________________
૧૨૪
અર્પણ + ક્ષમાશ્રમણ
“છું ત્યાં સુધી તારે બીજી કોઈ ચિંતા શા સારુ કરવી જોઈએ?” ચિલાતીના અંતરની ગ્લાનિને ધોઈ નાખવા સુસુમા માંડમાંડ એટલા શબ્દો બોલી. એનું હૃદય ભરાઈ આવ્યું. ચિલાતીની સ્થિતિની પૂરેપૂરી કલ્પના તો તે કઈ રીતે કરી શકે? એટલું સમજાયું કે ચિલાતી આશ્રિત છે-અસહાય છે. આ ઘરમાં એનું સ્થાન નદીનાવ સંયોગ જેવું ક્ષણિક અને અસ્થિર છે.
સુસુમાએ એને સમજાવવાનો પ્રયત્ન તો ઘણો કર્યો કે પોતે ચિલાતીને રઝળતો નહિ મૂકે–સુસુમાની સ્નેહગ્રંથી એને આ ઘરની સાથે જ બાંધી રાખશે અને એમ કદાચ નહિ બને તો પોતે સર્વસ્વની આહુતિ આપીને પણ ચિલાતીની પાછળ ચાલી નીકળશે. એક યા બીજી રીતે પોતાની અકૃત્રિમ વાણીમાં સુસુમાએ આત્મનિવેદન કર્યું તો ખરું, પણ એને, લાંબા વખતની વાતચીત અને ચર્ચા પછી લાગ્યું કે પોતે જે કહેવા માગતી હતી તેનો હજારમો અંશ પણ કહી શકી નથી.
સુસુમા અને ચિલાતી પરસ્પરના સ્નેહ-સૌહાર્દ કે સમર્પણને સંપૂર્ણ સમજયાં હશે કે નહિ તે તો કોણ જાણે, પણ એ ઘરના મુખ્ય માણસ ધનાવહ શેઠથી એ વાત છૂપી ન રહી શકી. ધના શેઠને ચિલાતીપુત્ર પ્રત્યે મમતા તો હતી–બની શકે તો એને પોતાની નજર સામે જ રાખવાની અને કેળવવાની પણ ઈચ્છા હતી, પરંતુ ચિલાતી દાસીપુત્ર છે—નીચલા થરનો માનવી છેઃ સુસુમા જેવી કુલીન કન્યાનો સમોવડ તો તે કેમ જ બની શકે? હમણાં હમણાં સુસુમા એની તરફ વધુ પક્ષપાત બતાવવા લાગી છે અને કદાચ બે દિવસ પછી એ ચિલાતીને જ પરણવાની હઠ પકડે તો કુળને મોટું કલંક લાગે એવી ધના શેઠને બીક રહ્યા કરે છે.
એક દિવસે ઊનાળાના ખરા મધ્યાલે–જ્યારે પશુ-પંખી પણ છાયામાં સંતાઈને બેઠાં હતાં–ગૃહસ્થો જમી પરવારીને વિશ્રાંતિ લેતા હતા તે વખતે ચિલાતીપુત્ર ધના શેઠના આંગણમાં ઉતાવળે પગલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org