________________
હરિકેશી બળા સહન કરતા બળ અને આજનો લુંટારાઓની ટોળીનો સરદાર બળ એ બન્ને એક જ નથી. એક જ હોવા છતાં જન્માંતર જેટલો ભેદ પડી ગયો છે. વટેમાર્ગુઓને સતાવવામાં, લૂંટવામાં બળ આજે અજોડ ગણાય છે. એક સામાન્ય નિમિત્ત મનુષ્યના જીવનમાં કેવું ભયંકર પરિવર્તન આણે છે?
સગવડની ખાતર “સાપ” બનવાનો અભ્યાસ આદર્યો ત્યારે તો તેને એવો ખ્યાલ પણ નહીં આવ્યો હોય કે તે આટલો બધો નીચે ઊતરી પડશે. આજે હવે તે નવો નિશાળિયો નથી રહ્યો, તેને પોતાના બળ, પરાક્રમ અને ઝેરનો મદ ચડ્યો છે. રૂવે રૂંવે એ ઝેર વ્યાપી ગયું છે. હિંસા અને ક્રૂરતા જ તે જગતના આધારરૂપ માનવા લાગ્યો છે.
એક દિવસે તે ગંગા નદીના કિનારે, અરણ્યમાં એકલો ઉન્મત્તની જેમ શિકારની શોધમાં ભમતો હતો. એટલામાં એક ધ્યાનસ્થ મુનિ તેની નજરે ચડ્યા. ટાઢ અને તડકાના સતત પરિસહો સહન કરવાથી એ મુનિરાજ જો કે અત્યારે ક્ષીણ અને કૃશ જેવા લાગતા હતા, પણ એમનાં સપ્રમાણ વિકસેલાં ગાત્રો, પૂર્વાવસ્થાના સમર્થ દેહનું સ્મરણ આપતાં. સાથીઓથી છૂટો પડી ગયેલો અને શ્રમિત બનેલો બળ જાણે કોઈ અપૂર્વ આકર્ષણથી ખેંચાઈ આવતો હોય તેમ તેમની નજીક આવ્યો. વનચરો જો આવા તપસ્વીઓ પાસે આવી શાંતિ પામતા હોય તો પછી બળ એક મનુષ્ય હતો, એક વખતનો સંસ્કારી હતો, તેને ભક્તિભાવ કેમ ન હુરે ? હાથમાંનું તીર એક તરફ ફેંકી દીધું , અને મુનિરાજની સામે આવી વિનયપૂર્વક બેઠો.
બળને મુનિદર્શનનો આ પહેલો પ્રસંગ હતો. આવો ખમતીધર વગર કારણે વનનાં દુઃખ શા સારુ વેઠતો હશે? એવો એક તર્ક તેના અંતરને સ્ટેજ સ્પર્શે - ન સ્પર્ધો ને ઊડી ગયો. પોતાની આખી ટોળીમાં આવો કોઈ સમર્થ વીર હોય તો ટોળી કેટલી દીપી નીકળે? તે પોતાના ધંધાની દૃષ્ટિએ જ વિચાર કરવા લાગ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org