________________
પ૪
અર્પણ + ક્ષમાશ્રમણ - દુનિયાદારીમાં ડૂબેલા રાહદારીઓને એટલો અવકાશ તો ક્યાંથી જ હોય કે એ ગાંડી ગણાતી નારીની આંખમાં કેટલી વ્યગ્રતા અને મમતા ભરેલી છે તે એકવાર જોઈ લે ! એમને માત્ર “ગાંડપણ” એટલો જ ચુકાદો બસ છે. પવનથી ઊડતા સૂકા પાંદડાની જેમ ચુકાદાના એ અક્ષરો એક મુખેથી બીજે મુખે રમે છે અને એ રીતે હજારો મુખના વજલેપ સમા ચુકાદા બની જાય છે.
ગાંડપણ ! કેવળ નકામી અને ત્રાસદાયક વસ્તુ નથી ? સમાજના રિવાજ કે સંસારના તિરસ્કારથી એ દેશનિકાલ થઈ શકતી હોત તો સંસાર કેટલો સુખી બનત? પણ એ રિવાજ અને તિરસ્કાર ઘણીવાર ગાંડપણનાં માતાપિતા હોય છે એ કોણ નથી જાણતું ?
એ બાઈનું નામ ભદ્રા. એક દિવસે તે પરમ સૌભાગ્યવતી હતી. એના પગ પાસે વૈભવની છોળો ઊડતી. દુઃખ કે પરિતાપનો ઉન્હો વાયુ તેને કદી નહોતો સ્પર્યો. અતિ તૃપ્તિમાંથી આખરે વિરાગ ઉદ્ભવ્યો અને એકી સાથે પતિ-પત્નીએ સંસાર તજી સંયમ લીધો.
ભૂતકાળ ગમે તેટલો ઉજ્વલ હોય, પણ આજે તો એ બાઈની પાછળ તોફાની છોકરાઓનાં ટોળાં ઘૂમે છે – ધૂળ ફેંકે છે - ચીડવે છે અને બાઈ તેની સામે તાકી રહે છે. ઘરમાં માબાપના અંકુશથી કંટાળેલાં બાળકોની રોજની ગમ્મતનો એ વિષય છે.
આખો દિવસ ભમી ભમીને થાકથી લોથપોથ થયેલી એ ગાંડી ભદ્રા એક ઓટલા ઉપર બેઠી છે. પડછાયાની જેમ પાછળ ફરતા છોકરામાંથી એકે તાણીને બૂમ મારી:
ગાંડી ! જો તારો છોકરો દેખાય !” ભદ્રાની આંખોમાં એક ક્ષણવારમાં નવું તેજ ચમક્યું. અત્યંત વ્યાકુળપણે એ દિશામાં નજર કરી અને તરત જ ઓટલા ઉપરથી પડતું મૂકી દોડી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org