________________
પ૮
અર્પણ + ક્ષમાશ્રમણ
નહીં હોય એમ શી રીતે કહી શકાય? પિતા જ્યાં સુધી હયાત રહ્યા ત્યાં સુધી અહિંસકને સંયમની કઠિનતાનો કંઈ ખ્યાલ ન આવ્યો. સમુદાયના મુનિઓ હંમેશાં આહાર-પાણી લઈ આવતા તેમાંથી અગ્નિકને પણ યોગ્ય ખાનપાન મળી જતાં. પિતાનો પક્ષપાત કેટલીકવાર બીજા મુનિઓને ખૂંચતો, પણ એવી નમાલી બાબતમાં કોઈએ સ્પષ્ટ વિરોધ ન દાખવ્યો. ઘેર જેવી રીતે અન્નકને માટે હંમેશાં સુખ-સામગ્રી તૈયાર રહેતી તેમ અહીં પણ તેને સગવડ સહેજે મળી રહેતાં. આથી અન્નક ગૃહસુખ અને સંયમના તાપ વચ્ચેનો ભેદ ન સમજ્યો.
આજે થોડા દિવસ થયાં અહંન્નકના પિતા કાળધર્મ પામ્યા છે. તેની પાછળ અહંન્નકની સંભાળ લે એવું કોઈ ન રહ્યું. અને હવે અહંસક પણ કંઈ નાનો બાળ નથી. તે અવસ્થાને પામ્યો છે. સંયમની તાલીમ લેવાનો તેણે ધીમે ધીમે પ્રયત્ન કરવો જોઈએ, એમ સમુદાયના સાધુઓ માને છે. દરેક સાધુ પોતપોતાને માટે ગામમાંથી ગોચરી લઈ આવે અને બીજી વ્યવસ્થા પણ પોતે જ કરી લે એ તેમનો મુખ્ય ધર્મ છે. અગ્નિકે પણ હવે એ ધર્મનું પાલન કરવા તૈયાર થવું જોઈએ. ભદ્રા માતા એ બધું સારી રીતે સમજી શકે છે. પણ માતાનું હૃદય અંદર રહ્યું રહ્યું પૂછે છે – “હજી બે દિવસ વધુ ખમી ગયા હોત તો ?” તે કંઈ બોલી શકતી નથી. પુત્રને સાધુવેશમાં બહાર નીકળતો જોઈ તેનું અંતર અનેકવિધ ઊર્મિઓથી ખળભળી ઊઠે છે.
તે દિવસે ઉનાળાનો મધ્યાત સૂર્ય બરાબર માથે પહોંચ્યો હતો. પંખીઓ પણ ઝાડની આછી-પાતળી છાયામાં છુપાયાં હતાં. વૈભવી ગૃહસ્થોને ત્યાં સુખડ અને ચંદનના શીતોપચારની તૈયારી થઈ રહી હતી. ગૃહિણીઓ રસોડાનાં કામથી પરવારી હવે બે ઘડી આરામ મળશે એવી આશાથી બાકીનાં નાનાં નાનાં કામ આટોપતી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org