________________
ગૌતમસ્વામીનો શિષ્ય - [૧] કેટલાક ચહેરા જ એવા ભવ્ય અને મનોહર હોય છે કે અપરિચિત છતાં જાણે ઘણા જૂના કાળના આપ્તજન હોય એવા પ્રેમના અંકુર પ્રકટે. એથી ઊલટું કેટલીકવાર એવા ચહેરા પણ નજરે પડે કે જેમને જોઈને આપણને કોઈપણ પ્રકારનો સદ્ભાવ ન ફુર-જાણે કે જૂના કાળના વિરોધી હોય એવી બેચેની અનુભવીએ. આમ શા સારું બનતું હશે તેનું સમાધાન તત્કાળ મળી શકતું નથી. પણ આત્મા જે અનંતકાળથી વિવિધ પ્રકારના રાગ-દ્વેષ પ્રકટાવતો અને અવનવા સંબંધ બાંધતો ભ્રમણ કરી રહ્યો છે તેનો ઇતિહાસ તત્ત્વદષ્ટિએ તપાસવામાં આવે તો ઘણા કઠિન પ્રશ્નો સહેલાઈથી ઉકેલી શકાય. ભગવાન શ્રી મહાવીર સ્વામીના જીવનમાં પણ આવો જ એક પ્રસંગ બન્યો હતો.
એકવાર જંગમ કલ્પવૃક્ષ સરખા શ્રી મહાવીરસ્વામી અને તેમના પ્રિય શિષ્ય ગૌતમસ્વામી વિહાર કરતાં એક ગામથી બીજે ગામ જતા હતા. સૂર્ય માથે પહોંચ્યો હતો. કિરણોના તાપથી ધરતી ઊની વાળાઓ ફેંકતી હતી.
માર્ગની એક બાજુએ એક ખેડૂત હળ હાંકતો પરસેવાથી રેબઝેબ થઈ ગયો હતો. તાપના પ્રકોપને લીધે તેનો ચહેરો તપાવેલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org