________________
૧૫૩.
સ્કંદક આચાર્ય આદિનો મોટો સંગ્રહ, ધરતીની અંદરથી કાઢીને દંડક રાજાને બતાવ્યો. દંડકને વધુ તપાસ કરવાની જરૂર ન લાગી. વસ્તુતઃ આ શસ્ત્રો ક્યાંથી આવ્યાં-ક્યારે આવ્યા અને કોના હાથથી, કેવા દુષ્ટ હેતુથી દટાયા હતાં તે વિષે દંડકે ધીરજથી તપાસ કરી હોત તો પાલકે યોજેલું આ કાવતરું કાચી ઘડીમાં પકડાઈ જાત.
પોતાના રાજયમાં સાધુના વેષે આવી, આખું રાજ્ય પચાવી પાડવાની મેલી દાનતવાળો આ સંસારી સાળા અને તેમના બહોળા પરિવાર અંગે દંડકને હવે કોઈ મમતા ન રહી. પાલકને એણે કહી દીધું.
આ દુષ્ટોને ભયંકરમાં ભયંકર સજા કરવાની તને છૂટ છે. એમનામાંનો એક પણ માણસ બચવો ન જોઈએ.”
પાલકને એટલું જ જોઈતું હતું. એનો છૂપો વિદ્વેષ કેટલાય દિવસથી આ સ્કંદ મુનિનું રક્તપાન કરવા તલસતો હતો.
સીધો અને ત્વરિત વધ એ તો દયાનો જ પ્રકાર ગણાય એમ માની પાલકે ત્યાંને ત્યાં જ જીવતા માણસને પીલવાની ઘાણીઓ ખડી કરી દીધી.
સ્કંદક મુનિને આ કારસ્તાનની જ્યારે જાણ થઈ. પોતાને અને સાથેના પ00 સાધુઓને ઘાણીમાં નાખીને પીલવાની રાજાએ પોતે આજ્ઞા કરી છે એમ જાણવામાં આવ્યું ત્યારે તેને જરાય આઘાત કે આશ્ચર્ય ન થયું. ભગવાન મુનિસુવ્રતસ્વામીએ અતિ કપરી અને કારમી કસોટીની જે ભવિષ્યવાણી ઉચ્ચારી હતી તે યાદ આવી.
આચાર્યે ધાર્યું હોત તો દંડકને મળીને, પોતાની સ્થિતિ સમજાવીને આ અન્યાયનું નિવારણ નહિ તો પ્રતિકાર તો જરૂર કરી શકત, સજાને થોડી હળવી પણ બનાવી શકત; પણ ક્ષમા, ઉપશમ અને સંયમને વરેલો શ્રમણ, જીવનની ભીખ માગવા જાય એમાં એમને કાયરતા લાગી. જીવલેણ વાણી, કોઈ વિકરાળ-રક્ત તરસ્યા પશુ જેવી નહિ પણ મુક્તિના સ્વયંવર-મંડપ જેવી જ એમને દેખાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org