________________
o.
કેટલાંક વરસ પછીનો આ એક પ્રસંગ છે :
ઉપરાઉપરી ઉપવાસ અને બીજા અનેક પરિસહોથી હિરકેશી બળ મુનિની પ્રચંડ કાયામાં હવે માત્ર હાડકાં ને ચામડી જ બાકી રહી ગયાં છે. દેહની જેમ મનના પણ ઘણાખરા મેલ ધોવાઈ ગયા છે. સંયમના પાલનમાં અને ઉગ્ર વિહારમાં હરિકેશી મુનિ, મુનિઓમાં અગ્રણી ગણાય છે.
અર્પણ + ક્ષમાશ્રમણ
એક દિવસે તેઓ વિહાર કરતા મથુરાપુરીમાં જઈ ચડ્યા. અહીં બ્રાહ્મણોએ કેટલાક દિવસો થયાં એક મહા યજ્ઞ આરંભ્યો હતો. આસપાસના ઘણા વિદ્વાન્ બ્રાહ્મણો રાજાના આમંત્રણથી એ જ નિમિત્તે અહીં આવી વસ્યા હતા.
વેદીમાંથી આકાશ તરફ વહેતી અગ્નિની શિખાઓ અને તાલબદ્ધ વેદોચ્ચાર બ્રાહ્મણ સમાજના અંતરમાં પ્રસન્નતાના ભાવો પ્રેરતા. ઉચ્ચવર્ણ સિવાયનો અન્ય કોઈપણ માણસ અહીં સુધી ન આવી શકે. પ્રારંભથી જ એવી પાકી વ્યવસ્થા થઈ ગઈ હતી. રાજ્યના અનુચરો ધર્મ અને કર્તવ્ય સમજી એ વિષે સતત્ જાગૃત રહેતા.
મહામુનિ હરિકેશીને નિષેધ કે અપમાનની મુદ્દલ પરવા ન હતી. તેઓ નિશ્ચિત મને એ યજ્ઞપાટક તરફ વળ્યા.
‘‘કોણ છે એ અનાર્ય જેવો?”’ એક યાજ્ઞિક, મુનિને આવતાં જોઈ તાડુકી ઊઠ્યો અને જોતજોતામાં મોટો ભયંકર અકસ્માત્ થવાનો હોય તેમ યાજ્ઞિકોની મોટી સંખ્યા મુનિની આસપાસ એકઠી થઈ ગઈ.
“હું એક શ્રમણ છું. બીજાને માટે તૈયાર કરેલું નિદોર્ષ ભોજન મળે તો લેવું એ મારો ધર્મ છે. અહીં શેષમાંથી પણ જે અવશેષ અન્ન રહ્યું હોય તે-’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org