________________
વિવેકદૃષ્ટિને વંદના
૧૫ ધર્માલયોની નિત્ય પ્રભાત-સંધ્યાની માનવ-મેદનીમાં હરકોઈના કાન પર નિરર્થક અફલાતી અને ઉપદેશક મુનિ મહારાજોની જીભનાં થાકેલાં-કંટાળેલાં ટેરવાં પરથી ગબડતી જતી આવી જૂની જૈન આખ્યાયિકાઓને-ચવાઈ ચવાઈને કૂચા વળી ગયેલી આ ઘટનાઓને વિવેકપૂર્વક વીણી લઈ નવાં, માનવતાનાં સ્વાભાવિક સ્વાંગ પહેરાવવાથી આ કથાઓ ફરીવાર અનુયાયીઓને નવલ રસમાં ઝબોળશે, શુષ્ક બનેલી આપણી વ્યાખ્યાન પ્રણાલીને કવિતાના અમૃતમાં પલાળશે, ઓચિંતા અસ્વાભાવિક દીક્ષાગ્રહણની અસંબદ્ધ વાતોથી નિજ ધર્મના અહંભાવ વા વહેમ વધારવાને બદલે જૈન ઇતિહાસમાં છલોછલ ભરેલી માનવતા અને દયાદ્રતા ખુલ્લી કરી બતાવી ધર્મનું મુખ ઉજવલ બનાવશે. પરંતુ મારે હિસાબે તો આ પ્રવૃત્તિનું ભાવી ઔર ઉજ્જવલ અને વિસ્તારવાળું બની રહેશે. પાઠશાળાનાં ભણનારાં કુમાર-કુમારિકાઓ જ્યારે પોતાના પૂર્વગામી ધર્મવીરોની વાતો આવે સ્વરૂપે ઉકેલશે ત્યારે શાસ્ત્રોક્ત ધર્મ કરતાં એક અધિક મહિમાવંત માનવધર્મનું તેમને દર્શન થશે. અને એટલેથી પણ આ પ્રવાહ નહિ અટકે. સાર્વજનિક શાળાઓના દ્વાર પર જઈને જેનો આવી આખ્યાયિકાઓની પ્રસાદી ધરી, સરસ્વતી દેવીના સંચાલકોને વિનવી શકશે કે આ રહ્યું અમારા વીતરાગ-ધર્મનું નવનીતઃ આ રહ્યું, અમારું અહિંસા માર્ગનું પરમ ગૌરવ. આપ આ જૈન ગૌરવને અપનાવો: જૈનત્વને એકલા જૈનોનું જ બની જતું મિટાવી જગત સમગનું થવા દો. માર્ગ ખુલ્લા કરો !
અને હું માનું છું કે ભાઈશ્રી સુશીલ આટલાથી જ સંતોષ નથી પકડવાના. આ સંગ્રહ તો કાંઈ બિસાતમાં નથી એવી આખ્યાયિકાઓની રત્નખાણ હજુ તો અણઊઘડી, અણઅડકી પડેલી છે. એમાંથી વીણી વીણીને પસંદગી કરવાની જે શુદ્ધ રીતિ ભાઈ સુશીલે અખત્યાર કરેલી છે. એમાંથી કચરો હોય તે કાઢી નાંખી, ઝાળાં હોય તેને ઝાપટી,
*
૨ ૬૮
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org