________________
૧૨
અર્પણ + ક્ષમાશ્રમણ એ એક ભયસ્થાન બીજું અનિષ્ટ આ છે : પાપી કે વિપથગામી માનવીને નવી દષ્ટિ મળતાં તુર્તજ એ ભીતરમાં ઘાયલ થઈને સાધુવેશ ધારણ કરી ચાલી નીકળ્યો હોવાની ઘણી ઘણી કથાઓ સાચી હોય એમાં પણ કાંઈ સંદેહ લાવવા જેવું નથી. તીર્થંકરો સરીખા વીતરાગોની જ્ઞાનચોટ લાગતાં મોટા ભૂમિકમ્પ સરીખા માનવી-કમ્પો બની જાય તેમાં આશ્ચર્ય નથી. પરંતુ એવાં સાચાં પરિવર્તનો પણ જો સીધેસીધાં અસલ સ્વરૂપમાં રજૂ થાય તો તે બુદ્ધિવંત વાચકને અળખામણાં બની જાય તેવો મોટો ભય રહે છે. એવા તાત્કાલિક પલટાને શ્રદ્ધાની આંખે સ્વીકારી લેવા સામાન્ય અક્કલનો આદમી તૈયાર નથી હોતો. એ તો શોધે છે એ પલટો આણનારી આખી મનોવેદનાને. પાણીના પાપ-જીવન અને પુનરુદ્ધાર વચ્ચે જે એક પછી એક ઊર્મિઓના ઘોર સંગ્રામો ચાલે છે, જે આનાકાની, મહાકર્ષણો, અંત:કરણને ચીરતા પશ્ચાત્તાપો, પાપનાં છલમધુર મોહવચનો અને પુન્યની વીરહાકોની પરંપરા છૂટે છે, તે તમામના આલેખન વિના પ્રસ્તુત ઘટના જીવતી ક્યાં થાય છે ! માટે જ આજે ભાઈ સુશીલની વિવેકશીલ લેખિની એ જૂના પુરાણા સાંપ્રદાયિક મહિમા-વૃદ્ધિના કેડા છોડી દઈને સાચા કલાકારનો માર્ગ પકડી, માનવ-આત્માના ખરેખરા સૂક્ષ્મ વિગ્રહો સરજે છે. માટે જ આદ્રકુમાર” જેવી વાતોમાં એની પોતાની જ વાણીમાં બોલીએ તો
કાળમીંઢ પત્થરના અસંખ્ય થરને ભેદતાં અને ઝરણ રૂપે વહેતાં નિર્મળ જળના પ્રવાહને કેટકેટલી કઠિન સાધનાઓ કરવી પડતી હશે? પાષાણનાં વજકઠોર હૈયાં વીંધતાં એ ક્ષુદ્ર જળબિન્દુઓ કેટલીવાર નિરાશ થઈ પાછાં વળ્યાં હશે ? અંતે એકનિષ્ઠ પ્રયત્નના પ્રતાપે આદ્રતાએ ચિરવાંછિત વિજય મેળવ્યો અને આસપાસની વેરાન ભૂમિને લીલીછમ બનાવી દીધી...”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org