________________
વાત્સલ્યધેલી માતા
પ૦ ગયો ત્યાંથી તે પાછો જ ન ફર્યો. દિવસોના દિવસો સુધી માતાએ રાહ જોઈ, પણ પુત્ર અહંન્નકના કંઈ જ સમાચાર ન મળ્યા. ભદ્રાના કાળજામાં એક કારી ખંજર ભોંકાયું. તે પુત્રની શોધમાં ભટકવા લાગી. આજે ગાંડપણમાં તે પુત્રને ઝંખે છે-પુત્રની પાછળ જ દીવાની બની બધે શોધે છે.
કોઈએ કહ્યું છે કે પુત્ર એ પ્રિય નથી, પણ આત્મા પ્રિય છે એટલે જ પુત્ર પ્રિય છે, પણ ભદ્રાના સંબંધમાં એથી ઊલટું જ હતું. તેને પુત્ર પ્રિય હતો એટલે જ આત્મા પ્રિય હતો. પત્રમાં જ તેનું આત્મસર્વસ્વ આવી વસ્યું હતું. પુત્રનાં સુખ અને કલ્યાણને જ તે પોતાનાં સુખ-કલ્યાણ સમજતી હતી.
એક દિવસે કોણ જાણે કેવાય કાળ ચોઘડીએ ભદ્રાનો પુત્રઅહંસક ભિક્ષા અર્થે બહાર નીકળ્યો. માતા પોતે દીક્ષિત સાધ્વી હતી, છતાં પુત્રની સામે સ્નેહાવેશથી જોઈ રહી. પુત્ર વરઘોડે ચડે અને જેમ માતા અભિમાનથી નીરખે તેમ ભિક્ષાર્થે જતા અહંન્નકને સાધ્વી ભદ્રા નીરખી રહી. કોઈ દિવસ નહીં અને આજે જ જિંદગીમાં પહેલીવાર તે જૈન મુનિનો સંપૂર્ણ વેશ પહેરી ગોચરી વહોરવા ગામમાં જતો હતો. યૌવનની કાંતિ અને ચંચળતાને એ વેશ ન છુપાવી શક્યો-શરમાયો. યૌવનના આરંભમાં જ સંયમ સાધતા આ કાંતિમાને પુત્રને નીરખી ગૃહસ્થની નારીઓ કેવા પ્રશંસાના ઉદ્ગાર કહાડશે એ વિચારે ભદ્રા માતાને અભિમાન પ્રેર્યું.
અગ્નિકની માતા ભદ્રા અને પિતા દત્ત શ્રાવકે બન્નેએ અહમિત્ર સૂરિ પાસે સાધુધર્મની દીક્ષા સ્વીકારી હતી. એ વખતે અહંસક બહુ નાનો હતો. છતાં તેની બુદ્ધિમત્તા ઉપર મોહિત થઈ માતાપિતાએ માન્યું કે “આ પુત્ર આગળ જતાં જૈન શાસનનો એક મહાન પ્રભાવક થશે,” અને તેથી તેને પણ સંયમનો વેશ પહેરાવી પોતાની સાથે જ રાખી લીધો. શાસન-પ્રભાવનાની સાથે પુત્રવાત્સલ્ય મુદ્દલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org