________________
અર્પણ + ક્ષમાશ્રમણ
૧૬
સાચા મોતીના દાણા વીણવાની જે રીતિનો હજુ તો એણે માત્ર આદર કરેલો છે, તેને જો જૈન પ્રજા સાંપ્રદાયિકતાનાં ચશ્માં ઉતારી નાખી રસદૃષ્ટિએ, વિશ્વદૃષ્ટિએ સત્કારી શકે, જો આ નવા સ્વરૂપ પર ભ્રૂકુટિ ન ચડાવે, તો જ ભાઈ સુશીલ અવશ્ય એ ખાણ ઉખેડી શકશે.
અને એ નવું સ્વરૂપ કયું ? એ વિશ્વદૃષ્ટિ કઈ ? એનો ઉત્તર આપણને ‘હરિબળ માછી' આપે છે. અને ‘હિરકેશી બળ' આપે છે. એક માછલાંમાર, ને બીજો ચાંડાલઃ બન્નેની હીન જાતિ. સમાજને હાથે દૂર ફેંકાયેલા બન્ને ઉકરડાના જંતુઓ. જેના લલાટ પરથી જગતે ‘ઉદ્ધાર' શબ્દ જ ભૂંસી નાખેલો. એ બન્નેને આ આખ્યાયિકાઓ માંહેલો ઇતિહાસ કયી ભૂમિકા પર ચડાવે છે? રાજશાસનના મુખ્ય અધિકારપદે અને આખરે દીક્ષિત-પદે. સમાન હક્કના પાયા પર ચણાએલા એ ધર્મશાસનની વિશાલ મનોદશા આજે ક્યાં છે ? ક્યારે ચાલી ગઈ ? એની પુનઃપ્રતિષ્ઠા ક્યારે કરીશું ? એ પ્રશ્નો જૈનધર્મને રૂદ્ધદ્વારે આજે અફળાય છે.
ને બીજી વિશ્વદૃષ્ટિ તે પેટા-સંપ્રદાયના વૈર-શમનની. આખ્યાયિકાઓ પર ક્યાંયે નથી છાપ મારી કે એ કોની માલિકીની છે. દેરાવાસીની કે સ્થાનકવાસીની ? શ્વેતામ્બરની કે દિગમ્બરની? સહુ કોઈનું તૈયારું એ પરમધન છે. સંપ્રદાયોનાં બાલ-હૃદયો આવા એક જ આરા પર નમીને સાચી ધાર્મિકતાનાં સ્વચ્છ શીતલ નીરના ખોબા ભરી પીશે. કહેવાતા સિદ્ધાંત-ભેદોના કલહે જ આજે જે ધર્મદૃષ્ટિને આવરી લીધેલી છે, તે દૃષ્ટિ આવરણમુક્ત બનીને તપ, સંયમ, અહિંસા અને ત્યાગના પરમ ઉપસાધક ધર્મ-સૂર્યનું દર્શન લેશે. બે વચ્ચે એ પસંદગી કરશે. એ પૂછશે કે શા માટે હું વેરઝેર પસંદ કરું? મારે માયાવી તત્ત્વભેદોથી શી નિસ્બત છે? મારે ખરાખોટાનો ફેંસલો ક્યાં જઈ લેવો? બહેતર છે કે હું આ સ્વીકારું - જેમાં ભેદ નથી, સંશયને સ્થાન નથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org