________________
હરિકેશી બળ
બળનો પિતા ગામના સ્મશાનનો સ્વામી હતો. હરિકેશી એ તેના કુળનું નામ હતું. બળને ગાંધારી નામની એક સાવકી મા હતી. જનેતા કરતાં પણ આ ગાંધારી બળ પ્રત્યે વધુ વાત્સલ્ય રાખતી. બળ
જ્યારે બધાંનો તિરસ્કાર પામી ઘેર આવતો ત્યારે ગાંધારી જ તેને ખોળામાં બેસારી, નિર્મળ સ્નેહ સિંચતી, સાવકી માતાના સ્નેહ સિવાય બળને આખું જગત્ ઉન્ડાળાના રણ જેવું સંતત લાગતું. બળના પિતાને આ દેખાવ જોઈ ઘણીવાર આશ્ચર્ય થતું. બળમાં એવું તે શું રૂપ કે આકર્ષણ છે કે ગાંધારીને આ છોકરા ઉપર આટલું વ્હાલ છૂટતું હશે ? ગાંધારીએ જ એકવાર એ મૂંઝવણનું સમાધાન કરતાં કહેલું કે- “લોકો ગમે તેમ કહે, પણ મને આ છોકરાની આંખમાં કંઈક જુદી જયોતિ દેખાય છે. જરૂર એ કોઈ મહાપુરુષ થશે.” પિતા પોતાના આવા કદરૂપા બાળકનું ભવિષ્યકથન સાંભળી હેજ હસ્યો. સ્નેહનો જ એ પક્ષપાત હશે એમ મનને મનાવ્યું.
હરિકેશી બળ હવે કંઈક સમજતો થયો છે. જીવન એ માત્ર સ્વપ્ન નથી, પણ સમસ્યા છે એમ તે જોઈ શક્યો છે. ઘરે અને બહાર રોજ ટપલાં ખાઈને જીવન વીતાવવું કે પાંચ માણસ પગે પડતા આવે એવો કોઈ પુરુષાર્થ બતાવવો એ આત્મપ્રશ્ન તેના અંતરમાં ઉદ્ભવ્યો છે. ચંડાળ કુળના એ બાળકને સર્બોધ આપી રાહ સૂઝાડનાર પણ કોઈ ન હતું.
એક દિવસે એક સામાન્ય નિમિત્તે તેના પ્રશ્નનો ઉકેલ કરી નાખ્યો. માર્ગ બદલવાની અણી ઉપર આવી ઊભેલા મુસાફરને નજીવું નિમિત્ત પણ કેવી વિપરીત દિશામાં ઘસડી જાય છે?
એમ બન્યું કે બળ અને અને તેના દોસ્તો રોજના નિયમ પ્રમાણે વડની ઓથમાં રમતા હતા. એટલામાં તળાવની પાળમાંથી એક કાળો ભમ્મર સાપ, ડુંફાડા મારતો બહાર નીકળ્યો. “સાપ ! સાપ !” ની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org