________________
વાત્સલ્યધેલી માતા
કોઈ દિવસ નહીં જોયેલો આ રમણીનો વેશવિન્યાસ અહંન્નકે શાંતિથી નિહાળ્યો. અનાયાસે મળેલા આ રસવૈભવને તજી દેવામાં જાણે પોતે જ પોતાનો આત્મઘાત કરતો હોય એવી નિર્દયતા લાગી. રજાના શબ્દો હોંમાં જ રહી ગયા. કંઠે શોષ પડવા લાગ્યો. મુનિજીવનના પરિસહ વિકરાળ વાઘની જેમ નજર આગળ ખડા થયા. તે કર્તવ્યમૂઢની જેમ લજા અને સંકોચને લીધે ધરતી તરફ જોઈ રહ્યો.
“આજ નહીં તો કાલે જવાશે. જીવનમાં બે દિવસ શા લેખામાં છે?” વીણાના ઝંકાર જેવા શબ્દોએ અગ્નિકની બધી મૂંઝવણ ટાળી લીધી.
યુવતીના આગ્રહથી તે રોકાયો તો ખરો, પણ એ જ દિવસો તેની પરીક્ષાના દિવસો હતા એ ન સમજ્યો. કમનસીબે દિવસો ઉપર દિવસો વીતવા છતાં એ “કાલ' ન આવી. યૌવનના ઉન્મત્ત પૂરમાં ઉભય આત્માઓ પડ્યા-તણાયા.
અન્નકના સાથીઓએ થોડા દિવસ રાહ જોઈ, પણ તેનો ક્યાંય પત્તો ન લાગવાથી તેઓ વિહાર કરી ગયા. એક માત્ર ભદ્રા અહંન્નકને ન ભૂલી શકી. સંસારને તજવા છતાં તે પોતાનું માતૃ-હૃદય ન તજી શકી.
એ અહંન્નકની માતા-ભદ્રા જ આજે શહેરની શેરીઓમાં અન્નકના જ જાપ જપતી ભમે છે. લોકનિંદાની, સુખદુ:ખની કે ઉપહાસની પરવા રાખ્યા વિના ગાંડી નારીની જેમ જડ વસ્તુને પણ અહંસક માની ભેટે છે - ચૂમે છે, અને પાછું ભાન આવતાં અકળાઈને આગળ ચાલી જાય છે. - દિવસમાં દસ વાર જોવા છતાં જેને તૃપ્તિ ન થાય એવી ભદ્રા
જ્યારે પુત્રવિરહમાં ઝૂરે છે, ત્યારે બીજી તરફ તેનો પુત્ર, રસશૃંગારમાં ચકચૂર બન્યો છે. મુનિજીવનને એ પોતાનો પૂર્વભવ માનવા લાગ્યો છે. આદિ અને અંત વિનાનો એક સુખસાગર તેની આગળ ઊછળી રહ્યો છે. દિવસ, રાત કે ઋતુના પરિવર્તનની પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org