________________
૧૨૮
અર્પણ + ક્ષમાશ્રમણ એની સોબત વિના પોતાના દિવસો કેમ વીતશે ? એવા એવા અનેક તર્કવિતર્કો કરતાં ચિલાતી દાસીપુત્ર કેમ કહેવાયો, કુલીનવવંશના સંતાનોમાં અને દાસ-દાસીના સંતાનોમાં આવી ભૂંસાય નહિ એવી ભેદરેખા કોણે દોરી ? ચિલાતીના માતપિતા આજે હયાત હોત તો ચિલાતી કેવા લાડ-કોડમાં ઊછરતો હોત-પોતે ચિલાતી સાથે કેવી ખુલ્લી મૈત્રી રાખી શકી હોત એવી અનેક સમસ્યાઓથી ભરેલી કોઈ જુદી જ સૃષ્ટિમાં જાણે કે સરી પડી.
ચિલાતી બહાર રઝળતો ત્યારે વહેલોમોડો આવશે એવું આશ્વાસન રહેતું, ચિલાતીનાં જવાથી સુસુમાને આખી સૃષ્ટિ ચિલાતીમય બની હોય અમે લાગ્યું.
એ રીતે લગભગ ત્રણ-ચાર મહિના નીકળી ગયા. ચિલાતીના જૂના મિત્રો પૈકી જો કોઈ મળે છે તો સુસુમા ચિલાતીના સમાચાર પૂછે છે. કોઈ કહે છે કે : “ચિલાતીનો કંઈ પત્તો જ નથી મળતો.” કોઈ કહે છે કે : એણેતો ખાસી ટોળી જ માળી છે. અને પોતે ટોળીનો સરદાર બનીને લહેર ઉડાવે છે. કોઈ કહે છે કે “જૂના ચિલાતીમાં અને નવા ચિલાતીમાં દિવસ ને રાત જેટલો ફેર પડી ગયો છે. આજે તો ચિલાતીના હાથ લોહીથી તરબોળ રહે છે. દયાદાક્ષિણ્ય બધું ભૂલી ગયો છે.”
કુલીન કુટુંબમાં ઊછરેલા ચિલાતીના આવા હાલ સાંભળી સુસુમા નિઃશ્વાસ નાખે છે. એવી અણગમતી વાત કદી યથાર્થ ન હોઈ શકે એમ માની, લોકજીભ ઉપર રમતી કહાણીઓને ભૂલવા પ્રયત્ન કરે છે.
એટલામાં એક દિવસે ખરે બપોરે વીસ-પચીસ જેટલા ધાડપાડુઓની એક ટોળકી રાજગૃહના શ્રેષ્ઠીઓના જ મહોલ્લા ઉપર ત્રાટકી, ધનાવહ જેવાં પાંચ-દસ ધનપતિઓનાં ઘર લૂંટાયાં. લોકોએ સહાયને માટે બૂમબરાડા તો ઘણા પાડ્યા, પણ શહેરના ચોકીદારો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org