________________
સ્કંદક આચાર્ય
૧૫૫ ૪૯૯ શ્રમણોને ક્ષમાના વારિથી સ્નાન કરાવનાર અને એમને અખંડ આરાધક બનાવનાર આ અંદક આચાર્ય પોતે ક્ષમા અને ઉપશમના અગાધ ઉદધિરૂપ જ હોવા જોઈએ. ભગવાન મુનિસુવ્રતસ્વામીએ જે એક ભયનો નિર્દેશ માત્ર કરેલો કે આચાર્યસ્જદક પોતે આ કસોટીમાં પાર નહિ ઊતરે : આચાર્યના પોતાના દિલમાં ખટકો પેદા કરનારી એ વાતને શી રીતે ભૂલી શકે ? એટલે જ કદાચ એક પછી એક યુદ્ધના મોખરા ઉપર વિજયધ્વજ ફરકાવતો સેનાપતિ ઉલ્લાસથી આગળ ધપે તેમ ૪૯૯ શ્રમણોના બલિદાન વડે ક્ષમા, ધૈર્ય, મૈત્રી અને સંયમનો દિવિજય વર્તાવનાર આ સ્કંદક આચાર્ય પોતાની ક્ષાત્રવટનો, જનસ્મૃતિમાં અમર રહી જાય એવો જવલંત પરચો આપી રહ્યા છે.
હવે માત્ર એક શ્રમણ બાકી છે. સ્કંદકમુનિ ઉગ્ર યાતનાનો આખો સાગર તરી ગયા છે. એક શ્રમણના બલિદાન પછી તરત જ પોતાને પીલાવાનો વારો આવશે. એમણે નિશ્ચય કર્યો છે કે બીજા શ્રમણો કરતાં અધિકો ઉપશમનો રંગ ઘૂંટતા અને મૈત્રીની પુષ્કરાવર્ત-મેઘધારા વહાવતા પોતે ઘાણીમાં કૂદી પડશે ! આખરી વિજય હાથવેંતમાં જ છે. ભગવાન મુનિસુવ્રતસ્વામીએ ઉચ્ચારેલી વાણીનો હવે કંઈક જુદો જ અર્થ નીકળવો જોઈએ અથવા તો પરિણામની ધારા બદલાઈ ગયેલી હોવાથી ભગવાને બતાવેલો ભય પણ ભૂતકાળની વસ્તુ બની જશે.
૪૯૯ બલિદાન પછી, યૌવનના પગથિયા ઉપર પગ ટેકવતો એક તાજો દીક્ષિત મુનિ, લોહીથી તરબોળ બનેલી ભૂમિને કાદવને ખુંદતો ઘાણી પાસે આવી ઊભો રહે છે. આચાર્ય એનું મોં જોતાં જ ચમકે છે - ભયની એક ધ્રુજારી એમના અંગોપાંગને અવશ બનાવતી સોંસરી નીકળી જાય છે. પગ નીચે રગદોળાતું લાલચટક લોહી જાણે કે કમળની પાંદડીનું સ્વરૂપ ધરી ગાલ અને ઓષ્ઠ ઉપર ચોટ્યું હોય તેમ આ તરુણ શ્રમણ કોઈ દેવશિશુ જેવો લાગે છે. આચાર્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org