________________
હરિકેશી બળ
પહેલાં તો તેમને આ સાદમાં મશ્કરી જેવું લાગ્યું, પણ સંધ્યાના આછા અજવાળામાં જોયું તો પહેલાના જ જેવો બીજો એક સાપ ગૂંચળું વાળીને પડ્યો હતો.
“પણ આ કંઈ ઝેરી સાપ નથી, મારા કાકા તો આવા સાપની જોડે ઘણીવાર ખેલ કરે છે.” એકે કહ્યું.
એટલું છતાં પાસે આવવાની બધાની હિમ્મત ન ચાલી. “ગમે તેવો પણ સાપ છે ને ?” એમ કહેતાં જ, પાછળથી બીજાએ આવી હાથમાંનો દંડીકો સાપના માથા ઉપર માર્યો. માથું છુંદાઈ ગયું. ઘણીવાર સુધી તે તડફડતો આખરે સ્વધામ પહોંચ્યો. ઠેઠ લગી ઊભા રહીને બધાં બાળકોએ એ સપનો તડફડાટ જોયો. મૃત્યુની વેદનામાં પણ એમને તો ગમ્મત જ લાગી.
બળ ઉપર આ બન્ને પ્રસંગોની અજબ અસર થઈ.
તે ઘેર ગયો. પણ સાપના તડફડાટને કેમે કરતાં ભૂલી ન શક્યો. રાત્રે ઊંઘમાં પણ સાપનાં જ સ્વપ્ન જોતો હોય તેમ એક-બે વાર ચમક્યો. તેની સાવકી મા ગાંધારી જે પાસે જ સૂતી હતી તેણે બળની આ ગભરામણ જોઈ માતાના આગ્રહ છતાં બળે તેનો ખુલાસો ન કર્યો.
અને એમાં ખુલાસો કરવા જેવું પણ કંઈ ન હતું. બળને સર્પનો ભય ન હતો; તેમજ સર્પદંશથી નીપજતા મોતની પણ બીક ન હતી. તેના મનમાં કંઈક જુદું જ મંથન ચાલતું હતું.
વિષધર સાપ ભાળી સૌ નાસી ગયા અને નિર્વિષ સાપને મૃત્યુની સજા ! સંસાર કયા નિયમને અનુસરતો હશે ? સૌએ વિષધર થવું અને જ્યાં સુધી પહોંચી શકે ત્યાં સુધી વિશ્વની જ્વાળાઓ ફેંકવી એ જ શું સંસારનો આદેશ છે ? વિષવાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org