________________
વિવેકદ્રષ્ટિને વંદના
૧૩ એ કલાવિધાનના શાશ્વત સિદ્ધાંતનો અંગીકાર કરીને આદ્રકુમાર અને શ્રીમતી વચ્ચેના ઘટના-પ્રસંગો એણે સુરેખ રીતે સાંકળ્યા છે. આદ્રકુમાર જિનપ્રતિમાને જોતાં જ દીક્ષાને માર્ગે ઢળે છે એ હકીકત ભાઈ સુશીલે મેં કૈ સરાણે ચડાવીને ધારદાર બનાવી દીધી. પૂર્વભવનાં સ્મરણો, ભૂતકાળની આદ્ર બની તૈયાર પડેલી મનોદશા, એ જિન-પ્રતિમાનું સતત ધ્યાન, અંતરની ઝંખના, છૂપો ગૃહત્યાગ અને પછી મુનિવેષનું પરિધાન : એ વાટે ભાઈ સુશીલનું પાત્ર ગતિ કરે છે. અને તે પછી શ્રેષ્ઠીપુત્રી શ્રીમતી તથા આ યૌવનભર યુવાન મુનિ વચ્ચેના વાસના-મિલનને પણ ધીરે ધીરે સ્વાભાવિકતાને માર્ગે સાધી લે છે. એ મિલનને રોકતી કે ગતિ દેતી ૐ ૐ નવરંગ ઊર્મિઓનાં ગૂંથણ ગૂંથે છે અને છેવટે એ “વીર્યવાન આત્માના રમણીય પતન”માંથી કેવા વેગવાન ઉદ્ધારનો પુનર્જન્મ નીપજાવે છે !
માનવ-આત્માનાં દારુણ રમણીય એવાં મંથનોને આલેખનારી કલમ પર ચડ્યા વિના સાંપ્રદાયિક વસ્તુઓ સારામાં સારી હોવા છતાં પણ નિષ્ફળ નીવડે છે. તીવ્ર વૈરાગ્યમાં રંગાતા પહેલાં માનવજીવાત્માને વટાવવી પડતી અનેક ભૂમિકાઓ ભાઈ સુશીલ પોતાના જગત-નિરીક્ષણને બળે ઉચિત રંગો વડે આલેખી રહેલ છે. શ્રીમતી અને એના આસક્ત સાધુની પલટાતી મનોદશા ભભકતા રંગો વચ્ચેથી આપણને વિહાર કરાવી આપણી અનુકમાના તંતુઓ કમ્પાવી મૂકે છે અને વિકારી દશાને એવી યુક્તિથી આંકે છે કે આપણે એ વિકારોમાં રાચતા પણ નથી તેમ તેમાં ફસાયેલા જીવાત્માને તિરસ્કાર પણ દેતા નથી. આપણી તો કેવલ કરુણાધારા જ વહ્યા કરે છે.
એ જ દૃષ્ટિ ‘વાત્સલ્યધેલી માતાની વાર્તામાં વહે છે. પતિત પુત્રની ગોપનતાને લીધે ગાંડી બનેલી એ જનેતાની ઘેલછા ભાઈ સુશીલની આંખો સમક્ષ હાસ્યજનક વા કંટાળો ઉપજાવનાર ઘેલછા નથી, પણ–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org