________________
અર્પણ + ક્ષમાશ્રમણ પક્ષીઓનાં કલરવ અને વાયુ વડે અથડાતાં સૂકાં પાંદડાંના મર્મર સિવાય સઘળે શાંતિ હતી. મુનિરાજ ધ્યાનસ્થ હતા. આખું અરણ્ય એ જાણે તેમનો ઉપાશ્રય હોય એવો ભાસ કરાવતું.
બળને પોતાની બાલ્યાવસ્થાના જૂના દિવસો યાદ આવ્યા. તે પોતે એક વાર આટલો જ શાંત, નિર્વેર અને સહનશીલ ન હતો? પણ લોકોએ એ શાંતિનો કેટલો દુરુપયોગ કર્યો? શાંતિ કે સહનશીલતામાં જ જો સુખ હોય તો ઝેર વિનાનો સાપ શા સારુ રિબાઈ રિબાઈ મરવો જોઈએ. સબળતા એ જ સુખનું મૂળ છે, સમસ્ત સંસાર માત્ર શક્તિને જ પૂજે છે.
આટલું વિચારતાં તો તેની આંખના ખૂણામાં લાલાશ તરી આવી. કાલાવાલા કરી નમ્રતાને –દીનતાને તરછોડતો હોય તેમ તે હેજ ઉગ્ર બન્યો.
એટલામાં મુનિરાજે તેની સામે જોયું. બળનો શિકારી સાજ અને તેના વદન ઉપરની ઉગ્રતા સામે તેઓ એક-બે પળ નિહાળી રહ્યા.
ધર્મોપદેશ સિવાય એમને બીજું કંઈ કહેવાનું ન હતું. અહિંસા, સત્ય, ત્યાગનું રહસ્ય ટૂંકામાં સમજાવ્યું.
પણ બળ તો હવે રીઢો થઈ ગયો હતો. તેના મન ઉપર એ ધર્મોપદેશની કંઈ અસર ન થઈ.
કોઈ ઉચ્ચ કુળમાં જન્મ્યા હશો એટલે જ એ બધું સૂઝતું હશે. એકવાર અમારી સ્થિતિમાં મુકાવ અને અમારાં રોજનાં અપમાન અનુભવો, પછી ભલે ધર્મનો ઉપદેશ કરવો હોય તો પધારજો.”
ધર્મ તો સૌને માટે સમાન છે. એમાં ઉચ્ચ-નીચનો ભેદ નથી હોતો. પણ તમે કોણ છો ?” મુનિરાજે જાણવા માગ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org