________________
હરિકેશી બળા
૦૫ છું તો જાતનો ચંડાળ. પણ આજે મારે ઝપાટે ચડેલા ભલભલા કુલીનોનાં પણ માથાં નમે છે. આપ કહો છો તેવા ધર્મ પાળું તો લોકોનાં મળ-મૂત્ર ચૂંથીને જ જન્મારો પૂરો કરવો પડે. એના કરતાં આ ધંધો શું ખોટો છે ? મેં તો નિશ્ચય કર્યો છે કે જે ઝેર રાખી શકતો નથી, ત્રાસ ફેલાવી શકતો નથી તે પોતાની નબળાઈને લીધે સુખે જીવી પણ નથી શકતો.” સિદ્ધાંતના પ્રતિપાદનમાં બળે પેલો સર્પવાળો વૃત્તાંત સંભળાવ્યો અને સાથે પોતાનું બાળજીવન પણ ટૂંકામાં જણાવી દીધું.
ભવરોગના ચિકિત્સક એવા આ તપસ્વીને એટલું નિદાન બસ હતું. રોગ પરખાયો; રોગનાં મૂળ કારણ વિષે જ તેમણે પોતાનું વિવેચન ચલાવ્યું -
“ઉચ્ચ-નીચના ભેદ એ કેવળ દંભ છે. મહાવીર પ્રભુના ધર્મમાર્ગમાં એ દંભ નથી. અમારા શાસનમાં તો રાજાથી માંડીને તે રક સુધી અને કુલીનથી લઈને તે શૂદ્ર સુધીનાં મનુષ્યો એકસરખો આશ્રય લઈ શકે છે. જિનશાસનનો મુદ્રાલેખ છે કે –
કમુણા બંભણો હોઈ, કમુણા હોઈ ખત્તિ; કમુણા વઈસો હોઈ, સુદ્દો હોઈ કમુણા.
બ્રાહ્મણપણું, ક્ષત્રિયપણું, વૈશ્યપણું અને શૂદ્રપણું એ બધું કોઈના જન્મ કે વંશ ઉપર નહીં પણ સૌ સૌનાં કર્મ ઉપર જ આધાર રાખે છે. તમે ચાંડાલ કુળમાં જન્મવા છતાં યે આજથી બ્રાહ્મણ બનવા માગો તો કોઈની તાકાત નથી કે તમને રોકી શકે–
જહા પૌમ જલે જાય નો વિ લિuઈ વારિણા; એવં અલિત્ત કામુહિં તે વયે બંભમાહણં–
જળમાં ઉત્પન્ન થવા છતાં જેમ કમળ જળથી લેવાતું નથી તેમ જે કોઈ સંસારમાં રહેવા છતાં કામભોગથી લેવાતા નથી તેઓને અમે તો બ્રાહ્મણ જ માનીએ છીએ. એટલું જ નહીં પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org