________________
અર્પણ + ક્ષમાશ્રમણ
ઘણીવારે તેની મૂચ્છ ઊતરી. તેણે આંખ ઉઘાડી આસપાસ નિહાળ્યું. પણ મુનિઓની આંખને પરિચિત આશ્રમ જેવું કંઈ ન જણાયું. તે દીવાલ ઉપર શોભતાં ચિત્રો અને શૃંગારવૃત્તિને બહલાવે એવી આસપાસની રસસામગ્રી ઘડીવાર જોઈ રહ્યો. વિહાર વખતે એક વસંતઋતુમાં અનુભવેલી આમ્રઘટાનો આસ્વાદ યાદ આવ્યો. પોતે કોઈ સ્વપ્નમાં છે કે યથાર્થ સ્વર્ગલોકમાં આવી ચડ્યો છે તે ન સમજાયું. બીજું તો ઠીક પણ ભૂમિશગ્યા ઉપર સૂવા ટેવાયેલા આ દેહની નીચે આવી સુંવાળી તળાઈ ક્યાંથી અને શા સારુ ? જેમ જેમ તે અધિક જોવા-વિચારવા લાગ્યો તેમ તેમ તેની મૂંઝવણ પણ વધવા લાગી. જનશૂન્ય ઘરમાં કોઈને પૂછી ખાત્રી કરી શકાય એમ પણ ન હતું. તેણે નિરાશ દષ્ટિને સંકેલી લેવાનો પ્રયત્ન કર્યો. તાપ, લૂ અને ધગધગતી ધરતીનું પુનઃસ્મરણ થતાં તે ધ્રૂજી ઊઠચો. આંખો મીંચી એમ ને એમ પડી રહેવા સિવાય બીજો કોઈ ઉપાય ન સૂઝયો.
પણ અનાયાસે જ તેની દૃષ્ટિ પલંગની પાંગત તરફ ગઈ. વિદ્યાધરી કે દેવી જેવી દેખાતી, કુતૂહલને માંડમાંડ અંતરમાં સમાવતી, એક નવોઢા
સ્ત્રી ત્યાં બેઠી હતી. તેના વદન ઉપર કૌતૂહળ અને હાસ્યનું તોફાન તરતું હતું. મુનિના મુખ ને નેત્રોમાં ઉભરાતા અને અદૃશ્ય થતા ભાવોનો - જાણે અભ્યાસ કરતી હોય તેમ અનિમેષપણે મુનિની સામે જોઈ રહી હતી. અત્રક, એ નારીનું દષ્ટિતેજ ન સહી શક્યો, કેટકેટલીવાર દેવીઓએ મહાન મુનિવરો ને તપસ્વીઓને ચળાવી વ્રતભંગ કરાવેલા એમ શાસ્ત્રીકથાઓમાં વાંચેલું તે તાજું થયું -
द्रष्टाश्चित्रेपि चेतांसि हरन्ति हरिणीदृशः । किं पुनः स्मितस्मरे विभ्रमभ्रमितेक्षणाः ॥
મૃગલી જેવા નેત્રવાળી સ્ત્રીઓ માત્ર ચિત્રમાં આલેખાયેલી જોઈ હોય તો પણ ચિત્તનું હરણ કરે તો પછી હાસ્યથી પ્રફુલ્લિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org