________________
ચિલાતી પુત્રી
૧૨૩ રઝળુ સાથીઓના સહવાસમાં ચિલાતી ઘણોખરો સમય ઘરની બહાર વીતાવે એ સુસુમાને નહોતું ગમતું. ચિલાતી બળવાન છે સંગાથીઓમાં સરદાર જેવો છે એટલે ભલે થોડીવાર બહાર જાય, રખડે રઝળે, પણ સુસુમા એની રાહ જોતી બેઠી હોય છે એ વાતનું તો એને પાકું સ્મરણ રહેવું જ જોઈએ.
સુસુમા ઘણી વાર એ આશા અને આકાંક્ષામાં છેતરાતી. ચિલાતી મોડો મોડો ઘરમાં આવે–પોતાના ભાગનું ખાવાનું રાખ્યું હોય તે ખાય અને ઘસઘસાટ ઊંઘી જાય. બીજે દિવસે પણ એની જ પુનરાવૃત્તિ થાય. સુસુમા કોઈ કોઈ વાર લડતી-ઝગડતી; પણ એથી આગળ કેમ વધવું એ નહોતી જાણતી.
એક દિવસે સુસુમા ચિલાતુપુત્રની રાહ જોતી જોતી થાકી ગઈ. ચિલાતીની ખાતર નહિ, પણ ચિલાતી વિના જાણે કે એને ઘરમાં ચેન જ નહોતું પડતું. મોડી રાતે ચિલાતી ઘરે આવ્યો.
સુસુમાં એકલી જાગતી પથારીમાં પડી હતી. ચિલાતી જેવો આવ્યો કે તરત જ તે તેની પાસે ગઈ. પૂછયું:
‘ચિલાતી અત્યાર સુધી ક્યાં હતો ?” ચિલાતીએ હંમેશની ઢબે બેપરવાઈથી જવાબ આપ્યોઃ “બીજે ક્યાં ? મારા દોસ્તો સાથે !”
હવે હદ થાય છે ! મારે તારી રાહ જોતાં ક્યાં સુધી બેસી રહેવાનું?” સુસુમા ગુસ્સાના આવેશમાં બોલવા માગતી હતી, પણ હૈયામાં જે સ્નેહોર્મિઓ ઊછળતી હતી તે કંઈ ઉભરાયા વિના થોડી જ રહે?
“સુસુમા ! આ સમાજમાં, મારા સાથીઓ સિવાય મારે બીજું સ્થાન જ ક્યાં છે? ગમે તેવો તોય હું દાસીપુત્ર.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org