________________
ચિલાતી પુત્ર
તેમજ નગરપાળ મદદ કરવા આવે તે પહેલાં તો ધાડપાડુઓ પોતાની યોજના પ્રમાણે ચિલાતીની સરદારી નીચે, બની શકે એટલી કીમતી વસ્તુઓ લઇ, ડુંગરાઓની ગાળીઓ તરફ નાસી છૂટ્યા.
માત્ર સુસુમાને સાથે લઇ નાસતો ચિલાતી એટલી ઝડપ દાખવી શક્યો નહિ. નાસતાં-નાસતાં સુસુમાને અને ચિલાતીને પરસ્પરને વિષે ઘણું પૂછવાનું હતું, પણ ભસવું અને લોટ ફાકવાનું એકી સાથે બની શકે નહિ તેમ બેમાંથી કોઇ બોલી શકે એવી સ્થિતિ નહોતી. સુસુમા શ્વાસભેર દોડતી હતી-એની પાછળ ચિલાતી ખુલ્લા ખડ્ગ સાથે રખેવાળી કરતો દોડી રહ્યો હતો.
૧૨૯
ચિલાતીનો અત્યારનો ચહેરો જોતાં, એના નિકટના સ્નેહીઓ પણ ઘડીભર ભ્રમમાં પડી જાય. છેલ્લા કેટલાક મહિનાનાં હિંસા-ખૂન અને હત્યાના ક્રૂર અભ્યાસે એના મોં ઉપર કાળી કુટિલ રેખાઓ ઉપસાવી હતી. અત્યારે તો એ સાક્ષાત્ યમરાજની મૂર્તિ જેવો વિકરાળ બન્યો હતો. સુસુમાને અત્યારે એની સામે જોવા જેટલો અવકાશ નહોતો પણ જો તેણે ધારીને જોયું હોત તો એને લાગત કે આ ચિલાતી પહેલાનો રાંક દાસીપુત્ર નહિ, પણ હત્યામાં જ રાચતો કોઇ ક્રૂર પારધી છે. ચિલાતીની સુખદ સ્મૃતિઓમાંથી જે ચિત્ર સુસુમાંએ પોતાના ધ્યાન-ધારણા માટે ઉપજાવ્યું હતું. તેની સાથે પ્રત્યક્ષ દેખાતા ચિલાતીનો કોઇ મેળ જ નહોતો રહ્યો.
જે સુસુમા એક વાર ચિલાતીને હજારો પ્રશ્ન પૂછી મુંઝવતી અને પોતાની પરીક્ષામાં નપાસ થએલા ચિલાતીને મીઠો ઠપકો આવાનું ન ભૂલતી તે સુસુમા, આજે ઉતાવળી થઈને ક્યાં પહોંચવાનું છે, પહોંચીને શું કરવાનું છે એવી મતલબનો એકે પ્રશ્ન પૂછવાને બદલે ચિલાતીના ઇશારા માત્રથી કેમ ચાલી નીકળી હશે?
નાસતાં-નાસતાં, હાંફતાં હાંફતાં સુસુમાએ એક-બે વાંર કંઈક પૂછવાનો પ્રયત્ન કરી જોયો; પણ ચિલાતીએ તરત જ જવાબ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org