________________
૬૫
વાત્સલ્યધેલી માતા
પુત્રસુખ પાછળની આ અર્પણતાને ગાંડપણ કોણ કહે ? અન્નકના આત્મામાં હજી વિલાસનું ઘેન હતું. માતાની મમતા ખાતર તે બની શકે તો મરવા તૈયાર હતો, પણ યોગમાર્ગમાં રિબાઈને મરવું એ તેને નહોતું રુચતું. ભૂખ-તૃષા અને વિહારનો તાપ વેઠતાં ધીમે ધીમે ગાત્ર ગાળવાં તે કરતાં એક દિવસે અન્ન-પાણીનો સર્વથા ત્યાગ કરી સંસારથી છૂટી જવું એ વધું સહેલું છે એમ કહી તે માતાને આશ્વાસન આપવાનો પ્રયત્ન કરવા લાગ્યો.
એટલામાં તો પેલી વિલાસી રમણી પણ ત્યાં આવી પહોંચી. માતા અને પુત્ર વચ્ચેનો વિવાદ સાંભળી તે બોલી –
તે દિવસે તમે પોતે જ અનિવેશ પહેરી મારી પાસે રજાની ભિક્ષા માગવા આવ્યા હતા ને ? તે દિવસે હું તમને રજા ન આપી શકી અને તમે પણ ન લઈ શક્યા. માતા ભદ્રાની સાક્ષીએ આપણે બન્ને આજે એ નબળાઈને ધોઈ નાંખીએ. જુઓ, આ રહ્યો આપનો મુનિવેશ. એક દિવસે હું મારા પોતાના હાથે આપને પહેરાવી, મુનિસંઘમાં પાછા મોકલીશ એ જ આશાએ હું તેને આજલગી કૃપણના ધનની જેમ સાચવી રહી છું. હું જ આ બધા અનર્થના નિમિત્ત રૂપ બની છું. એનું પ્રાયશ્ચિત હું પોતે કરી લઈશ.”
દિગમૂઢની જેમ અહંન્નક એક વખતની આ વિલાસિની અબળા સામે જોઈ રહ્યો. આજે તેના મ્હોં ઉપર પ્રથમની દીનતાને બદલે એક પ્રકારની તેજસ્વિતા છવાઈ હતી, આજે તે રમણી નહીં પણ ગુરુ બની હતી.
અન્નકના ભાન ભૂલેલા આત્માને સન્માર્ગે વાળવા આટલા શબ્દો જ બસ હતા. તેણે પ્રથમના મુનિવેશ સામે એક વાર જોયું, પુનઃ માતાના ચરણ અશ્રવડે ધોયાં, અને પોતાની એક વખતની સ્નેહરાજ્ઞીએ આણેલો મુનિવેશ અંગે ધર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org