________________
વાત્સલ્યઘેલી માતા
સામે જ એક સફેદ મોટો પાણો પડ્યો હતો તેને બાઝી પડી. જાણે કોઈ ખોવાયેલી વસ્તુ માંડમાંડ મળી હોય તેમ તે પત્થરને પ્રેમથી પંપાળવા લાગી. છોકરાંઓ ખડખડ હસી પડ્યાં.
હાસ્યના અવાજથી તે ચમકી. તેણે ધારીને જોયું તો તે પોતાનો પુત્ર ન હતો એક પત્થર માત્ર હતો. પત્થરને એક બાજુ રહેવા દઈ, આકાશ સામે નિહાળ્યું. ઊંડા અંતરમાંથી કારી વેદનાનો એક સંતમ નિઃશ્વાસ છૂટ્યો. આજે તેનો પતિ હયાત હોત તો એ નિઃશ્વાસ ઉપર પોતાની સઘળી સમૃદ્ધિ સમર્પી દેત.
૫૫
આવું આવું તો દિવસમાં બે-ચાર વાર નહીં પણ અસંખ્ય વાર બનતું હશે. કોઈપણ પત્થર કે વૃક્ષ એ ગાંડી બાઈને મન જડ વસ્તુ નથી. પુત્ર માની તે દરેક જડ વસ્તુને પણ પ્રેમથી-મમતાથી આગ્રહપૂર્વક આલિંગે છે અને પાછું ભાન થતાં તેને રહેવા દઈ બીજે દોડી જાય છે.
આટલું છતાં આ ભદ્રા સાધ્વી એક ગાંડી નારી નહીં પણ પુત્રઘેલી માતા છે એ સત્ય કોઈ નથી સમજતું. એનું કહેવાતું ગાંડપણ ગાઢ સ્નેહના જ પરિપાક રૂપ છે, એ કોઈ નથી જોતું.
દરેક ગાંડપણને પોતાનો નાનો સરખો ઇતિહાસ હોય છે. સ્નેહ
ગરમી પામતાં માતાનું રક્ત જેમ શ્વેત અમીબિંદુમાં પલટાઈ જાય છે, તેમ સ્નેહની સદા સળગતી ભઠ્ઠીએ જ ભદ્રામાં આ ગાંડપણ પરિણમાવ્યું હતું. પ્રસૂતિની વેદના જેમ એક શિશુને જન્માવે છે તેમ મમતાની વેદનાએ જ ભદ્રામાં આ ગાંડપણું જન્માવ્યું હતું. અર્પણતાએ ઉપજાવેલું ગાંડપણ એ શું દેવાંછિત નથી ? એવો કયો પુત્ર છે કે જે માતાના આવા ગાઢ સ્નેહની અદેખાઈ ન કરે ?
ભદ્રા આજે ગાંડી બની છે શેરીએ શેરીએ ભમી પોતાના પુત્રને ઝંખે છે. પુત્રની ભાવનાથી તે વસ્તુમાત્રને પ્રેમથી ચૂમે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org