________________
ધના-શાલિભદ્ર
૨૩૫ માટે આટલાં ઝંખો છો તે ક્યારનાય તમારા મહેલના આંગણા સુધી આવીને પાછા વળી ગયા છે.” બીજે દિવસે જ્યારે એમને જાણ થઈ કે શાલિભદ્ર તો આવીને આહાર વિના પાછા ગયા છે. ત્યારે એમને માથે વજ પડ્યું હોય એવો આઘાત થયો.
તરત જ એ કલ્પાંત કરતાં જયાં ભગવાન મહાવીરનો શ્રમણસંઘ સ્થિરતા કરી રહ્યો હતો ત્યાં પહોંચ્યાં. અહીં એમને સમાચાર મળ્યા કે શાલિભદ્ર અને ધન્ના અણગાર તો વૈભારગિરિ ઉપર અણસણ આદરીને કયારનાય કાયોત્સર્ગમાં સ્થિર થઈ ગયા છે. ત્યાં જઈને પ્રથમ તો ભદ્રા માતાએ દૂરથી એમને વાંદ્યા, વિનવ્યા અને અંતરમાં જે ઉચ્છવાસના ઊભરા ભર્યા હતા તે ઠલવ્યા.
કયાંય સુધી માતા પોતાના પુત્ર શાલિભદ્રની ધ્યાનસ્થિત કાયાને અનિમેષ નેત્રે જોઈ રહ્યાં. કોમળ શય્યામાં સૂનારો, વિવિધ રસભોગ અને શૃંગારમાં રાચનારો, બિંબિસાર જેવા મહારાજાના ખોળામાં સ્નેહ-સત્કાર પામવા છતાં કરમાઈ જનારો સુકુમાર શાલિભદ્ર ઉગ્ર તપશ્ચર્યા અને ટાઢ-તડકાના પરિસહો ખમતો કોઈ ઉત્તમ ગિરિરાજના શૃંગ સમો અડોલ-અચળ ઊભો છે. પુષ્પ-પાંખડીથી ઘડાએલા આ કોમળ દેહમાં આટલી ક્ષમતા, આટલું સામર્થ્ય કયાં-કઈ રીતે રહી શક્યું હશે તેનો વિચાર કરતાં માતાના અંતરમાં પણ ત્યાગનો પુનિત દીપક પ્રગટ્યો.
શાલિભદ્ર અને ધક્ષા અણગાર તો શુભધ્યાનના બળે સર્વાર્થી સિદ્ધિને પામ્યા. કાળક્રમે કેવળજ્ઞાન પામી મુક્તિને વરશે. ભદ્રા માતાએ પણ શોક-સંતાપને વિવેકપૂર્વક અંતરમાં શમાવી દઈ, અંતે એ જ સંયમનો રાહ લીધો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org