________________
ગૌતમસ્વામીનો શિષ્ય
અત્યંત સદ્ભાવ અને શ્રદ્ધાથી પ્રેરાયેલો ખેડૂત ત્વરિત ગતિએ માર્ગ કાપતો આગળ ચાલ્યો. ગૌતમસ્વામીએ માર્ગમાં મહાવીર ભગવાનના અતિશયોનું વિસ્તૃત વર્ણન સંભળાવ્યું.
મહાવીર એ વખતે સમવસરણમાં વિરાજ્યા હતા. આત્મોલ્લાસ અને દેવી ઋદ્ધિ-સમૃદ્ધિ વડે વાતાવરણ ભરચક ભાસતું હતું. ગમે તેવા નિષ્ફર સંસારીનું શીશ પણ મહાવીરના ચરણમાં નમી પડે એવો તેમનો પ્રભાવ હતો. - ખેડૂત આઘેથી આ દેખાવ જોયો. મહાવીરની મુખમુદ્રા નિહાળી. તેને એમાં સૌમ્યતા કે શાંતિ ન જણાયાં. તે ચમક્યા. પૂર્વનો કોઈ વિરોધી પોતાના પરિવારની મધ્યમાં બેઠો હોય એમ તેને લાગ્યું. તેણે એક દીર્ઘ નિઃશ્વાસ મૂક્યો અને કંઈ પણ બોલ્યા વિના પીઠ ફેરવી.
ગૌતમસ્વામી કંઈ નિશ્ચય ન કરી શક્યા. જે પવિત્ર પુરુષ પાસે જન્મવૈરીઓ પણ પોતાનાં વૈર ભૂલી જાય તે જોઈને આ ખેડૂત એકાએક ઉદાસ કેમ થયો એ તેમનાથી ન સમજાયું.
“જોયો ? ગૌતમસ્વામીનો શિષ્ય !” પર્ષદામાંથી કોઈના છૂપા હાસ્યનો અવાજ સંભળાયો.
શિષ્ય તો બહુ સારો શોધી લાવ્યા !” બીજાએ એ ટીકામાં ઉમેરો કર્યો.
ગૌતમસ્વામી પોતે પણ શરમાયા. જેને પ્રતિબોધ કરવાનું પોતે અભિમાન રાખતા હતા તે શિષ્યને આવો કાયર જોઈને તેમને મનમાં અત્યંત ગ્લાનિ થઈ
મુનિ? આ જગવંદ્ય પરમાત્માને વંદન કરો. મુનિઓના અગ્રણી અને મુક્તિમાર્ગના ઉપદેષ્ટા એવા આ પુરુષના ચરણમાં આત્મનિવેદન કરો.” ગૌતમસ્વામીએ પરમ શાંતિપૂર્વક ખેડૂત-શિષ્યને કહ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org