________________
હરિકેશી બળ
રહ્યો છે તેનો સ્વાદ તું હજી નથી લઈ શક્યો. એ રસપાત્ર આજે પણ તારા હાથમાં છે. લૂંટમાં મળેલા માલની જેમ તારે એના વિભાગ નહીં કરવા પડે. તું એકલો જ એ રસ ધરાતાં સુધી, અજર અમર પદનો અધિકારી બનતાં સુધી પી શકશે. અને સહન કરવું એટલે બળને શૂન્યમાં ભેળવી દેવું એમ ન માનતો. ભૂખ-તૃષા અને ઉપદ્રવોના પરિતાપ સહતાં સહતાં તું તારા આત્માને વિષે જ બળનો એક મહાસાગર ગર્જતો જોઈ શકશે. તારી શક્તિપૂજા પણ ત્યારે જ સાર્થક થશે. આજ લગી તેં તારા બળનો ઉપયોગ બીજાને પીડવામાં કર્યો છે, પણ હવે તે જ બળ વૃત્તિમાત્રના દમનમાં વાપર. વિનાશ કરતું એ બળ તારા આત્માનું કેવું ભવ્ય નિર્માણ રચે છે તે એકવાર જો !”
નિગ્રંથ મુનિએ ઉપદેશનાં છેલ્લાં વાક્ય ઉચ્ચાર્યા ત્યારે પશ્ચિમના આકાશમાં સંધ્યાના સ્વાગતની તૈયારી થઈ રહી હતી. વક્તા કે શ્રોતા એ બેમાંથી કોઈને સમય જતો ન જણાયો. હરિકેશી બળ ઘણીવાર સુધી મંત્રમુગ્ધ સર્ષની જેમ મુનિરાજની તપ કુશ મુખમુદ્રા સામે જોઈ રહ્યો. તે સર્વ સંશય આજે છેદાયા હતા. મેઘમુક્ત વાદળની જેમ તેનો મનઃપ્રદેશ આજે રાગ-દ્વેષ રહિત નિર્મળ બન્યો હતો. સ્વાતિ નક્ષત્રનું એકએક બિંદુ જેમ શુદ્ધ મોતીના રૂપમાં પરિણમે તેમ ઉપદેશના એકએક શબ્દ તેના અંતરમાં અપૂર્વ પ્રકાશ ઉપજાવ્યો હતો.
એક દીર્ઘ નિઃશ્વાસ સાથે તે ઊડ્યો. મુનિવરની ચરણરજ માથે ચડાવી અને પોતાના રહેઠાણ તરફ ચાલ્યો.
જતાં વેંત તેણે પોતાના સાથીઓને બોલાવી, સમજાવી, આખી ટોળી વીંખી નાખી; અને થોડા દિવસ પછી તે પણ સ્નેહીસંબંધીઓથી છૂટો પડી જૈન મુનિઓના સંઘમાં સામેલ થઈ ગયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org