________________
અર્પણ + ક્ષમાશ્રમણ
પ્રાણીને જ જીવવાનો હક્ક હશે ? જે બીજાને મારી શકે તે જ જગતમાં જીવી શકતું હશે?
બળે આજ સુધીમાં ઘણું વેઠવું હતું. મિત્રોના માર અને મહેણાં સહ્યાં હતાં. હવે તેને લાગ્યું કે એ બધો પ્રતાપ તેની સરળતા અને ભદ્રિકતાનો જ હતો. જો તે સૌની સામે થઈ શક્યો હોત, તો લાલ આંખ કરી એક ત્રાડ પાડી શક્યો હોત અને સામાને કંઈ દુઃખ થાય છે કે નહીં તેની પરવા રાખ્યા વિના બે ચાર તમાચા ચોડી શક્યો હોત તો આજે તેને કોઈ ટપલાં ન મારત; પેલા સાપથી ડરીને દૂર નાસી ગયા તેમ સૌ તેનાથી પણ ડરીને આવા ઊભા રહ્યા હોત. નિર્વિષ સાપે દુનિયાનું શું બગાડયું હતું ? તેનામાં ઝેર ન હતું એ શું તેનો ગુનો ગણાય ? બળે નિશ્ચય કર્યો કે દુનિયામાં રહેવું હોય તો થોડું થોડું વિષ વમતાં શીખી લેવું જોઈએ, વિષની છૂટે હાથે લ્હાણી જ કરવી જોઈએ. નિર્વિષને આ દુનિયા સુખે જીવવા દે એટલી ઉદાર નથી.
બળે એ નિશ્ચય અમલમાં મૂક્યો અને તે જ દિવસે તેના સાથીઓ મૂળ પ્રતાપ જોઈ શક્યા. બળ જાણે પુનર્જન્મ પામ્યો હોય અને કોઈ નવો જ બળ પોતાની વચમાં વસતો હોય એવી સૌને ખાત્રી થઈ ગઈ ધીમે ધીમે અભ્યાસ કરતાં તેની ગણના કઠોરમાં કઠોર અને નિષ્ઠુરમાં યે નિર તરીકે થવા લાગી. ચંડાળકુળનું ભૂષણ આવું જ હોય ! નાનપણથી જે તોફાન કરતાં અને નિર્દયપણે માથાં ભાંગતા ન શીખે તે ધાડપાડુ કે લુંટારો શી રીતે બની શકે ? અને જે મુંગે મોઢે ગામનાં મેલાં ચૂંથ્યા કરે તેને કોઈ ગામનાં કુલીન સ્ત્રી-પુરુષો થોડું જ સન્માન આપવાનાં હતાં ? બળ જેમ જેમ બળવાન અને નિર્દય બનતો ગયો તેમ તે તે ભય અને ભક્તિને પાત્ર બનવા લાગ્યો.
દિવસો વીતતા ગયા તેમ તેમ હરિકેશી બળના નામની બધે ધાક પડી ગઈ ! તળાવની પાળ ઉપર, વડની સાક્ષીએ સૌનો માર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org