________________
૬૧
વાત્સલ્યધેલી માતા અને વિલાસથી ભ્રમિત એવા નેત્રવાળી સાક્ષાત્ સ્ત્રીઓને જોવાથી ચિત્ત ચોરાઈ જાય એમાં તો કંઈ કહેવાપણું જ ન હોય.” એ કંઠસ્થ કરેલો શ્લોક સંભાર્યો.
પણ આ કંઈ મુનિઓને રાતવાસો રહેવાનો કે ધર્મધ્યાન કરવાનો આશ્રમ ન હતો. અહીં માત્ર જીલ્લા ઉપર રમી રહેલા શ્લોકો તેને કંઈ જ સહાય કરી શકે એમ ન હતું. આ તો વિકાર અને સંયમ વચ્ચેનું સંગ્રામસ્થાન; શોભાનાં શસ્ત્રાસ્ત્ર અહીં શું કામનો ?
યુવતી, જે અત્યાર સુધી આ સુકુમાર મુનિના દેહની સેવાસુશ્રષામાં રોકાએલી હતી તે ધીમે ધીમે ત્યાંથી ઊઠી, અને અહંન્નક મુનિની બહુ જ પાસે આવીને ઊભી રહી. મુનિ કંઈ બોલવાનો આરંભ કરે તે પહેલાં જ તે બોલી; –
આપના મનની વ્યથા હું જાણું છું. આ વિલાસભવન અને નારીસ્પર્શ આપને અધર્મ ગણાય એ પણ સમજું છું. પણ આજે તમે મુનિ નથી – મારા અતિથિ છો – વળી દર્દી છો. તમારા દેહ ઉપર તમારો પોતાનો અધિકાર નથી. જેની પાંખો કપાઈ ગઈ હોય એવા પંખીની જેમ ખાલી પાંખો ફફડાવવાથી શું વળવાનું હતું ?”
અહંસકને એ શબ્દોમાં કંઈક જાદુઈ અસર ભાસી. આ રમણી મુનિધર્મથી અજ્ઞાત નથી એટલું આશ્વાસન તેને માટે બસ હતું. સહેજે પ્રાપ્ત થયેલાં સુખને તરછોડવાનો તેને મુદ્દલ અભ્યાસ ન હતો. પોતે દર્દી છે, દેહ ઉપરનો અધિકાર ગુમાવી બેઠો છે અને આ રમણી કેવળ દયાને ખાતર સેવા-સુશ્રુષા કરી રહી છે એ વાત સમજતાં તેને વાર ન લાગી. પાછી આંખો મીંચીને તે થોડીવાર પડી રહ્યો.
બે-એક દિવસ એ રીતે અર્ધ મૂચ્છવસ્થામાં પસાર થયા. ત્રીજે દિવસે તેણે ગૃહની સ્વામિની પાસે વિદાય લેવાનો દઢ નિશ્ચય કર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org