________________
૭૦
અર્પણ + ક્ષમાશ્રમણા બૂમ પડતાં જ સૌ છોકરાં મૂઠી વાળીને ઘરભણી નાઠાં. કોણ કોની સાથે કઈ તરફ નાસે છે તે જોવાની કોઈને કુરસદ ન હતી. આધે જઈને, પાછું વાળી જોયું તો એકલો બળ પેલા ભયંકર સર્પની સામે જોતો ત્યાં જ ઊભો હતો.
એઈ બળિયા ? આમ આવ ! તારો બાપ કરડી ખાશે !” દૂર ઊભા ઊભા તેના મિત્રો શિષ્ટ-અશિષ્ટ સંબોધનો વડે બળને તાણી તાણીને સલાહ આપવા લાગ્યા.
પણ બળ પોતાના સ્થાનેથી ન ખસ્યો. જ્યાં સુધી પેલો સાપ દેખાતો બંધ ન થયો ત્યાં સુધી તેની સામે નિહાળતો ત્યાંને ત્યાં જ ઊભો રહ્યો.
ઘડીવાર રહીને બાળસૈન્ય પાછું વડની છાયામાં આવ્યું. તેમનાં મૃદુ હૈયાં સાપના ભયથી હજી ધબકતાં હતાં. સાંઝ થઈ ગઈ હતી. સૌ પોતપોતાની ઝૂંપડી તરફ પાછાં ફર્યા.
માર્ગમાં પણ સર્પનું પ્રકરણ જ ચાલ્યું. કોઈએ એના કાળા રંગની, કોઈએ એના વેગની, તો કોઈએ સાપ કરડેલા માણસની ગતિ વિશે ચર્ચા ચલાવી. - “પણ આ બળિયો કેટલો બેવકુફ? ત્યાં એના બાપનું શું દાઢ્યું હતું કે પાળિયાની જેમ ઊભો થઈ રહ્યો ? સાપ કરડી ખાધો હોત તો આપણે શું મોટું બતાવત ” બાળ સૈન્યના સરદાર જેવા એક છોકરાએ એમ કહીને બળના વાંસામાં જોરથી એક ધબ્બો લગાવ્યો.
બીજાં છોકરાં પણ અડપલાં કર્યા વિના ન રહી શક્યાં. બળને એ વાતની કંઈ નવાઈ ન હતી. મુંગે મહોઢે સહી લેવાનો તેને અભ્યાસ થઈ ચૂક્યો હતો.
થોડે દૂર આ ટોળું ગયું હશે એટલામાં તો વળી એક જણ બૂમ પાડી બોલ્યો :–“સાપ ! નાસો !”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org