________________
અર્પણ + ક્ષમાશ્રમણ
મહાવીરના માર્ગના પથિક થયા. એ રીતે હિરકેશી મુનિએ ઉપદ્રવ, દુઃખ કે વિપદ માત્રને તુચ્છ માની, સતત ઉગ્ર વિહાર કર્યા અને હિંસા તેમજ વહેમના જે અખાડા જામ્યા હતા તે વીંખી નાખ્યા.
૯૦
ચંડાળ કુળમાં જન્મવા છતાં તે પોતાનાં તપ અને નિર્મળ ચારિત્રને લીધે સર્વત્ર વંદનીય થઈ પડ્યા. કોઈ પણ કુળમાં જન્મવા માત્રથી જ માણસ પ્રતિષ્ઠા કે નિંદાને પાત્ર નથી ઠરતો, પરંતુ તેનાં સારાંનરસાં કર્મો જ તેને અને તેના કુળને પ્રતિષ્ઠા કે નિંદાને પાત્ર ઠરાવે છે એ મહાસત્ય તેમણે મૂર્તિમંત કરી દાખવ્યું. ચક્રવર્તીથી માંડીને તે ઠેઠ ચંડાલ સુધીના દરેક માનવસંતાનને આત્મકલ્યાણ સાધવાનો એક સરખો અધિકાર છે એ શ્રમણસંસ્કૃતિનો સંદેશ આજે પણ શ્રી હરિકેશી મુનિના જીવનમાં ગુંજતો આપણે સાંભળીએ છીએ!
Jain Education International
...
For Private & Personal Use Only
www.jainelibrary.org