________________
અર્પણ + ક્ષમાશ્રમણ
“કોઈ પણ પથ્થર કે વૃક્ષ એ ગાંડી બાઈને મન જડ વસ્તુ નથી. પુત્ર માની તે દરેક જડ વસ્તુને પણ પ્રેમથી-મમતાથી આગ્રહપૂર્વક આલિંગે છે, અને પાછું ભાન થતાં તેને રહેવા દઈ બીજે દોડી જાય છે.”
ભદ્રા આજે ગાંડી બની છે. શેરીએ શેરીએ ભમી પોતાના પુત્રને ઝંખે છે. પુત્રની ભાવનાથી તે વસ્તુમાત્રને પ્રેમથી ચૂમે છે. ખરેખર જ જો એ ગાંડપણ કહેવાતું હોય તો પણ એ કેટલું સ્નેહનિર્મળ છે ? આવા અમૂલ્ય ધનને જગતની નકામી વસ્તુ શા સારુ ગણવામાં આવતી હશે?”
“એ ગાંડપણ નથી. માતાની મમતા જ મૂર્તિનો આકાર પામી છે.”
“દરેક ગાંડપણને પોતાનો હાનો સરખો ઇતિહાસ હોય છે. સ્નેહની ગરમી પામતાં માતાનું રક્ત જેમ શ્વેત અમીબિન્દુમાં પલટાઈ જાય છે તેમ સ્નેહની સદા સળગતી ભટ્ટીએ જ ભદ્રામાં ગાંડપણ પરિણમાવ્યું હતું.”
ગાંડપણની આવી ગંભીર અને તત્ત્વભરી વિવેચના આખા પાત્રાલેખન પર છવરાવતા છવરાવતા આ લેખક ગાંડપણ પર જાણે કે કાવ્ય જ રચી રહેલ છે, અને એ કાવ્યની અવધિ લાવવાની પણ ભાઈ સુશીલની છટા અનેરી છે –
“અર્પણતાએ ઉપજાવેલું ગાંડપણ એ શું દેવવાંછિત નથી? એવો કયો પુત્ર છે કે જે માતાના આવા ગાઢ સ્નેહની અદેખાઈ ન કરે?”
એ આ રંગ છે કે જે હરકોઈ સંપ્રદાયની મુઠ્ઠીમાં પડેલી વસ્તુને વિશ્વભેટ બનાવી દુનિયાને ચરણે ધરી શકે છે, ને સાર્વજનિક સાહિત્યમાં એનું સ્થાન સ્વીકારાવે છે, કેમકે એમાં સર્વસ્પર્શી જીવન જાગૃત થઈ જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org