SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ અર્પણ + ક્ષમાશ્રમણ માતા ભદ્રા અને યુવતી બન્નેનાં હૈયાં કોઈ અચિંતનીય ભાવાવેગથી એકી સાથે ક્રૂજી ઊઠ્યાં. યુવતીએ માતાના પગમાં માથું નમાવ્યું. બન્નેએ રડી રડીને હૈયાના ભાર ઠલવ્યા. અન્નક તે જોવા ન રહ્યો. આજે એને પોતાની જ બીક લાગતી હતી. તે ત્યાંથી ચાલી નીકળ્યો. ઘણે દિવસે પાછો અહંસક મુનિસંઘમાં મળી ગયો. મેઘમુક્ત ચંદ્રકિરણ જેવું તેનું અંતર પણ પવિત્ર અને સ્વચ્છ બન્યું. સંયમી જીવનનો કોઈ પણ પરિસહ એ હવે તેને પરિસરૂપ ન રહ્યો. ત્યાગ-વૈરાગ્ય અને સહનશીલતામાં તે બીજા મુનિઓ કરતાં ઘણે દૂર નીકળી ગયો. જે જેટલા વેગથી પડે છે તે જો વીર્યવાનું હોય તો પાછા એટલા જોરથી ઉપર આવે છે, એ સત્ય અહંન્નકે પોતાના જીવનમાં મૂર્તિમંત કરી બતાવ્યું. પેલી યુવતી પણ માતા ભદ્રાની સાથે સાધ્વીસંઘમાં સામેલ થઈ ગઈ. પુત્ર કે પતિના ક્ષણિક દેહસુખ કરતાં એમના આત્મિક કલ્યાણને અધિક કીંમતી માનનાર એ બન્ને સાધ્વીઓએ ઠેર ઠેર ફરી શ્રોતાઓને એ જ સત્ય સમજાવ્યું. “અરણિક મુનિવરની ગોચરીનો જે પ્રસંગ રોજ સહસ્ત્ર કંઠે ગવાય છે તે આ જ અહેસક. એ પતન અને ઉત્થાન એની સવીર્યતાને લીધે આજે પણ પ્રાતઃસ્મરણીય મનાય છે ! મનુષ્યત્વ અને દેવત્વની અનેરી ભભક વડે એ ચિત્ર પુરાતન છતાં નિત્યનૂતન લાગે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002060
Book TitleArpan Kshamashraman
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy