________________
ચિલાતી પુત્ર
૧૨૫ આવી ચડ્યો. સૂર્યનાં ઉગ્ર કિરણોએ એના વદનને લાલચોળ બનાવી દીધું હતું. ઊઘાડા માથાના મેલા–છૂટા વાળ ફરફરતા હતા. પગ ઉપર ધૂળના થર બાઝયા હતા. ચિલાતીનાં પગલાં સુસુમાં ગમે તેટલે દૂરથી ઓળખી લેતી. તે પોતાના ઓરડામાંથી બહાર આવી, સ્નેહમિશ્રિત રોષથી ચિલાતી સામો જોઈ રહી.
કોઈએ ધડો ન કર્યો એટલે અહીં આવ્યો?” એવી મતલબનું કઠોર વાક્ય કહેવા એની જીભ સળવળી પણ પિતાજી કદાચ સાંભળે, અને એનો ખોટો અર્થ કરવામાં આવે એવી બીકથી એ મૌન રહી.
સુસુમાને સામે ઊભેલી જોઈને ચિલાતીએ પોતાના મોં પાસે કરપાત્ર ધર્યું–અર્થાત્ એણે પોતાની મૌન વાણીમાં સુસુમા પાસેથી પીવાનું થોડું પાણી માગ્યું.
“પાણી પણ કોઈએ ન પાયુ?” સુસુમા બોલ્યા વિના ન રહી શકી.
ચિલાતી સમજતો હતો કે સુસુમા ઘડીભર રોષ દાખવ્યા પછી પણ પોતાનું સ્વાગત-સન્માન કર્યા વિના નહિ રહે. પાણી તો જરૂર આપશે.
એટલામાં ઘરની અંદરથી કોઈનો આવેશભર્યો ધ્વનિ ગર્યોઃ
“સુસુમા, ચિલાતીને કહી દે કે આ ઘરમાંથી અત્યારે ને અત્યારે નીકળી જાય!”
ધનાવહ શેઠનો આ પ્રમાણેનો ક્રોધ ચિલાતી કે સુસુમાને માટે પણ નવીન નહોતો. તેઓ ઘણી વાર ચિલાતીને કહેતા કેઃ
ભાઈ હવે તો તું મોટો થયો. આમ ઘરમાં ક્યાં સુધી પડી રહીશ? ગમે ત્યાં કામધંધે વળગી જા” આજે પણ ધનાવહ શેઠ એ જ સલાહ આપવા માગતા હતા. માત્ર સંજોગો જુદા હોવાથી શેઠનાં વેણ સુસુમાને અને ચિલાતીને વધુ કર્કશ લાગ્યાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org