________________
હરિકેશી બળ
toe
‘શ્રમણ’ અને ‘ભોજન' એ બે શબ્દો જ યાજ્ઞિકોને ઉશ્કેરવા માટે બસ હતા. બ્રાહ્મણો અને શ્રમણો વચ્ચે એ વખતે તીવ્ર વિરોધ ચાલતો.
“આ ભોજન બ્રાહ્મણોને જ મળી શકે છે. તારા જેવા શૂદ્ર એ પવિત્ર અન્નના અધિકારી ન ગણાય.” યાજ્ઞિકોએ મુનિને બોલતાં અટકાવી વચમાં જ પોતાનો નિશ્ચય જાહેર કર્યો.
“અન્ન નહિ મળે તો કંઈ નહીં, પણ તમારા યજ્ઞમાં કંઈ હિંસા તો નથી થતી ને ?’' યાજ્ઞિકોને એ પ્રશ્ન અસહ્ય લાગ્યો. એ પ્રશ્નમાં જ તેમને આખી વૈદિક પ્રણાલિકાનું અપમાન દેખાયું. અભિમાન અને ક્રોધના આવેશે તોફાનનાં વાદળ એકાએક ખેંચી આણ્યાં. જે હિરકેશીનું નામ કાને અથડાતાં, ગઢ-કાંગરાથી સુરક્ષિત શહેરમાં વસતા નાગરિકો પણ ભયથી કંપતા અને જેનો અકસ્માત્ ભેટો થતાં પ્રાણરક્ષા માટે કરગરતા એ જ હિરકેશી ઉપર તેમણે ગાળો અને અપમાનનો વરસાદ વરસાવ્યો. “એ પાખંડીનું તો માથું જ ભાંગી નાખવું જોઈએ !'' એ શૂદ્ર જેવા માણસને યજ્ઞના વિષયમાં બોલવાનો શું અધિકાર છે ?’’ એવા એવા અનેક આક્ષેપો સંભળાવા લાગ્યા. હરિકેશી મુનિ જરાયે વિચલિત ન થયા. તેઓ ત્યાં જ ઊભા રહ્યા. આજે તે એક માસના ઉપવાસને અંતે પારણું કરવા આ તરફ આવ્યા હતા. બીજો કોઈ તપસ્વી હોત તો તેણે ઉગ્ર સ્વરૂપ ધરી કંઈ જુદો જ અનર્થ ઉપજાવ્યો હોત. પણ આ મુનિ તો તિરસ્કારને શાંતિથી પી ગયા. આ પ્રકારની તેમની અજબ શાંતિએ બ્રાહ્મણો ઉપર વશીકરણ કર્યું. સૌ શાંત થતાં તેમણે સંયમ, ત્યાગ બ્રહ્મચર્ય, વ્રત, તપ વિગેરેમાં યજ્ઞવિધિનો શી રીતે સમાવેશ થાય છે તે સમજાવ્યું. બ્રાહ્મણોને પણ અંતે પોતાની ભૂલ સમજાઈ.
યજ્ઞ અપૂર્ણ રહ્યો. જેઓ નિરભિમાન અને આત્મશ્રેય પ્રત્યે એકાંત રુચિ ધરાવતા હતા તેઓ રિકેશી મુનિનો સનાતન મંત્ર પામી, શ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org