________________
૨૦
અર્પણ + ક્ષમાશ્રમણ
ત્રાંબાની જેમ લાલચોળ દેખાતો હતો. પ્રભુએ તેની તરફ દૃષ્ટિ કરી ગૌતમસ્વામીને સંબોધીને કહ્યું – “ગૌતમ ! આને પ્રતિબોધ કરવા જેવું છે. તને મોટો લાભ થશે.”
ગૌતમસ્વામીને માટે આટલો ઈશારો બસ હતો. તે એકદમ પેલા ખેડૂત પાસે ગયા. મહાવીર પોતાને માર્ગે આગળ ચાલ્યા.
ખેડૂતને શ્રી ગૌતમસ્વામીની ભવ્ય અને પુણ્યપ્રભાવી આકૃતિમાં કોઈ અદ્ભુત પ્રશમરસની પ્રતીતિ થઈ. જાણે કે ઘણા જૂના કાળના કોઈ આમજન અનાયાસે મળ્યા હોય એટલો પ્રથમદર્શને જ સંતોષ થયો. ગૌતમસ્વામીએ વૈરાગ્યનાં જે બે-ચાર વાક્યો ઉચ્ચાર્યા તે પણ તેના અંતરમાં આરપાર ઊતરી ગયાં. તે પોતાનું જે કંઈ હતું તે બધું ત્યાં પડતું મૂકી શ્રી ગૌતમસ્વામી સાથે ચાલી નીકળ્યો.
“આવી શાંત મુદ્રા મેં જીવનભરમાં નિહાળી નથી, અને આવી હિતકર વાણી પણ હું આજે જ સાંભળું છું.” ખેડૂત બોલ્યો.
ગૌતમસ્વામીએ તેને મહાવીર પરમાત્માનો વેષ આપ્યો અને ખેડૂતે અંતરના ઉમળકા સાથે અંગીકાર કર્યો. બને પાછા આગળ ચાલ્યા. હવે આપણે ક્યાં જઈશું” થોડે દૂર ગયા પછી ખેડૂતે પૂછવું. મારા ગુરુદેવ પાસે.”
તમારે પણ ગુરુદેવ છે ? અહો ? એ તો વળી કેવાયે શાંત મધુર અને ઉપકારક હશે!” ખેડૂતના આશ્ચર્યનો પાર ન રહ્યો.
દેવો પણ જેની ચરણરજ લઈ પોતાને કૃતાર્થ માને એવા વિશ્વવંદ્ય અને પવિત્ર પુરુષ છે.” ગૌતમે ખુલાસો કર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org