________________
વિવેકદૃષ્ટિને વંદના જે હથેળીના ચંદ્ર સરખું સ્પષ્ટ છે, ને જે એક જે મારું જ્યોતિ બને તેવું છે. હું એને વરું છું. અન્યને તિરસ્કારું છું.
એ યુગદષ્ટિ આવી આખ્યાયિકાઓ જ આપી શકશે. ભાઈ સુશીલને કહીએ કે “લાવો. હજુ લાવો !”
આ પ્રવેશક સમાપ્ત કરતાં પહેલાં મારો એક નમ્ર અસંતોષ પ્રગટ કરી લઉં. આમાંની બે કથાઓ મને કંઈક ખટકે છે.
૧ નિઃશંક શ્રદ્ધા : બે ધર્મભ્રષ્ટોના દાખલા પરથી શ્રેણિક રાજાએ આખા સંપ્રદાય પરની પોતાની આસ્થાને ડગવા ન દીધી. એનો સાર એમ ન નીકળવો જોઈએ કે જૈન પંથનો સમગ્ર સાધુસંપ્રદાય તો સદાય પવિત્ર જ છે અને એની પવિત્રતા પર કદી આશંકા લાવવી જ નહિ ! આ બોધ છેક જ વિપથગામી છે. એને હું “અશ્રદ્ધાનું નામ આપું. કદાચ આ તારતમ્યનો દુરુપયોગ થવા સંભવ છે.
૨. હરિબળ માછી : માછલું ન ઝાલવાના વતના કડક પ્રતિપાલનના પારિતોષિક તરીકે આ ગરીબ મચ્છીમારને અંધારામાં ભૂલથી કોઈ એક ધનવાન પણ ચોર યુવતીની પ્રાપ્તિ થાય છે. એ સાર પણ ત્યાજય જ છે. એ યુવતી કાંઈ એના વ્રત પર મોહીને નહોતી આવી. પણ અન્ય કોઈ આશકની સાથે નાસી આવેલી ને ભ્રમણાએ કરીને જ માછીમારને લઈ ચાલી ગયેલી. બેશક, વ્રતનો સાંસારિક બદલો મળવાની વાંછના સહજ છે. વ્રતધારીને સ્થૂલ સુખ સાંપડે એવી જાતનો વ્રતવિધિમાં રહેલો વ્યાજબી સંકેત છે. પણ તે સુખપ્રાપ્તિ આકસ્માતિક અથવા અશુદ્ધ ન હોય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org