________________
૬૨
અર્પણ + ક્ષમાશ્રમણ યુવતી તેમજ મુનિ માટે એ પરીક્ષાનો દિવસ હતો. બન્નેએ સાથે તરી જવું અને કાં તો બન્નેએ સાથે ડૂબવું એ અદશ્ય વિધિલેખ લખાઈ ચૂક્યા હતા.
રમણીનો પતિ આજે દસ-દસ વરસ થયાં દરિયાપારના દેશમાં ફરતો હતો. પાછળ પુષ્કળ સમૃદ્ધિ અને દાસ-દાસીઓ મૂકી ગયો હતો. દસ-દસ વરસની વર્ષા એ રમણીના વિરહતાપ ઉપર વરસી ગઈ, પણ આ વિરહી યુવતીએ એકાંતમાં બેસી રડી લેવા સિવાય બીજો ઉદ્યમ નથી કર્યો. કેટલીયે જ્યોન્જામયી રાત્રીઓએ આવી આ નિરાશ રમણીના હૃદયમાં ભરતી-ઓટ આપ્યાં. આજ સુધી એ બધાં દુ:ખ તેણે મૌનપણે સહી લીધાં. પણ જયારથી આ અહંસક મુનિ પોતાને ત્યાં આવ્યા છે ત્યારથી તે પોતાની બધી શાંતિ અને ધીરજ ખોઈ બેઠી છે. પહેલે જ દિવસે મધ્યરાત્રીએ, અહંન્નક જ્યારે ભરનિદ્રામાં સૂતો હતો ત્યારે તેના સુપુત સૌંદર્યનું પાન કરતાં તે એટલી બધી સંજ્ઞાશૂન્ય બની ગઈ હતી કે તે જ વખતે સુવર્ણના પિંજરે પડેલી મેનાએ અકસ્માતું તોફાન ન કર્યું હોત તો કદાચ આજના જેટલા અભિમાનથી તે અહંસક પાસે ઊભી ન રહી શકત.
આજે અન્નક રજા લઈ સાધુસંઘમાં જવાનો હતો. યુવતીએ પ્રાત:કાળ થતા પહેલાં ઊઠી સ્નાનાદિથી નિવૃત્ત થઈ નવાં વસ્ત્રીલંકાર પહેરી લીધાં. જાણે કૌમુદી ઉત્સવમાં જવાનું આમંત્રણ મળ્યું હોય તેમ તે પૂરા દમામથી તૈયાર થઈ - સૂર્યોદય થતાં જ તે અહંન્નકની સામે આવી. હવે તે માત્ર ગૃહિણી કે સેવિકા ન હતી-મુનિનું મન ચળાવવા આજે તેને સ્વર્ગની કિન્નરીના ભાવ ભજવવાના હતા. એક તો ઉદામ યૌવન, અસાધારણ વૈભવ અને સહજપ્રાપ્ત એકાંત. કામદેવના આ ત્રણે અનુચરો આ યુવક ને યુવતી ઉપર પોતાનાં પુષ્પશર વરસાવી રહ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org