________________
પ૬
અર્પણ + ક્ષમાશ્રમણ ખરેખર જ જો એ ગાંડપણ કહેવાતું હોય તો પણ એ કેટલું સ્નેહ નિર્મળ છે ? આવા અમૂલ્ય ધનને જગતની નકામી વસ્તુ શા સારુ ગણવામાં આવતી હશે ?
અને ઓ બાળકો! એ ભદ્રાને નકામા શા સારુ પજવો છો ? જાઓ, ઘેર જાઓ. વસ્તુત: એ ગાંડી નથી, એ એક માતા છે. કોઈ પુરુષની લાલ આંખ જોતાં જ તમે માતાના ખોળામાં છુપાઈ જાઓ છો અને એ ખોળાને જ જગતનો અજેય કિલ્લો માનો છો તેમ આ ભદ્રા પણ જ્યારે માતા હતી ત્યારે તેની ગોદમાં તમારા જેવો જ બાળક એકવાર લાડથી રમતો. ભદ્રાનું અપમાન એ વિશ્વવંદ્ય માતૃત્વનું અપમાન છે. એ ગાંડપણ નથી. માતાની મમતા જ મૂર્તિનો આકાર પામી છે. પણ તમે અત્યારે એ વાત નહીં સમજો.
સ્નેહના નિષ્ફળ ઉછુવાસ કે મમતાના વ્યર્થ આવેશ ઉપર હસવાનો સંસારને ભલે અધિકાર હોય. પણ આ ગાંડી ભદ્રાને તમે એટલી બધી દુર્બળ ન માનતા. તેણે પોતાનો એકનો એક લાડકવાયો પુત્ર ગુમાવ્યો છે, અને કેવળ પુત્રશોકથી જ વિહ્વળ બની છે, એમ પણ નથી. જો એકવાર પણ તેણે મૃત્યુશધ્યા ઉપર પડેલા બાળકને છેલ્લીવાર ચૂમી લીધું હોત, પૂરેપૂરી તૃપ્તિ થતાં સુધી મુમુળુ બાળક સામે નીરખી લીધું હોત તો આ માતા વિરહતાપને ઘોળીને પી જાત. જેણે પ્રસન્નવદને સંસારનાં સર્વ સુખની સ્પૃહા તજી દીધી તે શું એક પુત્રના દેહનો પોતાના સગે હાથે ત્યાગ ન કરી શકત? કદાચ એ વખતે તેના નયનમાંથી અશ્રુની ધારા વહી નીકળત, કદાચ તેનું હૃદય ધ્રૂજી ઊઠત, તે મૂચ્છ પામી બેભાન પણ બનત. પણ એ ઝેરનો ઘૂંટડો ગળા નીચે ઉતારવા જેટલું બળ તો જરૂર બતાવી શકત. બહુ બહુ તો બાળકના દેહની ભસ્મને અંગે ચોળી તેનું જ ધ્યાન ધરતી બેસી રહેત. પણ આજે તો ભદ્રાના દિલની વેદના છેક જુદા જ પ્રકારની છે. તેનો યુવાન - કેલૈયા જેવો કુંવર ગામમાં ગોચરી કરવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org