કે નંદિષણ ભારે ભક્તિપરાયણ છે, પણ મને ખાત્રી થઈ છે કે એ બધો એમનો દંભ છે. મારા ગુરુદેવ આજે કેટલાય દિવસથી અતિસારથી પીડાય છે. પણ અહીં કોઈ ભાવ જ નથી પૂછતું. મને એમ હતું કે બીજું કોઈ નહિ તો નંદિષેણ તો જરૂર આવી પહોંચશે અને એમની સારવાર કરશે. પણ નંદિષેણ તો નિરાંતે પારણું કરવા બેઠા છે.” હાથમાંનો કોળિયો નંદિષેણના હાથમાં જ હઠયો રહ્યો. આહારવાળા પાત્ર ઉપર વસ્ત્ર ઢાંકી એ જ ક્ષણે ઊભા થઈ ગયા. ગ્લાન મુનિ દર્દથી પીડાય છે એમ સાંભળ્યા પછી નંદિપેણને આહાર કડવો ઝેર થઈ પડ્યો. આગન્તુક મુનિએ કહ્યું : “આમ ઉતાવળા થઈને ચાલી નીકળો છો તો ખરા, પણ ત્યાં જઈને તમે પૂરતા પાણી વિના શું કરવાના હતા? ગામમાંથી થોડું પાણી વહોરતા જજો – બીમાર મુનિનાં અશુદ્ધ અંગો ધોવાં પડશે.” નંદિષેણ મુનિ, પ્રથમ તો પાણીની શોધમાં ગામ તરફ ચાલ્યા. ઉકાળેલું અચિત્ત જળ, સૌ કોઈને ત્યાં તૈયાર ન હોય. કોઈ કોઈ વાર Page #176 -------------------------------------------------------------------------- ________________ નંદિષેણ. ૧૦૫ તો કલાકોના કલાકો સુધી ફરવું પડે. આજે પણ એવું જ બન્યું. નંદિષણને બની શકતી ત્વરાથી બીમાર મુનિ પાસે પહોંચવાનું હતું, પણ કેમે કરતાં પાણીનો જ જોગ ન થાય. ગૃહસ્થોનાં ઘરઆંગણે જઈ અચિત્ત પાણી મેળવવા પ્રયત્ન કરતાં, મોડે મોડે થોડી જોગવાઈ થઈ. પાણીનું પાત્ર લઈને નંદિષેણ, પેલા બીમાર મુનિ પાસે આવ્યા. આવતાંની સાથે જ માંદા મુનિએ નંદિષણને ઉધડા લીધા : માંદા મુનિઓની બહુ સારી સારવાર કરનારા નંદિષેણ મુનિ એ તમે જ કે? કયારનો તમારી રાહ જોતો બેઠો છું. ભલા આદમી, આટલું મોડું કરતાં તમને કંઈ વિચાર ન થયો ? આ જ તમારો સેવાભાવ? આમ માંદા મુનિઓને રીબાવવા કરતાં, એમ ચોમ્બે ચોખ્ખું કાં નથી કહી દેતા કે સેવાના નામે લોકોમાં વાહવાહ મેળવવાનું આ તૂત છે ?' નંદિપેણ એનો જવાબ વાળવા જતા હતા – એ કહેવા માગતા હતા કે બે ઉપવાસનું પારણું કરવાથે નથી રોકાયો - કોઈ અંતરાયકર્મને લીધે મુનિને ખપે એવું પાણી જ ન મળી શકયું તેથી જ વિલંબ થયો. પણ એમને વિચાર આવ્યો કે : “બચાવની અહીં જરૂર જ શી છે ? સેવા તો હંમેશા મૌન જ રહે.” વધારે વાર લાગી ગઈ. મારો દોષ કબૂલ કરું છું. ક્ષમાશ્રમણ મને માફ કરો.” આમ અસ્પષ્ટ શબ્દોમાં પોતાની નમ્રતા બતાવતા મુનિ નંદિષેણ, બીમાર મુનિનાં, અતિસારને લીધે ગંદા બનેલાં અવયવોને શુદ્ધ કરવા મંડી ગયા. શારીરિક શુદ્ધિ થઈ ગયા પછી નંદિપેણ મુનિએ પ્રાર્થના કરી : આપ જો અમારા ઉપાશ્રયે પધારો તો ત્યાં આપને કોઈ પ્રકારની અગવડ નહિ વેઠવા દઉં : અહોનિશ આપની સેવામાં હાજર રહીશ.” Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૬ અર્પણ + ક્ષમાશ્રમણ અરે, નંદિષેણ ! વિચારીને બોલતાં પણ તને કોઈએ શિખવ્યું નથી લાગતું. મારી સ્થિતિ હજી પણ તને નથી સમજાઈ ! એક તો ઘડીએ ઘડીએ મળત્યાગ કરવો પડે છે – શરીર સાવ જીર્ણ થઈ ગયું છે અને છતાં તું મને તારા સ્થાને આવવાનો આગ્રહ કરે છે ? તારામાં બુદ્ધિનો છાંટો જ ક્યાં બળ્યો છે ?” હશે, ક્ષમાશ્રમણ, મારી ભૂલ થઈ. હું આપને પગે ચાલીને આવવાનું નથી કહેતો. આપને વાંધો ન હોય તો આપને મારી કાંધ ઉપર બેસારીને ઉપાશ્રય સુધી લઈ જઈશ.” તો મારી ના નથી.” બીમાર મુનિએ પોતાની સમ્મતિ આપી. ભૂખ્યા-થાકયા-પાકયા નંદિપેણ, પોતાની કાંધ પર બીમાર મુનિને બેસારીને ઉપાશ્રય તરફ ચાલ્યા. એક ઠેકાણે નંદિષણ મુનિનો પગ સહેજ લથડ્યો. તરત જ વાગુબાણ છૂટ્યું : જરાક તો ભાન રાખ. મને આમ જાણી જોઈને શા સારુ ત્રાસ આપે છે ?” નંદિપેણનું વૈર્ય, આવા વાગુબાણ વાગવા છતાં અડગ જ રહે છે. બીમારને વધુ કષ્ટ ન થાય એટલા સારુ વધુ સાવધ બને છે. થોડે દૂર જતાં જ બીમાર મુનિએ નંદિપેણના દેહ ઉપર મળત્યાગ કર્યો. આવે વખતે તો સગી માતા પણ બાળક ઉપર ક્રોધ કર્યા વિના ન રહે. નંદિપેણ જરાય સૂગાયા વિના પોતાના મનને સમજાવે છે : બીમાર માણસનો શું દોષ કાઢવો ? એ તો દયાને પાત્ર છે. આ મુનિએ ખરેખર જ ન છૂટકે મળત્યાગ કર્યો હશે.” સુધાતૃષાના તેમજ એવા પ્રકારના બીજા પરિષહો વિષે સાધક પૂરો જાગૃત અને સાવધ રહી શકે, મનની શાંતિ ઉપર સંયમ રાખી શકે : પણ આ મળ-પરિસહ હિમા સમાં એવા શીતળ બળની Page #178 -------------------------------------------------------------------------- ________________ નંદિષેણ. ૧૦૦ અપેક્ષા રાખે છે, જેની ઉગ્ર વાળા બહાર ન દેખાય છતાં વિકૃતિના અંકુર માત્રને ડાંભી દે. નંદિપેણ મૂળ બ્રાહ્મણ કુળના હતા. શરીરશુદ્ધિને સર્વોપરી માનનારા હતા. એમને આ મળપરિસહ અસહ્ય લાગે એ સ્વાભાવિક છે, પરંતુ જે સાચો સેવક થવા માગે - અશક્ત તેમજ બીમાર, અસહાય તેમજ અપંગ સંત-સાધુઓ-શ્રમણોની સેવા દ્વારા પોતે નિર્મળ બનવા માગે છે તેને સૂગ, દુર્ગુણ કે ધૃણા ન પોસાય. નંદિષણ સેવાભાવી સાધકોના શિરોમણીરૂપે પંકાયા. જે શ્રમણ નંદિપેણની પરીક્ષા કરવા આવ્યા હતા તેમણે પોતાનું સ્વરૂપ અંતે ખુલ્લું કરી બતાવ્યું. નંદિપેણની સિંહવિક્રમ સમી સેવાસુશ્રુષાપરાયણતા જોઈ ખૂબ પ્રસન્ન થયા. આટઆટલી શાંતિ અને ધીરતાનો ધણી, હજી પોતાની કુરૂપતાને લીધે એક કાળે કન્યાઓએ કરેલા તિરસ્કારને ભૂલી શક્યો નહોતો. પરમ સૌંદર્યના સ્વામી બનવાની-કામદેવ સમોવડી બનવાની એની વૃત્તિ હજી નિર્મલ નહોતી બની. એ વૃત્તિ નંદિપેણને ભવભ્રમણ તરફ ખેંચી ગઈ. આ જ નંદિષણ ભવાંતરે સોરીપુરમાં અંધકવિષ્ણુ રાજાને ત્યાં રૂપરૂપના અંબાર સમા વસુદેવ તરીકે જન્મ્યા. Page #179 -------------------------------------------------------------------------- ________________ ગજસુકુમાલ - [૬] માતા દેવકી ઘરકામથી પરવારી ઊંચી ઓશરી ઉપર અમસ્થા ઊભાં હતાં, એટલામાં બે શ્રમણોને પોતાના મહેલ તરફ મંદગતિએ આવતાં જોયા. જોતાં જ દેવકી માતા થીજી ગયાં : કારકાની શેરીને અજવાળતું આવું પુણ્ય તેજ આ પહેલાં એમણે કદી નહોતું જોયું. માતા દેવકી એટલે શ્રીકૃષ્ણની જનની. વિશ્વની એક અનુપમેય સૌંદર્યમૂર્તિ સરજનાર માતાને ખંભિત કરી દે એવી તે કઈ વિશેષતા આ બે યુવાન શ્રમણોમાં હશે? દેવકી અનિમેષ નયને એ બે સાધુઓને પોતાના મહેલ પાસે આવતા કયાં સુધી જોઈ રહ્યાં. કૃષ્ણ પોતે તો શ્રમણનું રૂપ ધરીને નહિ આવ્યા હોય એવો ભ્રમ થયો. પાસે આવ્યા પછી દેવકીનો એ ભ્રમ ઊડી ગયો. પણ એમનું અંતર વાત્સલ્યના હીલોળે ચડ્યું. કઈ માતાએ આવાં ખીલતાં પુત્ર-પુષ્પો શ્રમણ સંઘને સમર્પી દીધાં હશે ? અંગસૌષ્ઠવ અને ગતિની લીલામાં કૃષ્ણ કરતાં કોઈ રીતે ઓછા ન ઊતરે એવા આ કુમારોનો ત્યાગ કરતાં એમની માતાએ કેટલી વ્યથા વેઠી હશે ? બન્ને શ્રમણો જાણે કે સહોદર હોય એમ લાગ્યું. શ્રમણોને કંઈ પૂછવાની દેવકીજીની હિમ્મત ન ચાલી. આવા Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૭૯ ગજસુકુમાલા યુવાનો સંસારના વૈભવો અને રંગરાગનો ત્યાગ કરી આત્મકલ્યાણ અને લોકકલ્યાણની સાધનામાં ઝૂકયા છે તે જોઈ એમને આ શ્રમણો માટે બહુમાન ઊપજ્યુ. આહાર વહોરવા આવેલા શ્રમણોને, તાજાસ્વાદિષ્ટ મોદક વહોરાવી, ભક્તિભાવપૂર્વક વિદાય કર્યા. શ્રમણો તો ગયા. પણ એ શ્રમણોની સ્મૃતિ દેવકી માતાને ચકડોળે ચડાવી ગઈ. કૃષ્ણની કાંતિ સાથે સ્પર્ધા કરે એવા આ બે યુવાનો કોણ હશે ? દ્વારકા કરતાં વિશ્વ ઘણું વિશાળ છે અને પુત્ર પ્રસવ કરનારી માતાઓ પણ ઘણી છે : એ રીતે મનને સમજાવવા છતાં દેવકી માતાની વાત્સલ્યની ઊર્મિઓ ઊભરાતી જ રહી. એટલામાં એવા જ બીજા બે શ્રમણોની જોડી, ભિક્ષા માટે એ જ આંગણામાં ફરી આવી ઊભી. દેવકીમાતાના અત્યારસુધીના કુતૂહલે એક આંચકો અનુભવ્યો. “બિચારા સંયમરૂપી ખાંડાની ધાર ઉપર ચાલે છે : છતાં પણ રસાસ્વાદ હજી નથી છૂટ્યો. પણ એમાં એમનો વાંક નથી : માબાપના સાનિધ્યમાં-ઘરમાં હોત તો કેટલાં તોફાન કરતા હોત?” ફરી દેવકીજી ઘરની અંદર જઈને મોદક લઈ આવ્યાં અને મુનિઓને વહોરાવ્યા. શ્રમણો એકના એક ગૃહસ્થને ત્યાં બીજીવાર બનતાં સુધી વહોરવા ન જાય, એમ દેવકીજી જાણતાં હતાં. માત્ર સરસ આહારની ખાતર આ યુવાન શ્રમણોએ બીજી વાર એક જ ઘરે આવવાની નબળાઈ દાખવી હશે; એમ વિચારી દેવકીજી એ આખી વાત ભૂલી જવા પ્રયત્ન કરતાં હતાં એટલામાં ત્રીજી વાર એવા જ બે શ્રમણોની જોડી આહાર વહોરવા ત્યાં આવી પહોંચી. છે શું આ ? દ્વારકામાં આટઆટલા શ્રીમંતો અને શ્રદ્ધાળુઓ વસવા છતાં બે સાધુને એકના એક જ ઘરે ત્રણ ત્રણ વાર આહાર Page #181 -------------------------------------------------------------------------- ________________ અર્પણ + ક્ષમાશ્રમણ ૧૮૦ લેવા આવવું પડે. એ નગરીને માટે લાંછનરૂપ નથી ? બીજી જગ્યાએથી સારો આહાર મળતો હોય તો આ શ્રમણો ફરી ફરીને એક સ્થાને શા સારુ આવે ? ખરેખર આમાં શ્રમણોનો વાંક નથી. વાંક છે દ્વારકાનો, વાંક છે દ્વારકાના શ્રીમંતોનો ! તપસ્વીઓને યોગ્ય આહાર જ એ લોકો નથી વહોરાવતા ! માતાઓ પોતાના બત્રીસાઓનો લીલામાત્રથી ત્યાગ કરે છે અને આ શ્રમણો પણ જગકલ્યાણ માટે ઉગ્ર પરિસહો સહે છે, માત્ર દ્વારકાવાસીઓને જ આ શ્રમણોની કંઈ નથી પડી ! તરુણ તપસ્વીઓ પ્રત્યે મમતા અને સમવેદનાથી દ્રવતું દેવકીનું હૃદય એક જ શ્રમણની જોડીને ત્રણ ત્રણ વાર એક જ ઘરઆંગણે આવતી જોઈને ખળખળી ઊઠ્યું : ત્રીજી વાર આવેલા શ્રમણોને પૂછ્યું : “મહારાજ, દ્વારકાવાસીઓ શું એટલા બધા સ્વાર્થી અને કંજૂસ બની ગયા છે કે આપના જેવા શ્રમણોને એકના એક જ ઘરે આહાર માટે ત્રણ ત્રણ વાર આવવું પડે છે ?' શ્રમણો, માતા દેવકીની મનની મૂંઝવણ સમજી ગયા. કારણ કે આ અનુભવ એમના માટે ઓચિંતો કે અણધાર્યો નહોતો. એમણે કહ્યું: “અમે છ ભાઈઓ સરખે-સરખી આકૃતિવાળા હોવાથી ઘણાને એવો ભ્રમ થાય છે. બાકી અમે તો છઠ્ઠના પારણે જુદા જુદા ઘરે વહોરતાં અકસ્માત જ અહીં આવી ચડ્યા છીએ. તમને સંશય થાય એ સ્વાભાવિક છે.’’ એક જ સરખી કાંતિવાળા, એક જ સરખા લાલિત્યવાળા આ છ શ્રમણો સહોદરો છે અને બે દિવસના ઉપવાસ પછી, દ્વારકાની શેરીઓમાં ફરતા ફરતા અચાનક જ પોતાના આંગણે આવી ચડ્યા છે તે જાણ્યા પછી દેવકી માતાનો ક્ષોભ સ્વાભાવિક રીતે જ શમી જવો જોઈએ, પણ એક વાર અતિમુક્ત મુનિએ કહેલી વાત એમના સ્મૃતિપટ ઉપર ફરી વળી. પોતાને આઠ પુત્રો થવાના છે અને આઠે Page #182 -------------------------------------------------------------------------- ________________ ગજસુકુમાલ ૧૮૧ જીવતા રહેવાના છે એમ એ મુનિએ કહેલું : તો પછી આ છે શમણો – જે બરાબર કૃષ્ણને મળતા આવે છે તે મારા પોતાના પુત્રો તો નહિ હોય ? ઊંડી મર્મ વ્યથા વેદતી દેવકી માતાની વ્યાકુળતા વધી પડી. પૂછવું પણ કોને ? બીજે દિવસે દેવકીજીએ નેમિનાથ ભગવાનની પર્ષદામાં જઈ પહેલો જ પ્રશ્ન એ પૂછયો કે : “ભગવદ્ ! કાલે મારે ત્યાં વહોરવા માટે આવેલા શ્રમણો મારા પોતાના પુત્રો તો નહિ હોય ? હે દેવકી ! એ તમારા જ પુત્રો છે. નૈગમેલી દેવે જ તમારી પાસેથી લઈને સુલતાને આપ્યા હતા.” કંસે જેનો વધ કર્યો છે એમ મનાતું હતું તે જ દેવકીના છ પુત્રો હયાત છે અને શ્રમણના વેષમાં રહી વિશ્વકલ્યાણ સાધી રહ્યા છે એ જોઈ દેવકીને આનંદ થયો. પણ એ આનંદ તો અગાધ સંક્ષોભની સપાટી ઉપરનો જ હતો. - પોતે સાત સાત પુત્રોની માતા હોવા છતાં કેટલી દુર્ભાગી છે તેની કલ્પના આવતાં દેવકીજીનું અંતર આર્તનાદ કરી ઊઠયું. છ-છ પુત્રોનો જન્મતાની સાથે જ ત્યાગ કરવો પડ્યો - સાતમો પરઘર જઈ ઊછર્યો. આ જ જો માતૃત્વનો લહાવો હોયતો સંતાન વગરની માતામાં અને પોતાનામાં ક્યાં ફેર પડે છે ? અકથ્ય સંતાપ વેદતી દેવકીજીના દેહમાંથી પરિતાપની, કોઈ ન જાણે એવી એક કંપારી છૂટી. દેવકીએ પોતાના છ પુત્રો-શ્રમણોને વંદન કર્યું. માતાની છાતીમાંથી દૂધની ધારાઓ વહી, એટલું છતાં એમનાથી બોલી જવાયું. “આવા સુંદર ભાગ્યશાળી પુત્રોને પણ હું રમાડી શકી નહિ, ખોળામાં બેસારી એમને ઉછેરી શકી નહિ એ મારા જીવનનું મોટામાં મોટું દુર્ભાગ્ય છે.” એટલું બોલતામાં એમનાં બન્ને નેત્રોમાંથી આંસુ વહી નીકળ્યાં. Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ અર્પણ + ક્ષમાશ્રમણ પોતાના દુર્ભાગ્ય વિષે સંતાપ અનુભવતાં દેવકીજીને કોઈ વાતે ચેન નથી પડતું. એમને એમજ લાગે છે કે : “મારા કરતાં તો એક રંક પુત્રની માતા વધુ સુખી, વધુ સુભાગી છે – જે પોતાના બાળકને ગોદમાં બેસાડી યથેચ્છ સ્નેહ વરસાવી શકે છે. પોતાના સંતાન ઉપર રોષ કરનારતિરસ્કાર કરનાર અને બીજી જ પળે એને પોતાના ખોળામાં લઈ, કાલાંઘેલાં ગીત ગાનાર માતા મારા કરતાં વધુ પુણ્યશાળી છે.” સાત-સાત પુત્રોની જનની હોવા છતાં દેવકી માતાનું અતૃપ્ત હૈયું જાણે કે વાત્સલ્યની અમીધાર ઠલવવા એક પાત્ર માગતું હતું. પ્રબળ પુત્રેષણા અને અદમ્ય તલસાટ અનુભવતાં દેવકીજીને, એ પછી જે પુત્ર અવતર્યો તેનું નામ ગજસુકુમાળ, એજ આપણી આ ચરિત્રકથાના નાયક ગજસુકુમાળમાં, પોતાના સાત ભાઈઓની સાત્વિકતા અને સૌંદર્ય તો હતાં જ, તે સાથે સંયમ અને સુકુમારતાની સૌરભ પણ હતી. દેવકી માતાની આંતરિક સાધના સુકુમાલમાં સાકર બની હતી. માતાએ પ્રથમથી જ નિશ્ચય કર્યો હતો કે આ સુકમાળને એક પળને માટે આંખથી અળગો ન કરવો. સાત પુત્રો જે વાત્સલ્યથી વંચિત રહ્યા હતા, તેમાં એને સતત ડૂબેલો જ રાખવો. દેવકી માતાને, આ વખતે કોણ સમજાવે કે દેશભરનું પાવન કરનારી, લાખો અને કરોડો પ્રાણીઓમાં પ્રાણ તથા રસ પૂરનારી નદીઓ મૂળ તો એક નાના સ્ત્રોતમાંથી જ વહે છે. એ પોતાના જન્મસ્થાને બંધાઈ રહેતા નથી. જનની પણ એ જ રીતે પોતાના સત્ત્વશાળી પુત્રો વિશ્વને સમર્પી કૃતાર્થ બને છે. એમને ચાર દિવાલોના બંધનમાં રાખવાના પ્રયત્નો નિષ્ફળ નીવડે છે. એ નિષ્ફળતા વિશ્વનું શાશ્વત સદ્ભાગ્ય બની જાય છે. - ગજસુકુમાલ પુરા આઠ વરસનો નહિ થયો હોય એટલામાં તો તે પાંખ ફફડાવવા લાગ્યો. દેવકી માતાએ એને અંતઃપુરમાં પૂરી Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩ ગજસુકુમાલ રાખવાના પ્રયત્ન તો ઘણા કર્યાં પણ ગજસુકુમાલને એમ જ લાગ્યું કે એનું ખરું સ્થાન, છ ભાઈઓ પાસે છે. જે માર્ગે એ છ ભાઈઓ ગયા તે જ માર્ગ એને માટે પ્રથમથી જ નિર્માઈ ચૂક્યો છે. ગજસુકુમાલ જેવા કિશોરો-યુવાનો અને પ્રૌઢોની એ યુગને જરૂર હતી. માતાની ગોદ કરતાં પણ યુગના આહ્વાનમાં સુકુમાલને વધુ ખેંચાણ લાગ્યું. દેવકી માતાએ પણ આખરે દુરાગ્રહ તજી દીધો. આઠ વર્ષના સુકુમાલને ત્યાગના માર્ગે જવાની અનુમતિ આપી. તાજી પરણેલી પોતાની આઠ સ્ત્રીઓ પાસેથી પણ સુકુમાલે વિદાય લઈ લીધી. વૈભવ અને ભોગૈશ્વર્યથી કંટાળેલા ગજસુકુમાલને હવે સ્મશાન જેવું બીજું કોઈ સ્થાન નથી ગમતું. તે મોટે ભાગે સૂના સ્મશાનમાં જ રાત્રીનો સમય કાયોત્સર્ગ કરીને નિર્ગમે છે. ભય કે ઉપદ્રવ સૂકુમાલને ડરાવી શકતા નથી. સ્મશાન જેવી વિરાગની બીજી કઈ શાળા છે ? એક દિવસે ગજસુકુમાલ, સ્મશાનમાં કાયોત્સર્ગ કરીને ઊભા હતા. એવામાં અચાનક જ સોમીલ બ્રાહ્મણ ત્યાં થઈને નીકળ્યો. આ સોમીલ સુકુમાલનો સંસારી અવસ્થાનો શ્વસુર હતો. એણે જ પોતાની કન્યાઓ આ ગજસુકુમાલને પરણાવી હતી. સુકુમાલના આવા ત્યાગ અને સંકલ્પબળ ઉપર સોમીલે ખરું જોતાં તો ભક્તિભીની અંજલિ જ અર્પવી જોઈએ. પોતાનો જે જમાઈ રાજપ્રસાદના ઠગારા ઐશ્વર્યને તિલાંજલી આપી આત્મહિત સાથે વિશ્વકલ્યાણ સાધવા ઉગ્ર સાધના કરી રહ્યો છે તેની ચરણરજ લઈ કૃતાર્થતા અનુભવવી જોઈએ તેને બદલે રૂંવે રૂંવે ક્રોધની જવાળા પ્રકટી. સોમીલ ગજસુકુમાલને જોઈને અવળા જ વિચારે ચડે છે. એને જાણે કે કોઈ કહે છે કે સુકુમાલ ઢોંગી છે. પોતાની પરિણીતા સ્ત્રીઓને રીબાવવા માટે જ આ વેષ લીધો છે. રાજમહેલમાં Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ અર્પણ + ક્ષમાશ્રમણ ઉછરનાર અને માતા તથા બંધુના છલકાતા સ્નેહમાં નિરંતર સ્નાન કરનાર આ કિશોરને વિરાગ સંભવે જ શી રીતે ? સંસારનો આ રીતે ત્યાગ કરવાનો એણે જો ખરેખર જ નિશ્ચય કર્યો હતો તો પછી ભોળી કન્યાઓને છેતરવાની શી જરૂર હતી ? સાચે જ દંભી અને પાખંડી છે. મારો જમાઈ છે એથી શું થઈ ગયું ? જેણે મારી પુત્રીઓની દયા ન ચિંતવી તેની દયા મારે શા સારુ રાખવી ? કયાંય સુધી વેરના વિચાર-ચકરાવે ચડેલ સોમીલને શું કરવું તે ન સમજાયું. વચ્ચે વચ્ચે સુકુમાલની બાલીશતા એના અનુકંપાના તાર ઝણઝણાવી જાય છે : “પોતાની ભૂલ સમજાશે, એટલે પાછો ઘરભેગો થઈ જશે' એવો વિચાર આવતાં સોમીલ થોડું સાંત્વન મેળવે છે. એટલામાં સ્મશાનની એક બાજુ એક મૃતદેહને બળતો જોઈ સોમીલ વિચાર કરે છે : “મારો જમાઈ-મારી વહાલી કન્યાઓનો વિશ્વાસઘાતક આ સુકુમાલ પણ મૃત્યુ પામ્યો છે એમ જ મારે તો માનવું જોઈએ. આજે તો એને મારા સગા હાથથી જ અગ્નિદાહ આપું.” પુત્રીઓના વૈધવ્યની કલ્પના આવતાં ખીજાયેલા ચિત્તા જેવો સોમીલ ત્યાંથી ઊઠે છે. માટીની. એક ઠીબમાં, સળગતી, ચિતામાંથી થોડા ધગધગતા અંગારા લઈ આવે છે અને ગજસુકુમાલના અડોલ મસ્તક ઉપર સ્થાપે છે. આગની ઊની આંચ લાગતાં જ, સોમીલને ઢોંગી જેવો દેખાતો સુકુમાલ ધ્રૂજી જશે, કદાચ પોતાની પાસે પસ્તાવો પણ કરશે એવી એણે આશા રાખી હશે. લાલચોળ બનેલી ઠીબનો સ્પર્શ થતાં સુકુમાલના દેહે આરંભમાં વીજળીના ઝટકા જેવો આંચકો તો અનુભવ્યો, પણ જેણે દેહના મમત્વનો ત્યાગ કર્યો હોય, દેહ કે મનના સંવેદન અથવા સંક્ષોભને વોસરાવી દીધા હોય તેને બળતા અંગારા પણ પરમ સુહૃદ જેવા જ લાગે. અંગારાના આ તાપે સુકુમાલના અંતરના ઊંડાણમાંથી ઉપશમનો સ્રોત ઉભરાવ્યો. જે ક્ષમા Page #186 -------------------------------------------------------------------------- ________________ ગજસુકુમાલ ૧૮૫ ને ઉપશમના પ્રવાહ આડે પર્વત સમા અંતરાયો ઊભા હતા તે અંતરાયોને, બળતા અંગારાએ પળવારમાં ભસ્મીભૂત કરી દીધા. સુકુમાલના મસ્તકને સેકાતું જોઈને સોમીલને સંતોષ થયો હશે? એ આમ સુકુમાલની સામે તાકીને શું જોતો હશે? અંગારાથી ભરેલી ઠીબ હમણાં જ ઢળી પડશે-પોતાની મહેનત નકામી જશે એવી કોઈ ચિંતા સોમીલને વિહ્વળ બનાવતી હશે ? થોડીવારે સોમીલ ત્યાંથી પાછો ફર્યો. ઠીબ નીચે ન પડી જાય એટલા માટે થોડો ગારો શોધી કાઢીને ઠીબ નીચે એવી રીતે ગોઠવ્યો કે ઠીબ ઢળી ન પડે. સાચે જ જાણે કે શ્વસુર પોતાના જમાઈને માથે અંગારાનો મુકુટ પહેરાવતો હોય ના ? ગજસુકુમાલને માટે એ જીવલેણ ઉપસર્ગ હતો. પણ એમણે આત્માના પૂરા સામર્થ્ય સાથે, નિર્મળ ઉપશમ કલ્લોલ સાથે સામનો કર્યો : એ જ રાત્રીએ ગજસુકુમાલે જીવનની છેલ્લી સિદ્ધિ મેળવી લીધી. એમને કેવળજ્ઞાન ઊપજયું. સોમીલ, જે એમ માનતો હતો કે વેર લેવાથી પોતાને નિરાંત વળશે તે પોતાના દુષ્ટ કૃત્યથી હજારો સર્પદંશની વેદના અનુભવી રહ્યો. બીજે જ દિવસે એ પણ બહુ જ બૂરા હાલે-ભયથી ઉન્મત્ત બનીને મૃત્યુ પામ્યો. વળતે દિવસે શ્રીકૃષ્ણ, નેમિનાથ ભગવાન પાસે નમીને બેઠા, અને આસપાસ દષ્ટિ કરવા છતાં ગજસુકુમાલ ન દેખાયા, એટલે સહેજે એમણે પૂછ્યું : “ગજસુકુમાલજી કેમ નથી દેખાતા ?” એ તો, ગઈ કાલે જ એમના શ્વસુરની સહાયથી, માનવજીવનની છેલ્લી સિદ્ધિને વર્યા.” નેમિનાથ ભગવાને ટૂંકામાં જ ખુલાસો કર્યો. પણ એ ખુલાસો સાંભળતાં પોતે અનામત મૂકેલી મહામૂડી ગુમાવી દીધી હોય એમ કૃષ્ણને લાગ્યું. દેવકી માતાને જ્યારે આ સમાચાર Page #187 -------------------------------------------------------------------------- ________________ અર્પણ + ક્ષમાશ્રમણ ૧૮૬ પહોંચશે ત્યારે એમને કેટલી મર્મવેદના થશે તેનો વિચાર કરતાં કૃષ્ણની આંખે અંધારાં આવ્યાં. માતાને જ એ ગજસુકુમાલ પ્રિય હતો એમ નહિ, કૃષ્ણને પણ પોતાનો આ સૌથી નાનો અને સંસ્કારોના પુષ્પગુચ્છ સમો આ સુકુમાલ સહોદર ઘણો પ્રિય હતો. એક જ રાતમાં એમનો આત્મા દેહનો ત્યાગ કરીને ઊર્ધ્વગતિએ કેમ ચાલ્યો ગયો તેનો વિચાર કરતાં ક્ષણભર તો શ્રીકૃષ્ણ જેવા વજ્ર દિલના યોદ્ધાની આંખમાંથી આંસુનાં ટીપાં સરી પડ્યાં. નેમિનાથ ભગવાને શ્રીકૃષ્ણને બહુ ઉદ્વિગ્ન બનેલા જોઈને કહ્યું : “તમને ભાઈ પ્રત્યેના અનુરાગથી દુઃખ થાય તે સ્વાભાવિક છે. પણ ગજસુકુમાલે એક રાતની અંદર જે સિદ્ધિ મેળવી છે તે સામાન્ય સાધકો લાંબે ગાળે પણ મહાપરિશ્રમે મેળવી શકે. તમારો જ દાખલો આપું. રસ્તામાં આ તરફ આવતાં માથે ઇંટ વહેતા અને એ રીતે પોતાની મઢુલી ચણતા વૃદ્ધ બ્રાહ્મણની તમને દયા આવેલી કે નહિ ? એ વખતે તમે તમારા હજારો અનુચરોને આજ્ઞા કરીને એક એક ઇંટ વૃદ્ધ બ્રાહ્મણની વતી પહોંચતી કરી તેથી બ્રાહ્મણનું કાર્ય કેટલી સરળતાથી-કેટલી શીવ્રતાથી સિદ્ધ થઈ ગયું ? સોમીલે પણ ગજસુકુમાલની સિદ્ધિમાં એવી જ સહાય કરી છે એમ માનવાનું છે. ઉપસર્ગ વિના ઉપશમની કસોટી નથી થતી અને કસોટી વિના આવરણો નથી છેદાતાં. સોમીલ ઉપર કોઈએ રોષ નથી કરવાનો.’’ ગજસુકુમાલને બાળવા આણેલા અંગારાએ સુકુમાલના દેહને બાળ્યો, પણ તે સાથે એમનાં સર્વ કર્મ બળી ગયાં. : આ બે વાતમાંથી એક લોકજીભે પ્રચાર પામતી સમસ્ત દ્વારકાપુરીમાં ફેલાઈ ગઈ. જેમણે જેમણે ગજસુકુમાલની સુકુમારતા-સુંદરતા અને સંસ્કાર - ભંડાર જોયો હતો-સાંભળ્યો હતો તે સૌને અત્યંત ખેદ થયો. ગજસુકુમાલના દેહઐશ્વર્યની આવી નશ્વરતા જોઈ ઘણા યાદવોનાં અંતર વિરાગ પામ્યાં નેમિનાથ ભગવાનના સાત સહોદરોએ, કૃષ્ણના Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૮૭ ગજસુકુમાલ કુમારોએ, પ્રભુની માતા શિવાદેવીએ, રાજીમતીએ અને બીજી ઘણી યાદવકુળની નારીઓએ સંસારના સુખ તથા ઐશ્વર્યનો ત્યાગ કર્યો. માત્ર માતા દેવકી, આ છેલ્લો આઘાત સહી ન શકયાં. એમનું વાત્સલ્યભર્યું હૈયું ભાંગી ગયું. ઘણા લાંબા સમય સુધી તે પુત્રશોકમાં ડૂબેલાં જ રહ્યાં. सपरक्कम राउलवाइएण सिसे पलाविए निअए । गजसुकुमाल खमा तहा कया जह शिवं पत्तो ।। . પોતે પરાક્રમી અને રાજાના ભાઈ હોવાથી બહુ લાડકોડમાં ઉછરેલા ગજસુકુમાલ જેવા મુનિએ પણ, પોતાના માથા ઉપર ધગધગતા અંગારનો તાપ સહ્યો – ક્ષમાભાવ જ પોપ્યો : એ રીતે શિવરમણીને વર્યા. रायकुलेसुवि जाया भीया जरमरण गभ्मवसहीणं । साहु सहति सव्वं नीयाणवि पेसपेसाणं ।। રાજકુળમાં જન્મ લેવા છતાં, જરા, મરણ અને ગર્ભાવાસનાં દુઃખોથી ભય પામેલા મુનિ પોતાના દાસના કરેલા સર્વ ઉપસર્ગો પણ સહન કરે છે. આફત કે ઉપસર્ગ જ્યારે માથે આવી પડે છે ત્યારે ધીરપુરુષો વિચારે છે : પૂર્વભવે મેં એવું સુકત કેમ ન કર્યું કે જેથી કોઈ સમર્થ મને બાધા જ ન કરી શકે ? હવે જ્યારે પૂર્વનાં અશુભ કર્મોનો ઉદય થયો છે ત્યારે કોઈની ઉપર ક્રોધ કરવાથી શું વળવાનું હતું ? तह पुव् िकिं न कयं न बाहए जेण मे समथ्थो वि । इण्हि किं कस्सव कुप्पि-मुत्ति धीरा अणुप्पिच्छा ॥ Page #189 -------------------------------------------------------------------------- ________________ અવંતી સુકુમાલ - [૭] ભદ્રા માતાનો એકનો એક પુત્ર-અવંતી સુકુમાલ, જન્મ્યો ત્યારથી જાણે કે દેવોના સમુદાયમાંથી ભૂલો પડીને માનવકુળમાં આવી ચડ્યો હોય એવો એકલવાયો લાગે છે. એ છેક નાનો હતો અને ભદ્રા માતા એને રમાડતાં ત્યારે ઘણીવાર એની આંખોમાં વ્યાપેલી અગમતા જોઈ રહેતાં. અવંતી સુકુમાલમાં પહેલેથી જ પારાવાર નિર્દોષતા અને પારદર્શકતા હતી. એના આછા સ્મિતમાં ઉત્સુકતતા હતી. પણ એ ઉન્મુકતતાને વટાવી જતી અગાધતા ભદ્રા માતાને બેચેન બનાવી મૂકતી. નાનાં બાળકો રડે, હઠ કરે અને માતાને મૂંઝવે એ સ્વાભાવિક ગણાય. પણ આ અવંતી-સુકુમાલ બીજાઓની જેમ મુદલ દુરાગ્રહ નથી કરતો. જાગતો પારણામાં પડ્યો હોય ત્યારે પણ કોઈ નાટારંભ જોતો હોય - જાણે કે દિગંતમાંથી આવતા સાદ સાંભળતો હોય તેમ પડી રહે છે. ભદ્રા માતા મુંઝાય છે. રખેને આ બાળક પૂર્વભવનો કોઈ યોગી-સંન્યાસી હોય અને લાગ જોઈને ચાલી નીકળે એવી બીકે ભદ્રા માતાએ બત્રીસ કન્યાઓનું એની સાથે પાણિગ્રહણ કરાવી, દુર્ભેદ્ય કિલ્લો રચી દીધો છે. બત્રીસે યુવતીઓ પોતપોતાની કળામાં પારંગત છે. અવંતીને રીઝવવા કવચિત્ કોઈ Page #190 -------------------------------------------------------------------------- ________________ અવંતી સુકુમાલ કોકિલકંઠે ગીત છેડે છે તો કોઈ નૃત્ય કે અભિનય આદરે છે. ઋદ્ધિ કે સમૃદ્ધિનો તો અહીં કોઈ પ્રશ્ન જ નથી. સુકુમાલની આસપાસ અહોનિશ વસંતનો વાયુ જ વહેવો જોઈએ એવી સખત સૂચના ભદ્રા માતાએ આ બત્રીસ નારીઓને દઈ દીધી છે. સુકુમાલ પોતે પણ સ્વભાવે એટલો જ મૃદુ છે. માતાના અનુરાગને અને પરિણીતા નારીઓની સ્નેહાર્દ્રતાને એ બરાબર સમજે છે. સૌની કળા-કુશળતા અને લાગણીનું મૂલ્ય પણ આંકે છે, માત્ર આ બધા હાવભાવ અને સ્નેહપ્રદર્શનમાં, આ લીલા અને મનોરંજનમાં જે કૃત્રિમતા એને દેખાય છે તે કહી શકતો નથી. આકાશમાંનો ચંદ્ર માગનાર બાળકને જેમ એનાં માતાપિતા પ્રતિબિંબ બતાવીને રીઝવે એવો જ આ આનંદલીલાનો પ્રકાર હોય એમ આ અવન્તી સુકુમાલને લાગે છે. ૧૮૯ એકલો પડે છે ને અવંતી સુકુમાલ સ્વપ્નોની ખાસી પરંપરા જ જોઈ રહે છે. આખો મહેલ જાણે કે આકાશમાં સડસડાટ ઊડતો લાગે છે. દિગંતમાં પથરાયેલાં ભાતભાતનાં કમળોથી ભરેલાં સરોવરો એની આંખ આગળ ખડાં થઈ જાય છે. જ્યાં પુષ્પો કદી કરમાતાં નથી જ્યાં સૌંદર્ય અને સુવાસ અવિરતપણે વહે છે, ગતિમાત્રમાં જ્યાં નૃત્ય અને વાણીમાં ગીતના સ્રોત ઝરે છે જ્યાં ક્ષણભરનો પણ શોક-વિષાદ નથી - જ્યાં લેશ માત્ર કટુતા કે સંઘર્ષ નથી એવું એક કલ્પનાઓનું જ વિશ્વ તેને સાકાર બનતું જણાય છે. કયાં એ અક્ષયઅસીમ રસવૈભવથી ઊભરાતું જગત અને કયાં આ કૃત્રિમતાઓથી ભરેલો કારાગાર. પોતે આકાશમાં સ્વેચ્છપણે વિહરનારો, એકાએક અહીં શી રીતે આવી ચડ્યો ? પાંખો કેમ કપાઈ ગઈ ? કોઈ કોઈ વાર પોતાની સ્નેહપાત્રી વધૂઓને સંબોધીને અવંતીસુકુમાલ કહે છે : ‘“આપણે બધા ઊડતા વિમાનમાં વિહરતા હોઈએ આ વિશ્વથી દૂર-અતિ દૂર આપણી જ પાંખોના આધારે ઊડતા હોઈએ તો કેવો આનંદ પડે ? Page #191 -------------------------------------------------------------------------- ________________ અર્પણ + ક્ષમાશ્રમણ વાત તો સમજાય છે : સ્વપ્નદર્શીઓના લોકાલોક એવા જ હોય પણ માત્ર અનુમતિ બતાવવા સિવાય બીજો કોઈ ખુલાસો આ યુવતીઓ આપી શકતી નથી. ભદ્રા માતા જે વાત ઘણીવાર કહેતા કે મારો અવંતી આ વિશ્વનો નથી - એ કોઈ જુદી જ દુનિયાનો છે’ એ વાત આવે વખતે આ વધૂઓની સ્મૃતિમાં તાજી થતી. ૧૯૦ અવંતીની મૂંઝવણનો પણ પાર નહોતો. એ સમજાવવા માગતો તે યોગ્ય શબ્દોમાં કહી શકતો નહિ. સ્વપ્નલોકની તમામ વાતોને વાણીમાં ઉતારવાનું એનામાં સામર્થ્ય નહોતું, એટલે જ તે થોડું બોલીને પાછો પોતાની સ્વપ્નસૃષ્ટિમાં ડૂબી જતો. એક દિવસે અવંતી સુકુમાલ આવા જ આકાશી વિશ્વની કલ્પનાલહરી ઉપર તરતો હતો. એટલામાં પાસેના એક મકાનમાંથી કોઈના શબ્દો સંભળાયા. દિવસનો કોલાહલ શમી ગયો હતો. સંધ્યાની શાંતિમાં એ મધુર શબ્દો રૂપેરી ઘંટડીની જેમ રણઝણી રહ્યા હતા. સ્વરો અપરિચિત હતા, પણ એ અપરિચિત શબ્દોમાં જે ભાવ ભર્યો હતો તે અવંતી સુકુમાલને અપૂર્વ લાગ્યો. એને એમ જ થયું કે મારાં સ્વપ્નો જે મને પોતાને જ પૂરાં નથી સમજાતાં તેને કોઈએ શબ્દમાં બરાબર પકડી લીધાં છે. આ શબ્દનો ઉચ્ચારનારો કોઈ પૂરો અનુભવી હોવો જોઈએ. અવંતી-સુકુમાલે, જે દિશામાંથી શબ્દો આવતા હતા તે દિશા તરફ કાન માંડ્યાં. થોડા જ સમયમાં એની ખાત્રી થઈ કે : ‘‘મારું અગમ્ય વિશ્વ આ વક્તાની હથેલીમાં જ રમતું જણાય છે. બરાબર મારા જ અનુભવોની વાત એ ઉચ્ચારે છે.’ ભદ્રા માતા પાસે જઈને અવંતી સુકુમાલે પૂછ્યું : “માજી, આપણા આ પાસેના ખંડમાં કોણ છે ? એમની વાણીમાં આવી અપૂર્વતા અને સચોટતા કેમ લાગે છે ?’' Page #192 -------------------------------------------------------------------------- ________________ અવંતી સુકુમાલ બેટા, જાણી જોઈને જ તને એ વાત નથી કરી. આપણા આચાર્ય સુસ્થિતજી અહીં તીર્થયાત્રાએ પધાર્યા છે. જ્ઞાન-વિરાગની એટલી ઉન્નત કોટીએ પહોંચેલા એમના જેવા ધર્માચાર્ય આજે બીજા નહિ હોય. નિસ્પૃહતા અને વિરાગ-નિર્મળ અંતરમાંથી જે વાણી નીકળે તે એટલી જ ગંભીર અને હૃદયંગમ હોય છે. પણ તારે એવી વાતોમાં પડવાની જરૂર નથી. તું તારે નિરાંતે સૂઈ જા. "" માતા ભદ્રાની વાત સાંભળી, અવંતી સૂકુમાલ પોતાના સ્થાને આવ્યો તો ખરો. પણ એને શાંતિ ન વળી. એ તો આચાર્ય પાસેથી પૂરી વિગત જાણવા માગતો હતો. ૧૯૧ બત્રીસ સહચારિણીઓને પોતાના મનની મૂંઝવણ કહેવાનો સંકલ્પ સૂકુમાલે કર્યો. પણ વાણીના વ્યર્થ વ્યય સિવાય બીજું કંઈ પરિણામ નહિ આવે એમ ધારી એણે પોતાની વ્યાકુળતા મનમાં જ શમાવી દીધી. ચતુર કુલનારીઓ પણ સમજી ગઈ કે આજે સુકુમાલ ઉલ્લાસમાં નથી. ઘણીવાર ઉદ્વેગના આવા ઓળા આ અંતઃપુરમાં ઊતરતા. બીજે દિવસે એ અદૃશ્ય બની જતા. સુકુમાલ ગમે તેવો પણ આનંદપુત્ર હતો. ઉદ્વેગને એ પોતાની શક્તિથી ઓગાળી દેતો. આખું અંતઃપુર નિદ્રાના ખોળામાં પડયું, ત્યારે અવંતી સુકુમાલ પોતાના નિર્ણય પ્રમાણે શય્યામાંથી ઊઠીને બહાર આવ્યો. રાત્રીનો બીજો પ્રહર ચાલતો હોવો જોઈએ એમ એને થયું. વચ્ચે કયાંય રોકાયા સિવાય એ સીધો સુસ્થિત-આચાર્ય પાસે પહોંચ્યો. આચાર્યને પણ અવન્તી સુકુમાલ જેવો સુખશય્યામાં ઊછરનારો યુવાન આટલી મોડી રાત્રીએ પોતાની પાસે આવ્યો જાણી આશ્ચર્ય થયું. સ્વાભાવિક વિનય અને નમ્રતાપૂર્વક, સુકુમાલે પૂછ્યું; ‘‘ભગવન્, આપ હમણાં જે વિગત વર્ણવતા હતા તે આપના પોતાના તાજા અનુભવની વાત છે ?’’ Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ અર્પણ + ક્ષમાશ્રમણ આચાર્યને સુકુમાલ સાથે પ્રથમનો કોઈ સંપર્ક નહોતો. રાત્રીની એકાંતનો લાભ લઈને એ જયારે આવ્યો છે ત્યારે તે કોઈ ભારે મનોમંથન અનુભવતો હોવો જોઈએ એમ એમને થયું. શ્રમણ જીવનમાં આવા પ્રસંગો વિરલ નહોતા. જે સમાધાનો, સંસારી જીવોને બીજા કોઈ પાસેથી ન મળે તે આ ભવરોગના વૈદ્યો-શ્રમણો પાસેથી મળી જતા. સમસ્ત વિશ્વની ઘટમાળ, કાર્યકારણની અખંડ અને અનંત શૃંખલા આ શ્રમણોની હથેલીમાં સમાઈ જતી. - આચાર્યે હમણા જ નલિની ગુલ્મ વિમાનના સ્વરૂપ વિષે શાસ્ત્રપાઠની પુનરાવૃત્તિ કરી હતી. અવંતી સુકુમાલનો પ્રશ્ન પણ એ પાઠ પરત્વે જ હોવો જોઈએ, એવું આ દેશ-કાળના પારદર્શી પુરુષે અનુમાન કર્યું. ' તમે નલિની ગુલ્મ વિમાનના સ્વરૂપ વિષે પૂછવા માંગો છો?” સુકુમાલે, પ્રથમ જ્યારે આચાર્યને આ વિમાન વિષે બોલતાં દૂરથી સાંભળ્યા હતા ત્યારે એને પણ નલિનીગુલ્મનું જ આછું સંસ્મરણ થઈ આવ્યું હતું. આચાર્ય જયારે સ્પષ્ટ શબ્દોચ્ચાર કર્યો ત્યારે સુકુમાલની આંખ આડેનો પાતળો પડદો જાણે કે સરી પડ્યો. “આચાર્યદેવ ! નલિનીગુલ્મનો ઉચ્ચાર માત્ર મને રોમાંચથી ભરી દે છે ! નામ તો મને અજાણ્યું હતું, પણ એનું સમગ્ર સ્વરૂપ એક પળવારને માટે પણ મારાથી અગોચર નથી રહ્યું : કોઈને કહી કે સમજાવી શકતો નથી પણ નલિની ગુલ્મનો વૈભવ, ઐશ્વર્ય રાતદિવસ મારી કલ્પનાને જકડી રાખે છે. નલિનીગુલ્મની સ્વપ્નસૃષ્ટિ પાસે આ સંસારના સઘળા વિષયો તુચ્છ-તૃણવત્ અને દાંભિક લાગે છે. હા, પણ મૂળ વાત તો રહી જ ગઈ આપે એ નલિનીગુલ્મના ઐશ્વર્યનો કેવોક અનુભવ કર્યો છે ?” નલિનીગુલ્મમાંથી જ આ જીવ સીધો ઉજ્જૈનીમાં ભદ્રા માતાની કૂખમાં અવતર્યો છે એવો આચાર્યશ્રીએ પોતાના મનમાં નિશ્ચય કર્યો. Page #194 -------------------------------------------------------------------------- ________________ અવંતી સુકુમાલ ૧૯૩ ગત જીવનના સંબંધો અને ખેંચાણો હજી ભૂલી શકયો નથી. આચાર્યે ખુલાસો કર્યો : “મને જાત-અનુભવ તો નથી : હું માત્ર શાસ્ત્રીય પાઠની પુનરાવૃત્તિ જ કરતો હતો. શાસ્ત્ર એ જ અમારી આંખ છે. એ આંખ જેની ઊઘડે છે તેને કોઈ સમસ્યા મૂંઝવી શકતી નથી.'' ‘‘શાસ્ત્ર વર્ણવેલું સ્વરૂપ, જાણે મારા અનુભવોનું નિર્મલ પ્રતિબિંબ હોય એમ જ લાગે છે. આપે ઉચ્ચારેલું નલિનીગુલ્મનું સ્વરૂપ અક્ષરશઃ સત્ય છે. મારા મનમાં હવે એ વિષે કંઈ જ અસ્પષ્ટતા નથી રહી. શાસ્ત્રની આંખે જોનારાઓ, વસ્તુતઃ અનુભવીની આંખે જ નિહાળે છે. શ્રદ્ધા એ નિર્મળ દૃષ્ટિનો જ પ્રકાર છે. પણ હું આડી વાતે ઊતરી ગયો. મારે આપને જે પૂછવાનું છે તે એ જ કે ફરી એ નલિનીગુલ્મમાં જવાનો કોઈ રાજમાર્ગ આપ મને બતાવી શકશો ?' છેલ્લી યાચના કરતા અવંતી સુકુમાલના કોમળ કંઠમાં દીનતાનો ભાવ તરી આવ્યો. દેહાંતદંડની સજા પામેલો અથવા તો અંધકારમય કારાગારના ભોંયરામાં રીબાતો બંદીવાન જેમ પ્રાણદાન અથવા છુટકારો માગતાં કરગરે તેમ સુકુમાલ પણ નલિનીગુલ્મમાં જવા કરગરતો હોય એમ જણાયું. સુસ્થિતાચાર્ય જવાબ આપવા જતા હતા એટલામાં અવંતી સુકુમાલ વચ્ચે જ બોલી ઊઠ્યો : “ભગવન્, આપને આશ્ચર્ય થશે, પણ હું આ ઊભરાતા ઐશ્વર્ય, વૈભવ અને અહોનિશ મારી આસપાસ ભજવાતી રાસલીલાથી કંટાળી ગયો છું. મહાસાગરની મોજ માણનારને જાણે કે નાનું ખાબોચિયું મળ્યું હોય એમ મને લાગે છે. આકાશમાં વિહરનારને કોઈએ સોનાના સળિયામાં પૂરી રાખ્યો હોય એવું દર્દ અનુભવું છું. આત્મા ઘણીવાર રડી ઊઠે છે અશ્રુ કોઈથી જોઈ શકાતાં નથી.’’ - માત્ર એનાં Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ અર્પણ + ક્ષમાશ્રમણ વૈભવની વચ્ચે પણ તમે આવી તીવ્ર વેદના અનુભવો છો એ જ બતાવી આપે છે કે તમે મૂચ્છિત નથી બન્યા. પામર માણસ તો આવા ભોગોપભોગમાં પત્થરની જેમ ડૂબી જ જાય - તળિયે જઈને બેસે, એના ઉદ્ધારની કલ્પના કરવી પણ મુશ્કેલ છે.” આચાર્યની આ વાણી સાંભળતાં સુકુમાલને થયું કે પોતે દીન-દુર્બળ નથી. વિતાવેલા સુખમય દિવસોની સ્મૃતિમાં તેમજ બની શકે તો એ સ્થિતિ ફરી વાર મેળવવામાં લજજા કે સંકોચ સેવવાની જરૂર નથી. નલિનીગુલ્મ-દેવલોકમાં જવું હોય તો સંયમ અને તપ સિવાય, તમે જ વિચાર કરો, કે બીજો કયો રાજમાર્ગ છે ? જો કે દેવલોકનાં સુખ-વૈભવ મુક્તિના આનંદ પાસે કંઈ વિસાતમાં નથી, અને ખરા સાધકો તો મુક્તિની પાછળ સર્વસ્વ સમર્પી દે છે.” સુસ્થિત-આચાર્ય સુકુમાલને વધુ ઉપાદેય માર્ગ બતાવવાનો પ્રયત્ન કર્યો. પરંતુ સુકુમાલને આજે તો નલિનીગુલ્મની જ તાલાવેલી જાગી હતી. નલિની ગુલ્મ એ જ એની ધ્યાન-ધારણાની અને છેલ્લી સફળતાની વસ્તુ બની હતી. ઘણા વખતની ખોવાએલી વસ્તુ જાણે નલિનીગુલ્મ-દેવલોક હોય એમ એનું અંતર સતત પોકારતું હતું. “મારે કોઈ પણ ભોગે એ દેવલોકમાં જવું છે. મને માર્ગ બતાવો.” અર્ધ નિદ્રામાં બોલતો હોય તેમ સુકુમાલ બોલ્યો. “બસ. મેં કહ્યું તેમ તપ-સંયમ-સ્વાર્પણ સિવાય બીજો માર્ગ નથી.” આચાર્યે જાણે કે રોગીને છેલ્લું મહૌષધ આપ્યું. એ જ રાત્રીએ અવંતિ સુકુમાલ કોઈને કહ્યા વિના, મહેલનો ત્યાગ કરીને એકલો ચાલી નીકળ્યો. ઉજ્જૈનીના નિર્જન-સૂમસામ રસ્તાઓ ઉપર થઈને સુકુમાલ ઉઘાડે પગે ચાલ્યો જાય છે. રસ્તાઓની પણ એને પૂરી ખબર નથી. અત્યારે કોઈ પૂછે કે : આમ ક્યાં ચાલ્યા ?” તો સુકુમાલ કંઈ સંતોષકારક જવાબ ન વાળી શકે. વસતીથી દૂર-દૂર નાસી છૂટવા સિવાય એ વધુ કંઈ જ Page #196 -------------------------------------------------------------------------- ________________ અવંતી સુકુમાલ ૧૯૫ નથી માગતો. અત્યારે એ નલિનીગુલ્મ-નલિનીગુલ્મના જ જાપ જપે છે. એના તનમનનો સાર કાઢયો હોય તો એમાંથી માત્ર નલિનીગુલ્મ” જ નીકળે. એને નલિનીગુલ્મની લગની લાગી છે. પણ એમ મધરાતે નાસી છૂટવાથી નલિનીગુલ્મ થોડું જ મળી જવાનું હતું ? નલિની ગુલ્મ સામેથી ચાલીને સુકુમાલને ભેટવા થોડું જ આવવાનું હતું ? સુકુમાલે આ બધા પ્રશ્નો યથાશક્તિ વિચારી જોયા હતા. સીધા જવાબ ભલે ન આપી શકે, પણ નિરાશ નહોતો બન્યો. એક સાધકની જેમ જ બધાં દુઃખ – બધાં વિનોનો સામનો કરવા તૈયાર થયો હતો. અત્યારે એની માતા ભદ્રા કે એની બત્રીસ સ્ત્રીઓ આવે તો પણ અવંતી સુકુમાલને એના માર્ગમાંથી ચલાવી શકે નહિ. સુંવાળી ગાદી અને જાજમોના સ્પર્શ વિના જેના પગે બીજી કોઈ કઠણ વસ્તુનો કદી સીધો સ્પર્શ નથી કર્યો તે કાંકરો અને અણિયાળા પત્થરોને ખુંદતો ચાલ્યો જાય છે. પગમાંથી લોહીની ધારાઓ વહે છે તે તરફ એનું ધ્યાન નથી. આખરે તે ઉજ્જૈનીના સ્મશાનમાં આવે છે. મૃત્યુ પામેલા માનવી અહીં જ ચિરશાંતિમાં સૂવે છે. સ્મશાન એટલે પરમ શાંતિની ભૂમિ. અવંતી સુકુમાલ માત્ર શાંતિ માટે અહીં સુધી અંધારી-અર્ધરાત્રીએ નથી આવ્યો ત્યારે શું સ્મશાનમાંથી ચાર ગતિના રસ્તા નીકળતા હોવાથી પોતે નલિની ગુલ્મ તરફ જઈ શકશે, એ ધ્યેય રાખીને જ અહીં આવ્યો હશે ? એકેકું ડગલું ભરતાં જેમ તીર્થભૂમિએ પહોંચાય તેમ સુકુમાલ પણ નલિનીગુલ્મ પહોંચવા માટે જ આ સાહસ ખેડતો હશે ? કઠણમાં કઠણ ગણાતું હૈયું પણ આ સ્મશાનમાં- અંધારી રાતેએકલા આવતાં થડકી ઊઠે. સુકુમાલ તો, એ દૃષ્ટિએ પારણામાં પોઢતું એક બાળક જ ગણાય. એનું અંતર આ સ્મશાનની ભયાનકતા જોઈને નહિ ફફડી ઊઠયું હોય ? Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૬ અર્પણ + ક્ષમાશ્રમણ વળી આ તો ઉજ્જૈનીનું સ્મશાન ! અહીં આવી ચડેલો કાચોપોચો માણસ તો ફાટી જ પડે ! અહીં મધરાત્રીએ પિશાચો અને ભૂતનાં ટોળાં નૃત્ય ખેલે છે. ખાઉં ! ખાઉં ! સિવાય રાત્રીએ બીજો કોઈ ધ્વનિ આ ભૂમિમાંથી નથી ઊઠતો. માણસના અર્ધા બળેલા શબની અહોનિશ ઉજાણી ઉડાવનારા શિયાળ અને શ્વાન, રાતને વખતે રૌદ્ર સ્વરૂપ ધારણા કરતાં : જીવતા માણસને ફાડી ખાવા જેટલી તાકાત ધરાવતાં. આ ભેંકાર સ્મશાનમાં, અવંતી સુકુમાલ એક ઠેકાણે કાયોત્સર્ગ કરીને ઊભો રહ્યો. એના પગની ચામડી ઉતરડાઈ ગઈ હતી - અંદરથી રુધિરની ધારાઓ નીકળતી હતી. મોડી રાતે, જ્યારે માત્ર તમરાના સ્વર જ સંભળાતા હતા ત્યારે શિયાળનાં બે-ચાર બચ્ચાં ગેલ કરતાં ત્યાં આવ્યાં. રુધિરથી ખરડાયેલા સુકુમાલના પગ જરા ડરતા ડરતા સુંધ્યા. ચત્તાપાટ પડેલા મૃતદેહને ચૂસવાના અભ્યાસવાળાં આ બચ્ચાંઓને મૃત જેવા માનવીની આવી ઊભી આકૃતિ આશ્ચર્ય-કારક લાગી હશે. લોહિયાળા પગ એમણે જીભથી જરા ચાટી જોયા. માનવીના રક્તમાં આવી મીઠાશ એમણે કદી નહોતી ચાખી. એ દોડતાં જઈને પોતાની માતા પાસે, કોઈ અજબ ખાદ્ય આવેલું હોવાની ચાડી ખાઈ આવ્યાં. રાત્રે ઉજજૈનીના સ્મશાનની સામ્રાજ્ઞી જેવી ખુમારી રાખતી એક શિયાળણી મદભરી ચાલે, ગણીગણીને પગલાં ભરતી, અને અત્યારે માનવીની સત્તા કે શક્તિનો ખુલ્લો ઈનકાર કરતી હોય તેમ અવંતી સુકુમાલના કાઉસગ્નમાં રહેલા દેહ પાસે પહોંચી. એનાં બચ્ચાંઓ, મા સાથે હોવાથી નિર્ભય હતાં – એમને માતાની હિંસક તાકાત વિષે પૂરી શ્રદ્ધા હતી. બચ્ચાંઓની જેમ જ શિયાળે, પ્રથમ તો સુકુમાલના પગ સંધ્યા : એના પગમાંથી જે રક્તધારા વહી રહી હતી તે જાણે સમસ્ત દેહમાં Page #198 -------------------------------------------------------------------------- ________________ અવંતી સુકુમાલ વ્યાપેલી મીઠાશની વાનગીરૂપ હોય તેમ ચાખી. ઘડીકમાં તો એના બત્રીસે કોઠામાં દીવા થયા હોય એટલો આહ્લાદ થયો. પણ આ રક્ત અને આ દેહ હજી તો જીવતા માનવીનાં જેવાં જ ઉષ્ણ દેખાય છે. રખેને સપડાયેલો શિકાર નાસી જશે તો ? ઘોર અંધારામાં શિયાળે જરા પાછા હટી, સુકુમાલના મોં તરફ લુચ્ચાઈથી જોયું. જોતાં, જીવતો હોવા છતાં નાસવાની શક્તિ કે વૃત્તિ વગરનો હોય એમ લાગ્યું. પણ બુદ્ધિમાન માણસના વિષે કંઈ ચોક્કસ ન કહેવાય. એ નાસવાનો પ્રયત્ન કરે તે પહેલાં જ એના પગની નસો બહાર ખેંચી કાઢી હોય તો ? ૧૯૭ શિયાળે ધીમે ધીમે, સુકુમાલના પગ પાસે જઈને જોરથી વડચકું ભર્યું. આ પોતાનો આહાર છે એવી દાનતથી નહિ, પણ લાંબી રાહ જોવરાવ્યા પછી, જેને પોતે રાતદિવસ શોધતી હતી તે શિકાર માંડ માંડ હાથ પડ્યો હોય તેમ ઉપરાઉપરી બટકા ભરી, સુકુમાલના માખણના પિંડા જેવા પગને વીંખી રહી. નીતરતા લોહીનું પાન કરનારાં બચ્ચાં પણ ભારે ગેલમાં આવી ગયાં. પોતાની માતાની દાઢમાં કદી નહિ અનુભવેલી શક્તિ આજે એમણે જોઈ. આહારથી પશુ-પ્રાણીને તૃપ્તિ થવી જોઈએ, પણ આ શિયાળ તો જેમ જેમ સુકુમાલના પગની પિંડીઓ અને સાથળ ફાડી ફાડીને ખાવા લાગી તેમ તેમ તેનું ઝનૂન વધતું જ ચાલ્યું. હવે તો આ માનવી કદાચ પ્રાણવાળો હોય તો પણ પોતાના પંજામાંથી છટકવા ન દેવો એવા નિશ્ચય સાથે જાણે લાંબા ભૂખમરાથી પીડાતી હોય તેમ ઉતાવળી ઉતાવળી, નિર્દયપણે સુકુમાલના આખા દેહને વેતરી રહી. આ શિયાળે આટલું ઝનૂન, આટલો કિન્નો, પૂર્વે કોઈ વાર નહોતો અનુભવ્યો. એક પ્રહર પૂરો વીત્યો-ન વીત્યો એટલામાં તો સુકુમાલના દેહને, શેરડીના છોતાની જેમ ફેંકી દીધો. આટઆટલી વેદના અનુભવવા છતાં નલિનીગુલ્મ વિમાનના Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ અર્પણ + ક્ષમાશ્રમણ પ્રેમી સુકુમાલે પોતાની શાંતિ, ધીરતા કે દઢતા ન તજી, એમ કહેવાય છે કે જે શિયાળે એના લોહીમાંસ ચૂસીને હાડપિંજર ફેંકી દીધું તે એની પૂર્વભવની સ્ત્રી જ હતી. - એ રીતે સુકુમાલનો દેહ પડ્યો : પણ એના આત્માએ નલિનીગુલ્મનો અધિકાર સિદ્ધ કર્યો. સવારે ભદ્રા માતાએ અને સુકુમાલની સ્ત્રીઓએ જ્યારે એને શધ્યામાં સૂતેલો ન જોયો ત્યારે સૌને ઓચિંતો ધ્રાસકો પડ્યો. તપાસ કરતાં સુકુમાલનું હાડપિંજર માત્ર, ઉજ્જૈનીના સ્મશાનમાંથી મળી આવ્યું. જે પ્રાસાદમાં રાતદિવસ નૃત્ય-ગીત-આમોદ ને આલ્હાદના તરંગો ઊછળતા હતા ત્યાં આજંદ અને વિલાપના સ્વર ગર્જી રહ્યા. સુકુમાલના ધ્યેય અને સાધન તથા સિદ્ધિ સંબંધી બધી હકીકત જાણ્યા પછી ભદ્રા માતાને થોડું આશ્વાસન મળ્યું. પોતાનો પુત્ર નલિનીગુલ્મ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયો છે એમ જાણી એણે ધર્ય ધારણ કર્યું. ભદ્રા માતા અને બત્રીસ ભાર્યાઓ પૈકી એક કે જે ગર્ભવંતી હતી તેને ઘરમાં રહેવા દઈ બાકીની સ્ત્રીઓ સાધ્વીસંગમાં સમાઈ ગઈ જે સ્થળે અવંતિસુકુમાલે પરમ વૈર્યપૂર્વક પોતાની કાયાનો ત્યાગ કર્યો હતો ત્યાં તેના જ પુત્રે, એક જિનપ્રાસાદ બંધાવ્યો હોવાનું કહેવાય છે. TITL दुक्कर मुद्धोसकरं अवंतीसुकुमाल महरिसिचरियं । अप्पावि नाम तह तज्ज इति अच्छेरयं एयं ।। દુષ્કર અને સાંભળતાં જ રોમાંચ થાય એવું આ અવંતી સુકુમાલ મહર્ષિનું ચરિત્ર છે. એમણે એવી રીતે આત્મત્યાગ કર્યો કે એમનું ચરિત્ર આશ્ચર્યમય બની ગયું. Page #200 -------------------------------------------------------------------------- ________________ મેતાર્ય મુનિવર - [૮] મેતાર્ય પૂરા પંદર વર્ષનો થયો ત્યાં સુધી તો એણે રાજગૃહી નગરીના એક અગ્રગણ્ય શ્રેષ્ઠીના પુત્ર તરીકે લીલા લહેર કરી. પણ સોળમા વરસે એનાં લગ્ન લેવાયાં અને આઠ વણિક ગૃહસ્થોની આઠ કન્યાઓનું વાજતે ગાજતે, સાજન-માજન સાથે પાણિગ્રહણ કરવા જતાં લગ્નના મંડપેથી વીલે મોઢે પાછું ફરવું પડ્યું ત્યારથી એનું બધું પોકળ ફૂટી ગયું. “મેતાર્ય જન્મથી જ ચાંડાલની જાતનો છે.” એ વાત લોકોમાં ફેલાઈ ગઈ. કોઈ બીજાએ એ પોકળ ફોડ્યું હોત તો ઈર્ષા કે દ્વેષથી આવી બદનામી કરી હશે એમ કહેવાત. પણ મેતાર્યની સગી માતાએ જ બરાબર લગ્નને દિવસે, આવેશમાં આવી જઈને છડેચોક જાહેર કર્યું કે “મેતાર્ય મારો પુત્ર છે. મેં જ આ શેઠાણીને સોંપ્યો હતો. એને પરણાવવાનો હક્ક બીજા કોઈનો નહિમારો એકલીનો જ છે. એ લહાવો હું બીજા કોઈને નહિ લેવા દઉં.” મેતાર્ય ચાંડાલકુળનો છે એમ જાણ્યા પછી જેમણે પોતાની કન્યાઓ એની વેરે પરણાવવાનો સંકલ્પ કર્યો હતો તેમણે મેતાર્યને મંડપના બારણેથી જ પાછો વિદાય કરી દીધો. મેતાર્યને માઠું તો બહુ લાગ્યું, પણ એનો બીજો ઇલાજ નહોતો. મેતાર્યની માતાએ પોતે જ Page #201 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ અર્પણ + ક્ષમાશ્રમણ એકરાર કર્યો કે : “એ શેઠની ભાર્યાને દર વખતે મરેલા પુત્રો અવતરતા હોવાથી અને મને એ બાઇની દયા આવવાથી, તારો જન્મ થતાં જ એનો મરેલો પુત્ર મેં લીધો અને તેને બદલે મેં તને ત્યાં સોપી દીધો. પણ તું વાજતે-ગાજતે પરણવા નીકળ્યો ત્યારે મારું હૈયું હાથમાં ન રહ્યું. તેને જોઈને ગાંડી થઈ ગઈ હું સમજતી હતી કે તું સુખમાં-લાડમાં ઊછરેલો છે, તને ચાંડાલને ત્યાં નહિ ગમે. પણ મારું માતાનું હૈયું અંદરથી આર્તનાદ કરી ઊડ્યું. મારાથી ન રહેવાયું.” એટલું કહીને માતા ચોધાર આંસુ વરસાવી રહી. મેતાર્ય બીજું તો સગી માતાને શું કહે ? એનો આઘાત એટલો ઊંડો હતો કે તે વર્ણવવા જતાં કદાચ એનું કાળજાં પણ કાબૂમાં ન રહે. છતાં મેતાર્યે કહ્યું: એક રીતે હું માતાની ગોદમાં માથું ઢાળવા પાછો આવ્યો તે ઠીક જ થયું છે. શેઠને ત્યાં વસ્તુ કે વૈભવ મળત, પણ મને માતાનો સ્નેહ ક્યાંથી મળત ? આ કુળમાં જ જિંદગી કાઢવાનું નિર્માણ થયું હશે તેને હું કે તું શી રીતે ટાળી શકવાનાં હતાં ?” માતા ને પુત્ર બન્ને એ રીતે સમજી ગયાં. પણ મેતાર્યના દિલનું ઊંડાણ કોઈ માપી શક્યું નહિ. એણે મનમાં ને મનમાં જ નિશ્ચય કર્યો કે- “શ્રેષ્ઠીની પુત્રીઓ ભલે મને ન વરી. પણ ચાંડાલપુત્ર હોવા છતાં રાજગૃહીના રાજવીની પુત્રી સાથે ન પરણું તો થઈ રહ્યું છે? વાણિયાની કન્યાઓ તો એની પાછળ ઢસડાઈને આવવાની.” પંગુ કોઈ ઉચ્ચ ગિરિશિખર ઉપર ચડવાની હિમ્મત કરે તેવી આ પ્રતિજ્ઞા હતી. મેતાર્ય કોઈની સાથે વેર બાંધવાની કે શ્રેષ્ઠીઓ પાસેથી બદલો લેવાની ઝંઝટમાં ન પડ્યો. એ જો ક્રોધાંધ બનીને, પોતાને મળેલી નિરાશા બદલ વેર વાળવા કટિબદ્ધ બન્યો હોત તો એની શક્તિ નકામી વેડફાઈ જાત. Page #202 -------------------------------------------------------------------------- ________________ મેતાર્ચ મુનિવર ૨૦૧ મેતાર્યે પોતાના એક વખતના મિત્ર-એક દેવની સાધના આદરી. દેવે આવીને મેતાર્યને ઘણી ઘણી રીતે સમજાવ્યો કે એ ખટપટમાં કાંઈ માલ નથી. ખરી રીતે તો તું ઘણી ઊંચી કોટીનો ભવ્યાત્મા છેઃ માત્ર કુળનો મદ કરવાથી જ આ હીન દશામાં આવી પડ્યો છે. તું જો સમજીને આ સંસારના ઠગારા સંબંધોનો ત્યાગ કરે, આત્મહિત કે વિશ્વહિતમાં ઝૂકી પડવાની મને ખાત્રી આપે તો હું તને મારાથી બનતી મદદ કરવા તૈયાર છું. પણ મેતાર્યું તો એક જ હઠ પકડી. એક વખત હું રાજકન્યાને પરણું, પેલી શ્રેષ્ઠી કન્યાઓને પણ મારી અર્ધાંગનાઓ કરું, તે પછી બીજી વાત. જ્યાં સુધી મેં મનમાં કરેલો નિશ્ચય ફળીભૂત ન થાય ત્યાં સુધી હું તારી ત્યાગ કે કલ્યાણની કોઈ વાત સાંભળવાનો નથી. પોતાના એક વખતના મિત્રની હઠને સંતોષવા દેવે પોતે જ ઈલાજ બતાવ્યો : “તને કોઈ દિવ્ય તેજવાળા રાજકુમારમાં પલટાવ્યો હોય તો. રાજગૃહીની રાજકુંવરી કદાચ તારી ઉપર મોહ પામે.” મેતાર્યે તરત જ એ વાતનો વિરોધ કર્યો : “રાજકુમાર ઉપર મોહ પામે તેમાં આ મેતાર્યનો શું દી વળે ? મને તો મારી ઉપર મોહાય, હું જેવો છું-જે કુળ કે વંશમાં જનમ્યો છું તે કુળના એક સંતાન તરફ આકર્ષાય અથવા તો એનાં માતાપિતા, મારી મેતાર્ય તરીકે પસંદગી કરે તો જ મને સમાધાન થાય - તો જ દેવની સહાય લેખે લાગે. બનાવટી રાજકુમાર હું કેટલાક દિવસ રહી શકું?' મેતાર્યના મિત્ર દેવને પણ એ વાત ગળે ઊતરી. છેવટે મેતાર્યને ત્યાં એક એવી બકરી મૂકવી કે જે રોજ એક-બે સુંડલા ભરાય એટલી સોનાની લીંડીઓ મૂકે અને રાજાને એ સુવર્ણભેટ મોકલવાથી રાજા મેતાર્યને કોઈક દિવસે પોતાની કન્યા આપવા લોભાશે એમ કર્યું. મેતાર્યને પણ એ યુક્તિ રુચી. રાજાઓ મોટે ભાગે લોભી તો Page #203 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ અર્પણ + ક્ષમાશ્રમણ હોય છે જ. દેવતાઈ બકરીની સુવર્ણલીંડી બિંબિસારને વિસ્મિત તથા પ્રભાવિત કરશે એવી મેતાર્યને આશા બંધાઈ નક્કી કરેલા કાર્યક્રમ પ્રમાણે દેવે મેતાર્યને ત્યાં એક બકરી બાંધી. બકરીની સોનાની લીંડીઓથી ભરેલો સુંડલો લેઈને મેતાર્ય પોતે મહારાજા બિંબિસારને ભેટ આપવા ગયો. મહારાજા તો બકરીની સોનાની લીંડીઓની વાત સાંભળીને આશ્ચર્યમાં ડૂબી ગયા. રોજ જેને ત્યાં આટલું સોનું અવતરતું હોય તેને કોઈ વાતની ખામી રહે? મહારાજાનો બુદ્ધિનિધાન કુંવર અભયકુમાર ત્યાં જ બેઠો હતો. એણે આ સુંડલો જોયો. કોઈ વાતની પૂરી ખાત્રી કર્યા વિના, માની લેવાનો એનો સ્વભાવ નહોતો, તે કાળે આવી માયાવી લીલાઓ બહુ ભજવાતી હોવાથી અને ભોળા માણસો આવી માયાજાળમાં ફસાઈ જતા હોવાથી અભયકુમારે પોતે એ બકરી પોતાને ત્યાં રાજમહેલમાં બંધાવી જોઈ. રાજમહેલમાં એ બકરી, સામાન્ય બકરી જેવી જ બની ગઈ અભયકુમારે મહારાજા પાસે ખુલાસો કર્યો : “આમા કોઈ દેવનો કૃપાપ્રભાવ છે. ભલે, આ બકરી સોનાની લીંડીઓ અહીં નથી કરતી : પણ આ મેતાર્યને કોઈ દેવની મદદ છે એ વાતમાં લેશમાત્ર સંશય નથી. એ સિવાય તો ચાંડાલકુળમાં જન્મેલો કોઈ જુવાન, રાજાની પુત્રી સાથે લગ્ન કરવાની સ્વમે પણ આશા ન સેવે.” અભયકુમારે એક યા બીજી રીતે મેતાર્ય સંબંધી બધી હકીકત મેળવી લીધી હતી. રાજકન્યા પ્રાપ્ત કરવી અને એ રીતે પોતાની પ્રતિષ્ઠા વધારવી તે સિવાય મેતાર્યનો બીજો કોઈ ઉદેશ નથી એમ અભયકુમાર બરાબર જાણી ચૂક્યો હતો. અભયકુમારને સ્થાને બીજો કોઈ હોત તો એક હીનકુળમાં જન્મેલા જુવાનની આવી આકાંક્ષા જોઈને ધુંવાપુવા થઈ ગયો હોત. એક ચાંડાલ, રાજાની કુંવરી સામે Page #204 -------------------------------------------------------------------------- ________________ ૨૦૩ મેતાર્ય મુનિવર આંગળી સરખી પણ ચીંધી ન શકે - કુંવરીનું નામ લેનારની જીભ ખેંચી કાઢવાની જે વખતે ધમકીઓ અપાતી એવે વખતે મેતાર્ય જેવો એક પંકાએલો ચંડાલ, રાજપુત્રી માટે ખુલ્લી માંગણી કરે અને અભયકુમાર જેવો રાજાનો લાડીલો અને માનીતો કુંવર સાંભળી લે, એટલું જ નહિ પણ એ આખી સમસ્યા સમભાવથી ઉકેલવા મથે એ ઓછા આશ્ચર્યની વાત નથી. એક તો અભયકુમાર ઘણો બુદ્ધિશાળી હતો, વ્યવહારદક્ષ હતો, ગુંચવાયેલા કોકડાને પળવારમાં ઉકેલવા એને માટે રમત વાત હતી. પણ તે ઉપરાંત અભયકુમાર સંસ્કારલક્ષ્મીનો શ્રેષ્ઠ પુત્ર હતો. બુદ્ધિ તો ઘણીવાર કઠોર-નિર્મમ અને નિઝુર લાગે છે. સંસ્કારથી જ બુદ્ધિ રસાદ્ર બને છે. અને રસાદ્ધ કૌશલ્ય જ વિશ્વનું પરમ સૌભાગ્ય બની રહે છે. અભયકુમાર, પોતાના યુગના બે સમર્થ પુરુષોના પરિચયમાં આવ્યો હતો. એમની પાસેથી પણ એણે સંસ્કારનો સારો વારસો મેળવ્યો હતો. અભયકુમારે વિચાર કર્યો : મેતાર્ય ભલે ચાંડાલ હોય પણ લાગે છે તો કોઈ યોગભ્રષ્ટ જેવો. જેણે દેવને પોતાની સહાયે બોલાવ્યો હોય તે શક્તિશાલી પણ જરૂર હોવો જોઈએ. માત્ર ચાંડાલના કુળમાં એ જન્મ્યો છે એટલા જ કારણસર એની અવગણના ન થવી જોઈએ. મૂળ વાત શક્તિ અને સંસ્કારની છે. જો એ પરીક્ષામાં પાર ઊતરે તો મેતાર્યને રાજકન્યા આપવામાં બાધ નથી. મહારાજા બિંબિસારને પોતાના વિચારોથી પરિચિત કરી, મેતાર્યને અભયકુમારે કહ્યું : “મહારાજા પોતાની કન્યા આપવા તૈયાર છે પણ એક શરતે.” મેતાર્યના મોં ઉપર આશાની દીપ્તિ છવાઈ. આનંદના આવેશમાં એણે બોલવાનો પ્રયત્ન કર્યો, પણ એનાથી બોલી શકાયું નહિ. માત્ર દષ્ટિથી સૂચવ્યું કે “ગમે તે શરતનું પ્રતિપાલન કરવા તૈયાર છું.” Page #205 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ અર્પણ + ક્ષમાશ્રમણ માનવીને અશક્ય લાગે એવી અભયકુમારે શરત મૂકી : “જો તું એક રાતની અંદર, રાજગૃહી ફરતો ગઢ બાંધી દે, વૈભારગિરિ ઉપર સીધી સડક બાંધી દે અને તે સાથે ગંગા-યમુના-સરસ્વતી તથા ક્ષીરસમુદ્રનાં પાણી અહીં લાવી દે તો મહારાજા તને પોતાની પુત્રી પરણાવે.” પ્રેમીકો અને પાગલો માટે કોઈ શરત અશકય નથી હોતીપોતાની શક્તિનું છેલ્લું ટીપુ નીચોવીને પણ તેઓ પોતાનાં સ્વપ્ન સિદ્ધ કરવા મથે છે. મેતાર્યે પોતાના મિત્ર દેવની મદદથી અસંભવિતને પણ સંભવિત કરી દીધું. મહારાજાએ મેતાર્યની શક્તિ, પ્રભાવ અને સાધના ઉપર પ્રસન્ન થઈ પોતાની પુત્રી એને પરણાવી : પ્રથમ જે આઠ સ્ત્રીઓએ ચાંડાલપુત્રને પરણવાની ના પાડી હતી તે પણ મેતાર્યને માથે કીર્તિનો કળશ ઝળહળતો જોઈ પાછી મેતાર્યને જ પરણી. બાર વર્ષ મેતાર્યો એ રીતે વીતાવી નાખ્યાં. ભોગોપભોગથી વિરક્ત બનેલા મેતાર્યે તેરમે વર્ષે બંધનોમાંથી છૂટવાનો પ્રયત્ન તો કર્યો પણ તેમાં એ ન ફાવ્યો. બીજાં બાર વર્ષ એ પ્રમાણે નીકળી ગયાં. - આખરે પચીસમે વર્ષે, શિકારીની જાળમાં સપડાયેલો સિંહ વનને ધ્રુજાવી નાખતી ગર્જના કરી પોતાના સર્વ સામર્થ્યનો પરચો બતાવે તેમ મેતાર્યો ભ. મહાવીર સ્વામી પાસે મહાવ્રત અંગીકાર કર્યા. સાંસારિક કામનાઓ અને વાસનાઓમાં ૪૦ વર્ષની ઉમર થતાં સુધી ડૂબેલા અને રંક જેવા લાગતા મેતાર્ય, ત્યાગ-સંયમના માર્ગમાં એટલા જ ધીર-ગંભીર તેમજ ધુરંધર સાબિત થયા. ટાઢ-તડકા ને ભૂખ-તરસના પરિસહ તો એમને મન કંઈ બિસાતમાં જ નથી. યુગયુગાંતરનો અગ્નિ ધરતીના કઠણ થરને ભેદી લાવારૂપે બહાર આવે તેમ મેતાર્ય મુનિવરના અંતરમાં આજ લગી રંધાયેલી ક્ષમતા Page #206 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫ મેતાર્ચ મુનિવર વિવિધ સ્વરૂપે દેખાવા લાગી. એકાકી વિકટ વનમાં વિહરવું : વસ્ત્રપાત્રની પણ પરવા ન રાખવી અને મહિના મહિનાના ઉપવાસ આદરવા એ તો એમના જીવનનો સામાન્ય ક્રમ બની ગયો છે. એક દિવસે ચાંડાલ પુત્ર તરીકે લોકો જેની અવગણના કરતા, એક દિવસે જે રાજપુત્રીનું પાણિગ્રહણ કરી કીર્તિના ઉત્તુંગ શિખરે પહોંચ્યો હતો તે જ આજે મેતાર્ય મુનિવરના નામથી ઓળખાય છે. મેતાર્ય મુનિવરનું નામ કાને પડતાં શ્રદ્ધાળુઓના બે હાથ આપોઆપ જોડાય છે. કુલીનો જ સંયમ કે ધર્મની ધુરા ઉપાડી શકે એવો નિયમ નથી. જૈન શાસન કુળ કે વંશની ખાતર કોઈ ખાસ અધિકાર નથી આપતું. પક્ષપાત કે રાગ-દ્વેષને વીતરાગ પ્રભુના શાસનમાં સ્થાન નથી. ચાંડાલને ત્યાં જન્મવા છતાં મેતારજ મુનિવરનું નામ મંગળ-ઉચ્ચાર બની રહ્યું. જેની આભડછેટ લાગે તેનું નામ પ્રાતઃ સ્મરણને પાત્ર બન્યું. તપસ્વી-નિઃસંગી મેતાર્ય મુનિવર એક દિવસે રાજગહીમાં આહારને માટે ફરતા એક સોનીના આંગણે જઈ ચડડ્યા. આજે એમના મહિનાના ઉપવાસનો પારણાનો દિવસ હતો. સોની એ વખતે સોનાના જવ ઘડતો હતો. જિનેશ્વરની પૂજા માટે એકસો આઠ જેટલા જવ એને ઘડવાના હતા છેલ્લે જવ ઘડી રહ્યો અને તે હેઠે મૂકવા જતો હતો એટલામાં એણે ““ધર્મલાભ” શબ્દ ઉચારાતા સાંભળ્યા. સોની જવને ત્યાં મૂકીને ઊભો થઈ ગયો. - ઘરમાં જઈને એ સોની મુનિને યોગ્ય આહાર લઈ આવ્યો અને મેતાર્ય મુનિને વહોરાવ્યો. મેતાર્ય મુનિ બે-ચાર ડગલાં આગળ ગયા હશે એટલામાં સોનીએ સુવર્ણ જવ મૂકયા હતા ત્યાં નજર કરી તો એકસો આઠ જવમાંથી એકે જવ નજરે ન પડ્યો. Page #207 -------------------------------------------------------------------------- ________________ અર્પણ + ક્ષમાશ્રમણ સોનીના દિલમાં ઊંડી ફાળ પડી. સવારથી માંડી બપોર સુધીમાં માંડમાંડ આ જવ ઘડ્યા હતા. એની પાછળ એણે કળા અને શ્રમ ખરચવામાં કંઈ કચાશ નહોતી રાખી. સોનાના જવ હોવા છતાં સામાન્ય જોનારને કુદરતી જવ જેવા જ લાગે. સમસ્ત રાજગૃહીમાં એવા જવ ઘડનાર આ એક જ સોની હતો. કળાકુશળ હોવાથી એની ઉપર મહારાજાની પણ પૂરી મહેર હતી. મહારાજાનો માણસ ઘડી-બે ઘડીમાં જવ લેવા આવવો જ જોઈએ. જો વખતસર જવ ન આપે તો મહારાજાની જિનેશ્વરપૂજાની વિધિમાં વિધ્ન પડે. મહારાજા તે સાંખી ન લે. સોનીને કદાચ સખત સજા પણ સહન કરવી પડે. ૨૦૬ સોનીએ વિચાર્યું કે એકાએક એકસો આઠ સુવર્ણના જવ કાં ગયા? ધરતી ગળી ગઈ હશે? કોઈ બીજું તો અહીં આવ્યું નથી. તેમ મુત્તિ માટે આહાર લેવા અંદર ગયો તેમાં પણ બહુ વખત નથી વીત્યો. જરુર મુનિના વેષમાં આવેલો આ ઢોંગી જ ચોરી ગયો લાગે છે. દોડતોક સોની મેતાર્ય મુનિ પાસે પહોંચ્યો અને મુનિની આડો ફર્યો. મેતાર્ય મુનિ હજી સોનીના ઘરના આંગણા બહાર નહોતા ગયા. “મહારાજ ! મારા જીવ કાઢી નાંખો. બિંબિસાર મહારાજાને આજે-અત્યારે જ પહોંચાડવાના છે. મને શું ખબર કે મુનિના વેશમાં આવા ઠગ ફરતા હશે !'' સોની મેતાર્ય મુનિવરને નહોતો ઓળખતો. જે જમાનાની અમે અહીં વાત કરીએ છીએ તે વખતે રાજગૃહી, શ્રમણ સંસ્કૃતિનું એક મહાધામ હતું. સેંકડોની નહિ હજારોની સંખ્યામાં શ્રમણો અહીં આવી ચડતા અને પાછા ચાલ્યા જતા. મેતાર્ય મુનિવર પાસે શરીર ઢાંકવા માટે વસ્ત્ર પણ નહોતું. એક તો ઉગ્ર ટાઢ-તડકાના પરિસહો વેઠવાથી એમના દેહનો વર્ણ બદલાઈ ગયો હતો અને દેહની શુદ્ધિ માટે શ્રમણો છેક ઉદાસીન રહેતા Page #208 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ મેતાર્ય મુનિવર હોવાથી, આ મેતાર્ય મુનિવર, રાજગૃહીના મહારાજાના એક વખતના માનીતા માણસ હશે અને આજે પણ એમની ગણતરી આ યુગના એક ધુરંધર સંયમી પુરુષરૂપે થાય છે એ બધું આ સોની નહતો જાણતો. એને તો એક જ વાતની પડી હતી : “ગમે તેમ કરીને મારા સોનાના જવ મને મળવા જોઈએ.” મેતાર્યમુનિ પણ સોની પાસે કંઈ ખુલાસો કરી શકે એવી સ્થિતિમાં નહોતાં એમણે જવને અદશ્ય બનતા જોયા હતા પણ જો એ વાત મેતાર્યમુનિ, પેલા સોનીને કહે તો એક પ્રાણીનો વધ થાય એવી તેમને બીક હતી. એટલે કંઈ બોલ્યા વિના તેમણે સોની સામે કરુણાભીની નજરે એક વાર માત્ર જોઈ લીધું. મહારાજા! એમ મૌનનો દંભ કરશો એ નહિ ચાલે, જવ તો તમે જ લીધા છે. મારા ને તમારા સિવાય ત્રીજું કોઈ અહીં ફરક્યું નથી. તમારા સિવાય સોનાના જવ બીજું કોણ લઈ જાય? મહારાજા બિંબિસારને ખબર પડશે તો તમને તો કંઈ નહિ કરે, મને આકરામાં આકરી સજા ફટકારશે. મારા ઉપર કૃપા કરીને મારા જવ મને આપી દો.” મેતાર્યમુનિ, સોનીના દિલની વેદના સમજે છે, બીજી તરફ જો પોતે જોયેલી-જાણેલી વિગત કહી દે છે તો માત્ર પોતાના પ્રાણ રક્ષવા જતાં ત્રીજા જ પ્રાણધારીનું પેટ ચિરાય એવો સંભવ છે. મેતાર્યમુનિ પોતે પણ ઓછી મૂંઝવણ નથી અનુભવતા. આખરે એમણે ગમે તે સંજોગોમાં મૌનનો જ આશ્રય લેવાનો દઢ સંકલ્પ કર્યો. સોની પ્રથમ તો કરગર્યો પણ એને જ્યારે ખાત્રી થઈ કે વિનવણીથી અર્થ સરે તેમ નથી ત્યારે તેણે અમાનુષી ઈલાજ અજમાવવાનું નક્કી કર્યું. એની નજર સામે મહારાજાનો પ્રચંડ પ્રકોપ તરવરતો હતો. માણસ પોતાના બચાવ માટે કર્યું કુકર્મ નથી કરતો? થોડી ક્ષણો પૂર્વે મેતાર્યને આહાર આપનાર પોતે જ એમની ઉપર ત્રાસ વર્તાવવા તૈયાર થયો. Page #209 -------------------------------------------------------------------------- ________________ અર્પણ + ક્ષમાશ્રમણ આંગણામાં એક મોટો ચામડાનો ટુક્ડો પડ્યો હતો. સોનીએ એ ચામડું પાણીમાં પલાળીને મેતાર્યમુનિના મસ્તક ઉપર કસકસીને બાંધી દીધું. મુનિને પણ ધકેલીને સૂર્યના ધોમધખતા તાપમાં ખડા કર્યા. સોની માનતો હતો કે તાપથી જેમ ચામડું સુકાશે અને માથા ફરતાં બંધનો નાગપાશની જેમ ભીંસાતા જશે તેમ મુનિની સાને ઠેકાણે આવશે અને જવ સંતાડ્યા હશે તે કાઢી નાખશે. ૨૦૮ મેતાર્ય મુનિએ પણ ગંધાતું ચામડું પોતાના મસ્તક ફરતું બાંધવા સામે લેશમાત્ર પ્રતિકાર ન કર્યો. જે માણસના હાથમાંની મૂલ્યવાન વસ્તુ લૂંટાઈ ગઈ હોય, જેની સામે રાજવીનો કોપ ડોળા ફાડીને ઊભો હોય તે માણસ આટલો ક્રોધાંધ ન બને તો બીજું શું કરે ? એને ક્રોધ કરવાનો અધિકાર છે. ચામડાનું પાણી શોષાતાં, મેતાર્ય મુનિના મસ્તક ફરતાં બંધનો વધુ ને વધુ તંગ થવા લાગ્યાં. માથાની નસો ઉપર મૂર્છા આવી જાય એટલી હદે દબાણ થયું. મેતાર્ય મુનિ આવે વખતે પણ મુંઝાતા નથી. સોનીના ક્રોધ-ખગ સામે ક્ષમાની ઢાલ ધરીને ઊભા છે. : સોની પોતે નથી જાણતો પણ મેતાર્ય મુનિ તો બરાબર જાણે છે · કારણ કે એમની નજર સામે જ બનેલો બનાવ છે ઃ સોની ઘરની અંદર ગયો એ વખતે એક ક્રૌંચ પક્ષી ઊડતું આવીને સોનાના જવને અન્ન માનીને ગળી ગયું હતું. મેતાર્ય મુનિ જો એ નજરે જોયેલી વિગત કહી દે તો એમને કંઈ આંચ ન આવે. પણ મેતાર્ય મુનિને ક્રૌંચના પ્રાણ રક્ષવાની જેટલી ધગશ છે તેટલી પોતાના પ્રાણ માટે નથી. વસ્તુસ્થિતિ વર્ણવવા જતાં પક્ષીની પ્રાણહાનિ થાય એવી એમને બીક લાગે છે. માથાની નસોમાં અસહ્ય વેદના થવા છતાં મેતાર્ય મુનિની શાંતિ અને ક્ષમા એટલી જ જ્વલંત અને ઉજ્જ્વલ રહે છે. અનંત જીવનનો સ્વામી, થોડા દિવસના આયુષ્યની ભિક્ષા માગવા તૈયાર Page #210 -------------------------------------------------------------------------- ________________ મેતાર્ય મુનિવર થાય એમાં એમને મોટો ચક્રવર્તી, એક ભિક્ષુક પાસે દાન માગતો હોય એવી કંગાલિયત લાગી. પ્રાણ જાય તો પણ દીનતા ન દાખવવાનો એમણે નિશ્ચય કર્યો હતો. નિર્દોષપણે આવી કારમી યાતના સહન કરવાની સુવર્ણ તક પોતાને સાંપડી છે એમ સમજી એમણે પોતાની વિચારધારા વધુ નિર્મળ બનાવી. પોતાની ઉપર જુલમ ગુજારનાર પ્રત્યે પણ એમણે કરુણાનો જ સ્રોત વહાવ્યો. તાપ જેમ જેમ વધુ ઉગ્ર બનતો ગયો તેમ તેમ માથા ફરતાં બંધનો પણ વધુ તંગ બનતાં લાગ્યાં અને મેતાર્ય મુનિવરના કરુણાભીના અંતરમાંથી ક્ષમા અને શાંતિની છોળો સમુદ્રનાં મોજાંની જેમ જ ઊછળી રહી. શોષ લેતાં ચામડાનાં બંધનો એટલી હદે તંગ બન્યાં કે મેતાર્યમુનિની બે આંખો બહાર નીકળી આવી. એક તો કઠણ તપશ્ચર્યા અને ટાઢ-તડકા-ભૂખ. તરસના પરિસહોને લીધે કાયા જીર્ણ બની ગઈ હતી, તેમાં આ રીબામણીએ એમની નસોને કાચા સુતરના તાંતણાની જેમ જ તોડી નાખી. ૨૦૯ નસો તૂટતી હતી તેમ મેતાર્ય મુનિનાં છેલ્લાં કર્મબંધનો પણ, એમની અનંત-અપાર-અસીમ શાંતિ અને આત્મરમણતાના પ્રતાપે, શિથિલ બનીને વિદીર્ણ થતાં ગયાં. મેતાર્ય મુનિ કેવળજ્ઞાન પામીને મોક્ષે ગયા. જે ક્રૌંચ પક્ષી સોનાના જવને દાણા માની ગળી ગયું હતું તે પક્ષી પણ અચાનક મોટો ધડાકો સાંભળીને ચોંકી ઊઠ્યું. સહસા એની ચાંચમાં રહેલા જવ બહાર નીકળી પડ્યા. સોનીને પોતાની ભૂલ અને ક્રૂરતા સમજાઈ. જે મુનિ ઉપર પોતે જીલ્મ ગુજાર્યો હતો તે કોઈ સામાન્ય સાધુ નહોતા, મેતાર્યમુનિ હતા એમ જણાતાં એની ચિંતા અને પશ્ચાત્તાપત્ની પણ કોઈ સીમા ન રહી. એણે અંતે ભ. મહાવીરના ચરણનો આશ્રય લીધો. તે પણ પશ્ચાત્તાપ અને પ્રાયશ્ચિત્ત કરીને યથાશક્તિ નિર્મળ બન્યો. Page #211 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ આપણ + ક્ષમાશ્રમણ सीसावेढेण सिरिमि-वेढिए निग्गयाणि अच्छीणि । मेयजस्स भगवओ नय सो मणसावि परिकुविओ ।। લીલી ચામડાની વાધરી વડે મસ્તકને કસીને બાંધ્યું : વાધરી સુકાઈ અને આંખો નીકળી પડી તો પણ મેતાર્ય ભગવંતે મનથી પણ કોપ ન કર્યો. Page #212 -------------------------------------------------------------------------- ________________ ધન્ના-શાલિભદ્ર - [૯] તે કાળે અને તે સમયે, સોળ જનપદોમાં મગધ સર્વોપરી હતું. શૌર્યમાં, સંપત્તિમાં, સંસ્કારમાં, મગધની સાથે સ્પર્ધા કરવાની બીજા કોઈ જનપદની હિમ્મત નહોતી ચાલતી. સોળ જનપદના રાજકારણમાં તેમજ અર્થનીતિમાં પણ મગધનું જ વર્ચસ્વ વર્તાતું. મગધના મહારાજા શ્રેણિક જેટલા યુદ્ધકુશળ અને સાવધ હતા તેટલા જ તે સરળ અને શ્રદ્ધાળુ હતા. તે કાળના બે સમર્થ ધર્મપ્રચારકો વખતોવખત આ મગધની ભૂમિને પોતાની પદરેણુથી તીર્થરૂપ બનાવતા. મગધની રાજધાની રાજગૃહીમાં ઐશ્વર્ય અને સંપત્તિની છોળો ઊછળતી. ધન-ધાન્યથી સમૃદ્ધ દેશ તો આ હતો જ : સાહસિક વેપારીઓ દૂરદૂરના દેશોમાંથી અઢળક ધન ખેંચી લાવી આ રાજગૃહીમાં ઠાલવતા. શહેરની વચ્ચે આવેલા મંદિરને કોઈ અસંખ્ય દીપમાળાથી શણગારે તેમ શ્રેષ્ઠીઓ આ વિશાળ રાજગૃહીને ભોગોપભોગના વિવિધ ઐશ્વર્યથી ઝાકઝમાળ રાખતા. કોટીધ્વજો આ રાજગૃહીમાં નગણ્ય ગણાતા. આવા લક્ષાધિપતિ અને કોટ્યાધિપતિઓના મુકુટ-મણિ જેવા બે શ્રીમંતો આ શહેરમાં રહેતા હતા. એક ધન્નો અને બીજા શાલિભદ્ર. Page #213 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ અર્પણ + ક્ષમાશ્રમણ સગપણમાં બન્ને સાળા-બનેવીનો સંબંધ ધરાવતા. બન્ને અખૂટ ઐશ્વર્યશાળી ગણાતા. મોટા મહારાજા કે ચમરબંધીને પણ ઈર્ષા આવે એટલી સમૃદ્ધિ આ બન્ને શ્રેષ્ઠીઓ પાસે હતી. આજે પણ બેસતા વર્ષે શારદાપૂજન કરતાં વેપારીના ચોપડામાં “શેઠ ધન્ના-શાલિભદ્રની ઋદ્ધિ હોજો” એમ લખાય છે. ઋદ્ધિ-સમૃદ્ધિના એ બે સર્વોચ્ચ શિખરો હતા. ધન્ના શેઠ મૂળ તો પૈઠણના. ચાર ભાઈઓમાં સૌથી નાના. ધન્નામાં નાનપણથી જ બુદ્ધિનું તેજ ચમકતું. ભાઈઓ એની ઘણીવાર અદેખાઈ કરતા. પણ ધન્નાને મન એનો હિસાબ નહોતો. માતાપિતાના તેમજ મોટા ભાઈઓનાં કામકાજ એ દોડીદોડીને કરતો. એ રીતે માબાપને જો કે એ પ્રિય બન્યો પણ મોટાભાઈઓને ધન્નામાં કંઈ વધુ દૈવત દેખાતું જ નહોતું. ધન્નાનાં વખાણ સાંભળતાં, કાનમાં કોઈ ઊનું તેલ રેડતું હોય એમજ એમને લાગતું. કોઈવાર આ ભાઈઓ માબાપની સાથે ધન્નાની ખાતર લડી પડતા. કહેતા કે : “વારે ઘડીએ ધન્નાની પ્રશંસા કરો છો તે ધન્નામાં એવી કઈ મોટી તેવડ બળી છે?” મોટા ભાઈઓ ઈર્ષાથી બળે એમ જોઈને મા-બાપ મૌન રહેતાં. ધaો જાણતો કે મોટા ભાઈ પોતાના તરફ સન્માન કે સ્નેહ નથી ધરાવતા, પણ તેથી તેને બહુ માઠું નહોતું લાગતું. એક ઘરમાં-એક કુટુંબમાં જન્મ્યા એટલે સૌનો સ્નેહ સદ્ભાવ મળવો જ જોઈએ એવો નિયમ નથી, એમ માની સંતોષ ધરતો. ધન્નો કોઈ કોઈ વાર એવા ધંધા કરી બેસતો કે માબાપને અને ભાઈઓને પણ ઘણી વાર એવો પ્રશ્ન ઉદ્ભવતો કે સાચેસાચ ધaો બુદ્ધિશાળી હશે કે માત્ર ભાગ્યનું પૂતળું હશે? ધaો જાણી જોઈને ઉઘાડી આંખે અવળા પાસા નાખતો તે પણ સવળા થઈ જતા. એમાં એની ભાગ્યદેવીનો કૃપાપ્રસાદ હશે કે ધન્નાની દીર્ઘદૃષ્ટિ હશે તે જ કોઈને નહોતું સમજાતું. Page #214 -------------------------------------------------------------------------- ________________ ધના-શાલિભદ્ર એક દિવસે પિતાએ ચારે ભાઈઓને ભેગા કરી, દરેકને બત્રીસબત્રીસ સોરૈયા ગણી આપ્યા અને કહ્યું કે : “જેનામાં જેટલું બુદ્ધિ કૌશલ્ય હોય તે અજમાવી જુઓ.'' ત્રણ ભાઈઓએ હોંશિયાર વ્યાપારીની સનાતન શૈલીએ, બજારમાં જઈને જુદા જુદા માલના સોદા કર્યા પણ લાભ તો ઘેર ગયો, મૂળગાં ખોઈને ખિન્ન મને ઘરે આવ્યા. ૨૧૩ ધન્નો બત્રીસ સોનૈયા લઈને બજારમાં ગયો. પણ એના મનમાં કોણ જાણે એવો તર્ક આવ્યો કે કોઈ વાણિયાના દીકરાને ન શોભેએણે જઈને એક હૃષ્ટપુષ્ટ-બળવાન ઘેટો ખરીદ્યો. તાકડે બન્યું એવું કે એ જ વખતે થોડીવાર પછી રાજકુમાર એ રસ્તો નીકળ્યો. એણે ધજ્ઞાના ઘેટાને દમામદાર ગતિએ જતો નિહાળ્યો. એને મનમાં થયું: “મેં જે ઘેટો પાળ્યો છે તેને આ ઘેટા સાથે લડાવ્યો હોય તો?’' રાજકુમારે ધન્નાને બોલાવીને પૂછ્યું : ‘આ ઘેટો મારા ઘેટા સાથે લડાવવો છે ?’’ કુમારના ઘેટાને દોરી આવતો નોકર થોડે દૂર ઊભો હતો તે તરફ ધન્નાએ એક વાર ધારીને જોઈ લીધું. કુમારનો ઘેટો પણ ધન્નાને બરાબરીનો જ લાગ્યો. કહ્યું : “ખુશીથી. આપની મરજી હોય તો લડાવી જુઓ.’’ ધન્ના શેઠના અને રાજકુમારના ઘેટાને પરસ્પરમાં લડાવવાનો, અને જે હારે તે હજાર સોનૈયા સામાવાળાને આપે એવો નિર્ણય થયો. ધન્ના શેઠે ખરીદેલો ઘેટો બળવાન હશે કે ધન્નાશેઠનું પોતાનું ભાગ્ય બળવાન હશે તે તો કોણ જાણે : પણ ધન્નો જીત્યો. મોટા ભાઈઓ જે બજારમાંથી વીલે મોઢે ઘરે પાછા ફર્યા હતા તે જ બજારમાંથી, ઘેટો ખરીદનાર ધન્નો વિજેતા વીર તરીકે ઘરે આવ્યો. મા-બાપે અને ભોજાઈઓએ એને વધાવ્યો. Page #215 -------------------------------------------------------------------------- ________________ અર્પણ + ક્ષમાશ્રમણ એવી જ રીતે બીજી વાર એવો અકસ્માત્ થયો કે ધન્ના શેઠે સ્મશાનમાં રહેતા એક ચાંડાલ પાસેથી જૂનો ખાટલો ખરીદ્યો. ખાટલામાં કંઈ માલ નહોતો. પણ ધન્ના શેઠે ઘરમાં આવી ઈસ-ઉપળા જુદા પાડ્યા એ જ વખતે કોઈ કૃપણે સંઘરેલાં મૂલ્યવાન રત્નો બહાર નીકળી પડ્યાં. ૨૧૪ એને ભાગ્યદેવીની લીલા સિવાય બીજું શું કહેવાય ? જાણે કે ધન્નાશેઠની પાસે સૌભાગ્ય બે હાથ જોડી ઊભું રહેતું. કોઈ ચક્રવર્તીના પગલે પગલે વિજયના પડઘા ગાજી ઊઠે તેમ ધન્ના શેઠને ધરતીની ધૂળમાંથી પણ સુવર્ણ મળી જતું. એટલું છતાં ધન્ના શેઠને એક દુર્ભાગ્ય કનડતું. મોટા ભાઈઓ એનું તેજ સહન કરી શકતા નહિં. નાના ઘરમાં નાની નાની ખટપટો અને ઈર્ષા-અસૂયાને લીધે ધન્ના શેઠ કોઈવાર બેચેન બની જતા. એક દિવસે ધન્નાભાઈ કોઈને કહ્યા વિના ઘરમાંથી છાનામાના ચાલી નીકળ્યા. ધન્નો સ્વભાવે દીન-દુર્બળ હોત, માત્ર ભાગ્ય ઉપર જ આધાર રાખતો હોત તો ઘરની શીળી છાયા તજીને વનવગડાનાં કષ્ટો ખમવાં આવું સાહસ ન ખેડત. પુરુષાર્થ ને પ્રારબ્ધ જ ધન્નાને ઘડવાનો નિર્ણય કરી રાખ્યો હશે. રખડતો-રઝળતો ધન્નો ઉજ્જૈની પહોંચ્યો. અહીં એણે ચંડપ્રદ્યોત રાજાની કૃપા સંપાદન કરી. કેટલાક વૃક્ષ-રોપા એવા હોય છે કે જેને મૂળ સ્થાનેથી ખસેડીને બીજી જગ્યાએ રોપ્યા હોય તો ખૂબ જોર કરે -ધન્નાભાઈને પણ ઉજ્જૈનીમાં એવું જ બન્યું. મહારાજાની મહેરબાની એટલી બધી એણે મેળવી કે પૈઠણને એ ભૂલી ગયો. મા-બાપ અને ભાઈઓ યાદ આવતા, પણ એમને અહીં સુધી બોલાવવાની અને જૂની ઘર-ખટપટને નવું સ્વરૂપ આપવાની એ હિમ્મત કરી શકતો નહિ. Page #216 -------------------------------------------------------------------------- ________________ ધના-શાલિભદ્ર ૨૧૫ થોડા દિવસ પછી એને ઉજ્જૈની પણ શુષ્ક લાગવા માંડી. એનો એ વૈભવ, ચંડપ્રદ્યોતના રોજના એક જ પ્રકારનાં તોફાનો અને એના દરબારીઓની એની એ જ ચાટુતા જોઈને ધન્નો કંટાળ્યો. જીવ્યા કરતાં જોયું ભલું એમ માની, સર્પ જેમ કાંચળીનો ત્યાગ કરે તેમ ઉજ્જૈનીને તિલાંજલી આપી, એ વખતની સર્વશ્રેષ્ઠ ગણાતી રાજનગરી-રાજગૃહી તરફ ચાલી નીકળ્યો. રાજગૃહીમાં ધમા શેઠનું સ્વાગત કરનાર કોઈ નહોતું. પહેરેલા વસ્ત્રે જ એ ચાલી નીકળ્યો હતો. એણે આવતાંની સાથે જ રાજગૃહી જેવી રંગીલી નગરી ઉપર ગાઢ ગ્લાનિની છાયા ફરી વળેલી જોઈ. વ્યવહારો તો રોજની જેમ ચાલતા હતા, પણ નગરીના પ્રાણ કોઈએ હરી લીધા હોય તેમ નાગિરકોના આલાપ તેમ જ વહેવારમાં નર્યું ઔદાસીન્ય તરી આવતું હતું. ધન્ના શેઠે અહીં આવ્યા પછી સાંભળ્યું કે મહારાજા બિંબિસારના વહાલા પુત્ર અભયકુમારનું, ઉજ્જૈનીના ચંડપ્રદ્યોતે બળથી નહિ, છળથી હરણ કર્યું છે તેથી સમસ્ત શહેર ગમગીનીમાં ડૂબી ગયું છે. અભયકુમાર માત્ર રાજકુંવર હતો એટલા સારુ એના અપહરણથી શહેરીઓ દુઃખ પામ્યા છે એમ નહિ પણ અભયકુમારના જવાથી રાજગૃહીની બુદ્ધિ અને શક્તિ કોઈ ભરખી ગયું હોય એવી જ છાપ સૌ કૌઈના દિલ ઉપર પડી હતી. રાજપ્રકરણી તેમજ દૈનિક સમસ્યા ઉકેલનારું મગજ રાજગૃહીમાં બીજું નહોતું. ધો. રાજગૃહીમાં આવ્યો તે દિવસો દરમ્યાન મહારાજા બિંબિસારનો માનીતો હાથી ગાંડો થઈને હાથીશાળાનાં બંધનો તોડી ભારે ત્રાસ વર્તાવી રહ્યો હતો. અભયકુમાર જો ચંડપ્રદ્યોતના હાથમાં બંદીવાન ન બન્યો હોત તો કોઈપણ ઉપાયે આ હાથીને પાછો અંકુશમાં આણી શકત. માવતોએ અને બીજાઓએ પ્રયત્નો તો ઘણા કર્યા, પણ એમાં નિષ્ફળતા જ મળી. Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ અર્પણ + ક્ષમાશ્રમણ. ધન્ના શેઠે એ હાથીને વશ કરવાનું બીડું ઝડપ્યું. નિર્ભયપણે હાથીની બરાબર સામે સામે જઈને કંઈક એવું જાદુ કર્યું કે મંત્રશક્તિના પ્રતાપે હો અથવા તો ધશા શેઠના રોમેરોમમાં ખાસ કરીને એના કરુણાભીનાં નયનોમાં જે ક્ષમતા તરવરતી હતી તેને લીધે હોઃ પણ ધન્નાને જોતાં જ હાથીનો ઉન્માદ ઓગળી ગયો. પાળેલા મૃગની જેમ જ ધન્નાની પાછળ હાથીશાળામાં દાખલ થઈ ગયો. ધણા શેઠ ઉપર મહારાજાના અને હજારો નાગરિકોનાં સ્તુતિપુષ્પ વરસી રહ્યાં. મહારાજાને ધશા શેઠ માત્ર શ્રેષ્ઠી જ નહિ, પણ ભારે કળાવાન તેમજ પુરુષાર્થી અતિથિ હોય એમ લાગ્યું. - થોડા દિવસ પહેલાં રાજગૃહીમાં જેને કોઈ ઓળખતું નહોતું-જેને માથું મૂકવાનું પણ સ્થાન નહોતું તે મહારાજાનો પોતાનો માનીતો સલાહકાર બન્યો. મહારાજાએ એને ધનથી નવાજ્યો-પણ તે ઉપરાંત એને પોતાની કન્યા આપી કાયમને માટે પોતાનો આત્મીય બનાવ્યો. બરાબર એવે ટાણે બે વેપારીઓ વચ્ચે એક મોટો વિવાદ ઊભો થયો. એક કહે કે : “મારી એક આંખ ગોભદ્ર શેઠે ઘરાણે રાખી છે તે મને પાછી મળવી જોઈએ. હું એમનું કરજ ચૂકવવા તૈયાર છું. ગોભદ્ર શેઠ જો મારી આંખ પાછી ન આપી શકે તો એ બદલ રાજ્ય મને નુકસાની અપાવવી જોઈએ. બીજા-એટલે કે ગોભદ્ર શેઠ કહે કે : “આ આખી વાત બનાવટી છે. આ કાણો વેપારી એ રીતે હેરાન કરીને છળવા જ માગે છે''. મહારાજ બિંબિસાર આ વિવાદને ન્યાય કરવા માગતા હતા, પણ બેમાંથી કોણ સાચું છે તે એમનાથી સમજાતું નહોતું. અભયકુમારની ગેરહાજરી એમને ખટકતી હતી. એમણે આ કિસ્સો ધન્ના શેઠને સોંપ્યો. Page #218 -------------------------------------------------------------------------- ________________ ધના-શાલિભદ્ર ધન્ના શેઢે એનો જે નિર્ણય આપ્યો તે સાંભળીને રાજગૃહીના વેપારીઓ-મહાજનો તો મોંમાં આંગળી જ નાખી ગયા. મહારાજા પોતે પણ આશ્ચર્યચકિત થયા. ધન્ના શેઠે ભરસભામાં, પેલા એક આંખવાળા વેપારીને ઉદ્દેશીને કહ્યું કે : ‘“તમારી વાત ખરી છે. તમારી આંખ ગોભદ્ર શેઠને ત્યાં હોવી જ જોઇએ. તમે ખોટું ન બોલો અને તમે જ્યારે એમનું લેણું ચૂકવવા તૈયાર થયા છો ત્યારે તમને તમારી આંખ પાછી મળી જવી જોઇએ એ નિર્વિવાદ વાત છે.’’ ૨૧૭ આટલી વાત સાંભળતાં ઠગ વેપારી ખૂબ આનંદમાં આવી ગયો. ગોભદ્ર શેઠને નીચોવવાની એણે જે યુક્તિ રચી હતી તે હવે સંપૂર્ણ સફળ થાય એવી આશા બંધાઈ. ગોભદ્રશેઠ આંખ તો આપી શકવાના જ નથી એવી આ ઠગને પૂરી ખાત્રી હતી, કારણ કે એણે એ આંખ રોગમાં જ ગુમાવી હતી. ‘‘હવે તમારી અસલ આંખ તમને મળે એટલા માટે સૌથી સારો માર્ગ તો મને એ જ લાગે છે કે, તમારે એક આંખ જે અત્યારે તમારી પાસે છે તે અમને કાઢી આપવી. એટલે બરાબર એ નમૂનાની બીજી આંખ ગોભદ્ર શેઠની પેટીમાં હોય તો શોધી તમને પાછી વાળી દેવાય’ ધન્ના શેઠે ઠગ-વેપારી સામે તિરછી નજરે જોયું તો એના મોં ઉપરનું નૂર ઉડી જતું જણાયું. બે ઘડી પહેલાનો એનો હર્ષ. વિષાદમાં પલટાતો દેખાયો. અટલે ધન્ના શેઠે પોતાની વાતમાં જરા વધુ મોણ નાખવા માંડ્યું: ‘‘એટલી વાત તો ચોક્કસ છે કે ગોભદ્ર શેઠે જ્યારે તમારી એક આંખ ગીરો રાખી છે ત્યારે એમનો એ એક ધંધો જ હોવો જોઇએ. એ રીતે સંભવ છે કે એમની પાસે બીજી ઘણી આંખો એકત્ર થયેલી હશે. એમાંથી તમારી પોતાની આંખ કઈ એ શોધી કાઢવું મુશ્કેલ પડે. પણ જો તમારી બીજી આંખનો નમૂનો હોય તો મુશ્કેલી ન નડે. વળી તમને તો આંખ કાઢી આપવાનો જૂનો અભ્યાસ હશે, એટલે તમારા માટે પણ એ સહજ વાત છે. Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ અર્પણ + ક્ષમાશ્રમણ બીજી સારી આંખ પણ ગુમાવવી પડશે, એવી ખાત્રી થતાં આ ઠગ વેપારીના મોતિયા મરી ગયા. એ ભરસભામાંથી ઊઠીને નાસવા જતો હતો, પણ એવો લાગ ન મળ્યો. બીજે દિવસે એણે રાજદરબારમાં આવવાનું કહ્યું. ધન્ના શેઠ પહેલેથી જ એની ઠગબાજી જાણતા હોવાથી એમણે એ વાત અમાન્ય કરી. આખરે જે ઠગ લાખ દોઢ લાખ સોનૈયા પડાવી લેવાની આશાથી આવ્યો હતો તેની પાસેથી ભારે રકમનો દંડ મેળવી છૂટો કર્યો. ધન્ના શેઠની ન્યાયનિપુણતાની આ વાત જોતજોતામાં રાજગૃહીના સમસ્ત સ્ત્રી-પુરુષોમાં ફેલાઈ ગઈ. અભયકુમારને પણ બુદ્ધિકુશળતામાં આંટી દે એવો એક યુવાન શ્રેષ્ઠીકુમાર પોતાના શહેરમાં આવી ચડ્યો છે એમ જાણી નાગરિક માત્રનાં હૈયા પ્રફુલ્લિત બન્યાં. ગોભદ્ર શેઠે પણ પોતાની પુત્રી ધન્નાને પરણાવી એક જુદો જ મહેલ ધન્ના શેઠને સારુ બંધાવી દીધો. એટલામાં ધન્ના શેઠના માતાપિતા અને ભાઈઓ પણ અહીં આવી પહોંચ્યા. ધન્નો જન્મથી જેવો દીન-કંગાળ હતો તેટલો જ આજે વૈભવશાલી છે, ઐશ્વર્ય જાણે કે આજે એના આંગણામાં આળોટે છે. રાજગૃહીનો એ મુકુટવિહોણો મહારાજા છે - મહારાજા કરતાંયે વિશેષ છે. એણે પ્રજાના અંતરમાં પોતાનું સિંહાસન સ્થાપ્યું છે. માત્ર બંદીજનો જેની સ્તુતિ કરતા હોય એવો એ રાજાધિરાજ નથી. આખી નગરી જેની યશગાથા ગાતાં ન થાકે એવી ખ્યાતિ એણે થોડા સમયમાં જ સંપાદન કરી છે, એક એકથી ચડે એવી સુભદ્રાદિ સહધર્મિણીઓ ધક્ષાના સુખ-દુ:ખની ભાગીદાર છે. ધન્ના શેઠ એક રીતે સંસારમાં વસવા છતાં સ્વર્ગનું સુખ માણી રહ્યા છે. પણ એટલામાં જ ધaો શેઠનો પૂરો પરિચય નથી સમાઈ જતો. ધન્ના શેઠ કંચન અને કામિનીના ચમકાર કેટલા ક્ષણજીવી હોય છે તે જાણે છે. ભાગ્યની લીલા, માનવીને કેવા ભુલાવામાં નાખીને અટ્ટહાસ્ય કરતી આઘે જઈને ઊભી રહે છે તે સમજે છે, જ્યારે તે Page #220 -------------------------------------------------------------------------- ________________ ધન્ના-શાલિભદ્ર ૨૧૯ પોતાના ભૂતકાળ અને વર્તમાનકાળની તુલના કરે છે અને તેની સાથે ભાવિને સરખાવે છે ત્યારે વિષાદની નાની વાદળી ધન્ના શેઠના અંતર ઉપર છવાઈ જાય છે. એકાંત મળતા પોતાનાં આત્મા સાથે ગોષ્ઠી કરતા હોય તેમ ધણા શેઠ પોતે જ પોતાને પૂછે છે : “આમાં મારું પોતાનું શું છે?” - ઋદ્ધિ અને સમૃદ્ધિથી ભરેલા મહેલમાં ધન્ના શેઠને પોતાની અંદર ઘણીવાર ઘોર શૂન્યતા-રિક્તતા વ્યાપેલી દેખાય છે. આત્માનો ભંડાર જાણે કે સૂનો પડ્યો છે. જે ત્યાગ-વિરાગને દેવો પણ અભિનંદે છે, તે ત્યાગ કે તપની નાની-નજીવી મૂડી પણ ત્યાં જમા થવા નથી પામી. આ કોઈને કહી ન શકાય એવી શૂન્યતા જોઈને ધન્ના શેઠ ઘણીવાર ગમગીન બની જાય છે. સુભદ્રા કે જે ધન્ના શેઠની સૌથી વધુ માનીતી, કુશળ અને શ્રદ્ધાસંપન્ન સ્ત્રી છે તે ધન્ના શેઠની ઉદાસીનતા સમજે છે. પણ તે એનું ખરું નિદાન કરી શકતી નથી. અને એમજ લાગે છે કે ભોગોપભોગની અતિશયતા અને તૃપ્તિમાંથી આવી વિરક્તિ જનમે એ સ્વાભાવિક છે. સુભદ્રા પોતે વૈભવમાં ઊછરી છે તેમજ એ વૈભવ વિફરે છે ત્યારે કેવી થપાટ લાગે છે તે પણ અનુભવ્યું છે. વૈભવ અને ઐશ્વર્યનો પણ માનવીને થાક લાગે છે. ધન્ના શેઠને એવો થાક લાગ્યો હશે એમ સમજી સુભદ્રા શાંત રહેતી. એટલામાં ધર્મઘોષસૂરિનાં પુનિત પગલાં રાજગૃહીના ઉદ્યાનમાં થયાં. ધણા શેઠ જે અંતર્થથા છેલ્લા કેટલાક મહિનાઓ થયા વેદતા હતા તેનો ઉપાય મળી ગયો. તપ, સંયમ અને ઉપશમ એ માનવજીવનની ખરી સમૃદ્ધિ છે અને જેણે એ સૂક્ષ્મ સમૃદ્ધિ નથી ઉપાજી તે ભલે કુબેર ભંડારી કરતાં સવાયો હોય તો પણ એ દીન અને કંગાળ જ રહેવાનો. સૂરિજીના થોડા દિવસના એ પ્રકારના ઉપદેશે ધન્ના શેઠને નિર્મળ જીવનદૃષ્ટિ આપી. Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ અર્પણ + ક્ષમાશ્રમણ " તે દિવસથી ધન્ના શેઠ, પ્રથમની જેમ જ સૌની સાથે હળે-મળે-છેઆનંદ-પ્રમોદમાં તેમજ સંસારની બીજી ઘણી ઘણી ગડમથલોમાં ભાગ લે છે. પણ એમાં એમને રસ નથી રહ્યો. કવચિત્ એ વિરાગ અને ઔદાસીજનાં તણખા ઊડતા સુભદ્રા દેવી અનુભવે છે. દિવસો વીતશે તેમ આ સ્મશાનવિરાગ પણ વિદાય લેશે એવી આશામાં કાળ નિર્ગમે છે. ગોભદ્ર શેઠનો વૈભવ એ રાજગૃહી નગરીનું બીજું ઉન્નત શિખર. આજે શેઠ પોતે જો કે દેવલોક પામ્યા છે, પણ દેવલોકમાં રહ્યા થકા પોતાના પુત્ર શાલિભદ્રને રોજેરોજની ભોગોપભોગોની પુષ્કળ સામગ્રી મોકલે છે. શાલિભદ્ર માતાના ગર્ભમાં આવ્યો તે વખતે માતાએ શાલિ-ડાંગરનું લચી પડતું ખેતર નિહાળ્યું હતું, શાલિથી સૂચિત થયો એટલે એનું નામ શાલિભદ્ર પડ્યું. શાલિભદ્ર સિવાય ભદ્રા માતાને બીજો પુત્ર નહોતો. પેઢી દર પેઢી વાપરે તોય ખૂટે નહિ એટલી ધનધાન્યની સામગ્રી આ ઘરમાં હતી. શાલિભદ્રને એક દેવશિશુની જેમ ઉછેરવામાં આવ્યો હતો. દિવસ ક્યાં ઊગે છે અને ક્યાં આથમે છે તે જાણવાની શાલિભદ્રને જરૂર નહોતી. સાત માળની હવેલીના છેલ્લા માળ ઉપરથી એને નીચે ઊતરવાની જરૂર પણ ભાગ્યે જ લાગતી. જુદાં જુદાં સુગંધી પુષ્પોની પાંદડીઓના ઘાટ ઘડી કોઇએ માનવદેહ નિર્યો હોય એવી આ શાલિભદ્રની સુકુમાર કાયા હતી. બત્રીસ-બત્રીસ સ્ત્રીઓ રાતદિવસ એની સેવા ઉઠાવતી. એક દિવસ આ રાજગૃહીમાં નેપાલના કેટલાક વેપારીઓ આવી ચડ્યા. રાજગૃહી સુખી-વૈભવી ગૃહસ્થોનું ધામ હતું, એટલે વેપારીઓ પણ પોતાની કીંમતી વસ્તુઓ જે બીજે ન ખપે તે ખપાવવા આ નગરીનો આશ્રય શોધતા. નેપાલમાં એ વખતે “રત્નકંબલ” નામથી ઓળખાતું વસ્ત્ર તૈયાર થતું. અગ્નિમાં નાખવાથી તે બળવાને બદલે વધુ શુદ્ધ અને નિર્મલ બનતું. કિંમત સવા લાખ સોનૈયાથી જરાય ઓછી નહિ. Page #222 -------------------------------------------------------------------------- ________________ ધના-શાલિભદ્ર ૨૨૧ પ્રથમ તો રત્નકંબલનો વેપારી, મહારાજા બિંબિસાર પાસે ગયો. તેણે રત્નકંબલની ઘણી સ્તુતિ કરી, માત્ર રાજમહેલોમાં જ એ પરવડે-બીજાઓનું તો ગજું નહિ એમ કહી ઓછામાં ઓછી એક કંબલ ખરીદવા આગ્રહ કર્યો. મહારાજાને કંબલ ગમી ગઈ, પણ સવા લાખ સોનૈયા વેડફી નાખવાની એમની હિમ્મત ન ચાલી. એમણે કહ્યું : “વસ્ત્ર કરતાં શસ્ત્રને અમે વધુ પસંદ કરીએ, સારા હાથીઘોડા પાછળ લાખો સોનૈયા ખરચ કરીએ તો અમને પસ્તાવો ન થાય. આ કંબલ અમારા કામની નથી, બીજે તપાસ કરો. શ્રેષ્ઠીઓમાંથી કોઈક મળી જશે.” મહારાજા બિંબિસાર પાસે નિરાશ થયેલો વેપારી, તપાસ કરતો કરતો શાલિભદ્રની હવેલી પાસે પહોંચ્યો. ભદ્રા માતાએ એને ગોખમાંથી, પોતાની હવેલીમાં પ્રવેશતો જોયો. રાજગૃહીના કોઈ વેપારી સાથે જરા ઉશ્કેરાયેલા અવાજે એ વાત કરતો હતો. તેના છેલ્લા શબ્દો ભદ્રા માતાના કાને પડયા. એ કહેતો હતો કે : “રાજગૃહી શ્રેષ્ઠીઓનું શહેર છે, એમ સાંભળ્યું હતું. પણ અહીં આવ્યા પછી ઘણા ઘણા શેઠીઆઓનાં આંગણાં ખુંદી વળ્યો કોઈએ આ રત્નકંબળની કદર ન કરી બધા કંજૂસ લાગે છે. જોઉં, હવે આ એક ઘર બાકી છે.” ભદ્રા માતાએ વેપારીને સત્કાર્યો. કંબલ જોઇને પહેલો જ પ્રશ્ન એ પૂછ્યો કેઃ “કિંમત તો ઠીક પણ બધી મળીને તમારી પાસે કેટલી કંબલો છે ? ” વેપારીએ કહ્યું : “સોળ.” સોળમાં શું દી વળે ? મારે ત્યાં બત્રીસ તો ગૃહવધૂઓ છે. પ્રત્યેકને પૂરી એક એક પણ નહિ આપી શકાય.” એટલું કહીને ભદ્રા માતાએ વેપારીની સોળે સોળ કંબલ, પૂરા દામ આપીને ખરીદી Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ અર્પણ + ક્ષમાશ્રમણ લીધી. એકેડી કંબલના બે સરખા ભાગ કરી, બત્રીસે વધુઓને વહેંચી આપી. રાજદરબારમાં કંબલ વેચવા આવેલો વેપારી, કંબલ આપ્યા વિના પાછો ગયો છે એ સમાચાર જ્યારે બિંબિસાર મહારાજાની પટરાણી ચેલણાએ સાંભળ્યા ત્યારે તેને બહુ દુ:ખ થયું. થોડી સુવર્ણમુદ્રાના લોભમાં પડી, મહારાજાએ આવી દુર્લભ વસ્તુ પાછી ઠેલી એ એને ન ગમ્યું. વધારે નહિ તો એક કંબલ લીધી હોત તો ખજાનો કંઈ ખાલી ન થઈ જાત. મહારાણીએ બિંબિસારને કહેવરાવ્યું કે : “ગમે તેમ કરીને પણ મારા માટે એક રત્નકંબલ લઈ આવજો. નેપાલી વેપારી હજી રાજગૃહીમાં જ હશે. જ્યાં સુધી મને મારી કંબલ નહિ મળે ત્યાં સુધી હું અન્ન નહિ લઉં” બિંબિસાર મહારાજાને ચેલણા ઘણી પ્રિય હતી. સ્વભાવે જરા આગ્રહી હોવાથી રત્નકંબલ મેળવ્યા વિના હઠ નહિ મૂકે એ વાતની કલ્પના તેઓ કરી શક્યા. એમણે નેપાલી વેપારીની તપાસ ચલાવી તો તેણે પોતાની પાસેની સોળે સોળ કંબલ ગોભદ્ર શેઠને ત્યાં વેચી નાખેલી હોવાની હકીકત મળી. મહારાજાએ પોતાના એક ખાસ દૂતને મોકલી ગોભદ્ર શેઠને ત્યાંથી સવાલાખ સોનૈયાની કિંમત ભરી દઈ કંબલ લઈ આવવાનું કહેવરાવ્યું. દૂતે મહારાજાની વતી ભદ્રા માતાને એ સંદેશો પહોંચાડ્યો ત્યારે ભદ્રા માતા પણ પળવાર સ્તબ્ધ બની ગયાં. એમણે ખિન્ન સ્વરે દૂતને કહ્યું : મહારાજાને કહેજો કે કિંમતનો અહીં પ્રશ્ન જ નથી – અમારે ત્યાં જે કંઈ હોય તે મહારાજાનું પોતાનું જ ગણાય. ગમે તે વસ્તુ, ગમે ત્યારે માગે અમારે એમની સેવામાં હાજર કરી દેવી જ જોઈએ. Page #224 -------------------------------------------------------------------------- ________________ ધના-શાલિભદ્ર ૨૨૩ રત્નકંબલ તો તુચ્છ વસ્તુ છે. પણ ખરી વાત તો એ છે કે સોળ કંબલના બત્રીસ ટુકડા કરી એક એક ગૃહવપૂને મેં સોંપી દીધા છે અને એ વધૂઓએ પણ સ્નાન કરી, કંબલથી પગ લૂછી, વપરાયેલા ડૂચા તરીકે ખાળમાં ક્યારના ફેંકી દીધા છે. એ કટકા મહારાજા કે મહારાણીને યોગ્ય ન ગણાય.” કંબલની વાત તો એક કોરે રહી: બિંબિસાર મહારાજા દૂતના મુખેથી આ વાત સાંભળી ભારે આશ્ચર્યમાં પડ્યા. લાખ-સવાલાખ સોનૈયાના મૂલ્યવાળી વસ્તુ પહેલું કે બીજે જ દિવસે જો ખાળકૂવામાં જઈ પડે તો પછી એમની પાસે કેટલી સમૃદ્ધિ હોવી જોઈએ? રાજગૃહીના શ્રેષ્ઠીઓ જો આટલા ઋદ્ધિવંત હોય તો એમની સરખામણીમાં મહારાજા તો ગરીબ માણસ ગણાય. સાચેસાચ આ વેપારીઓ ધનૈશ્વર્યવાળા હશે કે આ બધુ કંબલ આપવી જ ન પડે એટલા સારુ ગોઠવી કાઢેલું તરકટ હશે? બિંબિસાર મહારાજાએ પોતાની ખાત્રી માટે જાતે જ ગોભદ્ર શેઠને ત્યાં જવાનો નિર્ણય કર્યો. ભદ્રા દેવીને પણ પોતાને ત્યાં નગરીના સ્વામી પધારે છે એ જાણી ઘણો આનંદ થયો. એણે મહારાજાના સ્વાગત માટે યોગ્ય તૈયારી કરી વાળી. એકસો જેટલા પોતાના રાજકુટુંબના સભ્યો, પાંચસો જેટલા અમાત્યો અને શહેરના બીજા અનેક પ્રતિષ્ઠિત નાગરિકો સાથે મગધપતિ બિંબિસાર ભદ્રા માતાને ત્યાં પધાર્યા. ભદ્રા દેવીએ પણ હવેલીને તેમજ રાજમાર્ગ શણગારવામાં કોઈ જાતની મણા નહોતી રાખી. બિંબિસાર ભલે રાજગૃહીના મહારાજા હોય અને એમની આજ્ઞાથી નગરીએ શૃંગાર સજયા હશે, પણ આજની સજાવટ જોતાં મહારાજાનો ઘણોખરો મદ ઓગળી ગયો. ધનસંપત્તિમાં તેમજ તેનો મુક્ત હસ્તે વ્યય કરવામાં આ નગરના શ્રેષ્ઠિઓ, મગધાધિપને પણ વટાવી જાય એ વિષે એમને મનમાં લેશમાત્ર શંકા ન રહી. રસ્તાની Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ અર્પણ + ક્ષમાશ્રમણ શોભા પૂરી થઈ અને મહારાજાએ ગોભદ્ર શેઠના મહાલયમાં પગ મૂક્યો ત્યારે તો પોતે આ વિશ્વથી કોઈ જુદી જ દુનિયામાં આવી ચઢ્યા હોય એમ લાગ્યું. મહારાજા બે માળ તો હવેલીના ચડી ગયા. વિસ્મયથી અભિભૂત થયેલા બિંબિસારે માન્યું કે આ ત્રીજો માળ, મહેલની શોભા-સૌદર્ય-સજાવટનું કેંદ્રસ્થાન હશે. મહેમાનોનાં સત્કારસમારંભ અહીં જ થતા હશે. આવો વિચાર કરી એક સ્થાને બેસવાના આશયથી આસપાસ દષ્ટિ દોડાવે છે. એટલામાં ભદ્રા માતા પોતે બોલે છે : “મહારાજ ! કૃપા કરીને આગળ ચાલોઃ આ તો અમારા નોકર-ચાકર માટેનો નક્કી કરેલો ખંડ છે.” ચોથા માળે આવ્યા પછી મહારાજાને જરા શ્રમ પડતો લાગ્યો. ભદ્રા દેવી તો હજુ પણ ઉપર – પાંચમા માળે લઈ જવા માંગતાં હતાં. પણ મહારાજાએ હવે આગળ વધવાની અનિચ્છા બતાવી : કહ્યું : હું હવે અહીં જ બેસીશ. કુમાર શાલિભદ્રને નીચે બોલાવો. શાલિભદ્ર આ સ્વાગત અને સમારંભથી તદ્દન અજાણ્યો હતો. ભદ્રા માતા પણ આવી સામાન્ય બાબતોમાં શાલિભદ્રને સંડોવતાં નહિ. મહારાજાએ પોતે જ્યારે શાલિભદ્રને યાદ કર્યો અને એને એક વાર મળી લેવાની ઈચ્છા બતાવી ત્યારે ન છૂટકે ભદ્રાને શાલિભદ્ર પાસે જવું પડ્યું. એ વખતે શાલિભદ્ર અર્ધનિદ્રામાં પોતાની સ્વચ્છ સુંવાળી શય્યામાં પડ્યો હતો. ભદ્રા માતા કોઈક જ વાર આ માળે આવતાં. મોટે ભાગે નીચેથી જ એના સમાચાર પૂછી, પાછાં વળી જતાં. શાલિભદ્રના આવાસમાં કાં નૃત્યગીતની લહરીઓ રેલાતી હોય અથવા તો વાર્તાવિનોદના હાસ્યમિશ્રિત મીઠા રણકાર સંભળાતા હોય. તે ઉપરથી ભદ્રા માતા શાલિભદ્રની પ્રસન્નતાનું આઘેથી જ અનુમાન કરી લેતાં. વારે વારે એની પાસે જવાની કે નાના-નજીવા પ્રશ્નો પૂછવાની વાતથી એ વિરુદ્ધ હતાં. શાલિભદ્રના સ્વભાવની કુમાશ એ સમજતાં. Page #226 -------------------------------------------------------------------------- ________________ ધન્ના-શાલિભદ્ર ૨૨૫ શાલિભદ્રની આછા ઘેનવાળી અર્ધ મીંચાએલી આંખો જોતાં જ ભદ્રા માતા સહેજ સંકોચાયાં. બીજો કોઈ સામાન્ય પ્રસંગ હોત તો ભદ્રા દેવી જેવા ગયાં તેવાં જ પાછાં વળી જાત. શાલિભદ્રની શાંતિ કે સ્વસ્થતામાં નાનું સરખું પણ વિઘૂ નાખવું એમાં એમને વાત્સલ્યનું ઘોર અપમાન લાગતું. પણ આજે ભદ્રા માતા નિરુપાય હતાં. મગધના ભૂપતિ શાલિભદ્રને સન્માનવા માગતા હતા. મહારાજાને જો જાણ્યે અજાણ્યે માઠું લાગી જાય તો ઘડીના છઠ્ઠા ભાગમાં મહાનું ઉલ્કાપાત થઈ જાય. શાલિભદ્ર કોઈ નવીન શંગાર, નાટ્ય, ગીત કે પ્રમોદની જ યોજના વિચારતો હતો. એટલામાં ભદ્રા માતાને જોતાં જ બેઠો થઈ ગયો. વિનયપૂર્વક, માતા સામે જોઈને બોલ્યોઃ આજે કંઈ અચાનક આવવું પડ્યું, માજી !” હા બેટા, શ્રેણિક આજે આવી ચઢ્યા છે એટલે મારે તારી પાસે આવવું પડ્યું.” “મને એમાં પૂછવાની શી જરૂર હતી? માતા ! શ્રેણિક ગમે તેટલા - ગમે તેવા આવ્યા હોય તેની સાથે મને શું સંબંધ છે ? આવ્યા એવા જ વખારે મૂકી છાંડ્યા હોત તો?” શાલિભદ્ર શ્રેણિકને મુક્તામણિની શ્રેણી સમજતો હોય તેમ નિર્દોષ ભાવે બોલ્યો. શ્રેણિક તો આપણા મહારાજા કહેવાય. મણિ-મુકતા કે રત્નોની શ્રેણિની વાત કરવા નથી આવી. મગધના સ્વામી આપણા મહેલે પધાર્યા છે અને તને મળવા માગે છે.” માતાના શબ્દોમાં ચિંતા અને વ્યાકુળતાનો થોડો થડકાર દેખાયો. મગધનો મહારાજા હોય કે મોટો ચક્રવર્તી હોય તેની સાથે મને શું લેવા દેવા છે મા ! એ બોલાવે એટલે મારે એની પાસે જવું જ જોઈએ એવો કોઈ નિયમ છે?' Page #227 -------------------------------------------------------------------------- ________________ અર્પણ + ક્ષમાશ્રમણ શાલિભદ્રની વાત સાચી હતી. મગધના મહારાજાની સાથે શાલિભદ્રને કંઈ સંબંધ નહોતો. ભદ્રા માતાને અત્યારે બહુ થોડા વખતની અંદર શાલિભદ્રને સમજાવી ફોસલાવી લેવાની જરૂર હતી. ગંભીર ચર્ચામાં ઊતરવાનો અવકાશ નહોતો. વધારે સમય થાય તો કદાચ મહારાજાને અપમાન લાગે-રોષે ભરાય એવી બીક પણ હતી. ૨૨૬ ‘“બેટા, દાસત્વ કે આજ્ઞાધીનતાની અહીં વાત જ નથી. એ તને સન્માનવા માગે છે. જે ભૂપતિ બીજા કોઇ શ્રેષ્ઠીને ત્યાં ભાગ્યે જ જાય અને ક્વચિત જ સ્નેહ-આદરથી પ્રજાજનને સન્માને તે પોતે પોતાની ઇચ્છાથી આપણે ત્યાં પધાર્યા છે, અને તને એક વાર માત્ર જોવા માંગે છે.'' આછા ઉદ્વેગ અને દબાવી રાખેલા કંપની છાપ ભદ્રા માતાના શબ્દોમાં તરવર્યા વિના ન રહી. - માતાના આગ્રહને અનુસરી શાલિભદ્ર જવા તૈયાર તો થયો. પણ આજે કોઈ મોટું અમંગળ પોતાની ઉપર ઊતરી પડ્યું હોય એમ લાગ્યું. જે પોતાને એકાકી અને સાર્વભૌમ મનમાં માની બેઠો હોય તેને કોઈની આજ્ઞા ઉઠાવવી પડે સામે ચાલીને જવું પડે ત્યારે સહેજે એનું આત્મગૌરવ થવાય. શાલિભદ્રનું આત્મગૌરવ આથી ઘવાયું હશે કે નહિ તે તો કોણ જાણે. પણ પોતે આટલા અખૂટ વૈભવ-ઐશ્વર્ય વચ્ચે વસવા છતાં એક પ્રજાજન છે અને પ્રજાજનને માથે એક સ્વામી તો હોય જ એ વિચારે એના અંતરમાં મોટો ઝંઝાવાત પેદા કર્યો. માળનાં પગથિયાં ઊતરતાં ઊતરતાં પણ એના મન ઉપર એક જ ચિંતા પિશાચની જેમ ચડી બેઠી હતી : ‘‘સ્ત્રીઓને સ્વામી હોય તેમ પ્રજાજનને શિરે સ્વામી હોય અને એ બોલાવે ત્યારે દોડીને વગર વિલંબે હાજર થઈ જવું જોઈએ એવી પરંપરા ક્યારે કોણે નિર્મી હશે ? પ્રથા ભલે ગમે તેટલી પુરાણી હોય તો પણ મારે તેને અનુસરવું જ જોઈએ એમ ભદ્રા માતાએ કેમ Page #228 -------------------------------------------------------------------------- ________________ ધન્ના-શાલિભદ્ર ૨૨૦ માની લીધું હશે ? પ્રજાનો જે પતિ પોતાને કહેવડાવે છે એ પણ પાંચ ભૂતોનું પેદા થયેલું પૂતળું નહિ હોય ? ઈશ્વરને ત્યાંથી કોઈ ખાસ અધિકાર લઈને આવતો હશે ? સ્વામીની ગમે તેવી આશા જો શિરોમાન્ય રાખવી પડે તો પોતાને પરમ શક્તિશાલી ઓળખાવતા માનવીની મહત્તા ક્યાં રહી ?' શાલિભદ્ર એક તો રોજના એકધારા શૃંગાર, પ્રમોદ, રંગરાગથી કંટાળ્યો હતો તેમાં પોતાને માથે પણ સ્વામી છે એની કૃપા કે મમતા હોય તો જ રોજના સુખ-ભોગ કાયમ રહી શકે, નહિતર દેવલોકને શોભે એવો આ વૈભવ ધૂળભેગો મળી જાય એ પ્રકારની ચિંતાએ એનો જે થોડોઘણો રસાસ્વાદ રહ્યો હતો તે પણ ભરખી લીધો. શાલિભદ્ર નીચે આવ્યો અને જેવો મહારાજા બિંબિસાર તરફ જતો હતો તેટલામાં મહારાજાએ પોતે ઊઠીને એને પોતાની બાથમાં સમાવી લીધો. શાલિભદ્રનો માખણના પિંડ જેવો દેહ મહારાજાના દેહની ગરમીથી ગળી જતો હોય એમ લાગ્યું. શાલિભદ્રના કોમળ દેહમાંથી પ્રસ્વેદની ધારાઓ છૂટવા લાગી. જાણે કે હમણાં જ મૂચ્છિત થઈ જશે એમ એ આંખો ચડાવી ગયો. એટલામાં ભદ્રા માતા બોલી ઊઠ્યાં : “મહારાજ, એને છૂટો મૂકી દો. એ જરા જેટલી ગરમી કે ગુંગળામણ સહી શકતો નથી. અમે એને છૂટો જ રાખ્યો છે.” શાલિભદ્રના વદન ઉપરની ગ્લાનિ અને વિદ્વળતા જોઈને મહારાજા બિંબિસારને પણ થોડું દુ:ખ થયું. ભદ્રા દેવીની સૂચના પ્રમાણે એણે તત્કાળ એને છૂટો મૂકી દીધો. પછી તો સાપ કાંચલી મૂકીને નાસે તેમ શાલિભદ્ર, મહારાજના પાશમાંથી મુકત થઈ પોતાના સ્વતંત્ર સાતમા માળની બારીમાં જઈને બેસી ગયો. હરિણનું નાનું બાળ, શિકારીના પંજામાંથી છૂટ્યા પછી જેમ ધ્રુજતું જ રહે તેમ શાલિભદ્ર પણ કયાંય સુધી અંતરના ઊંડા-વેગવાન ધબકારા સાંભળી . Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ અર્પણ + ક્ષમાશ્રમણ રહ્યો. સહચારિણીઓ તો બે-ચારને બદલે બત્રીસ હતી, પણ બધી દુર્બળ, અસહાય અને સુખની જ સંગાથી હોય એમ એને લાગ્યું. હવેલીના જે માળની અંદર, વિશ્વની અશાંતિ કે ઉદ્વેગનો નાનો અણુ પણ ન દાખલ થઈ શકે એમ ભદ્રા દેવી માનતાં, જેની અંદર અહોનિશ જ્યોત્સનાં અને સૌરભ જ રેલાઈ રહે એવી યોજના કરવામાં આવી હતી ત્યાં સંતાપનો એક અગ્નિતણખો અચાનક ઊડતો આવી પડ્યો. ઊભરાતા ઐશ્વર્ય અને અથાગ ભોગ-સામગ્રીને બાળવા કોઈ જબ્બર હુતાશનની જરૂર નથી. લાખો મણ સૂકા લાકડાને જેમ નાનો અગ્નિકણ જોતજોતામાં ભસ્મીભૂત કરી શકે છે તેમ “માથે સ્વામી છે” એ મન:સંતાપે શાલિભદ્રના સુખશીલ જીવનમાં આગ ચાંપી દીધી. બિંબિસાર તો વખત થયો એટલે ત્યાંથી વિદાય થયા. રાજગૃહીના શાલિભદ્ર જેવા શ્રેષ્ઠીકુમારોને ત્યાં સોનામોતીનાં આભૂષણો પણ રોજ ફૂલની જેમ નિર્માલ્ય રૂપે ફેંકાઈ જતા હોવાની છાપ લઈને પોતાના સ્થાને પહોંચ્યા. પણ એમના આગમને, શાલિભદ્રની મનોદશા છેક પલટી નાખી. ગીત અને નૃત્યથી નિત્ય ગુંજી ઊઠતો હવેલીનો સાતમો માળ, જાણે કોઈ જાદુગરે મંત્રબળે સ્મશાનમાં પલટાવી નાખ્યો હોય તેમ સૂનો અને શુષ્ક બની ગયો છે. વસનારાઓ સૌ સલામત છે – પણ પત્થરના પૂતળા જેવા પ્રાણહીન લાગે છે. રાત્રીએ જ્યાં સુગંધી તેલની ખાસી દીપમાળ રચાતી ત્યાં એક ખૂણામાં મુમુર્ષ જેવો દીપક દેખાય છે. બત્રીસ નારીઓ છતે પતિએ જાણે કે નિરાધાર બની ગઈ છે. ભદ્રા માતાની વ્યથા તો વર્ણાનાતીત હતી – એમની આંખમાંથી અશ્રુની સતત ધાર વહે છે. જોતજોતામાં શાલિભદ્રના દિલમાં આવો અચાનક પલટો કેમ આવ્યો તે એમને સમજાતું જ નથી. મહારાજાના સન્માનને જે મહાસૌભાગ્ય માનતી તે જ સૌભાગ્ય શાલિભદ્રને ઝેરરૂપ Page #230 -------------------------------------------------------------------------- ________________ ધના-શાલિભદ્ર ૨૨૯ થયું એ જાણ્યા પછી માતાને પણ બહુ લાગી આવ્યું છે. પણ જે બની ગયું તે હવે તો મિથ્યા થવાનું જ નથી એમ માની ઊંડો શોક અનુભવે છે. એક દિવસે જ્યારે માતા ભદ્રાથી રહેવાયું નહિ, શોક અને સંતાપના ઉચ્છવાસે જાણે પ્રાણ રૂંધાતા હોય એમ લાગ્યું ત્યારે તે શાલિભદ્ર પાસે છેલ્લો ઊભરો ખાલી કરવા ગયાં. જતાંવેત તો કંઈ બોલી શક્યાં નહિ, પણ શાલિભદ્ર ભદ્રા માતા શું કહેશે તે સમજી ગયા. માતાએ એક વાર શાલિભદ્ર સામે અશુપૂર્ણ નયને નિહાળ્યું. શ્રેણિક આવ્યા પહેલાનો જે શાલિભદ્ર હતો તેમાં અને અત્યારના શાલિભદ્રમાં એમને જમીન આસમાન જેટલો ફેર પડી ગએલો દેખાયો. અત્યારનો શાંત-ધીર-ગંભીર શાલિભદ્ર એમને નર્યો શુષ્ક કે કઠોર ન લાગ્યો. એના મોં ઉપર અત્યારે જે દીપ્તિ પ્રકાશતી હતી તે જાણે કે ભોઐશ્વર્યના શુભ્ર પટ ઉપર ત્યાગની યોન્ના પથરાઈ હોય એમ લાગ્યું. એમને વિચાર થયો કે “ખરો શાલિભદ્ર જ આ છે! ઈડાના આવરણ ભેદીને જે શિશુ બહાર આવે તે જ એનું વાસ્તવ સ્વરૂપ ગણાય ! શંગાર અને પ્રમોદમાં જે ચંચળ-શ્રાંત શાલિભદ્ર દેખાતો હતો તે જાણે પોતાની આસપાસનાં બધાં બંધનો તોડીને બહાર આવ્યો હોય એવો બંધનમુક્ત સિંહ સમો મનોરમ દેખાયો. ભદ્રા ગમે તેવાં તોયે માતા હતાં. શાલિભદ્રને જોયા પછી એમનું માતૃત્વ ઉભરાઈ આવ્યું ઃ બોલી જવાયું. બેટા, હું તારો વાંક નથી કાઢતી – પસ્તાવો પણ કોઈ વાતનો નથી કરતી, તેમ તારા માર્ગમાં નવું વિન ઊભું કરવાનો મારો ઈરાદો નથી. હું માત્ર તને એટલું જ કહેવા આવી છું કે તારા દાંત મીણના છે અને તે લોઢાના ચણા ચાવવાનો નિરધાર કર્યો છે. તારાં પુણ્ય હજી પહોંચે છે. એ પુણ્યનાં ફળનો બને તેટલો ઉપભોગ કરી લે.” Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ અર્પણ + ક્ષમાશ્રમણ શાલિભદ્રના પિતા ગોભદ્ર શેઠ પણ એક દિવસે વિરક્ત બની સંસારના સુખ તજી ચાલી નીકળેલા. એ પ્રસંગ ભદ્રા માતાની સ્મૃતિમાં તાજો થયો. પિતા કરતાં પુત્ર સવાયો નીકળે તેમાં આશ્ચર્ય નથી એમ વિચારી એમણે પોતાની અંતવ્યથા અંતરમાં જ શમાવી દીધી. આકંદ કે વલોપાત કરવાનું ઠીક ન લાગ્યું. - શાલિભદ્રે કહ્યું : “લોઢાના ચણા ચાવવા જેવો આ માર્ગ છે એ હું જાણું છું. મારી શક્તિની મર્યાદા પણ સમજો છું. પિતા જે માર્ગે ગયા તે માર્ગે ચાલવાનો પ્રયત્ન કરીશ. આપના આશીર્વાદ હશે તો હું એ માર્ગને કે કુળની લાજને કલંકિત નહિ કરું.” માતા કયાંય સુધી મૌન રહી. આખરે ઊઠતાં ઊઠતાં એમણે વચલો તોડ કાઢયો : “બેટા, તું હજી બાળક છે. આત્મકલ્યાણ સાધવાની ઉતાવળમાં પાછા પડવા જેવું ન થાય એટલા સારુ હું તને ક્રમે ક્રમે આ જંજાળનો ત્યાગ કરવાની સલાહ આપું છું.” શાલિભદ્રને પણ એ સલાહ ચી. એણે રોજ રોજ એક સ્ત્રીનો અને ભોગોપભોગનો ત્યાગ કરવાનો - એ રીતે એક દિવસે સર્વસ્વનો ત્યાગ કરી જવાનો નિરધાર કર્યો. એકાદ મહીનો તો સહેજે આ ક્રમિક ત્યાગમાં નીકળી જાય. અણી ચૂકયો સો વર્ષ જીવી શકતો હોય તો આજકાલમાં છટકી જવાનો વિચાર કરનાર કદાચ મહિને દહાડે પાછો હતો ત્યાં ને ત્યાં સ્થિર બની જાય. પોતાની ઉતાવળ માટે પશ્ચાત્તાપ પણ કરે. માતાની અને પત્નીઓની ગણતરી બહાર આ હકીકત નહિ હોય. એટલામાં એક અકસ્માત બન્યો. ધન્ના શેઠને એમની સ્ત્રી - સુભદ્રા સ્નાન કરાવતાં હતાં. પગે સુગંધી તેલ ચોળતાં હતાં. એ વખતે પોતાના ભાઈના ક્રમિક ત્યાગની વાત હૈયે ચડી આવી અને સુભદ્રાની આંખમાંથી એક અશ્રુબિન્દુ ટપકી પડયું. ધન્ના શેઠ પણ ત્યાંગના માર્ગે જવાની ઘડીઓ જ ગણતા હતા. Page #232 -------------------------------------------------------------------------- ________________ ધબ્બા-શાલિભદ્ર ૨૩૧ સુભદ્રાને રડતી જોઈ પન્ના શેઠે રડવાનું કારણ પૂછ્યું. એના જવાબમાં પોતાના ભાઈ શાલિભદ્ર રોજ એક સ્ત્રીનો અને સંસારના વૈભવનો ત્યાગ કરતા હોવાની વાત અહોભાવ તેમજ આશ્ચર્ય સાથે જરા વિગતથી સુભદ્રાએ કહી સંભળાવી. ધણા શેઠના મોં ઉપર આશ્ચર્ય કે દુ:ખને બદલે આછું હાસ્ય છવાયું - મોઢેથી બોલી જવાયું : શાલિભદ્ર શૂરવીર ન નીકળ્યો - કાયર નીવડયો.” પોતાના ભાઈને કાયર કહેનાર પોતાના સ્વામી સામે તેણે રોષપૂર્ણ દૃષ્ટિ કરી. ધના શેઠનું એ વેણ સુભદ્રાને દાઝયા ઉપર ડામ જેવું લાગ્યું. ધન્ના શેઠ એ રોષ સમજી ગયા. એમણે સુભદ્રાને સમજાવવા કહ્યું : “તને માઠું લાગશે એ વાત મારા લક્ષ બહાર રહી ગઈ ખરી વાત એ છે કે ત્યાગ-સંયમના માર્ગમાં ક્રમની ઓથ લેવી એ નરી કાયરતા છે. પાંજરામાં પુરાયેલું પંખી માત્ર બારણું ઊઘડે એટલી રાહ જોતું હોય છે. એ ક્રમે ક્રમે આકાશમાં ઊડવાની યોજના નથી વિચારતું. સિંહ જ્યારે જાળમાં સપડાય છે ત્યારે ક્રમે ક્રમે છૂટવાના વિચારે આશ્વાસન નથી મેળવતો. ત્યાગ-સંયમના માર્ગે વિહરવાનો જેણે એક વાર મક્કમ નિર્ણય કર્યો હોય તે ગળચવા ન ગળે - આવતી કાલે અનુકૂળતા આપોઆપ આવી જશે એવા મિથ્યા વિશ્વાસે ન રહે.” શીતળ છાયામાં બેસીને એવી વાતો તો તમ જેવા ઘણાયે કરતા હશે-ત્યાગ કરી જુઓ તો તમને ધન્ય કહું” સુભદ્રા પોતાના ભાઈને ઉદેશીને ઉચ્ચારેલા શબ્દોનો બદલો લેતી હોય તેમ ગર્જી ઊઠી. બસ. મારે એટલું જ જોઈતું હતું – મારે તમારી સમ્મતિ અને સહાનુભૂતિ જ જોઈતી હતી. Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ અર્પણ + ક્ષમાશ્રમણ એમ કહીને ધન્ના શેઠ સ્નાનગૃહમાંથી નીકળી સીધા શ્રમણ-સંઘના વેવિશાળ વટવૃક્ષ તરફ ચાલી નીકળ્યા. સુભદ્રાદિ આઠ સ્ત્રીઓએ ધના શેઠને રોકવા, પછી તો, ઘણું આક્રંદ કર્યું. પણ “ક્રમ” ને કાયરતાનો જ એક પ્રકાર માનનાર ધન્ના શેઠે પાછું વાળીને ન જોયું. શાલિભદ્ર એ વાત જાણી અને તે જ વખતે એને ક્રમે ક્રમ સર્વસ્વનો ત્યાગ કરવાના નિર્ણયમાં પોતાની નિર્બળતા દેખાઈ. ભદ્રા માતાની આજ્ઞા મેળવી એ પણ ભ. મહાવીરના શ્રમણસંઘમાં ભળી ગયા. ફરતા-ફરતા લગભભ બાર વર્ષે ધો-શાલિભદ્ર રાજગૃહી નગરીના ઉદ્યાનમાં, ભ. મહાવીરના શ્રમણસંઘ સાથે આવી ચડ્યા. ભદ્રા માતાને એ વધામણી મળી અને એમનું અંતર પુત્ર તથા જમાઈના દર્શનની આશાએ નાચી ઊઠયું. રાજગૃહી સુધી આવનાર શાલિભદ્ર તથા ધન્ના અણગાર, પોતાને ત્યાં પગલાં કર્યા વિના ન રહે એ વાતની માતાને પૂર્ણ શ્રદ્ધા હતી. ઘરમાં સૌને આ મુનિઓનાં સત્કાર-સન્માન માટી સાગ્રહ સૂચના પણ કરી દીધી. ધન્ના-શાલિભદ્ર જયારે આહાર માટે રાજગૃહી ભણી જવા નીકળ્યા ત્યારે પણ ભ. મહાવીરે કહેલું કે : “આજે માતાના હાથનો આહાર ભલે વહોરી આવો.” રાજગૃહીની કલ્લોલતી અને ગુંજતી ભૂમિના સ્પર્શે આ બન્ને અણગારોની પૂર્વસૂતિને કેટલા રોમાંચથી રંગી દીધી હશે ? માર્ગે જતાઆવતા રાહદારીઓમાંના કોઈને આજે ધન્ના શેઠ કે શાલિભદ્ર સામે નિહાળવા જેટલી પણ ફુરસદ નહોતી. એક દિવસે જે નામાંકિત શ્રેષ્ઠીપુત્રોને જતા જોઈ નાગરિકો એમની સામે ભક્તિભાવે જોઈ રહેતા, અંજલિ જોડી પોતાની શ્રદ્ધા અને બહુમાન સૂચવતા તેઓ જાણે કે ધન્નાશાલિભદ્રને કદી જોયા-જાણ્યા જ ન હોય તેમ, પાસે થઈને ચાલ્યા જાય છે. શ્રમણોને તો એ વાતની શી પરવા હોય? Page #234 -------------------------------------------------------------------------- ________________ ધના-શાલિભદ્ર ૨૩૩ બન્ને શ્રમણો જ્યારે માતા સુભદ્રાની હવેલીએ પહોંચ્યા ત્યારે પણ એમને સત્કારનાર ત્યાં કોઈ જ નહોતું. જેઓ વહેલી સવારથી માંડી સ્વાગત-સામગ્રી તૈયાર કરવાની ઘડભાંજમાં પડી ગઈ હતી તેમને પણ ધન્ના-શાલિભદ્ર જેવા શ્રમણોના આગમનનો સમય થયો છે એ વાતનું લક્ષ ન રહ્યું. ભદ્રા માતાએ અને બત્રીસ ગૃહિણીઓએ ધન્ના-શાલિભદ્રના આગમનને સૂર્યોદય કરતાં પણ વધુ મહિમાવંતું માન્યું હશે. સૂર્ય ઢાંકયો ન રહે-એનો મહિમા નાના છિદ્રવાટે પ્રવેશ્યા વિના ન રહે તેમ શાલિભદ્ર અને ધન્ના જેવા શ્રમણ-નાયકોની હાજરી છૂપી રહી શકે જ નહિ, એવી કોઈ ભાવનાથી આ હવેલીના વાસીઓ નિશ્ચિત લાગ્યા. શ્રેષ્ઠીપુત્રો હવે શ્રમણ બન્યા હતા. એક પ્રકારનો પુનરવતાર પામ્યા હતા એ વાતનું એમને ધ્યાન જ ન રહ્યું. મહિનાના ઉપવાસના પારણાને દિવસે, એક વખતના પોતાના જ ગૃહે આવનારા આ શ્રમણો, થોડીવાર તો ત્યાં ઊભા રહ્યા. જે ઘરમાં એક વખતે સહેજે ઇશારો થતાં દસ-વીસ દાસ-દાસીઓ હાજર થઈ જતાં અને જ્યાં રોજેરોજનાં સોના-મોતીનાં આભૂષણો ખાળમાં નિર્માલ્ય ફૂલોની જેમ ફેંકાઈ જતાં ત્યાં એ વૈભવનાં ભોક્તાઓને આજે થોડો આહાર વહોરાવનાર કોઈ ન મળ્યું. શ્રમણો ત્યાંથી પાછા ફર્યા : આશા-નિરાશા તેમજ તૃપ્તિ કે અતૃપ્તિના, માનવસહજ ભાવોથી ઘણી ઊંચી ભૂમિકાએ વિહરતા આ શ્રમણોએ ગ્લાનિ કે વિષાદનો આછો કંપ સરખો પણ ન અનુભવ્યો. એ તો ઠીક, પણ ભગવાન મહાવીરે પોતે જે એમ કહેલું કે : માતાના હાથનો આહાર વહોરી આવો” એનો શું અર્થ સમજવો? ઉદ્યાન તરફ, આહાર વિના પાછા ફરતા શાલિભદ્ર “માતાના હાથના આહાર”નો વિચાર કરતા હતા, એટલામાં એક બાઈ સામેથી આવતી દેખાઈ. બાઈ આહીરની જાતની હોય એમ લાગ્યું પણ Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ અર્પણ + ક્ષમાશ્રમણ શાલિભદ્રને જોતાં જ એના માતૃત્વના તાર રણઝણી ઊડ્યા. એને એમ જ થયું કે જો આ શ્રમણ આટલું મારું ગોરસ વહોરે તો કૃતાર્થ થઈ જઉં. વિનયથી લળીને નમન કરતી મહીઆરીએ પૂછયું : “આટલું દહીં કૃપા કરીને વહોરશો? શ્રમણ ભગવનું !” માતાને ત્યાંથી ખાલી હાથે ફરેલા અને માતાના હાથનો આહાર મળશે એ પ્રમાણેના વીર પ્રભુના શબ્દોનું સ્મરણ કરનારા શાલિભદ્ર એ વિનતીનો તત્કાળ સ્વીકાર કરી લીધો. દહીં વહોરીને શાલિભદ્ર પોતાના સ્થાને આવી ગયા. વસ્તીમાં ગોચરી માટે જતાં-આવતાં જે કંઈ દોષ કે પ્રમાદ થયો હોય તે આલોચી રહ્યા એટલે ભ, મહાવીરે જ શાલિભદ્ર પાસે ખુલાસો કર્યો : ભદ્રા માતા તો તમને ન મળ્યાં - પણ જે મહિયારીએ તેમને ભક્તિભાવે દહીં વહોરાવ્યું તે પણ તમારી ગત જન્મની માતા જ હતી. માતા પાસેથી આહાર વહોરી આવો એમ મેં જે તમને કહેલું તેનો અર્થ હવે તમને સમજાશે.” એ જ વાતના અનુસંધાનમાં શાલિભદ્ર પોતે ગત જન્મમાં ગોવાલ હતા - બહુ જ ગરીબ સ્થિતિમાં હતા અને માતાએ મહા મુસીબતે દૂધ-સાકર-ચોખા ભેગા કરી, ખીર રાંધી આપેલી તે પોતે નહિ ખાતાં, શાલિભદ્ર કોઈ મહાતપસ્વી શ્રમણને વહોરાવી દીધેલી : એ પુણ્યના પ્રતાપે જ આ જન્મમાં આટલી ઋદ્ધિ તથા વૈભવના ભોક્તા થએલા, વગેરે ઈતિહાસ ક્રમબદ્ધ કહી સંભળાવ્યો. શાલિભદ્ર ઉપરાંત બીજા શ્રમણો, જે ભગવાનના સમુદાયમાં હતા તેઓ સુપાત્રદાનનો આ મહિમા સાંભળી વિસ્મય પામ્યા. ભદ્રા માતા આખો દિવસ રાહ જોતાં બેસી રહ્યાં. એમને કોણ કહે કે “જેમની તમે રાહ જોતાં બેઠાં છો - જેના દર્શન અને સ્વાગત Page #236 -------------------------------------------------------------------------- ________________ ધના-શાલિભદ્ર ૨૩૫ માટે આટલાં ઝંખો છો તે ક્યારનાય તમારા મહેલના આંગણા સુધી આવીને પાછા વળી ગયા છે.” બીજે દિવસે જ્યારે એમને જાણ થઈ કે શાલિભદ્ર તો આવીને આહાર વિના પાછા ગયા છે. ત્યારે એમને માથે વજ પડ્યું હોય એવો આઘાત થયો. તરત જ એ કલ્પાંત કરતાં જયાં ભગવાન મહાવીરનો શ્રમણસંઘ સ્થિરતા કરી રહ્યો હતો ત્યાં પહોંચ્યાં. અહીં એમને સમાચાર મળ્યા કે શાલિભદ્ર અને ધન્ના અણગાર તો વૈભારગિરિ ઉપર અણસણ આદરીને કયારનાય કાયોત્સર્ગમાં સ્થિર થઈ ગયા છે. ત્યાં જઈને પ્રથમ તો ભદ્રા માતાએ દૂરથી એમને વાંદ્યા, વિનવ્યા અને અંતરમાં જે ઉચ્છવાસના ઊભરા ભર્યા હતા તે ઠલવ્યા. કયાંય સુધી માતા પોતાના પુત્ર શાલિભદ્રની ધ્યાનસ્થિત કાયાને અનિમેષ નેત્રે જોઈ રહ્યાં. કોમળ શય્યામાં સૂનારો, વિવિધ રસભોગ અને શૃંગારમાં રાચનારો, બિંબિસાર જેવા મહારાજાના ખોળામાં સ્નેહ-સત્કાર પામવા છતાં કરમાઈ જનારો સુકુમાર શાલિભદ્ર ઉગ્ર તપશ્ચર્યા અને ટાઢ-તડકાના પરિસહો ખમતો કોઈ ઉત્તમ ગિરિરાજના શૃંગ સમો અડોલ-અચળ ઊભો છે. પુષ્પ-પાંખડીથી ઘડાએલા આ કોમળ દેહમાં આટલી ક્ષમતા, આટલું સામર્થ્ય કયાં-કઈ રીતે રહી શક્યું હશે તેનો વિચાર કરતાં માતાના અંતરમાં પણ ત્યાગનો પુનિત દીપક પ્રગટ્યો. શાલિભદ્ર અને ધક્ષા અણગાર તો શુભધ્યાનના બળે સર્વાર્થી સિદ્ધિને પામ્યા. કાળક્રમે કેવળજ્ઞાન પામી મુક્તિને વરશે. ભદ્રા માતાએ પણ શોક-સંતાપને વિવેકપૂર્વક અંતરમાં શમાવી દઈ, અંતે એ જ સંયમનો રાહ લીધો. Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ અર્પણ + ક્ષમાશ્રમણ मणि कणग रयण धण पूरियंमि भवणंमि सालिभद्दोपि । अन्नोबि किर मझ्झवि सामिऑत्ति जाओ विगयकामो॥ મણિ, કંચન, રત્ન અને ધન વડે ભરચક એવા ભવનમાં રહેવા છતાં, શાલિભદ્ર નામના શ્રેષ્ઠિ ખરેખર જ “મારે માથે બીજો સ્વામી છે” એવું વિચારતા થકા વિષયાભિલાષ રહિત થઈ ગયા. सुंदर सुकुमाल सुहोइएण विविहेहिं तवविसेसेहिं । तह सोसविओ अप्पा जह नवि नाओ सभवणेपि ॥ સુંદર, સુકુમાર અને સુખશીલ શાલિભદ્ર વિવિધ પ્રકારના તપથી પોતાના દેહને એવો તો શોષવ્યો કે પોતાને ઘેર પણ એમને કોઈ ઓળખી શકયું નહિ. • R Page #238 -------------------------------------------------------------------------- ________________ KIRIT GRAPHICS - 09898490091