________________
ચિલાતી પુત્ર
૧૨૦ સુસુમાને પોતાની સાથે ચૂપચાપ ચાલતી જોઈ ચિલાતી બોલ્યો: હું પાછો નથી વળવાનો અને તારે પણ મારી સાથે ચાલવું હોય તો ચાલ.”
સુસુમા જો અત્યારે ચિંતામગ્ન અને ગ્લાનિયુક્ત ન હોત તો કહેત કે “હજી તારે જ ઊભા રહેવાનું ઠેકાણું નથી ત્યાં તુ મને લઈ જઈને ક્યાં રાખવાનો હતો? પણ હોઠ સુધી આવેલા ઉદ્ગારોને એ ગળી ગઈ
ચિલાતીને બદલે પોતે જ આશ્રિત હોય-ચિલાતીની સાથે પોતે પણ ઘરમાંથી બહિષ્કાર પામી હોય એવી વ્યથા સાથે તે બોલી :
જે દિવસે તમે વાજતેગાજતે મને તેડવા આવશો તે દિવસે પળનો ય વિલંબ કરું તો મને ફિટકાર દેજો!”
“વાજતે-ગાજતે તો નહિ, પણ જે દિવસે શહેરભરમાં દેકારાપડકારા સંભળાય ત્યારે ચિલાતી તને લેવા આવ્યો છે એમ સમજીને તૈયાર રહેજે!”
સુસુમા એવી ધમકીથી ગાંજી જાય તેવી અબોધ કે ભીરુ નહોતી. ચિલાતીની સાથે તે પણ થોડી ઘણી રઝળી હતી. ચિલાતીની જેમ તે પણ ટાઢ-તડકો વેઠતાં, ભૂખ-તરસનો સામનો કરતાં શીખી હતી.
એટલામાં તો એ બન્ને ઘરના મુખ્ય દ્વાર આગળ આવી પહોંચ્યાં ચિલાતીને ખાલી હાથે ઘરમાંથી જતો જોઈને, સુસુમાને પોતાના દેહ ઉપરનું એકાદું ઘરેણું કાઢી આપવાની વૃત્તિ થઈ આવી. ગળામાંથી એક નાનો હાર કાઢ્યો પણ ખરો પણ તે ચિલાતીને આપે તે પહેલા જ તે બોલ્યોઃ “એની કોઈ જરૂર નથી. કોઈને વહેમ આવશે” એટલું કહેતાં તે ઘરની બહાર નીકળી ગયો.
ચિલાતીને વિદાય આપી સુસુમા પછી વળી. પોતાના ઓરડામાં એક ઉઘાડી બારીમાં બેસી, ક્યાંય સુધી ચિલાતીની દશાનો વિચાર કર્યો. એ ક્યાં જશે? કોણ આશ્રય આપશે ? પાછો ક્યારે મળશે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org