________________
અર્પણ + ક્ષમાશ્રમણ
ન વિ મુંડિએણ સમણો ન ઓકારેણ બંભણો, ન મુણિ રણવાસણ, કુસીચીરણ ન તાવસો
માત્ર માથું મુંડાવવાથી કોઈ સાચો સાધુ બની જતો નથી, માત્ર ગાયત્રીના મંત્રો ઉચ્ચારવાથી કોઈ બ્રાહ્મણ બની જતો નથી, માત્ર અરણ્યમાં રહેવાથી કોઈ મુનિ બની જતો નથી અને દર્ભ અથવા વલ્કલ ધારણ કરવાથી કોઈ તાપસ બની જતો નથી. જેનામાં સમતા, વિનય, નમ્રતા અને સંયમ હોય છે તે જ શ્રમણ કે સાધુના નામને યોગ્ય ઠરે છે.”
તપસ્વી મુનિના નિર્મળ ઉપદેશ પ્રવાહમાં હરિકેશી બળ તણાયો. પોતે એક લૂંટારો છે અને કેવળ શક્તિનો જ ઉપાસક છે એ ભૂલી ગયો. એના જ આત્માની અસ્ફટ વાણી જાણે મુનિના મુખથી આકાર પામતી હોય તે તલ્લીનતાપૂર્વક સાંભળી રહ્યો.
અને નિર્વિષને કોઈ વ્યર્થ હણે એ માન્યતા પણ એટલી જ ઠગારી છે. પ્રાણીમાત્ર પોતાનાં જ કર્મના પરિપાક વેચે છે. સ્કૂલદષ્ટિ એ ન જોઈ શકે, પણ એથી કર્મના અબાધિત નિયમ કંઈ થોડા જ પલટાય ! વિષવાળાં કે વિષ વિનાનાં સૌ એ જ કર્મના સનાતન નિયમને વશ વર્તે છે. પામર મનુષ્ય, કારણ ને કાર્યની સળંગ રેખા હંમેશાં ઉકેલી શકતો નથી અને તેથી જ તે ઘણીવાર બ્રાંતિને સનાતન સત્ય સમજી, પોતાની જાળમાં પોતે જ ફસાય છે.”
થોડીવાર બન્ને મૌન રહ્યા. હરિકેશીના નવજીવનનું પ્રભાત ઊઘડતું હોય તેમ નિર્મળ તેજસ્વિતા બળના વદન ઉપર તરવરી. છેલ્લે છેલ્લે જાણે બધું જ કહી દેતા હોય તેમ મુનિરાજે કહેવા માંડ્યું –
બાળપણમાં તેં તારા સાથીઓ કે સ્નેહીઓના ઉપદ્રવ સહ્યા હશે, પણ તે વખતે તો તું મૂઢ દશામાં હતો. નિર્દોષ રહીને સંસારીઓના અનુકૂળ તેમજ પ્રતિકૂળ ઉપદ્રવ સહન કરવામાં જે એક શબ્દાતીત રસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org