________________
વાત્સલ્યઘેલી માતા
સંયમી સાધુઓને માટે ગોચરીનો પણ એ જ સમય હોય છે. સકળ નર-નારીઓ જે વખતે પોતપોતાને માટે તૈયાર કરેલાં આહારભોજનાદિથી પરિતૃપ થઈ ચૂક્યાં હોય તે જ વખતે ગૃહસ્થોના વધેલા આહારમાંથી ઉચિત અને નિર્દોષ આહાર-પાણી વહોરી લાવવાં એ તેમનો મુખ્ય આચાર હોય છે.
અર્હન્નક મુનિની સાથે બીજા બે-ત્રણ મુનિઓ હતા. પણ તેમનામાં અને અર્જુન્નકમાં આકાશ-પાતાળ જેટલો તફાવત હતો. પેલા સંગાથીઓ સંયમના યુદ્ધમાં કસાયેલા સૈનિકો જેવા હતા, જ્યારે અર્ધક, પરીક્ષકની સામે ધ્રૂજતા ન્હાના બાળકની જેમ સાવ નવો અને કસોટીથી સંપૂર્ણ અજ્ઞાત યુવક હતો. માખણના પિંડ જેવો તેનો સુકુમાર દેહ ગ્રીષ્મના મધ્યાહ્નનો તાપ સહેવા અશક્ત હતો. ધીમે ધીમે જો તેને તાલીમ મળી શકી હોત તો કદાચ બીજા મુનિઓને વટાવીને તે ઘણો દૂર નીકળી જઈ શકત. પણ માતપિતાના અતિ સ્નેહે એ સમય વ્યર્થ જવા દીધો. આજે તો તેણે હવે પાકા સંયમીની પેઠે મુનિઓના આચારધર્મનું ગમે તે ભોગે પાલન કરી બતાવવું જોઈએ.
૫૯
અર્હકનું શરીર પસીનાથી રેબઝેબ થઈ ગયું. પ્રફુલ્લ મુખ ઉપર વિષાદની ગાઢ મલિનતા છવાઈ. પગે ફોલ્લા પડ્યા. ભિક્ષાની ઝોળીમાં કંઈ બહાર આવે તે પહેલાં તો એક ડગલું પણ આગળ વધવાનું અશક્ય થઈ પડ્યું. તેને ફેર આવવા લાગ્યા. પાસે જ કોઈ એક ઊંચી અટ્ટાલિકા હતી તેની છાયાનો આશ્રય લીધો. બીજા મુનિઓ તો અર્હન્નકને મૂકી વસ્તીમાં દૂર નીકળી ગયા હતા. અર્હન્નક એકલો હતો. તેની દુ:ખદ સ્થિતિ ઉપર સમવેદનાનું એક આંસુ ઢાળે એવું ત્યાં બીજું કોઈ ન હતું. તે બેઠો તો ખરો, પણ પૂર્વે કદી નહીં અનુભવેલી વ્યથાને લીધે તે પોતાનું દેહભાન ગુમાવી બેઠો. મૂર્છાએ આવી માતાના સ્નેહસ્પર્શની ગરજ સારી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org