________________
૧૨૬
અર્પણ + ક્ષમાશ્રમણ ચિલાતી પણ જાકારો સાંભળીને ક્ષણભર થંભી ગયો. એ જાણતો તો હતો જ કે આ ઘરમાંથી એક દિવસ વિદાય લેવી પડશે અને એ દિવસ ઘણો કપરો હશે. આજે એને લાગ્યું કે આવો જાકારો સાંભળવા છતાં જે યુવાન ઘરમાં પાળેલા કૂતરાની જેમ પડી રહે તેનામાં અને છાણના કીડામાં કઈ ફરક ન ગણાય.
ચિલાતી પછો વળીને આંગણા બહાર જતો હતો એટલામાં સુસુમા પાણીના પાત્ર સાથે ત્યાં આવી એને કહ્યું કે ““પાણી તો પીતો
જા!”
“સુસુમા, હવે આ ઘરમાં પાણી પીવા જેટલો પણ મારો અધિકાર નથી રહ્યો.” ચિલાતી પોતાના ઘરનો ભારે પગે ત્યાગ કરતો હોય તેમ બે ડગલાં આગળ ચાલ્યો. એના અંતરમાં આજે જાણે કે અચાનક મોટો ઉલ્કાપાત મંડાયો હતો. બીજું કોઈ કદાચ એ બધું ન સમજે પણ નાનપણથી સાથે રહેલી–સાથે ઊછરેલી-હજારો વાર રીસાયેલી અને પાછી મનાએલી–સુસુમા ચિલાતીને ન સમજે એ શું સંભવિત છે ?
સુસુમા, ચિલાતીની સાથે સાથે ચાલતી કહી રહી: “ચિલાતી, બાપુજીનાં વેણ બદલ ધોખો કરીશ મા! વડીલો તો કોઈ વાર વઢે પણ ખરા. તું તારે અત્યારે જવું હોય તો જા, પાછો સાંઝ પહેલાં આવી જજે. હું તારા માટે ખાવાનું રાખી મૂકીશ.”
“સુસુમા આ મારી છેલ્લી વિદાય છે. હું હવે આ ઘરમાં પગ પણ નથી મૂકવાનો. તને કહી રાખું કે ભીખ માંગીશ, ગળે દોરડું બાંધી આપઘાત કરીશ, પણ જ્યાંથી જાકારો મળ્યો છે ત્યાં નીચી મુંડીએ આવીને નહિ ઊભો રહું.”
સુસુમા મૌન રહી. રોષથી ધુંધવાતા ચિલાતીના કોપાગ્નિમાં નવું ઈધન ઉમેરવાની એને લેશમાત્ર ઈચ્છા નહોતી. બીજો સામાન્ય પ્રસંગ હોત તો સુસુમાં આટલી શાંત કે ગંભીર ન રહેત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org