________________
અર્પણ + ક્ષમાશ્રમણ
સમાધિમરણ જેવું સદ્ભાગ્યે આ જગતમાં બીજું ક્યું હોઈ શકે? દંડક અને પાલક એમને પોતાના પરમહિતૈષી જેવા લાગ્યા. આવા ઘોર અન્યાયમાં પોતાના દેહનાં પવિત્ર બલિદાન ધરવાનો પ્રસંગ પોતાને સાંપડે છે તે બદલ એમણે મનમાં ને મનમાં જ પોતાને બડભાગી માન્યા.
૧૫૪
એક પછી એક એમ મુનિઓ ઘાણીમાં ઓરાવા લાગ્યા. સ્કંદકઆચાર્ય વિદાય લેતા સાધુ માત્રને સમજાવી રહ્યા છે;
‘જો જો દ્વેષ, વેર કે ક્રોધનો અંશ સરખો યે અંતરના ઊંડાણમાં ક્યાંય ન રહેવા પામે ! આ દંડક અને આ પાલક તો બિચારા નિમિત્ત માત્ર છે. જે નિર્માણ થઈ ચૂક્યું હોય છે તે કદી મિથ્યા નથી થતું. નવો કર્મબંધ ન થાય એ જ શ્રમણે જોવાનું રહે છે.”
આટલું પૂરું કહેવાઈ રહે તે પહેલાં સંસારના કારાગૃહમાંથી છૂટવા ઉદ્યત થયેલ શ્રમણ, ધાણીમાં કૂદી પડે છે : લોહીના ફુવારા ઊડે છે. પ્રકૃતિ પણ જાણે આ દશ્ય ન જોઈ શકતી હોય તેમ તોલદાર નિ:શ્વાસ નાખે છે.
બીજા સાધુ ઘાણી પાસે આવી ઊભા રહે છે : આચાર્ય એમને ઉપદેશ કરે છે : “સ્નાનથી માણસ જેમ બાહ્યતઃ પવિત્ર બને તેમ પ્રાણીમાત્રને ખમાવી-પરમ શત્રુને પણ મિત્રવત્ લેખી અંતરને પવિત્ર કરજો. ક્ષમા કે ઉપશમ વિનાનો શ્રમણ એ નામમાત્રનો સાધુ છે. શ્રમણપદને સાર્થક કરવું હોય તો આજના જેવો અપૂર્વ અવસર ફરી ફરીને નહિ મળે.’
વારાફરતી ઘાણીમાં પીલાઈને લોહી અને હાડના અવશેષરૂપ બની જતા સામાન્ય શ્રમણો કરતાં પણ આચાર્ય સ્કંદક કેટલા કઠિન હૈયાના હોવા જોઈએ ? જે અન્યાય સામે એક પામર મનુષ્યનો પુણ્યપ્રકોપ પણ સળગી ઊઠે તેને છતી શક્તિએ પચાવી જનારજુલમ ગુજારનાર પ્રત્યે પણ સ્નેહ વહાવવાનો આગ્રહ કરનાર આ આચાર્યનું હૃદય કઈ ધાતુનું બનેલું હશે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org