________________
અર્પણ + ક્ષમાશ્રમણ
આ બાળકોમાં બળ નામનો એક બાળક બીજાઓની સાથે રમવા આવતો. તે પોતાની ઇચ્છાથી આવતો કે આગ્રહથી તે કંઈ ન કહેવાય. બીજાં બાળકો જ્યારે વડની ડાળીઓમાં સંતાઈ પાછાં નીચે કૂદતાં અને ધીંગામસ્તી કરી ન્હાનું સરખું યુદ્ધ મચાવતાં ત્યારે બળ આઘે ઊભો ઊભો એ બધું જોયા કરતો. તેને આમાં બીજા જેટલો રસ ન પડતો. આથે રહ્યો રહ્યો તે પોતાનાં જ સ્વપ જોતો.
૬૮
તેના સાથીઓને બળની આ ગંભીરતા બહુ જ ખટકતી. એક તો તે જન્મથી જ જરા બેડોળ હતો અને અધૂરામાં પૂરું વૃદ્ધ પુરુષની જેમ ગાંભીર્ય ધારી રમત-ગમત તરફ ઉદાસીન રહેતો. ચંડાલનો આખો મહોલ્લો તેને છેક નમાલો ગણી કાઢતા. તેના સાથીઓને પણ જ્યારે બળની ગંભીરતા ઉપર બહુ જ ખીજ ચઢતી ત્યારે તેને ટપલા મારીને કે ટાંગાટોળી કરીને પરાણે રમવા લઈ જતા. કોઈ દિવસ એવો નહીં ગયો હોય કે બળના દોસ્તોએ બળને પજવ્યા વિના પોતાની રમતની પૂર્ણાહુતિ કરી હોય. રમતની આદિમાં, મધ્યમાં કે અંતમાં બળને માથે પીટ પાડવી એ તેમનો રોજનો ક્રમ બની ચૂક્યો હતો.
બિચારો બળ મનમાં મુંઝાઈને બેસી રહેતો. તેનાં માતાપિતા પણ કંઈ ઉપરાણું લઈને તેને બચાવે એમ ન હતું. આવાં દુર્બળ, કંગાળ અને કાયર છોકરાં હોય તે કરતાં વાંઝિયા રહેવામાં તેઓ પોતાનું વધુ સદ્ભાગ્ય માનતા.
ઉચ્ચવર્ણના અનેકવિધ ત્રાસથી કંટાળેલા ચાંડાળો તક મળતાં લૂંટફાટ ચલાવવાનું પણ ન ચૂકતા. જે બાળકો પ્રથમથી જ તોફાન-મસ્તી કરવાને ટેવાયેલાં ન હોય તે આ લૂંટફાટના ધંધામાં શી રીતે પાવરધા બને ?બળની પામરતા જોઈ મા-બાપ માનતાં કે આ છોકરો કંઈ નામ નહીં કહાડે-શહેરીઓની ગુલામગીરી કરતાં કરતાં જ આખરે મરી જવાનો; એવાં દુર્બળ સંતાનો દયા કે મમતાને યોગ્ય ન હોય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org