________________
કાલક કુમાર - [૯] ઉષાના વદન ઉપરનું આવરણ ઉંચકાય તે પહેલાં રોજ નિયમિત રીતે ધારાવાસનાં રાજદ્વાર ઊઘડતાં અને બે અશ્વારોહીઓ નિર્જન માર્ગ ઉપર થઈને દૂર અરણ્યમાં નીકળી જતા. કોઈ નવા જોનારને એ બન્ને સગા ભાઈઓ કે અંતરંગ મિત્રો હશે, એવો ભાસ થાય. નખથી માથા સુધી બન્નેનાં પહેરવેશ અને સાજ પ્રાયઃ એકસરખા રહેતા, બન્નેના મોં ઉપર રાજતેજ ઝળકતું. અંધારી રાતે યોદ્ધાનો ભાલો તારાના તેજમાં ચમકે તેમ એ બન્ને અશ્વારોહીઓના હોં ઉપરનું સ્વાભાવિક ગૌરવતેજ, સરી જતા અંધકારમાં ચક્રાકાર સરજાવતું.
વસ્તુતઃ એ બન્ને ભાઈ-બહેન હતાં. એમને મિત્ર કહીએ તો પણ ચાલે અને સગા ભાઈઓ કહીએ તો પણ કંઈ ખોટું નહીં. બહેનરૂપે જન્મવા છતાં સરસ્વતીને કુમાર કાલક પોતાના હાના ભાઈ તુલ્ય જ સમજતો અને સન્માનતો. કાલક કુમાર ધારાવાસ નામની, મગધની એક અગ્રગણ્ય નગરીનો યુવરાજ હતો. તેના પિતાનું નામ વૈરાસિંહ હતું. વૈરસિંહે પણ કુંવરી સરસ્વતીને એક રાજકુમારની જેમ જ ઉછેરી હતી. તે પુરુષવેશે કુમારની સાથે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org