________________
૬૪
અર્પણ + ક્ષમાશ્રમણ
તેને કંઈજ પરવા નથી. આજે તો આઠે પહોર તે વસંતનો જ વૈભવ અનુભવે છે. મોહમદિરાએ તેની બધી ચેતના હરી લીધી છે.
પણ આવાં સુખસ્વપ્ન કોઈનાં ચિરસ્થાયી રહ્યાં છે કે અહેસકના રહે ? સૂર્યના તેજને પામી રંગ-વૈભવ રેલાવતી વાદળીનું અભિમાન કેટલી ઘડીનું ? અહંકનાં સુખ-વિલાસ પણ એટલાં જ ક્ષણસ્થાયી હતાં. તેની મોહનિદ્રા તૂટવાની જ હતી.
સદ્ભાગ્યે કહો કે દુર્ભાગ્ય કહો, એક દિવસે તેણે ઝરૂખામાંથી ભદ્રાની દુરાવસ્થા જોઈ. પહેલાં તો એ ભદ્રા માતા હોય એમ માની જ ન શક્યો. પણ તે જેમ જેમ પાસે આવવા લાગી તેમ તેમ એ કઠોર સત્ય ધીમે ધીમે અહંસક આગળ પ્રગટ થયું.
કોઈને કંઈ કહ્યા વિના તે એકદમ નીચે આવ્યો. અપરાધી જેમ ન્યાયાસન પાસે આવી માથું નમાવે તેમ તે પોતાના પ્રમાદની ક્ષમા યાચતો ભદ્રા માતાના ચરણમાં નમ્યો. માતાએ પુત્રને ઓળખ્યો. બળતી આગમાંથી બચીને આવતા પુત્રને પહેલી જ વાર મળતી હોય તેમ ભદ્રા પુત્રને ઘણીવાર સુધી વળગી રહી. બન્નેનાં નેત્રોમાં અકથ્ય હર્ષાવેશ ઉભરાયાં.
અન્નકે માતાને પોતાના વિલાસભુવનમાં આવવાનો આગ્રહ કર્યો. પણ ભદ્રાએ એ આગ્રહ ન સ્વીકાર્યો. કહ્યું –
“બેટા ! તારું અને મારું સ્થાન તો સાધુ-સાધ્વીઓના સંઘમાં છે. હું વિલાસભુવનમાં આવી મારા આત્માને શા સારુ અભડાવું ? અને જો હજી પણ તને એ વિલાસ આકર્ષતો હોય તો ખુશીથી જે કંઈ પુણ્યસામગ્રી બાકી રહી હોય તે ભોગવી લે. તારી માતા - આજે ગાંડી ગણાતી માતા, પણ પુત્રના સુખની આડે નહીં આવે. તારા સુખમાં જ મારું સુખ સમાવી દઈશ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org