________________
વાત્સલ્યઘેલી માતા
[9]
ગામમાં ગમે તેને પૂછો, એક જ જવાબ મળશે :
એ બાઈ પહેલાં તો એક સાધ્વી હતી, પણ હવે સાવ ગાંડી થઈ ગઈ છે.’’
-
ભદ્રિક જનો એ બાઈની દુર્દશા જોઈ કપાળે હાથ મૂકે છે, ઠંડે કલેજે એકાદ નિ:શ્વાસ નાખે છે અને કર્મના વિપાકની વાતો કરતાં પોતાના માર્ગે પાછા ચાલ્યા જાય છે.
અને લોકો કંઈ ખોટું થોડું જ કહે ? એ ગાંડી બાઈને પોતાનાં વસ્ત્રનું પૂરું ભાન નથી. ક્યારે ખાતી-પીતી હશે અને ક્યારે ઉંઘતી હશે તે પણ કોઈ નથી જાણતું. આખો દિવસ તે ગામની ગલીઓમાં ભમે છે - વ્યાકુળ નજરે ઊંચે અટારીઓમાં જુવે છે અને પછી કપાળ કૂટતી દૂર દૂર દોડી જાય છે.
તેનું આખું અંગ ધૂળથી છવાયેલું છે. વિખરાયેલા વાળ મેલથી ભરેલા છે. શરીર ઉપર માત્ર એક જ વસ્ત્ર છે તે પણ ધૂળ-ધૂળ, માત્ર દેહને ઢાંકવા પૂરતું. આ બધું જોતાં બાઈને કેવળ ગાંડી જ નહીં પણ નરાતાળ ગાંડી કહેવી પડે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org